ફરે તે ફરફરે - 86 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફરે તે ફરફરે - 86

૮૬

વલ્ડ ટ્રેડ સેંટરની લાશ એક બાજુ વલ્ડવન ટાવર સાવ અડીને ઉભા છે એક અમેરિકન સપનાની લાશ છે તો એક રાખમાંથી કેમ ઉભા થવું તેવું ફિનિક્સનાં પંખી જેવું અમેરિકન માનસનું ઉદાહરણ સામે હતુ …વર્લ્ડ ટ્ડ સેન્ટરની લાશ નજક પહોંચ્યા ત્યારે નિરવ શાંતિ હતી હજારો માણસો

ભક્તિભાવથી ધીમે ડગલે ચાલતા વિશાળકાય સ્મારક નજીકના મારબલની

દિવાલ ઉપર લખેલા નામ વાંચતા હતા..જાણે એ જીવંત કબ્રસ્તાન લાગતુ

હતુ ..કોઇકે ફુલો અને મિણબત્તીઓ મુકી હતી ....થોડા નામ ઇંડીયન હતા

ફાયરબ્રિગેડ અને પોલીસની જાનફેસાનીની કહાની ફોટોગ્રાફ જોયા 

સાથે ભયાનક આગમાં બળી ગયેલી ફાયર ફાઈટર જોઇ સળગીને વળી ગયેલા સ્ટીલના સળીયા બળેલી લીફટના કેબલો.. લાખો ટન સ્ટીલનો એ જાજરમાન ભવ્ય દુનિયાનો સૌથી સૈફ ઝડપી ભવ્ય ટાવર કેટલો અદ્ભુત હતો કેટલા વર્ષો સુધી ડીઝાઇન બની પછી કેટલી ઝડપથી ટાવર બન્યો તેમા કેટલી ઓફિસો હતી તે ઓફિસમાં પહોંચવાની અતિશય હાઇસ્પીડ સેંકડો લીફટ હતી અને વાંચીને આંખો પહોળી થઇ ગઇ હતી.. શું ટેકનોલોજી વાપરી હતી.. કમાલ એ ધ્વસ્ત થયું તેની અસરમાં કેટલા અમેરિકનોની આંખમા ઝુનુન ઘુંટાતુ જોયુ તો કેટલાને રડતા જોયા... અભિમાન તો રાજા રાવણનુ યે ન રહ્યુ એ યાદ રહે .. ચંદ્રકાંત મનમાં ગણગણતા હતા “ ગર્વ કીયો સોઇ નર હાર્યો સીતા રામજી … ગર્વ કીયો એક ચકલાને ચકલીએ .. હજી આગળની કડી શોધતો હતો ત્યાં કેપ્ટને કીક મારી “ ડેડી લીટર ફાસ્ટ.. હજી બહુ બાકી છે જોવાનું “

 પછી વર્તમાન માં આવી ગયો કે ઓસામા બીન લાદેને આ અમેરિકન લોકોની કેવી બીન બજાવી તેની કથા આગળ હતી..કેમ કેવુ કેવી રીતે ક્યાં કાવતરુ કર્યુ કઈ રીતે પાર પાડ્યુ તેની પુરી કહાની જોતા જોતા અમે આગળ ધપતા હતા...અમેરિકનોએ પેંટેગોનને કેમ બચાવ્યુ અને અમેરિકાની આન બાન અને શાન સમુ વલ્ડ ટ્રેડ સેંટર કઇ રીતે ધરાશય થયુ તે કહાની

પુરી જોઇને આગળ વધ્યા ત્યારે દસ દસ ડોલર દઇને ટીકીટો લીધી અને

વિશાળ લીફ્ટમા એક સાથે પચાસ માણસો બે મીનીટમા અઠાણુમે માળે

પહોંચ્યા ત્યારે ટેક્નોલોજીને શાબાશી આપી પેસેજ માંથી આગળ વધ્યા

ત્યારે ધંધાદારી અમેરીકનો લાશનો વેપાર કેમ કરે તે જોયુ "ડેડી આમેય

અહીયા કોઇ મરે ત્યારે લગન કરતા વધારે ખરચો થાય હો"

તોઆપણે ત્યાં ઇંડીયામા લાશ મોકલે અને ઇંડીયામા મોટુ ગ્રેવયાર્ડ બનાવીયે

એવો આઇડીયા આ લોકોને આપને આપણા દેશને બે પૈસા મળે..."

મારી દેશદાઝ કામમા ન આવી....

જુના વલ્ડટ્રેડ સેંટરના ટી શર્ટ નવા વલ્ડ વનના કી ચેન પેન મેગ્નેટ ગીફ્ટો

જ્વેલેરી...નામનો વેપાર ધોમધોકાર ચાલતો હતો મે ધ્યાન થી ગીફ્ટ આઇટમો

ચાઇનીઝ,ઇંડીયન કોરીયન હતી કોઇ અમેરીકન નહોતી હાં એકના મીનીમમ

દસ કે પચ્ચીસગણા ભાવે લલવા લલવીઓ લેતા હતા પણ નવાઇ ત્યારે

લાગી કે કેટલાક ઇંડીયન ગુજરાતી "માળુ હાળુ કમાલ છે" બોલીને લેતા

હતા  એક કાકી પણ હરખઘેલા થઇ ગ્યા હતા .. જીંદગીમા ફરી આવી અમેરીકાની ત્યારે પેલો સિંધી યાદ આવી ગયો ..તેમને એક જ ગણત્રી હશે કે દેશમા જઇને છાકો ટુરમા પત્તો નથી લાગવાનો એટલે કંઇક તો લઇ જવાને સહુને દેખાડવું કે આ અમે ન્યુયોર્કમાં ઠેઠ વર્લ્ડ વન ટાવર સુધી જઇ આવ્યાને આમ નજરે બધું જોઇ લીધુ . 

આજના જમાનામાં એક સેલ્ફીનો એવો રોગ લાગુ પડ્યો છે કે સવારે ઉઠે સેલ્ફી ચાર પોઝ આપી દોસ્તો ને મોકલે .. પછી સારું છે કે પોટી કરવા જાય ત્યારે સેલ્ફી નથી લેતા .. ઉંહકારાની પછી હાશની રીલ નથી બનાવતા ! પહેલા યંગ જનરેશન આ લતમાં ફસાયું પછી તો આ રીલ્સમા હજારો ઘરઘરાવ આર્ટિસ્ટ પેદા થયા આજે ઇન્સ્ટાગ્રામ ઉપર રોજ લાખો વિડીયો અપલોડ થાય તેમા કેટલાક હીટ જાય સુપરહીટ થાય તેને આ ઇન્સ્ટાગ્રામ વાળા રીલ વચ્ચે નીચે ઉપર જાહેરાત મુકી કરોડો કમાઇ અને આવા રીલ આર્ટિસ્ટ ને પણ લાખો રુપીયા મળે છે આવુ જ એક્સ ઉપર તમારી પોસ્ટ ફોટા વિડીયો મુકીને કેટલા ફોલોવર વધે તેને પણ પૈસા આપે હવે યુ ટ્યુબ ઉપર પણ આ ધંધો ખુબ ફુલ્યોફાલ્યો છે.. હવે આ કાકીની વાતમાં એમ કહેવાયને"હો હો આપણે તો બધ્ધે ફર્યા હો.કાકીને મુળમા એમ ભાભી કે માસી જે બહુ ઇર્ષ્યા કરતી હોય તેને કઉભા ઉભા સળગી જાય... એવો પ્રોગ્રામ હતો .મારુ લોહી ઉકળી ગયુ નજીક જઇ ઉંધા ફરી ને મોટેથી બોલ્યો "અહીયાથી પીઝા લઇ

જવાયતો વટ્ટ પડી જાય હો"એ ચમક્યા જ હશે એટલે એ ઉંધા ફરી મને કહે

“આંયા પણ તમે મળ્યા ?"