શ્રાપિત પ્રેમ - 10 anita bashal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્રાપિત પ્રેમ - 10

આજે રવિવાર હતો એટલે રાધા પાસે કરવા માટે કંઈ વિશેષ ન હતું. બાકીના કામ કર્યા બાદ તે થોડીવાર પુસ્તક લઈને બેસી ગઈ હતી. જે લોકોના સંબંધીઓથી આવવાના હતા તે બધા ખૂબ ઉત્સાહી હતા. તેને જોયું કે ચંદા અમે કિંજલ પણ ખુશ દેખાય રહ્યા હતા, હંમેશા થી કંઈક અલગ.
" કિંજલ, તને ખબર છે આજે મારા મા અને બાપુજી આવવાના છે. બે વર્ષથી તેમને જોયા નહોતા પણ આ વખતે તે આવવાના છે."
ચંદા ની વાત સાંભળીને કિંજલ એ પણ ખુશ થતા કહ્યું.
" હા ચંદા બહેન તમને ખબર છે મારો ભાઈ આવવાનો છે. બિચારા પાસે સમયે જ નથી હોતો એ તો આ વખતે મેં તેને ફોન કર્યો હતો ને એટલે આવવાનો છે."
રાધા બંનેની વાત સાંભળી રહી હતી પણ કંઈ રિએક્શન આપતી ન હતી. તે પોતાનું એક પુસ્તક ખોલીને બેસી ગઈ ત્યાં તેની નજર તેમની સાથે રહેવાવાળી પાંચમી વ્યક્તિ ઉપર ગઈ. તે કોઈની પણ સાથે વાત કરતી નથી એટલે રાધાને તેના વિશે કંઈ જ જાણકારી ન હતી.
આજે પણ તે હંમેશા ની જેમ ચૂપચાપ બેઠી ગઈ હતી કારણ કે કરવા માટે તેના પાસે કોઈ કામ ન હતું. રાધા હંમેશા ની જેમ તેને ઇગ્નોર કરી અને પુસ્તક ઉપર પૂરું ધ્યાન આપી દીધું. તેની હંમેશા ની એક ખાસિયત હતી કે આજુબાજુ ગમે એટલો અવાજ આવતો હોય તો પણ તે પોતાનું પૂરું ધ્યાન પુસ્તક ઉપર નાખી શકતી હતી.
એકવાર પુસ્તકમાં ધ્યાન ગયા બાદ આજુબાજુ શું થયું છે તેનાથી તેને કોઈ વિશેષ ફરક પડતો ન હતો.‌ લગભગ અડધી કલાક થઈ હશે અથવા એક કલાક પણ થઈ ગઈ હશે, રાધા ના ખભામાં એક હાથ આવ્યો જેના લીધે તેનું ધ્યાન તૂટી ગયું.
" અરે સવિતાબેન આવી ગયા તમે? તો પછી મળ્યા તમારા પોતરા અને વહુ ને?"
સવિતાબેન નો ચેહરો આજે ખુશીથી ચમકી રહ્યો હતો તે રાધા ની બાજુમાં બેસી ગયા અને કહેવા લાગ્યા.
" તને ખબર છે મારો પોતરો ભરવામાં બહુ હોશિયાર છે. બહુ કહી રહી હતી કે ચોથા ક્લાસમાં તે પ્રથમ નંબરે પાસ થયો હતો અને આ વર્ષે પણ તે બહુ સારું કામ કરી રહ્યો છે. વરસાદ સારો પડ્યો હતો એટલે પાક પણ સારો થયો છે જોકે વધારે વરસાદથી થોડો પાક ખરાબ થઈ ગયો છે પણ વહુ એ બધું સાંભળી લીધું છે."
તેમણે એક લાંબો શ્વાસ લીધો અને રાધા નો હાથ પકડીને કહ્યું.
" મારી વહુ એક અરજી આપી હતી કે જે કંઈ પણ થયું છે તેમાં પૂરો વાંક મારો ન હતો એટલે તેનું કહેવું છે કે કદાચ એક-બે વર્ષમાં હું અહીંયા થી છૂટી જઈશ. તે દિવસ અલ્કા મેડમ પણ મળ્યા હતા તેમને પણ કહ્યું હતું કે મારું સારું કામ જોઈને તેમણે પણ કહ્યું છે કે હું જલ્દી છૂટી જઈશ."
રાધા તેમની વાત સાંભળીને ખુશ હતી તેણે પણ સવિતાબેન ના હાથ ઉપર પોતાના હાથ રાખ્યો અને કહ્યું.
" એ તો બહુ સારી વાત છે. અલ્કા મેડમ બહુ સારા છે નહીંતર કોઈ જેલના કેદીઓ માટે આટલું બધું થોડી કરે?"
સવિતાબેન એ એક લાંબો નિશ્વાસ નાખ્યો અને પછી થોડા ગંભીર અવાજથી કહ્યું.
" હા બિચારા બહુ સારા છે પણ નસીબ હંમેશા સારા લોકોને વધારે હેરાન કરતા હોય છે."
રાધા ને કંઈ સમજાયું નહીં એટલે તેણે પ્રશ્નાર્થ નજરોથી સવિતાબેન ના તરફ જોયું. સવિતાબેન ને ખબર હતી કે રાધા હજી નવી છે એટલે તેને અલ્કા મેડમના વિશે અથવા બીજા કોઈના વિશે વધારે જાણકારી નહીં હોય. તેને કહેવા માટે હજી પોતાનું મુખ હતું કે ચંદા અને કિંજલ ત્યાં આવ્યા.
તે બંનેના આવવાથી સવિતાબેન કંજ ન બોલ્યા અને ચુપ થઈ ગયા. તેમણે જોયું કે કિંજલ રડી રહી હતી અને ચંદા તેને સાંત્વના આપવાનો પ્રયત્ન કરી રહી હતી. રાધા અને સવિતાબેન ની સાથે તે પાંચમી યુવતી પણ તે બંનેના તરફ જોવા લાગી.
" મેં તેના માટે આટલું બધું કર્યું અને તે શું કરે છે મારા માટે? જો સમયમાં મેં કંઈ ન કર્યું હોત ને તો તે મારી જગ્યાએ જેલમાં હોત. ભગવાન આવો ભાઈ કોઈને ના આપે."
એમ કહીને તે વધારે રડવા લાગી અને ચંદાએ તેના માથામાં હાથ ફેરવીને કહ્યું.
" બધું એમ જ હોય છે કિંજલ, જ્યાં સુધી આપણે તેમના માટે કામના હોય ને ત્યાં સુધી તે લોકો આપણી સારવાર કરે અને જ્યારે આપણે કંઈ કામના ન ત્યારે ત્યાં આપણને છોડી દેતા હોય છે."
રાધા જ્યારથી અહીં આવી હતી ત્યારથી તેમના કિંજલ ને હંમેશા દબંગ અવતારમાં જ જોયા હતા પરંતુ આજે તે બંને અલગ જ દેખાઈ રહ્યા હતા. કિંજલના પાસે જવા લાગ્યો પરંતુ સવિતાબેન ને તેને હાથ પકડીને રોકી લીધી. રાધા તેમના તરફ જોયું તો તેમણે માથું હલાવીને ના પાડી.
ચંદા અને કિંજલ હંમેશા તોછડાઈ થી બોલતા હોય છે અને જ્યારે તેમની સાથે વધારે વાત કરવા જાઓ ત્યારે તે ક્યારેક ક્યારેક અપમાન પણ કરી દેતા હોય છે. રાધા ને આ વાતની જાણકારી હતી, પરંતુ અત્યારે કિંજલ રેડી રહી હતી એટલે રાધા નું મન ન થયું.
" કિંજલબેન શું થયું તમે આટલું કેમ રેડી રહ્યા છો?"
રાધા પોતાનો ઊભી તો ન થઈ પરંતુ ત્યાં જ બેસીને તેણે પૂછી લીધું. ચંદા એ રાધા ને તરફ જોયું અને તે તેની ગુસ્સામાં કંઈ કહેવા જઈ રહી હતી પરંતુ તેની પહેલા જ કિંજલ એ કહ્યું.
" ૧૫ વર્ષ પહેલા, મારો ભાઈ, ચોરી કરીને આવ્યો હતો અને સાથે સાથે એક માણસનું ખૂન પણ કરી લીધું હતું. તેની પત્નીનો ઓપરેશન થવાનું હતું."
કિંજલ એ આંખોમાંથી નીકળતા આંસુને પોતાના હાથોથી સાફ કર્યા અને રાધાના તરફ જોઇને કહ્યું.
" તેની પત્ની ગર્ભવતી હતી પરંતુ સંતાન તેના પેટમાં જ શૌચ કરી દીધું હતું અને તેના લીધે સંતાન તો તેના પેટમાં મરી ગયું હતું પરંતુ તેની પત્ની ઉપર પણ મળવાનો ખતરો હતો. ડોક્ટરે ઓપરેશન કરવાનું કહ્યું હતું અને તેના માટે એંશી હજારની જરૂરત હતી."
હજી પણ વાત કરતા કરતા તે રડી રહી હતી અને ચંદા હજુ પણ તેના પીઠ અને માથા ઉપર હાથ ફેરવી રહી હતી. કિંજલ એ થોડીવાર ચુપ થઈને એક લાંબો શ્વાસ લીધો અને પછી ફરીથી કહ્યું.
" મારો ભાઈ ક્યાંક ચાલ્યો ગયો અને પછી ત્રણ કલાક પછી પાછો આવ્યો ત્યારે તેના હાથમાં પૈસા હતા. તાબડતોબ તેની પત્ની નું ઓપરેશન કરવામાં આવ્યું અને પછી બધું ઠીક થઈ ગયું. તેનું બાળક તો મરી ગયું હતું પરંતુ તે બચી ગઈ. બધું ખર્ચો થઈને એક લાખ ઉપર પૈસા ચાલ્યા ગયા હતા."
કિંજલ તેની વાત કરી રહી હતી એટલે રાધા અને સવિતાબેન પણ પોતાનું કામ મૂકીને કિંજલના પાસે આવીને બેસી ગયા. કિંજલ એ રાધા નો હાથ પકડીને કહ્યું.
" અમે લોકો ઘરે આવ્યા ત્યારે ખબર પડી કે મારા ભાઈ એ તે ક્યાં કામ કરતો હતો તેમાં માલિકના એક નોકરનું ખૂન કરીને માલિકને પૈસા ચોરી કરવા હતા. જ્યારે તેને પકડવા માટે પોલીસ આવી ત્યારે તેની પત્નીની હાલત હજી પણ ખરાબ હતી અને એ સમયે અમે લોકો ઘરમાં ફક્ત ભાઈ ભાભી અને હું જ હતા.
મારી ઉંમર ત્યારે ૧૫ વર્ષની જ હતી એટલે મારા ભાઈએ બધો આરોપ મારા ઉપર નાખી દીધો. મને એટલી સમજ ન હતી અને મારા ભાભી એ મારા હાથ પગ જોડીને મને સમજાવી કે પોલીસવાળા મને કાંઇ નહી કરે કારણ કે હું હજી નાનકડી છું. હું અબોધ‌ હતી એટલે માની ગઈ."
કિંજલ એ લાંબો શ્વાસ લીધો અને થોડીવાર શાંત થયા બાદ આગળ કહ્યું.
" ત્રણ વર્ષ સુધી સુધાર ઘરમાં હતી અને પછીથી અહીંયા જ છું. આજે હું 30 વર્ષના ઉપર થઈ ગઈ છું અને મારી જિંદગી અત્યાર સુધી આમ ને એમ વીતી ગઈ. મારા ભાઈને એના બાદ બે છોકરાઓ થયા અને મારા નામની જમીન પણ તે જ વાપરે છે. તે પોતાનું સુખી જીવન જીવે છે અને મને હજુ સુધી છોડાવવાનો પ્રયત્ન પણ નથી કર્યો."
કિંજલ એ રાધા ના તરફ જોયું અને પૂછ્યું.
" મારો શું વાંક હતો? મેં તો કંઈ નહોતું કર્યું તું પણ હું આ સજા શું કામ ભોગવું છું?"
રાધા ને સમજાયું નહીં કે તે શું જવાબ આપે? કારણ કે ક્યાંક ને ક્યાંક તે પણ તો એવી જ સજા ભોગવી રહી છે જેમાં તેનો કંઈ વાંક નથી. જ્યારે આપણા જ આપણને દગો આપે તો કેવું દુઃખ થાય, તે પીડા ને રાધા સરખી રીતે ઓળખતી હતી.