સુદર્શન ચક્ર
"સુદર્શન ચક્ર" આપણે સૌ જાણીએ છીએ કે સુદર્શન ચક્ર એ ભગવાન શ્રી કૃષ્ણનો હથિયાર છે. મહાભારત કાળમાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા આ સુદર્શન ચક્ર દ્વારા ઘણા અસુરો અને પાપીઓનો સંહાર કરવામાં આવ્યો હતો. આ સુદર્શન ચક્ર માં ઘણી એવી શક્તિઓ છે કે જેના વિશે કોઈ જાણતું નથી? શું કરવા ભગવાન શ્રીકૃષ્ણ સુદર્શન ચક્રને પોતાની સાથે રાખે છે? કઈ રીતે થઈ તેની ઉત્પત્તિ કઈ રીતે તે કૃષ્ણ પાસે આવ્યું? આ દરેક પ્રશ્નોના જવાબ આપને આ એપિસોડની અંદર મેળવીશું. અગાઉ પણ "સહજ સાહિત્ય પોર્ટલ" દ્વારા ઘણા ધાર્મિક વિષયો પર એપિસોડ પ્રકાશિત કરવામાં આવ્યો છે. એ જ રીતે અમારી ટીમ દ્વારા વાંચકોને નવી માહિતી મળી રહે, નવી બાબતોની જાણ થાય તે હેતુથી સહજ સાહિત્ય પોર્ટલ દ્વારા ઘણી વખત નવા વિષયો તથા "સીરીઝ" પ્રકાશિત કરવામાં આવે છે. આગળ પણ અમે આ જ રીતે આપના સુધી નવી નવી માહિતીઓ પહોંચાડતા રહિશું. તો આવો જાણીએ આજે સુદર્શન ચક્ર વિશે. સુદર્શન ચક્ર ની ઉત્પતિ કઈ રીતે થઈ? સુદર્શન ચક્ર ની ઉત્પત્તિ વિશે ધાર્મિક પુસ્તકોમાં અનેક કથાઓ જોવા મળે છે. તેમાંથી નીચેની આ બે કથાઓ ખૂબ જ પ્રસિદ્ધ છે. પૌરાણિક કથા મુજબ એક વખત અસુરો દ્વારા દેવતાઓને બંધી બનાવવામાં આવ્યા. બધા દેવોના પ્રયત્ન છતાં તેઓ આ અસુરોથી છૂટી શક્યા નહીં. અંતે ભગવાન વિષ્ણુએ ગઢવાલ શ્રીનગર સ્થિત "શ્રી કમલેશ્વર મહાદેવ" મંદિરમાં બેસી ભગવાન શંકરની આરાધના શરૂ કરી તેમણે 1000 કમળ પુષ્પ ભગવાન શિવીન અર્પણ કર્ય. પરંતુ ભગવાન મહાદેવે માયા દ્વારા એક કમળ પુષ્પને અદ્રશ્ય કરી દીધું. ભગવાન વિષ્ણુએ તે એક કમળ પુષ્પ શોધવા ઘણો પ્રયત્ન કર્યો. પણ તે મળ્યું નહીં. અંતે ભગવાન વિષ્ણુ નારાયણ દ્વારા પોતાનું એક નેત્ર કાઢી અને ભગવાન મહાદેવ ની લિંગ પર અર્પિત કરવામાં આવે છે. આ જોઈ ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થાય છે. અને તેઓ ભગવાન વિષ્ણુને એક ચક્ર આપે છે. જો ચક્રને "સુદર્શન ચક્ર" તરીકે ઓળખવામાં આવે છે. એક દંતકથામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુના અવતાર પરશુરામ દ્વારા આ સુદર્શન ચક્ર ભગવાન શ્રીકૃષ્ણને ભેટ આપવામાં આવ્યું હતું. અને આ સુદર્શન ચક્ર દ્વારા ભગવાન શ્રીકૃષ્ણએ સૌ પ્રથમ વધ રાજા શૃંગાલનો કર્યો હતો. કેટલો હતો સુદર્શન ચક્રનો વજન ? સુદર્શન ચક્ર નું વજન 2200 કિ. ગ્રા. માનવામાં આવે છે. તેનો વ્યાસ લગભગ 12-30 સેન્ટિમીટર માનવામાં આવે છે. પૌરાણિક કથાઓમાં તો એવું કહેવામાં આવ્યું છે કે સુદર્શન ચક્ બ્રહ્માસ્ત્ર કરતા પણ અનેક ગણું શક્તિશાળી હતું. સુદર્શન ચક્રના રહસ્યો: * સુદર્શન ચક્રમાં એવી શક્તિ હતી કે તે જેની પાછળ જાય તેનો વધ અવશ્ય કરે છે. * સુદર્શન ચક્રમાં અગ્નિ તત્વ સમાવિષ્ટ હતું જેના કારણે સુદર્શન ચક્ર ની ધાર જે કોઈને અડે તે ભશ્મીભૂત થઈ જતું હતું. * બ્રહ્માસ્ત્રની જેમ જ સુદર્શન ચક્ર પણ એકવાર છોડ્યા પછી જ્યાં સુધી સામેની વસ્તુ કે વ્યક્તિનો વધ ન કરે ત્યાં સુધી પરત ફરતું ન હતું. એવું કહેવાય છે કે સુદર્શન ચક્રને પાછું વાળવા માટે કોઈ મંત્ર કે વિદ્યા અસ્તિત્વમાં ન હતા. કેવી રીતે તોડ્યો હનુમાનજીએ સુદર્શન ચક્રનો ઘમંડ ? એક વખત ભગવાન શ્રીકૃષ્ણ પોતાના મહેલ ની અંદર બેઠા હોય છે બાજુમાં સત્યભામા, ગરુડજી તથા સુદર્શન ચક્ર તેમની સેવામાં હોય છે. તે જ સમયે સત્યભામા એ કહ્યું હે પ્રભુ ! પૂર્વ જન્મમાં આપ શ્રીરામ અવતારમાં હતા. આપની પત્ની સીતા શું મારાથી અધિક સુંદર હતી ? તે જ સમયે ગરુડ જે બોલ્યા હે પ્રભુ ! મારાથી સુંદર પક્ષી છે કોઈ આ સૃષ્ટિમાં જે ઝડપથી ઉડી શકે ? તે જ સમયે સુદર્શન ચક્રએ કહ્યું હે પ્રભુ મારાથી શક્તિશાળી શાસ્ત્ર છે કોઈ આ સૃષ્ટિમાં ? શ્રી કૃષ્ણએ આ ત્રણેયનો ઘમંડ ઉતારવા માટે એક યુક્તિ વિચારી, તેમણે ગરુડને કહ્યું કે તુ હનુમાન પાસે જા અને કહે કે તમને પ્રભુ શ્રી રામ બોલાવે છે. શ્રી કૃષ્ણએ સત્યભામાને કહ્યું કે તમે સીતાની જેમ સોળ શૃંગાર કરી તૈયાર થઈ જાવ, શ્રી કૃષ્ણે સુદર્શન ચક્રને કહ્યું કે તું દ્વાર પર જા અને મારી આજ્ઞા વિના કોઈને અંદર ન આવવા દેતો. ત્રણેય જણ પોતાના કામમાં લાગી ગયા. સત્યભામા સોળ શૃંગાર તૈયાર થઈને રાજમહેલમાં બેસી ગયા, ગરુડએ હનુમાનજીને કહ્યું તમને પ્રભુ શ્રીરામ બોલાવે છે તમે મારી સાથે ચાલો. હનુમાનજીએ કહ્યું કે તમે ચાલો હું હમણાં આવું છું. ગરુડ મનમાં હસવા લાગ્યા આ વૃદ્ધ વાનર ક્યારે પહોંચી રહેશે? પછી તે મનમાં હસતા હસતા ચાલ્યા જાય છે. આ તરફ સુદર્શન ચક્ર દ્વાર પર તેમને રોકે છે હનુમાનજી સુદર્શન ચક્રને ગળી જાય છે અને મહેલમાં પ્રવેશ કરી ભગવાન શ્રીરામના અવતારને ધારણ કરેલ શ્રી કૃષ્ણ નારાયણના દર્શન કરે છે. તેઓ પૂછે છે. પ્રભુ આપ તો સાક્ષાત પુરુષોત્તમ છો? પણ આપે પાસે કઈ દાસીને બેસાડી છે? આ સાંભળી સત્યભામા ની આંખમાં આંસુ આવી ગયા. આ તરફ ગરુડ જ્યારે મહેલમાં પ્રવેશ કરે છે. ત્યારે તે પણ મનમાં પશ્ચાતાપ કરે છે. શ્રીકૃષ્ણ જાણતા હોવા છતાં પૂછે છે? હનુમાન તમને સુદર્શન ચક્રએ દ્વાર પર રોક્યા નહીં? હનુમાનજી બોલ્યા માફ કરજો પ્રભુ મને તેમણે રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મેં તેમને મારા મોમા સમાવી લીધા હતા. એવુ કહી તેઓ સુદર્શન ચક્રને મોં માંથી બહાર કાઢે છે. આમ શ્રી કૃષ્ણ યુક્તિ દ્વારા અને હનુમાનજીની સહાય દ્વારા સત્યભામા, ગરુડજી અને સુદર્શન ચક્રનો ઘમંડ તોડે છે. હાલમાં ક્યાં છે સુદર્શન ચક્ર ? હાલમાં સુદર્શન ચક્ર ત્રિચક્રપુરમ મંદિર, પુઠેનચિરા, ત્રિશૂર, કેરળમાં સ્થિત છે જે મંદિર સુદર્શન ચક્રને સમર્પિત છે. આમ આ લેખમાં આપણે સુદર્શન ચક્ર વિશે જાણ્યું આગળ આપણે આવી જ અવનવી માહિતી વિશે જાણતા રહીશું.
સંકલન અને આલેખન જય પંડ્યા