પુસ્તક સમીક્ષા - મારો અસબાબ Jaypandya Pandyajay દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પુસ્તક સમીક્ષા - મારો અસબાબ

બુક રીવ્યુ 

પુસ્તકનું નામ -:" મારો અસબાબ

"લેખકનું નામ -:" જનક ત્રિવેદી " 

" મારો અસબાબ " શ્રી જનક ત્રિવેદી" સાહેબ દ્વારા રચિત નિબંધ સંગ્રહ છે.  અસબાબ એટલે ઘર - વખરી  અથવા ઘરની સામગ્રી આ પુસ્તકનું વાંચન મેં કર્યું જેમાંથી મને ઘણું બધુ જાણવા મળ્યું જે વિશે હું થોડી રજુઆત અહીં કરું છું. આ પુસ્તકમાં કુલ 15 પ્રસંગ લેખક દ્વારા લખવામાં આવ્યા છે. જેમાં લેખક શ્રીનું  વર્ણન કૌશલ્ય અને ભાષાશૈલી દ્વારા તેમનું લેખક તરીકેનું વ્યક્તિ સરસ રીતે ઉભરી આવે છે.

 અહીં પ્રકરણ 1 "શેષ " નામથી છે જેની અંદર લેખક દ્ગારા પોતાના બાળપણના પ્રસંગો અને પરિસ્થિતિનું આલેખન કરવામાં આવ્યું છે. ઘરમાં થયેલા પ્રસંગો, તડકા - છાયા, ઘરની ચીજ - વસ્તુ પ્રત્યે લગાવ વગેરે છે. તે પરથી એ જાણવા મળે છે કે વ્યક્તિના જીવનમાં ઘરની વસ્તુ કેટલી યાદગાર હોઈ શકે તે અંગે જાણવા મળે છે. 

પ્રકરણ - 2 - "ઈશ્વરને તલાક" - આ પ્રકરણની અંદર લેખક દ્વારા " પોપટ " નામક ઘેલા વ્યક્તિના પાત્ર દ્વારા એ રજુઆત કરવામાં આવી છે કે તે  માણસને પોતાના જીવનની કંઈ શુદ્ધા નથી. તે પોતાની એક અલગ જ દુનિયામાં રહે છે. તે ઈશ્વરના નામનો સ્વીકાર કરતો નથી એ એટલું જ બોલે છે કે ' પોપટ એ પથ્થરની મૂર્તિનું નામ ન લે ".

 પ્રકરણ -3- "કિન્નર" - પ્રસ્તુત પ્રકરણમાં લેખક દ્વારા પોતાના અભ્યાસ કાળ દ્વારા હોસ્ટેલના અનુભવોનું વર્ણન કર્યું છે. જેમા મુકુંદ ત્રિવેદી નામક છોકરો જેને સૌ " મુનસફ " કહી તેની મજાક કરે છે. તે ઘણો ચિડાય છે. તે એકાંત પ્રિય છે. અહીં લેખકે વ્યક્તિના જીવનની મનોવ્યથા વિશે વર્ણન કર્યું છે.

પ્રકરણ - 4- "આકાશનો અધિકાર" -  આ પ્રકરણમાં લેખક દ્વારા કાબરના બચ્ચાને પાત્ર તરીકે આલેખવામાં આવ્યું છે. જેમા લેખકના પરિવાર દ્વારા તેનું જતન કરવામાં આવે છે. અને જયારે તેના મૃત્યુના સમાચાર લેખકને અને તેમના પરિવારને મળે છે. ત્યારે તેઓ સ્વજન ગુમાવવાની લાગણી અનુભવે છે. અને વ્યાકુળતા અનુભવે છે. 

આવી જ એક ઘટના પ્રકરણ - 10 - " પડાવ " માં જોવા મળે છે. જેમા લેખકના ક્વાટની સામે પતરાં પર બુલબુલ માળો બનાવી પોતાના બચ્ચા સાથે વસે છે. જેને ચંદન ઘો ખાઈ જાય છે અને બુલબુલ પણ થોડા ક્ષણ બાદ ત્યાંથી ઉડી જાય છે. અને ચારે તરફ સન્નાટો પ્રસરી જાય છે. 

બીજી એક ઘટના પ્રકરણ - 12 - "રાધા " માં એક કૂતરી કે જે લેખકના પરિવારમાં મહેમાન બની આવે છે, અને તે આ કુટુંબની કાયમી સભ્ય બની જાય છે. થોડા સમય બાદ લેખક પોતાનું નિવાસ સ્થાન બદલી નાંખે છે. અને તેમના એક પાડોશી ' દાના મશરૂ " દ્વારા "રાધાનું " સર્પદંશથી અવસાન થયું છે એવા સમાચાર મળતા તે સૌનું હૃદય દ્વવી ઉઠે છે. આમ માનવીના જીવનમાં મૂંગા જીવો પણ એક ખૂણાનો ભાગ બની કાયમી છાપ છોડીને જતા હોય છે. 

અહીં પ્રકરણ -5 - "ચક્કર બે " - ની અંદર "ભવાનભાઈ "નામક વ્યક્તિ વૃદ્ધ અવસ્થામાં લાલ ચટાકેદાર કપડાંમાં મેજીક શો બતાવવામાં આવે છે.  અને તે નાણાંનો સંગ્રહ કરવા આ કાર્ય કરે છે. લોકો દ્વારા તેનો સખ્ત વિરોધ થવા છતાં તે આ કાર્ય કરે છે. લોકોના શબ્દ તેને દુઃખી કરી દે છે.

 પ્રકરણ - 6- " ઘર પછવાડેની ઘટનાઓ " - લેખક અહીં ' પાનેલી મોટી ' નામક ક્વાટરનું અને તેની આસપાસના પ્રાકૃતિક સૌંદર્યનું વર્ણન કરે છે. ફૂલછોડ, બારી વગેરે જેવી બાબતો દ્વારા એ જાણવા મળે છે કે પ્રકૃતિ માનવ જીવનનો મહત્વનો ભાગ છે. 

પ્રકરણ -7 - " વૃંદાવનની ગલીઓમાં ચીસ " પ્રસ્તુત પ્રકરણમાં લેખક દ્વારા વૃંદાવનના પ્રાકૃતિક અને આધ્યાત્મિક વાતાવરણનું એકીકરણ કરી વર્ણન કરવમાં આવ્યું છે. જેમાંથી ધર્મની ધૂની અને પ્રકૃતિનો સ્પર્શ બંને અનુભવ થાય છે.

 પ્રકરણ - 8 -" સૂકા બોધી વૃક્ષ અને અમે બધા" - લેખક દ્વારા અહીં રેલવે સ્ટેશનના બાંકડાને રામ દુવારકા અને સૂકા બોધી વૃક્ષ તરીકે પ્રયોજ્યો છે. જે બાંકડા તેમના સુખ - દુઃખના સાથી છે. અને બાંકડાને પણ પોતાના મિત્ર તરીકે દર્શાવવામાં આવ્યા છે. પ્રકરણ - 9- "અવાજોની બંદિશો" - પ્રસ્તુત પ્રકરણમાં લેખકે ટ્રેન ની વિસલો વિશે વાત કરી છે જેનાથી માણસ આ વિસલ બહાર કશું સાંભળતો નથી આ અવાજમાં જ તે પોતાનું જીવન વ્યતીત કરે છે. 

પ્રકરણ - 11 - " અચ્છાઈના કિનારે ડૂબી જવાની ઘટના " - ફિલ્મ " સલીમ લંગડે પે મત રો " ફિલ્મમાં અભિનેતા " પવન મલ્હોત્રા " દ્વારા સલીમ લંગડાનું પાત્ર ભજવ્યું હતું. જેમા તે કેન્સર હોવાં છતાં સામાન્ય માનવીની જેમ જીવન જીવે છે. અને અંતે તે આ જંગ હારી જાય છે.  જેથી કહી શકાય કે માણસનો સ્વભાવ ગમે તેટલો સારો હોય તો  પણ   તેના નસીબમાં તકલીફ હોય તો તેણે ભોગવવી જ પડે છે.

 પ્રકરણ - 13 - "બાપુની ગાડી અને બીજા કિસ્સાઓ" - આ પ્રકરણમાં લેખક દ્વારા ગોંડલના રાજા " ભગવતસિંહજી " ના સમયની નગર વ્યવસ્થા અને સ્થાપત્યોનું વર્ણન કરવામાં આવ્યું છે. પણ રંજ એ વાતનો છે કે તેમાંથી હવે નામશેષ સ્થાપત્યો જ ટકી શક્યા છે. 

પ્રકરણ - 14 - "શ્રાવણના થોડા માવઠા એક" - આ પ્રકરણમાં લેખક દ્વારા પોતાના પરિવારની પરિસ્થિતિ અને તેમના પિતાના માનસિક વલણ વિશે વાત કરવામાં આવી છે. જે પરથી કહી શકાય છે કે અતિ હઠાગ્રહ વૃત્તિ જીવનમાં નુકસાન કારક  સાબિત થાય છે. 

પ્રકરણ 15 -" શ્રાવણ થોડા માવઠા બે" - આ પ્રકરણમાં લેખક દ્વારા પોતાના બાળપણના ચોમાસાના અનુભવ અને ' બુડણ પરી '  નદી વિશે અને વરસાદી વાતાવરણનું સુંદર આલેખન કરવામાં આવ્યું છે. આમ આ પુસ્તકમાં આલેખવામાં આવેલું વાતાવરણ અને ભાવાવરણ દ્વારા સુંદર રજુઆત કરવામાં આવ્યું છે. " શ્રી જનક ત્રિવેદી" સાહેબનું " મારો અસબાબ"  પુસ્તક એક વખત અચૂક વાંચવા જેવું છે.

આલેખન - જય પંડ્યા