રાધા ને જેલ માં આવ્યા એને એક વર્ષ પણ થયું ન હતું એટલે પેરોલ મળવું લગભગ મુશ્કેલ હતું છતાં પણ તેના પાસે આસાની એક કિરણ હતી. એની માની તબિયત વધારે ખરાબ થઈ ગઈ હતી અને ઘરની હાલત પણ બહુ ખરાબ હતી અને એક જમીન તેના નામની હતી તો તેને જવું તો જરૂરી હતું.
સારા ખબરની રાહ જોતા જોતા રાધા ને દિવસો વીતી ગયા છતાં પણ કોઈ ખબર આવી નહીં. આખરે એક દિવસ અચાનક જ કોમલ એ રાધા ને કહ્યું કે તેને બોલાવવામાં આવી છે. રાધા ને પહેલા એમ કહેવામાં આવ્યું હતું કે એક અઠવાડિયામાં જવાબ આવી જશે પરંતુ આજે દસ દિવસ થઈ ગયા હતા.
મનમાં ડર નો ભાવ લઈને તે અલ્કા મેડમના કેબીન તરફ જવા લાગી. ત્યાં પહોંચવા સુધીમાં હજારો વિચાર તેના મનમાં આવી ગયા હતા. તેને ખબર નહીં કે શું શું વિચાર કરી લીધો હતો. અલ્કા મેડમ ની સામે બેસતી વખતે પણ તેના હૃદયના ધબકારા તેજ ગતિએ આગળ વધી રહ્યા હતા.
" શું થયું મેડમ શું જવાબ આવ્યો ઉપરથી?"
રાધા એ મનમાં ને મનમાં ભગવાનનું નામ લેતા સવાલ પૂછ્યો જેના જવાબમાં મેડમ એ સ્માઈલ કરીને કહ્યું.
" જે થવાનું હતું એ જ થયું છે, તને રજા તો મળી ગઈ છે પરંતુ ફક્ત પાંચ દિવસની. તારા પાસે ફક્ત પાંચ દિવસ રહે છે અને આ પાંચ દિવસમાં દરરોજ તારે ત્યાંના પોલીસ સ્ટેશનમાં હાજરી નોંધાવા જવું પડશે."
અહીં આવવાના પહેલા તો રાધા મને મનમાં એમ પ્રાર્થના કરી રહી હતી કે તેને બસ બે થી ત્રણ દિવસની રજા મળી જાય તો પણ ઘણું છે પણ હવે આ પાંચ દિવસ ઓછા લાગી રહ્યા હતા. છતાં પણ તે બાંધ છોડ કરવા માટે તૈયાર હતી.
" એની પહેલા સી સેકશનના મેડમ પ્રણાલી ઓડેદરા ના પાસે જઈને આપણે સાઈન લેવી પડશે. તું પણ સાથે આવીશ તો સારું રહેશે."
રાધા ને એ તો ખબર હતી કે આખા જેલમાં ત્રણ સેક્શન છે પરંતુ તેને સી સેક્શન વિશે વધારે કોઈ જાણકારી ન હતી એટલે તેને પ્રશ્નાર્થ નજરોથી અલ્કા મેડમના તરફ જોયું. મેડમ ને રાધા નો ચહેરો જોતા જ સમજાઈ ગયું એટલે તેમણે વાતને સુધારીને કહ્યું.
" સી સેક્શનમાં ખતરનાક કેદીઓ છે એટલે જરાક ધ્યાનથી ચાલજે."
આ વાતથી રાધાને સમજાઈ ગયું કે સી સેકસન, એ સેક્શન છે જેમાં ખતરનાક કેદીઓ છે. તેમાં પ્રણાલી મેડમ ની જરૂરત હતી એટલે રાધા એ સાથે આવવાના માટે હા પાડી દીધી. અલ્કા મેડમ એ તેની રાહ જોવાનું કહ્યું અને પોતાના ફાઇલમાં કંઈક લખવા લાગ્યા.
લગભગ 15 થી 20 મિનિટ પછી અલ્કા મેડમ ફાઈલને બંધ કરી અને એક બીજા ફાઈલને પોતાના હાથમાં લઈ અને ઉભા થતા કહ્યું.
" આ ફાઈલમાં જ પ્રણાલીની સિગ્નેચર ની જરૂરત છે."
રાધા તેમની સાથે સાથે જવા લાગી. શરૂઆતમાં તો એ લોકો ત્યાં જ હતા જ્યાં રાધા હર રોજ પોતાનું કામ કરતી હતી અને પછી તે લોકો એક દરવાજામાં ગયા જ્યાં રાધા પહેલીવાર આવી હતી.
તે કાળા રંગના દરવાજા ને પાર કરીને તે લોકો એક બીજા જ જગ્યાએ પહોંચી ગયા. તે સેક્શન પણ તે લોકોના જેલ જેવું જ હતું પરંતુ અહીંયા થોડો ફરક હતો. જે જેલમાં રાધા હતી ત્યાં એટલી કડકાઈ ન હતી અને એટલા બધા સિપાહીઓ પણ હાજર ન હતા પરંતુ અહીંયા તો તે લોકોને મુકાબલામાં ત્રણ ગણના વધારે સિપાહી હાજર હતા.
રાધા એ પણ નોટિસ કર્યું કે ત્યાં પહેરો વધારે હતો પરંતુ તેની સાથે સાથે ત્યાં જગ્યાએ જગ્યાએ નિયમો પણ હતા. બધી જગ્યાએ કંઈકને કંઈક લખેલું હતું જેમકે એક જગ્યાએ લખેલું હતું કે અહીંયા ફક્ત એક થી બે કેદીઓ જઈ શકે છે બીજી જગ્યાએ લખેલું હતું કે અહીંયા વગર કોઈ સિપાહી થી જવું મના છે.
એ વસ્તુ હોવી જરૂરી હતી કારણ કે અહીંયા ખતરનાક કેદીઓ હતા. રાધા આજુબાજુ બધી વસ્તુઓ જોઈને જઈ રહી હતી તો ત્યાં કામ કરતા કેદીઓ તેના તરફ જ જોઈ રહ્યા હતા. બધાનો ચહેરામાં અલગ જ ગુસ્સો અને અલગ જ ભાવ દેખાઈ રહ્યા હતા.
" આ બધા ખતરનાક કેદીઓ છે કોઈ આમાંથી ચોર છે તો કોઈએ ખૂન કર્યા છે અને એ પણ પોતાની મરજી અને સ્વેચ્છા થી."
રાધા ના તરફ જઈને આગળ વધી રહી હતી ત્યાં જ તેની નજર એક કેદી ઉપર ગઈ જેના હાથમાં હથકડી પહેરાવવામાં આવી હતી. તેના તરફ જઈને તેણે પૂછ્યું.
" મેડમ આ લોકો તો પહેલેથી જેલના અંદર છે તો પછી હા કેદીને હદ કરી શા માટે પહેરાવવામાં આવી છે?"
મેડમ એ ચાલતા ચાલતા જ એક નજર તેના તરફ નાખી અને પછી કહ્યું.
" આનું નામ રમાદેવી છે, તે બસ સ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશનમાં જઈને ચોરી કરતા હતા અને ક્યારેક ક્યારેક કોઈ તેમને પકડી લે અને વિરોધ કરે તો રમાદેવી તેમને ક્યારેક ટ્રેનની લાઈન માં ફેંકી દેતા તો ક્યારેક ચાલતી કોઈ વાહનના નીચે, એના ચક્કરમાં લગભગ ચાર થી પાંચ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે."
રાધા એ જોયું કે રમાદેવી નો ચહેરો એકદમ ભાવહીન છે, કોઈપણ રીત ના ભાવ તેના ચહેરા પર દેખાતા ન હતા. તે બીજા કોઈના વિશે સવાલ પૂછે તેની પહેલા જ તે લોકો એક ઓફિસમાં પહોંચ્યા. જેના અંદર લગભગ 50 વર્ષની એક મહિલા બેઠી હતી.
" નમસ્કાર અલ્કા મેડમ આવો, તમે કહ્યું હતું કે પેરોલ ના બાબતે તમારે સિગ્નેચર ની જરૂરત છે?"
અલ્કા મેડમ એક ખુરશીમાં બેસી ગયા અને રાધા તેમના પાછળ જ ઉભી રહી ગઈ. તેમણે એક ફાઈલને પ્રણાલી મેડમના તરફ સરકાવીને કહ્યું.
" આનું નામ રાધા ત્રિવેદી છે અને તેની માંની તબિયત બહુ જ ખરાબ છે, આ ફાઇલમાં બધી જાણકારી છે તો સિગ્નેચર કરી દો જેનાથી આ ચાર પાંચ દિવસ તેના ગામમાં જઈને આવી જાય."
પ્રણાલી મેડમ એ એક તીખી નજરથી રાધા ના તરફ જોઈએ અને ફાઈલને પલટાવીને જોવા લાગ્યા. રાધા ને એક વાતની જાણકારી થઈ કે પ્રણાલી મેડમ અલ્કા મેડમ ના જેવા સારા સ્વભાવના ન હતા. એક વાત એ પણ હતી કે પ્રણાલી મેડમ હંમેશા એવા કેદીઓથી ઘેરાયેલા હતા જે બધા ખતરનાક થી ખતરનાક ગુનો કરીને અહીં આવ્યા છે એટલે તેમનો આવું કડક રહેવું જરૂરી હતું.
" ઠીક છે સાઈન તો હું કરી દઈશ પરંતુ આને બધા નિયમો સમજાવી દીધા છે ને?"
અલ્કા મેડમ એ હા માં માથું હલાવ્યું છતાં પણ પ્રણાલી મેડમ એ રાધા ના તરફ જોઈને કડક અવાજમાં કહ્યું.
" રાધા એક વાત સમજી લે જે નિયમો અલ્કા મેડમ એ તને જણાવ્યા છે તેને સરખી રીતે પાર પાડવા પડશે. એક પણ નિયમમાં મને ઢિલપ દેખાય તો હું તને પાછી જેલમાં લઈ આવીશ અને આ વખતે હું અહીંયા લઈ આવીશ તને."
રાધા ને એ સમજાયું નહીં કે પ્રણાલી મેડમ તેના ઉપર શા માટે ગુસ્સો કરી રહ્યા છે તેનું તો કંઈ વાંક નથી. અલ્કા મેડમ એ રાધા નો પક્ષ લેતા કહ્યું.
" અરે આ એવું કંઈ નહીં કરે નહીં આને અહીંયા લઈ આવવાની જરૂરત નથી. તમે ફક્ત સિગ્નેચર કરી દો પછી હું અને કાલે નહીં તો પરમ દિવસે છોડી દઈશ."
અને તમે તેમના બોલવાથી પ્રણાલી મેડમ એ આગળ કંઈ ન કહ્યું અને જ્યાં સિગ્નેચર કરવાના હતા તે જગ્યાએ સિગ્નેચર કરી અને ફાઇલને પછી આપતા કહ્યું.
" એ વાત તો ઠીક છે પણ આને કોઈ લેવા આવવાનું છે કે પછી,,,"
" એના ઘરમાં એવું કોઈ નથી જે તેને લેવા આવી શકે."
રાધા ને આ સાંભળીને થોડું દુઃખ થયું કારણ કે ખરેખર એની પાસે એવું કોઈ ન હતું જે એને લેવા અહીં આવી શકે. તેના બાપુજી છગનલાલ નું મૃત્યુ તો આજથી ત્રણ વર્ષ પહેલા થઈ ગયું હતું અને મયંક પણ અત્યારે કોમામાં હતો અને તેની બહેન તો તેને લેવા આવવાની ન હતી અને તેની માંની તબિયત ખરાબ હતી.
લગભગ અડધી કલાક વાતો કર્યા બાદ તે લોકો ત્યાંથી વળી પાછા તે લોકોના સેક્સનના તરફ આવવા લાગ્યા. પાછા આવતી વખતે પણ તેની નજર એક જગ્યાએ બેસેલા રમાદેવી ઉપર ગઈ હતી પણ આ વખતે રમાદેવી ની નજર તેના તરફ હતી.
રાધા એ જલ્દીથી પોતાની નજર ફેરવી લીધી અને તે લોકો પાછા તેમના જેલના અંદર આવી ગયા. અલ્કા મેડમ એ ફાઈલ ને રાધા ના હાથમાં દેતા કહ્યું.
" આમાં ત્રણ જગ્યાએ તારા સિગ્નેચર ની જરૂર છે તે કરીને આપી દેજે અને કાલે કે પરમ દિવસે, ક્યારે તારે જવાનું છે તે મને જણાવી દેજે."
રાધાએ હા પાડી અને તેના જેલ ના તરફ આવી ગઈ. તે બહુ ખુશ હતી કે ફાઇનલી હવે તે તેના ગામમાં જશે અને તેની માં થી મળી લેશે.