ફાસ્ટ કોમ્યુનિકેશન Siddharth Maniyar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફાસ્ટ કોમ્યુનિકેશન

ટેક્નોલોજીનો સૌથી મહત્વનો લાભઃ ફાસ્ટ કોમ્યુનિકેશન
સ્થળ પર હાજરી આપે વિના જ એકબીજા સાથે કમ્યુનિકેશન કરી શકાય છે
કોર્પોરેટ કંપનીઓ દ્વારા પણ ખાસ સોશિયલ મીડિયા મેનેજરની નિમણુંક કરવામાં આવી રહી છે.


ટેક્નોલોજી રોજિંદા જીવનમાં કોમ્યુનિકેશન કેવી રીતે સુધારે છે તે જાણવા માટે મુખ્ય કેટલાક મુદ્દાઓ છે.

બેટર ઈન્ટરેક્શન
કોમ્યુનિકેશન હવે, ઝડપી બન્યું છે. ઓનલાઈન ફોરમ પર વિવિધ સંસ્કૃતિઓ અને સમુદાયોના લોકોને મળવું અને તેમની સાથે વાતચીત કરવી સામાન્ય એ આજના આધુનિક યુગમાં ટેક્નોલોજીની પ્રગતિના કારણે શક્ય બન્યું છે. ચેટ રૂમ અને ચર્ચા મંચ એટલે કે ડિસ્કશન ફોરમ વ્યકિતને દેશ વિદેશના સ્થળ પર હાજરી આપે વિના જ એકબીજાને મળવા તેમજ તેમની સાથે કમ્યુનિકેશન કરવા સક્ષમ બનાવે છે

ઝડપ
ભારત જ નહીં વિશ્વભરમાં સંદેશા વહન માટે પહેલાના સમયમાં મહિનાઓનો સમય લાગતો હતો. બાળકના જન્મનો સંદેશો અન્ય પરિવારજનોને મોકલવામાં આવે તો બાળક મોટું થઇ જાય ત્યારે સંદેશો મળે તેવું પણ બનતું હતું. પરંતુ જે ઝડપથી ટેક્નોલોજીનો વિકાસ અને પ્રગતિ થઇ રહી છે તેથી કમ્યુનિકેશન થોડી સેકન્ડોમાં થઈ જાય છે.

વિશ્વસનીયતા
સામાન્ય રીતે પહેલાના સમયમાં સંદેશાઓ મોકલવા માટે વિશ્વાસુ વ્યક્તિની પસંદગી કરવામાં આવતી હતી. પરંતુ હાલના આધુનિક યુગમાં સોશિયલ મીડિયાથી આવતા તેમજ મોકલવામાં આવતા સંદેશા બાયનરી ફોર્મ અથવા તો એંકરપ્ટેડ ફોર્મમાં બદલાઈને એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પહોંચતા હોય છે. તેને તેનું એન્કોડિંગ કરવું મુશ્કેલ જ નહીં ના મુમકીન હોય છે. જાે કે, હેકર્સ દ્વારા કોમ્યુનિકેશન પ્લેટફોર્મ પર શેર કરાયેલ ડેટા અને માહિતીની ચોરી કરવાનો પ્રયાસ કરવાનો એક જાેખમ છે.

સરળ સેલ્ફ સર્વિસ
ટેક્નોલોજીના કારણે સંદેશાવ્યવહારમાં આવેલા સુધારો કરતી ટેક્નોલોજીના અનેક ઉદાહરણ છે. જેની વાત કરીએ તો તેમાં સેલ્ફ સર્વિસનો સમાવેશ થાય છે. જે ગ્રાહકોને ૈર્ં્‌ એટલે કે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ પર વૉઇસ કમાન્ડનો ઉપયોગ કરીને ડિજિટલ ડિવાઇઝને ઝડપથી ઑર્ડર આપી શકાય છે. ગ્રાહક વેબસાઈટ પરના ફોરમ અથવા નોલેજ બેઝની મુલાકાત લઈને પોતાન પ્રશ્નોના જવાબ મેળવી શકે છે. કેટલીક કંપનીઓ વિડિયો ટ્યુટોરિયલ્સ, લેખો, વૉકથ્રુ માર્ગદર્શિકાઓ, ઑનબોર્ડિંગ ઇમેઇલ્સ વગેરેની સેવા પણ પ્રદાન કરે છે.

મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચવું
ઈન્ટરનેટ એક્સેસ વ્યવસાયોને મોટી સંખ્યામાં ગ્રાહકો સુધી પહોંચવામાં સરળતા અને ઝડપ પ્રદાન કરે છે. જે તેમને તેમના પ્રોડક્ટ્‌નું વધુ અસરકારક રીતે માર્કેટિંગ કરવામાં મદદરૂપ થાય છે. એટલું જ નહીં ઓનલાઈન પ્લેટફોર્મ્સના કારણે ટેલિવિઝન કોમર્શિયલમાં થતા કંપનીના મોટા રોકાણને બચાવવાની તક પણ કંપનીને મળે છે. સોશિયલ મીડિયાના માધ્યમોમાં નાની જાહેરાતો ખુબ જ વધારે જાેવાય છે.

માર્કેટિંગ
ટેક્નોલોજી સંદેશાવ્યવહારને ઉત્તમ અને ઝડપી બનાવે છે. એટલું જ નહીં દિવસે દિવસે તેમાં થતા સુધારાની ઝડપ પણ ઘણી વધારે છે. વિશ્વમાં સૌથી વધારે સ્માર્ટફોન યુઝર ચીનમાં ૯૫૩.૫૫ મિલિયન છે. જયારે ભારત ૪૯૨.૭૮ મિલિન્ય સાથે બીજા સ્થાને છે. તિરજા સ્થાને યુએસના ૨૭૬.૭૩ મિલિયન યુઝર્સ છે. જાે કોઈ કંપની આ તમામ યુઝર્સ સુધી પહોંચવા માંગે છે અને તેના હરીફને હરાવવા માંગે છે, તો તે પરંપરાગત માર્કેટિંગ માર્ગ પર આધાર રાખી શકતી નથી. લક્ષ્ય પ્રમાણે યુઝર્સ સુધી પહોંચવા માટે ઉપલબ્ધ પદ્ધતિઓની સંખ્યાને જાેતાં માર્કેટિંગમાં સ્પર્ધા નોંધપાત્ર રીતે વધી છે.

જનસંપર્ક
બૉલીવુડ સેલેબ્રીટી હોય કે પછી રાજકીય મહાનુભાવો કે પછી કંપનીઓ તમામને પહેલાના સમયમાં લોકો સુધી પહોંચવા માટે વ્યક્તિગત આસિસ્ટન્ટ રાખવા પડતા હતા. એટલું જ નહીં લોકો સુધી પહોંચવા માટે જાતે જવું પડતું હતું. પરંતુ હવે, ટેક્નોલોજીના વિકાસની સાથે લોકો સુધી પહોંચવા માટે સોશિયલ મીડિયા એક ઉત્તમ સાધન બન્યું છે. જેથી તેને મેનેજ કરવા માટે હવે, પબ્લિક રિલેશન્સ મેનેજરની જરૂર પડતી હોય છે. કોર્પોરેટ કંપનીઓ દ્વારા પણ ખાસ પબ્લિક રિલેશન્સ મેનેજર અને સોશિયલ મીડિયા મેનેજરની નિમણુંક કરવામાં આવી રહી છે.

રિમોટ વર્ક
વ્યક્તિ પાસે સ્માર્ટ ફોન અને કમ્પ્યુટરની સુવિધા ઘરે પણ હોવાથી તે ઓફિસનું કામ ઘરે લાવી પણ કરી શકે છે. એટલું જ નહીં ઘરેથી પણ કામ કરી શકે છે. જે કોન્સેપટ કોરોનાકાળ દરમિયાન ખુબ જ પ્રચલિત થયો હતો તે વર્ક ફ્રોમ હોમ કોન્સેપટ ટેક્નોલોજીને જ આભારી છે. આ પરિબળને જાેતાં, ઘણી કંપનીઓએ હવે કર્મચારીઓને તેમના પોતાના ડિજિટલ ડિવાઈઝ લાવવા અથવા ઘરેથી કામ કરવા માટે અંગત ડિજિટલ ડિવાઇઝનો ઉપયોગ કરવાની છૂટ આપવાની નીતિઓ લાગુ કરી છે.

વર્કપ્લેસ કમ્યુનિકેશન
ટેક્નોલોજી કર્મચારીઓની પ્રોડક્ટિવિટી, કાર્યક્ષમતા અને મનોબળમાં વધારો કરવાની સાથે સાથે કમ્યુનિકેશનમાં પણ મદદ કરે છે. સ્ક્રીન શેરિંગ સુવિધાનો ઉપયોગ કરી ટીમના સભ્યો અને કર્મચારીઓ પોતાના ડિવાઇઝની સ્ક્રીન શેર કરી શકે છે. તેઓ એકબીજાને શીખવી શકે છે કે કેવી રીતે કાર્ય ચોક્કસ રીતે કરવું અને રિમોટ ઓનલાઈન મીટિંગ્સ કેવી રીતે કરવી. વિડિયો ચેટ સુવિધા યુઝર્સને સ્થાન અથવા સમયને ધ્યાનમાં લીધા વિના ક્લાયન્ટ અને અન્ય લોકો સાથે જાેડાવા અને વાતચીત કરવાની તક પુરી પડે છે. ક્લાઉડ સિસ્ટમ કર્મચારીઓને એક સ્થાન પર દસ્તાવેજ અથવા ફાઇલ અપલોડ કરવા માટે ઉપયોગી બને છે.

ઓટોમેટેડ કોમ્યુનિકેશન
ઓટોમેટેડ કોમ્યુનિકેશનનો ઉપયોગ કરીને કંપનીની ઉત્પાદકતામાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. ઈમેઈલ ઓટોમેશન નાની કંપનીઓ અથવા સ્ટાર્ટઅપ્સ માટે ઘણો સમય બચાવનાર પુરવાર થઈ શકે છે. કેટલાક સાધનો ખાસ પ્રસંગો જેમ કે જન્મદિવસ, લગ્ન શીટમાં આમંત્રણના રીમાઇન્ડર્સ મોકલીને, ઑનબોર્ડિંગ ઇમેઇલ્સની શ્રેણી મોકલીને, સબ્સ્ક્રાઇબર્સને ફરીથી ગોઠવીને અને ખાલી કાર્ટનો પીછો કરીને કંપનીને સ્વચાલિત કરવામાં મદદ કરી શકે છે.

કેટલાક સાધનો કંપનીઓને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ કમ્યુનિકેશનને સ્વ સંચાલિત કરવામાં મદદ કરી શકે છે. આ સાધનો આપમેળે પ્રશ્નોની શ્રેણી પૂછીને અને ક્વેરી યોગ્ય વ્યક્તિને નિર્દેશિત કરીને વાતચીતને ફિલ્ટર કરી શકે છે.