મારા કાવ્યો - ભાગ 21 Tr. Mrs. Snehal Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારા કાવ્યો - ભાગ 21

ધારાવાહિક:- મારા કાવ્યો

ભાગ:- 21

રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની



આભાર અભિવ્યક્તિ

કોનો કોનો આભાર વ્યકત કરું?

જે મળ્યું એ શીખવી ગયું કશુંક!

કોઈકે વ્હાલ, કોઈકે પ્રેમ તો

શીખવી ગયું કોં'ક કડવા ઘૂંટ ગળતાં!

શીખી રહી છું સતત જીવનનાં પાઠો,

મળું છું જેને આ દુનિયામાં આપે છે

એક નવો અનુભવ જીવનનો!

ડગલે ને પગલે રહે છે મારી સાથે,

આપે છે સાથ મને સત્યનાં પગલે ચાલતાં,

વ્યકત કરું આભાર એ પ્રભુનો આજ!

શીખવ્યું ઘણું બધું જેમણે મને,

વ્યક્ત કરું આભાર એ તમામ વ્યક્તિઓનો!




ફૂટપટ્ટી

જોઈએ છે એક ફૂટપટ્ટી એવી,

માપે જે મનનાં ઉંડાણને,

માપીને કહી શકે જે લાગણીનું પ્રમાણ,

માપી શકે જે પ્રેમનાં તરંગો.

માપી શકું સંબંધો જેનાથી.

જોઈએ છે એક ફૂટપટ્ટી એવી,

માપી શકાય સ્વાર્થ જેનાથી,

નિષ્ફળતાનો માપદંડ અને

સફળતાની લંબાઈ મપાય જેનાથી,

સુખ કેટલું લાંબુ અને દુઃખ કેટલું ટૂંકું,

મળે સચોટ લંબાઈ સુખદુઃખની જેનાથી.

જોઈએ છે એક ફૂટપટ્ટી એવી,

જાણી શકાય લંબાઈ જીવાદોરીની જેનાથી.

માપી શકું મારું આયખું જેનાથી,

અને નક્કી કરી શકું હું જેથી,

બચ્યો છે સમય કેટલો સતકર્મો માટે.

જોઈએ છે એક ફૂટપટ્ટી એવી.




સફળતા

ક્યાં જવું સફળતા શોધવા?

એ તો છે મહેનતના નકશામાં!

બદલાઈ જાય છે નબળા નસીબની

હાથની તમામ રેખાઓ ચળકાટમાં,

હોય જ્યારે ધગશ, ઈમાનદારી,

અને પ્રભુની કૃપા કામમાં!!!




વિકલાંગ દિવસ

કહી અપંગ ઉડાવે મજાક એની,

છે ખોડ એનાં કોઈક અંગમાં,

તો શું છે ભૂલ એમાં એની?

કરવાને સન્માન એની ક્ષમતાઓનું,

અને કરાવવા દુનિયાને સાચું ભાન,

ઉજવાય ત્રીજી ડિસેમ્બર વિશ્વમાં,

'વિશ્વ વિકલાંગ દિવસ' તરીકે!!!



ભારતીય નૌસેના દિવસ

શાન દેશની દરિયાઈ માર્ગ,

વિશાળ એવો દરિયાકિનારો!

કરે રક્ષા આ દરિયાની,

ને બચાવે દેશને દરિયાઇ હુમલાથી,

રહે તૈયાર દિનરાત નૌસેના ભારતની!

કરવા સન્માન મળી હતી જે જીત,

ઓપરેશન ટ્રાઇડેન્ટમાં નૌસેનાને!

નક્કી કરાયો દિવસ 4 ડિસેમ્બર,

ઉજવાય દેશમાં શાનથી,

'ભારતીય નૌકાદળ દિવસ'.

થાય સન્માન શહીદોનું,

ને અપાય સન્માન શૂરવીરોને!

બતાવી બહાદુરી જેમણે જળયુદ્ધમાં!



લગ્નની ઋતુ

ચાલી રહી છે ઋતુ લગ્નની,

કોઈક છોકરાવાળા, કોઈક છોકરીવાળા!

માણે કોઈ લગ્નને, તો વખોડી જાય કોઈ,

નથી હાથમાં ખુશ રાખવું સૌને!

જીંદગી આખી મહેનત કરી,

કરાવે લગ્ન દીકરા દીકરીનાં માતા પિતા!

રહી ન જાય કોઈ કચાશ મહેમાનગતિમાં,

રાખે સતત ધ્યાન માતા પિતા!

ખબર નહીં તોય શાને શોધી કાઢે,

કોઈ બહાનું નારાજ થવાનું!

ક્યાંથી લાવે છે લોકો આટલી ચતુરાઈ?

વિનંતિ એક જ સૌને હાજર જે લગ્નમાં,

થાય કોઈ કડવો અનુભવ તમને,

પી જજો કડવી દવા સમજીને!

વખાણજો તૈયારી લગ્નની સૌ કોઈ,

મળશે ટાઢક બંને પક્ષે માતા પિતાને!

કરશો નહીં બગાડ અન્નનો,

હોય હવે તો સેલ્ફ સર્વિસ પીરસવા માટે!

તો શું કામ લઈએ વધારાનું?

સાથે વિનંતિ માતા પિતાને,

ફેંકી ન દો વધેલું ખાવાનું,

જમાડી દો કોઈ ગરીબને ફૂટપાથ પર,

નહીં તો બોલાવી લો સામાજિક સંસ્થાને!

કરીએ સંકલ્પ ભેગાં મળી સૌ,

કરીએ દેખાડો ઓછો ઝાકઝમાળનો,

ને સાચવીએ રિવાજો સાચી રીતે!



શ્રી દત્ત

શ્વાસે શ્વાસે મારા એક જ સ્મરણ,

શ્રી દત્ત દત્ત દત્ત🙏🙏🙏

કરતી રહું હું સ્મરણ સદાય,

રટણ સતત દત્તબાવનીનું!

અનુભવાય દત્તકૃપા સદાય,

જ્યારે જ્યારે મુસીબતમાં,

કરું હું દત્ત નામ સ્મરણ!

વંદન પ્રભુ ચરણોમાં,

ગુરુદેવ દત્ત સૌ દત્ત ભક્તોને,

આજે દત્ત જન્મોત્સવે!!!



અન્નપૂર્ણા જયંતિ

માગશર સુદ પૂર્ણિમાનો દિન,

ઉજવાય દત્ત જયંતિ,

દત્ત દત્ત સ્મરણ સાથે!

છે અન્ય મહિમા પણ આ દિનનો.

વેઠવો પડ્યો ભૂખમરો કાશીમાં,

જોઈ ભૂખ્યાને શોધ્યો ઉપાય શિવજીએ!

ધારણ કર્યું રુપ અન્નપૂર્ણાનું મા પાર્વતીએ,

ને લીધી ભિક્ષા શિવજીએ એમની પાસે,

ઠાર્યું પેટ કાશીના લોકોનું એમણે!

મળ્યું વરદાન કાશીને મા અન્નપૂર્ણાનું,

રહેશે ન કોઈ ભૂખ્યું ક્યારેય કાશીમાં!

હતો દિવસ એ માગશર સુદ પૂર્ણિમાનો!

ઉજવાય ત્યારથી આ દિવસ,

મા અન્નપૂર્ણા જયંતિનો🙏🙏🙏




આદ્રા નક્ષત્ર

આદ્રા નક્ષત્ર માગશર માસમાં,

ઉત્પત્તિ શિવનાં તેજોમય સ્તંભની.

કરી પૂજા બ્રહ્માજીએ સૌપ્રથમ,

હતા સાથે શ્રી હરિ વિષ્ણુ.

શરુ થઈ ત્યારથી પૂજા શિવલિંગની.

મહિમા અપરંપાર શિવપૂજાની,

હર હર મહાદેવ એક જ નારાની🙏

મળે ફળ હજાર મહાશિવરાત્રીનું,

કરે જે આરાધના શિવની આ નક્ષત્રમાં.

લઈને શિવનું નામ મનમાં,

કરીએ બિલ્વ અર્પણ જળાભિષેક સાથે,

પામીએ કૃપા એ ભોળાનાથની આજે.



આજનું બાળપણ

કેમ બન્યું તોફાની,

આ બાળપણ આજનું?

હતું બાળપણ મસ્તીભર્યું!

નિર્દોષ એવું બાળપણ,

એક કિટ્ટા ને બોલતી બંધ,

પાંચ જ મિનિટમાં થતી,

દોસ્તી ફરી અકબંધ!

રમતું એ બાળપણ ક્યારેક,

બન્યું હવે હિંસક ઘણું!

ખોવાઈ માન મર્યાદા એમની,

જવાબદાર કોણ એનું?

રમતું એ બાળપણ,

કરતું ન ક્યારેય નુકસાન કોઈનું,

શાને બની ગયું અસંસ્કારી આજે?




સ્નેહલ જાની