શ્રાપિત પ્રેમ - 4 anita bashal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્રાપિત પ્રેમ - 4

" એય શું કરે છે જલ્દી બહાર નીકળ."
રાધા પોતાના હાથમાં ઝેરનું પડીકું લઈને ઊભી હતી ત્યાં જ બહારથી એક લેડીઝ દરવાજા ને મારીને કહ્યું. રાધા એ તરત જ તે પડીકાને સંભાળીને બંધ કર્યું અને તેના બ્લાઉઝમાં છુપાવીને રાખી દીધું. તે જલ્દીથી સફેદ રંગની સાડી પહેરીને બહાર આવી ગઈ.
" આટલી વાર કેમ લાગી ગઈ શું કરી રહી હતી અંદર?"
" સારી પહેરવામાં તકલીફ થતી હતી એટલે."
રાધાએ જૂઠું બોલી દીધું.
" અંદર ચાલ, તને કામ બતાવવાનું છે."
તેને ખાખી કલરની સાડી પહેરી હતી તેને રાધા નો હાથ જોરથી પકડી લીધો જેના લીધે રાધા ને દર્દ પણ થયું.
" મારું નામ કોમલ છે અને જે કંઈ પણ કામ હોય ને તો મારા પાસે આવીને પૂછી લેવાનું."
રાધાએ કોમલના તરફ જોયું કારણ કે તે તેના નામના જેવી બિલકુલ ન હતી. કોમલ તેને રસોડામાં લઈ ગઈ. રસોડું ખૂબ જ મોટું હતું અને ત્યાં એવા મોટા વાસણ હતા જેના અંદર આરામથી ચાર પાંચ લોકો ઉભા રહી શકે તેમ હતા.
" આ રસોડું છે ત્રણ ટાઈમ રસોઈ બને છે સવારે નાસ્તો અને બે ટાઈમ રસોઈ. રોજ સવારે વહેલા ઊઠીને અહીંયા નાસ્તો બનાવવા આવી જવાનો છે એ ડ્યુટી તારી છે."
રાધા તે રસોડાને ધ્યાનથી જોઈ તેની પહેલા જ કોમલ એ ફરી તેનો હાથ પકડ્યો અને ખેંચીને ત્યાંથી બીજી જગ્યાએ લઈ જવા લાગી. કોમલનું શરીર રાધાના શરીરથી બમણું હતું એટલે રાધા નું જ હોય તો તેના ઉપર હાલે તેમ જ ન હતો.
" અહીંયા વાસણ ઉટકવાના છે. રોજ બપોરે અહીં આવીને વાસણ ઉટકવાનું છે એ ડ્યુટી પણ તારી જ છે."
તે જ્યારે રસોડામાં ગઈ હતી ત્યારે ત્યાં કોઈ જ ન હતું અને રસોડું એકદમ સાફ હતું એટલે કે જમવાનું બની ગયું હતું અને લોકો ખાય પણ ચૂક્યા હતા. અત્યારે બપોર નો સમય હતો અને ઘણી બધી સ્ત્રીઓ ત્યાં વાસણ ઉટકવાનું કામ કરી રહી હતી.
રાધા તે જગ્યા જોતી તેની પહેલા જ કોમલે ફરી તેને ત્યાંથી ખેંચીને લઈ જવાનું ચાલુ કર્યું. હવે રાધાને આદત પડી ગઈ હતી એટલે તે ચૂપચાપ તેના પાછળ ખેંચાઈને જઈ રહી હતી.
" બાથરૂમ તો તે જોઈ જ લીધું છે અને અહીંયા કપડાં ધોવાના છે અને ચાલ હવે તને તારી જેલનું રૂમ બતાવી દઉં એટલે કે તારે ત્યાં જ સૂવાનું છે."
તે લોકો એક જેલમાં પહોંચ્યા. ત્યાં એક સાથે પાંચ થી છ લોકો સુઈ શકે તેટલી જગ્યા હતી. ત્યાં એક ખૂણામાં લાઈનમાં પાંચ ગાદલા સંકેલીને રાખવામાં આવ્યા હતા એટલે કે ત્યાં પહેલેથી પાંચ લોકો રહી રહ્યા હતા.
" ચાલ મારી સાથે ત્યાંથી તને ગાદલા અપાવી દઉં."
કોમલ તેને એક સ્ટોરેજ રૂમમાં લઈ ગઈ જ્યાં ઘણા બધા ગાદલાને સંકેલીને રાખવામાં આવ્યા હતા. રાધા એ તેમાંથી એક ગાદલુ એક ઓશીકું અને એક ઓઢવાની ચાદર લઈ લીધી.
" તારો પહેલો દિવસ છે એટલે કંઈ નથી કર્યું પણ કાલથી તને જે કામ દીધું છે તે કરી લેવાનું છે. સવારે જલ્દી ઊઠવાની આદત છે કે પછી ઉઠાડવા આવવી પડશે?"
" હું સવારે ચાર વાગે ઉઠી જાઉં છું."
રાધા એ ગાદલા ને પકડીને કહ્યું. કોમલ એ તે સ્ટોરેજ રૂમને બંધ કરીને તાળું લગાડતા કહ્યું.
" 5:00 વાગે ઊઠીને પ્રાર્થનામાં આવવાનું છે અને પછીથી તમારા જે કામ થશે તે તમને બતાવી દેવામાં આવશે. બપોરનું જમવાનું થઈ ગયું છે એટલે હવે ડાયરેક્ટ રાતે જમવાનું મળશે. છ વાગે મધ્યાહન ભોજન ની જગ્યામાં આવી જવાનું છે."
કોમલ ફરી રાધાને તેના જેલના રૂમમાં લઈ આવી અને ત્યાંથી ચાલી ગઈ. રાધા એ એક જગ્યાએ પોતાનું ગાદળું અને બાકી સામાન રાખી દીધું અને ચૂપચાપ પગ વાળીને બેસી ગઈ. રાધા ને હજી તેના કપડા મળ્યા ન હતા તે કદાચ તેને બીજા દિવસે જ મળવાના હતા.
મયંક ની તબિયત બરાબર થઈ હશે કે નહીં તેની ચિંતા હજી પણ રાધા ને થઈ રહી હતી પરંતુ ના મયંક તરફથી કોઈ જવાબ આવ્યો હતો કે ના તુલસી એ તેને કંઈ કહ્યું હતું. શાંતિથી બેસતા જ રાધા ફરી પોતાના જૂના વિચારોમાં ખોવાઈ ગઈ.
" બેશરમ છોકરી તે તારી બેનનો સાથ દીધો?"
છગનલાલ એ રાધા ને બે થપ્પડ મારીને પૂછ્યું. એક થપ્પડમાં જ રાધા નો ગાલ લાલ થઈ ગયો હતો અને બીજો થપ્પડ પડતાં જ તે જમીનમાં નીચે પડી ગઈ હતી. મનહરબેન એ તરત જ રાધાની પકડીને ઊભી કરી અને તેના પતિ માં તરફ જોઈને કહ્યું.
" શું કરો છો તમે? કોઈ જવાન છોકરીઓ પણ આવી રીતે હાથ ઉપાડે?"
" મોટી દીકરી નો ટાઈમ માં પણ આવું જ કીધું હતું એટલે તે હાથમાંથી નીકળી ગઈ છે. આના ઉપર ધ્યાન નઈ દીધું તો આ પણ એવું જ કરશે."
રાધા એ રડતા રડતા મનહર બેન ને ગળે લગાડી લીધી અને મનહરબેને તેને શાંત કરીને કહ્યું.
" તારા બાપુજી બસ ગુસ્સામાં છે. તારી બહેનપણી નો ફોન મળ્યો હતો તે તુલસીના રૂમમાં. મારી દીકરી બોલ તે ફોન તેના પાસે કેવી રીતે આવ્યો?"
રાધા એ રડમસ થઈને પૂરી વાત બતાવી દીધી. છગનલાલ જાણતા હતા કે રાધા ખૂબ જ ભૂરી છે અને તુલસી એટલી જ કપટી અને ચાલાક છે. તુલસી એ તેની બહેનના નો ફાયદો ઉઠાવીને તેની સહાયતા લીધી અને પછી ત્યાંથી ભાગી ગઈ.
તુલસી તો ત્યાંથી ભાગીને ચાલી ગઈ હતી પણ હવે છગનલાલ કડકાઈથી રાધા ઉપર નજર રાખતા હતા. રાધા ને ક્યાય બહાર જવા દેતા ન હતા બસ ઘરેથી નિશાળ અને નિશાળથી પાછા ઘરે. રાધા ને પણ બીજા કોઈની સાથે કોઈ મતલબ ન હતો તે પોતાનું પૂરું ધ્યાન ભણવાના ઉપર લગાડી રહી હતી.
" છગનલાલ તારી દીકરી ને 80% મળ્યા છે. કેટલી ટેન્શન નથી તારા ઘરમાં છતાં પણ આટલા ટકા મળ્યા છે જો તે ટેન્શન ફ્રી હોત તો કદાચ 90% ના ઉપર તો લઈને આવી જ જાત."
છગનલાલ એ રાધા ના માથા ઉપર પ્રેમથી હાથ ફેરવીને કહ્યું.
" મને ખબર છે આટલા દિવસોમાં તેને ઘણું બધું સહન કરવું પડ્યું હતું પણ મને ખાતરી હતી કે તે સારું કરી લેશે. બસ હવે જલ્દીથી સારો મૂર્તિઓ શોધીને તેના લગ્ન કરી દેવા છે એટલે સમજો કે અમે ગંગા નહાયા."
આ સાંભળતા જ રાધા ના પગ નીચેથી ધરતી હટી ગઈ હોય તો હું તેને લાગ્યું. રાધા વિલા મોં થી તેના મહેતા સાહેબ ના તરફ જોવા લાગી. મહેતા સર બધી હકીકત જાણતા હતા એટલે તેમણે છગનલાલ ને સમજાવવાનો પ્રયત્ન કર્યો.
" અરે છગન લાલ કેવી વાત કરો છો તમે? તમારી દીકરી આટલા સરસ માર્ક્સ લઈને આવી છે તેને આગળ ભણાવો ને."
છગનલાલ પોતાના બંને હાથ ઉપર કરીને કહેવા લાગ્યા.
" ના માસ્તર સાહેબ ના, મારી મોટી છોકરી ના ટાઈમ માં કરી હતી તેવી ભૂલ મારે આ ટાઈમમાં નથી કરવી. હવે આના લગ્ન કરીને તેને સાસરા ભેગી કરી દો પછી મારી ચિંતા મટી જાય. શેર માં જઈને આની મોટી બેન એ જે પગલું સંભાળી લીધું તો હું શું કરીશ?"
મહેતા સાહેબ એ તેમને સમજાવવાનો ભરપૂર પ્રયત્ન કર્યો હતો પરંતુ છગનલાલ માનતા જ ન હતા. રાધા એ મનહરબેન ને પણ કહ્યું કે તે તેમને સમજાવે પરંતુ તેની મા પણ કંઈ કરી શકે તેમ ન હતા. એક અઠવાડિયા પછી એક મુરતિયો રાધાને જોવા માટે આવ્યો પરંતુ તુલસીના લીધે બધા રાધા ને ના પાડી ને ચાલ્યા જતા હતા.
" સાહેબ આ છોકરી માં કોઈ ખોટ તો નથી પણ તેની મોટી બહેન ભાગી ગઈ છે તો ક્યાંક આ પણ ભાગી ગઈ તો?"
એક પછી એક પાંચ થી છ મુરતિયા આવીને ચાલ્યા ગયા બધાની એક જ વાત હતી કે નાની બેન એ પણ મોટી બેનના જેવું જ પગલું ઉપાડ્યું તો પછી શું કરવું.
આખરે હારીને છગનલાલ એક મુરતિયા ને લઈ ને આવ્યા જેણે તરત જ હા પાડી દીધી. તે મુરતિયો બીજો કોઈ નહિ તે ગામનો સરપંચ કચરા લાલ હતો. તેની ઉંમર 55 વર્ષ કરતા પણ વધારે હતી તેના બધા વાર લગભગ સફેદ થઈ ગયા હતા અને તેનો રંગ અમાવસની રાત જેવો હતો.
શું ખરેખર છગનલાલ રાધા ના લગ્ન 55 વર્ષના કચરા લાલની સાથે કરી દેશે?