હેરી ગાડીમાથી ઉતરે છે. અને સામે વ્રજ નિવાસ પાસે ગાડી ઉભી છે. હેરી આજુબાજુ બધે જ જુએ છે. વ્રજ નિવાસમાં ઘરની જાળી જાણે કોઈ આધુનિક શિલ્પ કારે સુંદર કોતરણી જોવા મળે છે. અને ઉપર ઓપન ગેલેરીનો પારદર્શક કાચ ઘરની પારદર્શિતા સાથે એક નવું જ રૂપ બતાવતું હતું.
ગાડીની બીજી તરફથી હળવાશથી વસંતબેન દરવાજો ખોલી બહાર આવે છે.
વસંતબેન - હેરી અહીં શુ કામ ઉભો છે? અંદર ચાલને બેટા.
હેરી - હા મમ્મી ચાલ.
પછી બંને અંદર ઘરમાં પ્રવેશ કરે છે.
દરવાજાની બંને તરફ લાભ શુભ સાથિયા સાથે દર્શાવેલું હતું.
દરવાજાની નીચે અને પગથિયાંની બરાબર બાજુમાં WELCOME લખેલુ હતું. જે ઘરની શોભા વધારે છે.
અંદરથી એક અવાજ આવે છે. એલા હેરી તું આવ્યો મારો દીકરો...
હેરી - હા નાનું બા હું આવ્યો છું તમને મળવા અને અહીં રોકાઇશ પણ ખરો.
કોકિલાબેન ( નાની ) - હા બેટા ચોક્કસ આ તારું જ ઘર છે બેટા તારે જેટલું રોકાવવાનું મન હોય તેટલું રોકાજે બસ.
હેરી પછી પોતાના નાની સાથે વાત કરતો હોય છે. અને ત્યાં અચાનક એક ઉંચા કદનો અને પાતળી કયા ધરાવતો ગૌર વર્ણ ધરાવતો માણસ ઘરમાં આવે છે.
હેરી ટીવી જોતો હોય છે. પાછળથી કોઈના આવવાનો અવાજ તેને સંભળાયો. તેણે ખુરશીમાંથી ઉભા થઈ અને પાછળ જોયું અને તે દોડતો દોડતો તે વ્યક્તિ પાસે જાય છે.
મામા મામા એમ બોલતો બોલતો તે વ્યક્તિને વળગી પડે છે.
તે ભાઈ હેરીના મામા ભૂનેશભાઈ છે. તેઓ પ્રાઇવેટ નોકરી કરે છે. ઘરની પરિસ્થિતિ સારી છે.
હેરી - મમ્મી હું બહાર ચક્કર મારું છું.
વસંતબેન - હા બેટા જા પણ બહુ દુર ન જતો.
હેરી - હા મમ્મી.
હેરી બહાર નીકળે છે. અને થોડીવાર આંટા મારે છે. ત્યાં એક છોકરી પોતાના ઘરેથી બેટબોલ લઈને બહાર આવે છે. તે દેખાવમાં ખુબ સુંદર છે. તેણે રંગીન રીબીન બાંધી ચોટલા ગૂંથ્યા છે.
તે બોલે છે. અરે યાર કોઈ જ રમવાવાળું નથી. હવે હું કોની સાથે રમીશ?
હેરી તેની સામે જુએ છે અને તે પણ હેરી સામે જુએ છે પછી પાછી પોતાના ઘર તરફ ફરે છે.
હેરી - હેલો.
તે છોકરી પાછળ ફરીને જુએ છે. હેલો મને કંઈ કહ્યું?
હેરી - હા હા તને જ કહું છું.
તે છોકરી હેરીની નજીક જાય છે. હા બોલો શુ થયું?
હેરી - તું અહીં રમવા માટે આવી હતી ને?
છોકરી - હા આવી હતી તો રમવા પણ કોઈ દેખાયું નહિ એટલે પાછી ઘરે જાવ છું.
હેરી - તારું નામ શુ છે?
છોકરી - મારું નામ કૃપા છે. તારું નામ શુ છે?
હેરી - માય નેમ ઇઝ હેરી પટેલ.
કૃપા - હું કૃપા જોષી.
હેરી - તું મારી સાથે રમીશ મને પણ ક્રિકેટ રમવું ગમે છે. અને હું પણ દરરોજ રમુ છું.
કૃપા - હા ઠીક છે ચાલ.
પછી હેરી અને કૃપા બંને ક્રિકેટ રમે છે. અને થોડીવાર મજાક મસ્તી પણ કરે છે. આમ જ સાંજ ઢળવા લાગે છે. અને બંને પોત પોતાના ઘરે જાય છે.
હેરી ઘરે આવે છે.
વસંતબેન - હેરી સિદ ગયો હતો બેટા આવવામાં કેમ આટલું મોડું થયું તારે?
ભૂનેશભાઈ - હા બેટા હું ક્યારનો તારી રાહ જોતો હતો કે તું આવે પછી આપણે બંને કમ્પ્યુટરમાં ગેમ રામીશુ.
હેરી - તમે લોકો મારી વાત તો સાંભળી લો પેલા ક્યારના તમે લોકો જ બોલો છો. હું શુ કહું એ તો કોઈ સાંભળતું જ નથી.
કોકિલાબેન - હા બોલ બેટા તું શુ કહેવા માંગે છે?
હેરી - મને અહીં પાડોશમાં રહેતી કૃપા મળી હતી હું તેની સાથે રમતો હતો એટલે આવવામાં મોડું થઈ ગયું મારે.
કોકિલાબેન - ઠીક નવી ફ્રેન્ડ બનાવી એમને?
હેરી - હા નાનું બા.
વસંતબેન - ઠીક છે બસ તું કાલે પણ તેની સાથે રમવા જજે.
હેરી - હા.
બીજા દિવસે પણ હેરી કૃપા સાથે રમવા માટે જાય છે. અને થોડીવાર બાદ કૃપા થાકી જાય છે. અને બેસી જાય છે.
હેરી - શુ થયું?
કૃપા - હું થાકી ગઈ છું થોડીવાર પછી રમીશું.
હેરી - હા ભલે ઠીક છે.
ચાલ ત્યાં સુધી થોડીવાર વાતો કરીએ.
કૃપા - હા ઠીક છે.
પછી હેરી અને કૃપા બંને વાતો કરે છે.
હેરી - તું ક્યાં સ્ટાન્ડર્ડમાં છે?
કૃપા - 6th સ્ટાન્ડર્ડમાં છું. તું?
હેરી - હું 7th માં છું.
હેરી - તારો ફેવરિટ સબ્જેકટ કયો છે?
કૃપા - મેથ્સ. તારો?
હેરી - ગુજરાતી છે.
કૃપા - તું કેટલા દિવસ રોકાવવાનો છે?
હેરી - કદાચ એક વીક તો ખરું.
કૃપા - તો તું રોજ મારી સાથે રમવા આવીશ?
હેરી - હા પાકું હું તારી સાથે રોજ રમવા આવીશ.
કૃપા - ઓકે તો વી આર બેસ્ટ ફ્રેન્ડ્સ.
હેરી - યસ.
કૃપા - ચાલ રમીએ.
હેરી - ચાલ.
પછી બંને રમવા લાગે છે અને સાંજે પોતાના ઘરે પાછા જાય છે.
ધીમે ધીમે દિવસો પસાર થાય છે.
હેરી અને કૃપા દરરોજની જેમ જ ગ્રાઉન્ડ પર રમવા માટે આવે છે.
હેરી થોડો અપ્સેટ હોય છે.
કૃપા તેની સામે જુએ છે. અને પૂછે છે શુ થયું હેરી કેમ આજે એટલો અપ્સેટ છે?
હેરી - કૃપા હું કાલે સવારે મારા ઘરે જતો રહીશ. કાલે અમારે નીકળી જવાનુ છે.
કૃપા - શુ? તું કાલે જતો રહીશ? તો પછી મારી સાથે કોણ રમશે?
હેરી - હું વચ્ચે વચ્ચે આવીશ અહીં ત્યારે આપણે રમીશું બસ.
કૃપા - હા ઠીક છે.
પછી બંને હસે છે.
અને બંને આજે છેલ્લો દિવસ ક્રિકેટની મજા માણે છે. અને પછી ઘરે જવા માટે નીકળે છે.
હેરી - બાય કૃપા પણ તું મને કાલે મળવા આવીશ ને?
કૃપા - હા પાકું
હેરી - બાય.
કૃપા - બાય.
બીજા દિવસે હેરી અને વસંતબેન ભૂનેશભાઈ અને કોકિલાબેનને મળી અને નીકળતા હોય છે. અને ગાડીમાં બેસતા હોય છે.
ત્યાં અચાનક પાછળથી એક અવાજ આવે છે. હેરી હેરી ... ઉભોરે.
હેરી પાછળ ફરીને જુએ છે તો કૃપા દોડતી દોડતી તેની તરફ આવતી હોય છે. અને હેરી વસંતબેનને કહે છે મમ્મી થોડીવાર ઉભા રહીએ કૃપા આવે છે એટલે.
વસંતબેન - હા ઠીક છે.
કૃપા - હેરીને મળવા આવે છે. બાય બટ જલ્દી આવજે ઓકે.
હેરી - હા. બાય.
કૃપા - આ ચોકલેટ છે આ લઈલે.
હેરી - થૅન્ક્યુ. કૃપા.
કૃપા - તું જલ્દી આવજે ઓકે.
હેરી - ઓકે બાય.
પછી હેરી અને વસંતબેન ગાડીમાં બેસી પોતાના ઘરે જવા માટે નીકળે છે. અને કૃપા પોતાના ઘરે જાય છે.
ધીમે ધીમે સમય જાય છે. અને હેરી / કૃપા બંને મોટા થાય છે .
હેરી - s.s.c. વેકેશનમાં પાછો મામાનાં ઘરે રોકાવવા આવે છે. અને કૃપાને ફરિ મળે છે. બંને ફરી ક્રિકેટ રમે છે.
હેરી - કૃપા કાલે મારું રિઝલ્ટ છે. મને ટેન્શન થાય છે.
કૃપા - તું તો ક્લેવર છૅ. હંમેશા ક્લાસમાં ફર્સ્ટ આવે છે. તો પછી તું શુ કામ ડરે છે?
હેરી - બોર્ડ અને સ્કૂલમાં ફેર છે. એટલે.
કૃપા - તારું રિઝલ્ટ સારું જ આવશે. તું ડરમાં.
હેરી - ઓકે બાય. કાલે મળીયે.
કૃપા - ઓકે બાય.
પછી બંને ઘરે જાય છે. અને રાત્રી થાય છે.
બીજો દિવસ થાય છે. હેરી ધબકાર સાથે વેબસાઈટ પર રિઝલ્ટ જુએ છે. અને રિસીપ નંબર એડ કરે છે. અને તે જુએ છે તો ખુબ સારા માર્ક્સથી તે પાસ થાય છે. તે પોતાના મમ્મી પપ્પા અને મામા અને નાનીને કહે છે કે હું s.s.c. બોર્ડમાં સારા માર્ક્સથી પાસ થઈ ગયો છું. બધા ખુબ ખુશ થાય છે.
બધા સગા વ્હાલાનાં ફોન હેરીને વધામણી આપવા માટે આવે છે. હેરી ખુબ જ ખુશ થાય છે. અને ભગવાનનો આભાર માને છે. તે મંદિરે દર્શન કરવા માટે જાય છે.
સાંજે તે કૃપા પાસે મીઠાઈ અને ચોકલેટ લઈને જાય છે.
કૃપા - - શુ આવ્યું રિઝલ્ટ?
હેરી - હું સારા માર્ક્સથી પાસ થઈ ગયો મારું ટેન્શન ગયું.
કૃપા - કોન્ગ્રેચુલેશન.
હેરી - થૅન્ક્સ.
પછી આમ જ સમય પસાર થાય છે.
હેરી મેનેજમેન્ટમાં ડિગ્રી લે છે. અને કૃપા મેડિકલ કોલેજમાં પ્રોફેસર છે. બંને એકબીજાને લાંબા સમયે મળે છે.
કૃપા - હાવ આર યુ?
હેરી - ફાઈન એન્ડ યુ?
કૃપા - ફાઈન
તું શુ કરે છે? આઈ મીન કંઈ જોબ કરે છે?
હેરી - મુંબઈમાં મારી કંપની છે. અને ખુબ સારી ચાલે છે. તું શુ કરે છે?
કૃપા - હું મેડિકલ કોલેજમાં પ્રોફેસર છું.
હેરી - ગુડ.
બંને બાળપણની વાતો કરે છે. અને હસે છે.
કૃપા - તારા મેરેજ થઈ ગયા?
હેરી - નાં તારા થઈ ગયા?
કૃપા - નાં
હેરી - સેમ ટુ યુ.
કૃપા - હા.
હેરી - મારે તને કંઈક કહેવું છે?
કૃપા - મારે પણ કહેવું છે.
હેરી - બોલ.
કૃપા - નાં તું બોલ.
હેરી - લેડીઝ ફર્સ્ટ.
કૃપા - આપણે બંને ચાઈલ્ડહુડ ફ્રેન્ડ છીએ બરાબર.
હેરી - હા તો?
કૃપા - તો...
એટલું બોલી કૃપા અટકે છે.
હેરી - હું સમજી ગયો. હું પણ એ જ કહેવા ઈચ્છું છું.
હેરી કૃપાનો હાથ પકડે છે...
કૃપા વીલ યુ મેરી મી.
કૃપા - ખુશ થઈ શરમાય જાય છે. અને કહે છે યસ.
પછી બંનેનાં પરિવારની સંમતિ અને ઉપસ્થિતમાં કૃપા અને હેરીના મેરેજ થાય છે. અને બે ચાઈલ્ડહુડ ફ્રેન્ડ લાઈફ પાર્ટનર બને છે.
અહીં હેરી પટેલ અને કૃપા જોષીની ફ્રેન્ડશિપ લવ સ્ટોરીમાં ટ્રાન્સફર થઈ જાય છે. હેરી અને કૃપા બંને બ્યુટીફૂલ કપલ બને છે. પોતાની લાઈફની નવી જર્ની સ્ટાર્ટ કરે છે. અને અહીં આ સ્ટોરી કમ્પ્લીટ થાય છે. 🌹🌹🌹🌹🌹
લેખન - જય પંડ્યા