ફરે તે ફરફરે - ૫૮
પ્રવાસના જે પડાવ ઉપર હું પહોંચ્યો છું ત્યાં જે મન ભરીને દ્રશ્યો માણ્યા
છે એનુ શબ્દાંકન જરૂર ટુકુ જ પડશે મારી સાથે મારા કલમગુરૂ આદરણીય
કનુભાઇ સુચક સ્થાપત્ય શિલ્પને શબ્દ દેહ આપી શકે છે .જીવંત
બનાવી શકે છે. આ ગીત ગાતા એક એક પહાડ અને પથ્થરો ને મારી કલમમા
પુરી તાકાતથી ઉતારવાની મહેનત કરીશ.... લગભગ ચાલીસ વરસ પહેલાં નક્કી કર્યુ કે આ ઉમ્મરે ચાર ધામનો ચકરાવો કરી લેવો…એ સમયે દેવીબેન પ્રવાસ મંડળીમાં જોડાઇને અમે એ પ્રવાસ બન્ને જણે કર્યો હતો ત્યારે પહેલી વખત યમનોત્રી અને કેદારનાથ સૌથીકઠીન પ્રવાસ કર્યો ત્યારે આ ચંદ્રકાંત કડધડે હતા .. જીવસટોસટ ની લડાઇ લેન્ડસ્લાઇડમા નજર સામે પચાસ પ્રવાસી યાત્રીઓને દટાતાં જોયા અને માત્ર બે મીનીટ માટે અમે જે રસ્તે ઘોડા ઉપર ક્રોસ કર્યો ત્યાંજ પહાડ તુટી પડ્યો.. એ કેદારનાથની કૃપા જ ગણી હતી ચમત્કારી બચાવ આજે પણ યાદ આવે તો રુવાડા ઉભા થઇ જાય છે … એજ રીતે યમનોત્રીનાં એ પ્રવાસમાં કલ્પના ન આવે કે પંદર હજાર ફુટ ઉંચા પહાડો વચ્ચેથી પસાર થતી માં યમનોત્રી નજરે નિહાળીને માનવીની પામરતા કુદરતી મહાનતા સ્વીકારી હતી .. કોણ આવા વિંહગ દ્રશ્યો ને મન ભરીને નિહાળી શકે ? કોઇ કેમેરો આ દ્રશ્ય એક સાથે લઇ શકે તેમ નહોતો અને એ જમાનામામાં વિડીયા નહોતા આવ્યાં . વહેલી સવારે ધરમશાળા બહાર હાડ ગાળી નાખે તેવી ઠંડીમાં બહાર લંગોટીભર રહેતા સાધુઓને બરફ પર ચાલતા જોયા.. અને નમન કરી પાછળ નજર કરી ત્યારે સવારના સોનેરી કિરણો કૈલાસ પર્વત ઉપર પડતાં હતા એ પરાવર્તિત થઇને સમગ્ર પહાડીઓને સોનેરી રંગ મઢી રહ્યા હતા એ ક્ષણ અશબ્દ બની નિહાળી હતી આજે સંધ્યા સમયે આવા જ અદ્ભૂત દ્રશ્યને નિહાળતો હતો .
પહેલા તો એ સમજીયે કે જ્યાં અમે પ્રવાસે જવા નિકળ્યા છીએ તે દુર્ગમથી
અતિ દુર્ગમ પહાડો છે અત્યારે મને કલ્પના આવે છે કે મારા જેવો
અસાહસિક માણસ પુત્રને સહારે ચૌદ હજાર ત્રણસો ફુટ ઉપર ગાડીની સવારી કરતાં ગયો અનેપાછો પણ આવ્યો. હિમાલયની કચનજંધા અને એવરેસ્ટ્ર સિવાયની
પર્વતમાળા દસ હજાર ફુટ આસપાસ ઉંચી છે જ્યારે આ પર્વતો ઉપર
ચૌદ હજાર ફુટ ઉંચે અમેરીકનોએ ટ્રેન ચડાવી એ માટે શું શબ્દો મળે ?
હવે ફરીથી અમે દસ હજારફુટ ઉપર પહોચ્યા ત્યારે જે જરમર વરસાદમા
કુદરતની કલાકારી જોઇ તેની વાત કરીશ...રોડસાઇડમા ગાડી ઉભી રાખી
અને ગાડી બહાર નિકળ્યા ત્યારે સુસવાટા મારતો કાતિલ ઠંડા પવન વચ્ચે
અમારા પહાડની ચારે તરફ નજર ન પહોંચે ત્યાં સુધી અટલી ઉંચી પહાડોની
હારમાળા હતી . એક એક પહાડોના આકાર પણ એક બીજાથી અલગ હતા .. કોઇ જાણે ઋષિમુની બન્યા હતા તો કોઇ જાણે બજરંગબલી હતા કોઇ મહાન યોધ્ધાની જેમ અડગ ઉભા હતા તો કોઇ ઉપરસર્જનહાર સામે મોઢું કરીને ઉભા હતા.એક એક પહાડોના રંગ એક પહાડથી બીજા પહાડ કરતા અલગ હતા...
અમારો પહાડ ઘેરા લાલ રંગના પથ્થરોનો હતો તો બરાબર સામે પીળા
પથ્થરોનો પહાડ હતો તેની બાજુમા કથ્થાઇ તો તેની પાછળ સફેદ
આરસપહાણનો પહાડ હતો .દરેક પહાડોમા હજારો વરસોથી પડતા સતત
પાણીના મારથી કુદરતે કોતરકામ કર્યુ હતુ...એક એક નકશી અલગ તેમાથી
ઉઠતા આકારો અલગ ....તેને ઘેરીને બેઠી લીલ્લાશની પીંછી એ કુદરતના
આ લેન્ડસ્કેપને ...આંખોના કેનવાસમા તો ભરી લીધુ પણ શબ્દદેહ
કેમ આપવો? બસ મન ભરીને માણ્યા કર્યુ...કોઇ ચિતારો પણ ચિતરતા
આવા્ક થઇ જાય એવી દશા મારી હતી એટલ મેં પણ પથ્થરોને જ ગીત
ગાવા દીધુ ને સંગીત પણ તેનુ જ સાંભળ્યુ... પવનની સીતારીએ અદભૂત તર્જ જાણે વગાડી હોય તેવો માહોલ થઇ ગયો હતો..
“ એલા ભાઇ રોનક કેમેરો કાઢ અને અમને પહાડો સાથે કેદ કરીલે… આ તો જીંદગી ભર નહી ભુલેગે વાળી એવી અદ્ભૂત ક્ષણ છે.. ખરેખર “ જીંદગી ભર નહી ભૂલેગે વો બરસાત કી રાત… ઔર યે પહાડોની બારાત યાર…”
એક તો સાંજઢળી ગઇ હતી અને માહોલ એવો રચાયો હતો કે તમને સહુને
મારે અંહીયા લાવવા ની તાલાવેલીમાં ગીત નિકળી ગયુ..."સુહાની રાત ઢલ
ચુકી ...ના જાને તુમ કબ આઓગે ... પહાડો પણ જાણે અમને વધારે લાગણીશીલ બનાવી ગયા…