પસંદગી Pragna Ruparel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઇસ્લામિક સ્ટોરી - 18

    ઈસ્લામિક સ્ટોરી 18   હઝરત ઉમરની વફાત પછી ખિલાફત ની મસનદ એટલે...

  • સરકારી સારવાર

    રસિકલાલ એટલે 'સરકારી આત્મા'. ૩૫ વર્ષ સરકારી નોકરી કર...

  • 11 ટાસ્ક્સ - Chapter 11

    આશુતોષ કોઈ જ હેતુ વગર ફોન હાથમાં લઈ બેઠો હતો. રીલ્સ જોઈ સમય...

  • રઘુવંશ - ભાગ 8

    "એક ભાઈ જેણે પાતાળમાં જઈને અસુરોનો કાળ બન્યો, બીજો જેના રક્ષ...

  • પ્રેમ જીવન

    પ્રેમ જીવન: એક અધૂરી લાગણીઅમદાવાદના એક નાના વિસ્તારમાં રહેતી...

શ્રેણી
શેયર કરો

પસંદગી

   દરેક વ્યક્તિ પોતાની પસંદગીનું જીવન જીવવા ઇચ્છતી હોય છે. આ ખોટું નથી પણ યાદ રાખો ,તમારી પસંદગી સાચી છે. કે ખોટી તે સમય બતાવશે .બરાબરને! 

     આમ તો જીવનની કડવી સચ્ચાઈ એ છે .કે માણસનું પોતાનું નામ પણ પોતાની પસંદગીનું નથી. (કોઈ પાછળથી બદલાવે. મોટા થઈને તો અલગ વાત છે.) એ પણ તમારા ફેમિલી એ પાડેલું છે. એ જ રીતે માણસને ક્યાં જન્મ લેવો ?ક્યાં મૃત્યુ થવું ?એ પણ આપણી પસંદગીમાં નથી. છતાં પણ આપણે એવી ડંફાસ મારીએ છીએ કે હું મારી ચોઈસ (choice) નું જીવું છું. જે જીવનને મોટા બે નિર્ણયો છે. તે આપણી ચોઇસના નથી.ચાલો, આ થોડી આદ્યાત્મિક વાત થઈ.પણ વાસ્તવ માં પણ એવું ધણું છે.જે તમારી પસંદગીનું નથી. છતાં તમો ચલાવી લો છો.  

   આપણી પસંદગીમાં સ્વતંત્રતા ઘણી છે .પણ પરિણામ  સારુ કે નરસુ આવે એ ભોગવવાની પણ તૈયારી રાખવી પડે .આમ તો સારું! કોઈ પણ બ્લેમ તો નહીં કરીએ. દરેક વ્યક્તિ એવું વિચારે છે .કે હું જે પસંદ કરું છું. અથવા મારી જે પસંદગી છે. એ સાચી જ છે. આમાં કેવું છે. ઘણાની પસંદગી સાચી હોય છે. અને ઘણાની પસંદગી ખોટી. પણ આમાં તો સમય જ બતાવે છે કે તમારી પસંદગી સાચી છે, કે ખોટી. આ સમય સાત દિવસનો હોય. સાત મહિનાનો હોય .અને કદાચ 7 વર્ષ પછી પણ  હોય. અને ક્યારેક તાત્કાલિક એ નિર્ણય તમારી સામે આવી જાય છે. કહેવાય છે ને, આતો સમય સમયની વાત છે. 

    તમારો કોઈની સાથે તમારી પસંદગીથી સંબંધ બંધાય છે .પણ એ સંબંધ બાંધ્યો ત્યારે તમે ખુશ હો છો. અને પછી એ જ સંબંધ ક્યારેક બોજ બની જાય છે. આ અનુભવ લગભગ દરેક વ્યક્તિને થતો હશે. આ સંબંધમાં પતિ પત્ની, બિઝનેસ પાર્ટનર, પડોશી અને દોસ્તો બધા જ લોકો આવી જાય છે. આ કોઈ એક સંબંધની વાત નથી. જીવનમાં આપણી ચોઇસના સંબંધો પણ આપણને ભારરૂપ લાગે છે. કહેવાય છે ને કે સમય બળવાન છે.

   આ પસંદગીમાં તમારું ભણતર પણ આવે .તમો જે ફિલ્ડમાં છો. તેની પહેલા બહુ ડિમાન્ડ હતી. ધીમે ધીમે સમય સાથે બધું બદલાય છે. એમ ડિમાન્ડ પણ બદલાય છે. આ જ વાત બિઝનેસમાં પણ છે .સંબંધ હોય, બિઝનેસ હોય કે જોબ હોય બધામાં બદલાવ તો આવે જ છે. તમારી  પસંદગી પછી પણ તમારે સતત જાગૃત રહેવું પડે છે. સતત માવજત કરતી રહેવી પડે છે અને સતત બદલાતા રહેવું પડે છે સમય સાથે પસંદગી પણ બદલાય છે .અને બદલવી પડે છે. અને સંબંધમાં પણ આવું જ છે. તમારું શું માનું છે દોસ્તો? 

   આમ તો જીવનમાં પસંદગી પણ સમય સાથે બદલાય છે .પણ એ સ્વીકારવું એ પણ મોટી બાબત છે. તમારા પસંદગીના રંગોની અસર પણ તમારા વ્યક્તિત્વ પર પડે છે. અથવા તમે જે રંગ પસંદ કરો છો. એનાથી તમારું વ્યક્તિત્વ ઓળખાઈ જાય છે. 

   તમારા કપડાની પસંદગી, તમારી બોલવાની પસંદગી, તમારી પસંદગીની સિરીયલો. ટૂંકમાં તમારી, આ પસંદગી તમારા વ્યક્તિત્વને ઉજાગર કરે છે .તમે કેવા છો? તમારા વિચારો કેવા છે? આ બધું જ તમારી પસંદગી પર આધાર છે .એના ઉપરથી જ તમારું વ્યક્તિત્વ કેવું છે તે ખબર પડી જાય છે.

    માણસ હંમેશા એવો વિચારે છે .કે મારું બધું જ મારી પસંદગીનું કરવું છે. પરંતુ બધું આપણું ધાર્યું નથી થતું. અથવા તો આપણી પસંદગી પ્રમાણે નથી થતું .એ આપણે સ્વીકારે છૂટકો. તમે નહીં સ્વીકારો તો તમને જ તકલીફ પડશે. કારણકે તમે પોતે વિચારો! તમે બચપનથી આ જ સુધીમાં એવું કેટલું બધું તમારી પસંદગી નું કરવા ઈચ્છતા હતા. છતાં પણ આજ સુધી નથી થયું.બરાબર ને મિત્રો. 

   અને છતાં પણ કહેવાય છે. પસંદ અપની અપની.