ટેક્નોલોજીના સાત પ્રકાર Siddharth Maniyar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટેક્નોલોજીના સાત પ્રકાર

આપણા રોજિંદા જીવન પર અસર કરતાં ટેક્નોલોજીના સાત મુખ્ય પ્રકાર

ઈન્ટરનેટના ઉપયોગથી આજે માનવી માનવીથી નજીક આવ્યો છે.

વિચારોનું આદાન પ્રદાન વધ્યું છે તેમજ સંશાધનોનો ઉપયોગ પણ સરળ બન્યો છે


આજના અદ્યતન યુગમાં ટેક્નોલોજી આપણાં જીવનનો એક મહત્વનો ભાગ છે. જેમ જેમ ટેક્નોલોજીનો વિકાસ થઇ રહ્યો છે તેમ તેમ તેનો ઉપયોગ પણ વધી રહ્યો છે. જેથી વ્યક્તિ રોજિંદા જીવનના દરેક મહત્વના કામ હોય કે પછી સામાન્ય કામો ટેક્નોલોજીનો ક્યાંકને ક્યાંક ઉપયોગ કરી રહ્યો છે. જાેકે, ટેક્નોલોજીના ફાયદા અને ગેરફાયદા બન્ને છે. પરંતુ વ્યક્તિ તેનો ઉપયોગ કઈ રીતે કરે છે તે મહત્વનું બન્યું છે. ત્યારે આ પુસ્તકમાં અમે તેમને ટેક્નોલોજીના ફાયદાકારક ઉપયોગ વિષે માહિતી આપવાનો એક પ્રયાસ કરવા જઈ રહ્યા છે.
આજના સમયમાં ટેક્નોલોજીનો ઉપયોગ માત્ર સોશિયલ મીડિયા પૂરતો સીમિત રહ્યો નથી. વ્યક્તિ પોતાના જીવનના રોજિંદા જીવનમાં પણ ટેક્નોલોજીનો તેટલો જ ઉપયોગ કરે છે. જાેકે, વ્યક્તિને ટેક્નોલોજીનો ઉપયોગ ક્યાં અને કેટલો કરવો તેની સમજણ હોવી ખુબ જ જરૂરી બની છે. આજની અદ્યતન ટેક્નોલોજીની માનવીના રોજિંદા જીવનમાં પણ ભારે અસર છે.

૨૧મી સદીમાં જયારે અદ્યતન ટેક્નોલોજી વિકસી રહી છે ત્યારે તે માનવીના જીવનના લગભગ દરેક પાસાને અસર કરે છે, જેમાં બાળકના જન્મથી લઈ મૃત્યુ સુધી ક્યાંકને ક્યાંક ટેક્નોલોજી રોજબરોજના જીવનમાં ઉપયોગ થતો હોય છે. ખાસ કરીને પરિવહનની કાર્યક્ષમતા અને સલામતીથી લઈને ખોરાક અને આરોગ્યસંભાળ, સામાજિકકરણ અને ઉત્પાદકતા સુધી ઠેર ઠેર ટેક્નોલોજીનો ઉપયોગ થઇ રહ્યો છે. વિશ્વમાં ઇન્ટરનેટની શોધ અને આજના સમયમાં તેના વધેલા ઉપયોગના કરેલા તેની ઝડપ અને પહોંચમાં પણ વધારો થયો છે. ઈન્ટરનેટના ઉપયોગથી આજે માનવી માનવીથી નજીક આવ્યો છે. ભારતીય સંસ્કૃતિમાં કહેવાય છેને કે, वसुधैव कुटुम्बकम्. તે જ ઉક્તિ આજે ઈન્ટરનેટના માધ્યમથી સાકાર થતી જાેવા મળી રહી છે. વિશ્વ એક સમુદાય બન્યું છે, જેમાં વ્યક્તિ વિશ્વમાં કોઈ પણ ખૂણે બેઠો હોય તો પણ અન્ય દેશના વ્યક્તિઓ સાથે તેમની ભાષામાં વાત કરતો થયો છે. જેના પગલે વિચારોનું આદાન પ્રદાન વધ્યું છે તેમજ સંશાધનોનો ઉપયોગ પણ સરળ બન્યો છે. જાે કે, કેટલીક ટેક્નોલોજીનો વધુ પડતા ઉપયોગના પહેલા કહ્યું તેમ ગેરફાયદા પણ છે. ટેક્નોલોજી અને તેમાં પણ ખાસ કરીને ઈન્ટરનેટના વધુ પડતા ઉપયોગના કારણે માનસિક સ્વાસ્થ્યમાં ઘટાડો, સામાજિક વિભાજનમાં વધારો અને વ્યકિતની ગોપનીયતા જાેખમાય છે તે નક્કી છે.

વ્યક્તિ જીવનના રોજિંદા કામમાં ટેક્નોલોજીનો જે રીતે ઉપયોગ કરી રહ્યો છે તે પણ આવનારા સમયમાં ઘાતક નીવડી શકે તેમ છે. જેનું મુખ્ય કારણ માનવી રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવતી ટેક્નૉલૉજી ભલે પછી તે માનવીને ત્વરિત નવીનતમ સમાચાર પહોંચાડતી હોય કે પછી કોફી બનાવી આપતી હોય અથવા તો આખા દેશ કે વિશ્વમાં અન્ય પ્રિય વ્યક્તિ સાથે જાેડતી હોય તે તમામને ગ્રાન્ટેડ લઈ રહ્યો છે. માનવી જીવનમાં રોજિંદા ઉપયોગમાં જે રીતે ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યો છે તેના પરથી કેટલાક સવાલો ઉભા થઇ રહ્યા છે. ત્યારે હાલની બધી નવીનતાઓમાંથી એવી કઈ છે કે જેના વિના માનવી રોજિંદા જીવનની ખરેખર કલ્પના કરી શકતા નથી? શું કોરોનાવાયરસ રોગચાળાએ માનવીને ટેક્નોલોજી પર વધુ ર્નિભર બનાવ્યા છે ? અથવા વ્યકિતને રોજિંદા પડકારોથી દૂર થવામાં ટેક્નોલોજી મદદ રૂપ થઇ રહી છે ? આજ પ્રશ્નોના જવાબ મેળવવા માટે હાલના સમયમાં માનવીના જીવનને પ્રભાવિત કરતી ટેક્નોલોજીની સાત સૌથી મહત્વપૂર્ણ રીતો પર એક નજર કરીએ અને હવે પછીના અંકમાં આપણે દરેકના પ્રકાર વિષે વિગતે ચર્ચા કરીશું.


ટેક્નોલોજી આપણા જીવનને કેવી રીતે અસર કરે છે.

૧. કમ્યુનિકેશનમાં સુધારો
૨. ગોપનીયતામાં ઘટાડો
૩. ઍક્સેસિબલ શોપિંગ
૪. હાથ વગી વધુ સારી માહિતી
૫. વર્ચ્યુઅલ સોશિયલ લાઈફ
૬. ફ્લેક્સિબલ વર્કિંગ
૭. સ્માર્ટ હેલ્થ ટ્રેકિંગ