શ્રાપિત પ્રેમ - 7 anita bashal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્રાપિત પ્રેમ - 7

ટન્ ટન્ ટન્ ટન્
રાધા ની નીંદર ઘટ વાગવાના અવાજથી તૂટી ગઈ. તેણે જોયું તો બાકીના લોકો પણ ધીરે ધીરે પોતાની આંખો ખોલી રહ્યા હતા.
" બાકી બધું તો ઠીક છે પણ સવારે વહેલા શા માટે ઉઠાવી દે છે આ લોકો?"
ચંદા એ ઉઠતા ની સાથે જોરથી કહ્યું. ધીરે ધીરે કરીને બધા દરવાજાને ખોલવામાં આવ્યા અને બધા એક લાઈનમાં પ્રાર્થના માટે બહાર આંગણામાં પહોંચી ગયા. કેમ ભગવાનને પ્રાર્થના કરવામાં આવી અને પછી બધા દૈનિક કાર્યમાં લાગી ગયા.
બધા પોતપોતાના કામ કરી રહ્યા હતા કોઈ બ્રશ કરી રહ્યા હતા અને તેના માટે બધાને દાતણ નાખવામાં આવ્યા હતા. રાધાએ જોયું તો તે બાવડના દાંતણ હતા. ગામમાં ઘણી વખત તેને આનો ઉપયોગ કર્યો હતો એટલે તેને કોઈ તકલીફ ન પડી. પરંતુ હજુ સુધી રાધા ને કપડા મર્યા ન હતા એટલે તે કોમલને શોધી રહી હતી.
" શું થયું તને હજી સુધી કપડા નથી મળ્યા?"
રાધા એ જોયું તો તે સવિતા હતી. સવિતા તેને કોમલ પાસે લઈ જવા લાગી અને રસ્તામાં તેણે કહ્યું.
" ચિંતા કરવાની જરૂર નથી તને એક સાડી મળશે. ક્યારે વારાફરતી બંનેને બદલવા પડશે. તું તો દેખાવમાં આટલી ફૂટડી છે તમે જોઈને લાગતો નથી કે તે કંઈ ગુનો કર્યો હશે. શું કર્યું છે તે?"
રાધા એ સવિતા ના તરફ જોયું અને કહ્યું.
" મેં કોઈ ગુનો નથી કર્યો અને હું એને સાબિત કરીને રહીશ."
ત્યાં સુધી તે લોકો શીતલ પાસે આવી ગયા હતા કોમલ સાથે વાત કરીને રાધા ને એક જોડી કપડાં મળ્યા. તે લોકો ત્યાંથી રસોડામાં ગયા. સવિતા પણ સવારે નાસ્તા બનાવવામાં આવી હતી અને રાધા ને પણ તે જ કામ મળ્યું હતું એટલે તે બંને રસોડામાં ગયા હતા.
તેને જોયું કે સવારે નાસ્તામાં વધારે કંઈ જરૂર નથી એક તરફ મોટી તપેલી ભરીને કાળું પાણી ઉકળી રહ્યું હતું. તેની બાજુમાં રાતની બચેલી રોટલી ને ગરમ કરવામાં આવી રહી હતી. વાસી રોટલી ને ગરમ કર્યા બાદ તેના ઉપરથી નમક અને મરચું છાંટવામાં આવી રહ્યું હતું.
" નાસ્તામાં આ જ છે?"
રાધા ને પૂછવા પર સવિતાએ તેના તરફ જોઈને સ્માઇલ કરીને કહ્યું.
" આજે તો રોટલી બચી હતી એટલે મળી છે નહીંતર ક્યારેક ક્યારેક એકલો ચા પીવા માટે જ મળે છે. ક્યારેક તે લોકો લોટનું સુખ બનાવીને આપે છે જેમાં લોટને પહેલા તેલમાં શેકવામાં આવે છે અને પછી તેમાં મીઠું અને પાણીમાં ભેળવી દેવામાં આવે છે."
બાથરૂમમાં જગ્યા ન હતી એટલે એ લોકો અહીંયા કામ કરવા માટે આવી ગયા હતા. બધાને એક વાટકી માં ચા અને થાળીમાં વાસી રોટલી નો એક એક ટુકડો આપવામાં આવ્યો.‌ રાધાએ ચા નો એક ઘૂંટ ભર્યો તો તેમાં દૂધ હતું જ નહીં અને નહિવત ખાંડ હતી. રોટલી ખૂબ જ કડક હતી છતાં પણ બધા લોકો ખાઈ રહ્યા હતા.
" તારે ન ખાવું હોય તો હું ખાઈ લવ?"
કિજલૂ એ રાધા ની તરફ જઈને પૂછ્યું. કિંજલ રાધા ના બાજુમાં જતી હતી અને તેણે જોયું કે રાધા બસ એક કોળિયો ખાઈને ચૂપચાપ બેસી ગઈ છે તો તેણે પૂછ્યું. હૃદય તરત જ પોતાની તેના તરફ સરકાવી દીધી તો તે જલ્દી જલ્દી તેને ખાવા લાગી.
રાધાના માટે એક દિવસ એક અઠવાડિયા જેવો લાગી રહ્યો હતો. એક અઠવાડિયું કેવી રીતે વીતી ગયું તે ફક્ત રાધા જ જાણતી હતી. અઠવાડિયા દરમિયાન રાધાની સવિતાની સાથે સારી એવી બોન્ડિંગ બની ગઈ હતી. ચંદા અને કિંજલ બંને વધારે કોઈ નથી વાતો કરતા ન હતા બસ થોડી ઘણી વાત જ કરતા હતા છોકરી હતી તે તો કંઈ બોલતી જ ન હતી.
" રાધા, તને અલ્કા મેડમ બોલાવી રહ્યા છે."
રાધા એ સમયે સીવણ કામ શીખી રહી હતી જ્યારે એક લેડીઝ કોન્સ્ટેબલે આવીને તેને આ કહ્યું. ત્યાં સીવણ કામની સાથે પાર્લર બાકી ઘણી બધી વસ્તુઓ શીખવાડવામાં આવી રહી હતી જેમાં રાધા પાર્લર અને સિલ્વર કામમાં જતી હતી.
" આવ રાધા બેસી જા."
અલ્કા પરમાર એક રાધા ની સામે બેસવાનો કહ્યું. રાધા પ્રશ્નાર્થ ચિન્હની સાથે ખુરશીમાં બેસી ગઈ.‌ અલ્કા પરમાર લખી રહ્યા હતા એટલે તે રાહ જોતી બેસી ગઈ જ્યાં સુધી તેમનું કામ ખતમ થાય. તેઓ ફાઇલમાં કંઈક લખી રહ્યા હતા લગભગ દસ મિનિટ પછી એમને ફાઈલ બંધ કરી અને પછી રાધા ના તરફ જઈને કહ્યું.
" રાધા સરકાર તરફથી માન્ય થઈ ગઈ છે. કોમલ પાસેથી જઈને બુક્સ નું બંડલ લઈ લેજો અને એ કાલથી સવારે 11:00 વાગે થી ઓનલાઇન ક્લાસમાં બેસી જવાનું છે. ઓનલાઇન ક્લાસ ક્યાં છે તેની જાણકારી તને કોમલ આપી દેશે."
રાધા થોડીવાર માટે અપલક તેમના તરફ જઈ રહ્યું કારણ કે તે રીતે વિશ્વાસ જ થતો ન હતો કે તે આગળ ભણવા જઈ રહી છે. જ્યારે તને ફોન આવ્યો ત્યારે તેના ચહેરા પર મોટી સ્માઈલ આવી અને તેને લગભગ ઉછળી ને કહ્યું.
" શું ખરેખર કાલથી હું આગળ ભણી શકું છું? મને તો વિશ્વાસ જ નથી થતો."
અલ્કા એ સ્માઈલ કરીને કહ્યું.
" એમાં વિશ્વાસ ન થવા જેવી કઈ બાબત છે? તે પાછલા બંને વર્ષોમાં ખૂબ જ સારા માર્ક ગહન કર્યા છે એટલા માટે તેને આગળ ભણવાની અનુમતિ આપી દેવામાં આવી છે. પરંતુ તારી મને એક વચન આપવું પડશે કે આગળ પડતું આટલી જ મહેનત કરીશ."
ખુશીના મારે રાધા ને આંખોમાં એક સોનું બુંદ નીચે પડ્યું તેને સાફ કરીને રાધા એ કહ્યું.
" હું પહેલા જેટલી નહીં તેના કરતાં પણ વધારે મહેનત કરીશ."
અલ્કા પરમાર એ તેને એક ચિઠ્ઠી આપી જેમાં જાણકારી હતી કે કાલથી તેને શું શું ભણવાનું છે. રાધા તેને લઈને સૌથી પહેલા કોમલ પાસે ગઈ અને કોમલ એ એક મોટું બંડલ રાધા ના હાથમાં આપી દીધું. તેમાં મોટી મોટી ચોપડીઓ હતી સાથે ડાયરી અને પેનની પણ તેના અંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.
રાધા તેને લઈને તેના સેલમાં ગઈ અને એક ખૂણામાં જ્યાં તેનું સામાન રાખવામાં આવ્યું હતું ત્યાં રાખી દીધું. તે રાહ જોઈ શકે તેમ ન હતી એટલે તરત જ તેને ખોલવા લાગી. તેમાં લો થી લગતા ઘણા બધા પુસ્તકો હતા. તેની સાથે નોટ્સ રેડી કરવા માટે ડાયરી અને પેન પણ હતા.
એક આઈ કાર્ડ પર તૈયાર કરવામાં આવ્યું હતું જેમાં રાધા મયંક ત્રિવેદી લખેલું હતું. સાથે એક પરમિશન લેટર હતો જેમાં લખ્યું હતું કે રાધા મયંક ત્રિવેદી આગળનું ભણતર પૂરું કરવા માંગે છે એટલે સરકાર તેને તે વાતની પરમિશન આપી રહી છે.
તે રાત તો રાધા ને નીંદર જ ના આવે કારણ કે બીજા દિવસે તેને પોતાનું આગળનું ભણતર પૂરું કરવાનું હતું. તે વારંવાર પોતાના પુસ્તકોના તરફ જોઈ રહી હતી ત્યારે અચાનક તેના કાનમાં તેની બહેનના શબ્દો ગુંજવા લાગ્યા.
" રાધા, હવે તે લગ્ન કરી લીધા છે ને તો પછી તારે ભણતર આગળ પૂરું કરવાની શું જરૂરત છે? હવે ભણવાનું મૂક અને કામમાં મારો સહકાર આપ. મારા પતિને તો અડધો લઈ લીધો છે તો હવે શું કામ અડધું નઈ લઈ શકીશ?"
તુલસીની યાદ આવતા જ રાધા ના આંખોમાં ક્રોધના આંસુ આવવા લાગ્યા. જ્યારે તેની પહેલી વાર ચિઠ્ઠી આવી હતી ત્યારે તેમાં કેટલા મીઠા શબ્દો લખ્યા હતા પરંતુ તે જ મીઠા શબ્દો પછી ઝેર કરતા પણ વધારે કરવા બની ગયા હતા.
" માં બાપુજી મને માફ કરી દેજો કે હું તમને એવી રીતે છોડીને ચાલી ગઈ. રાધા તું પણ મને માફ કરી દેજે કારણ કે મેં તારો ઉપયોગ કર્યો. એ મારા ઉપર વિશ્વાસ કર્યો હતો અને મેં તને દગો દઈ દીધો. પણ તમે લોકો મારા ઉપર વિશ્વાસ રાખો હું કંઈ કરી શકું તેમ ન હતી.
માં બાપુજી જ્યારે તમે મારા લગ્ન નથી કર્યા ત્યારે હું એક મહિનાની ગર્ભવતી હતી. તે સંતાન મયંકનુ હતું એટલે હું બીજા કોઈ સાથે લગ્ન કરી શકે તેમ ન હતી એટલે અમે ભાગીને લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. મને ખબર છે કે મેં બહુ મોટી ભૂલ કરી દીધી છે પણ મને પાકો વિશ્વાસ છે કે તમે મને માફ કરી દેશો.
મા બાપુજી હું આ રવિવારે તમારા પાસે આવી રહી છું.‌ મને નવમો મહિનો લાગી ગયો છે અને શું કરવું તે સમજાતું નથી મયંકના મા બાપુજી તો છે જ નહીં, તેના ભાઈ ભાભી અમને સ્વીકારતા નથી એટલે ડીલેવરી કરવા માટે તમારી પાસે આવી રહી છું.
તમારી અભાગી દીકરી તુલસી."
ચિઠ્ઠીના એક એક શબ્દ રાધા ને હજી પણ યાદ હતા. રાધા ને એવું લાગી રહ્યું હતું કે કાશ તેના મા બાપો જઈએ તુલસીને ઘરમાં આવવા દીધી જ ન હોત. કાસ કે મયંક તુલસીની સાથે ત્યાં આવ્યો જ ન હત. પરંતુ ક્યારેક ક્યારેક પરિસ્થિતિ એવી થઈ જાય છે કે જેમાંથી તમારું ભવિષ્ય સાથે સાથે વર્તમાન પણ બદલી જાય છે.