ફરે તે ફરફરે - 57 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફરે તે ફરફરે - 57

ફરે તે ફરફરે - ૫૭

 

"ભુખ ને લીધે સરદારો  ઉપર હુમલો કરવાની જે વાત  ગઇ કાલે લખી હતી

તે કઇ રીતે વ્યાજબી ગણાય ? " કેપ્ટન બોલ્યા.

“એક તો ત્રણ વાગે ભુખને સાચવી સાચવીને ઉદિપ્ત કરી હતી તેમા અમરેલો

નડ્યો એટલે લોહી ભલે વાણીયાનુ  હોય પણ ધગે તો ખરુ ને ?  એટલે એવુ

લખાઇ જાય મુળ તો તમને ઉશ્કેરવા કહેવાનુ હતુ  જમવા ઉપર તુટી પડજો

તને બદલે લોચો થઇ ગયો ..જો ભાઇ મારા મિત્રો મને હંમેશા માફ કરે જ છે

એટલે ટેંશન ન કર..અને  આમ ચારે બાજુ નજર કર...લાગે છે ને તરણેતરના

મેળા જેમ પાઘડીઓયાવનો  મેળો....?ચારે બાજુ કી હાલ હૈ અને મેનુ તેનુ સાંભળી

જાણે પંજાબ પહોંચી ગયો. મોટી લાંબી ટ્રંકો  કંટેનર ટ્રકો ઓછામાં ઓછી ચાલીસ જેટલી ઉભી હતી . પાજી લોકો કચ્છા પહેરેલા ટ્રંકો ઉપર પાણીનાં ફુવારા મારતા હતા સાથે એક બીજા ઉપર પણ ફુવારા મારતા હતા કેટલાક નળ નીચે પાઘડાં કાઢીને નહાવા બેસી ગયા હતા ....જાણે પંજાબના ખેતરમાં હોય તેવો માહોલ બની ગયો હતો .અમારી ગાડી એ ટ્રકોથી થોડી દુર પાર્ક કરી  મોટા શેડમાં પહોંચ્યા . લાકડાની મોટી મોટી બેંચ ને ધડના જેવા ટેબલ બીજી બાજૂ ખાટ પથરાયેલી હતી .અંદર કાઉંટર ઉપર ઓડર ડેસ્ક ઉપર સરસ પંજાબી કુડી બેઠી હતી .તેણે  લીધો પનીર પસંદા પલક પનીર અને

ગોબી આલુ જીરા રાઇસ તડકા દાલ અને બટર રોટીનો ઓર્ડર . બેઠો જી શાજી . ટેબલ  પસંદ કરી ઉપર ચાલુ પંખો છે પાકુ કરી અમે બેઠાં ત્યારે અમારા ટેબલ ઉપર પચાસ સાઇંઠ માખીઓ ટાંપીને બેઠી હતી એટલે એક બાજુ હાથનાં પંખા કરીને પ્લેટની રાહ જોતા હતા પણ અમારી સાથે જમવા બેસવા જાણે આ માખીઓ પણ ટાંપીને  બેઠી  કે ઉડાઉડ કરતી હતી પણ મે એક માખીને કાનમા કહ્યુ જો

વચ્ચે આવી તો આજે તું યે ગઇ ..." મને લાગે છે એ માખીએ કહી દીધુ કે

આજે આ કાકા નોનવેજ મુડમા છે પતલી ગલ્લીસે નિકલલો...કુડીયોં.. અને સામે બેઠેલા લાલ પાઘડીવાળા પરમીતજીની પાઘડીને મટન સમજીને આખુ ઝૂંડ ત્યાં મુગુટ બનાવીને બેસી ગયુ… એક પછી એક ડીશ આવતી ગઇ ગરમ ગરમ એકદમ સ્વાદિષ્ટ ભોજન તેની મધમધતી સોડમ અને ચરમ સીમાએ પહોંચેલી ભૂખ… ફક્ત ધબડ ધબડ શ્વાસ ચાલતા હતા અને દાંત વચ્ચે એક પછી એક પરોઠાઓ ભચડતા અમે તુટી પડ્યા હતા … 

લગભગ વીસ મીનીટ શાંતિ છવાઇ ગઇ...બસ મોઢા અને હાથ ચાલતા હતા

આવો સીન જોઇને બાકીના અવયવો  હેબતાઇને ચુપ પડ્યા હતા....બધાએ એકી અવાજે 

પોકાર કર્યો "બોલે સો નિહાલ ..."સરદારો એ સતશ્રી અકાલ કર્યુ...

મજા આવી ગઇ શાજી....વાજીવા શાજી. જરુરથી બહુ વધારે પેટ ભરાઇ ગયુ હતુ એટલે પહોળા પહોળા આહ ઓહ કરતા માંડ ગાડી સુધી પહોંચ્યા.

ગાડી ફરી ચાલુ થઇ ત્યારે  થોડી થોડી ઉંઘ વચ્ચે કેપ્ટને ઘેનમા સાન્ટાસીટી

એક્ઝીટ ચુકી ગયા અને બધા એકદમ સાવધાન થઇ ગયા..

મને  વરસોથી માં કનકાઇના દર્શને જાઉ   ત્યારે માતાજી અચૂક રસ્તો ભુલાવી દે એ વાત યાદ આવી ગઇ . ભાઇ જેવી માતાજીની મરજી . હવે ગુગલ દેવતાનો મેપ જો કે હવે મામાનું ઘર કેટલે જેવું એક્ટીવ કેટલુ દુર છે ? કનકાઇ માં રસ્તો ભુલાવે ને ભુલાવે જ આતો ગુરુ નાનકદેવે ઘેનમાં નાખી દીધા નહી ?

રસ્તો દેખાડે છે ગુગલ મેપમાં … મનાતો એકઝીટ દેખાતીજ નહોતી એટલે નોધારા ચિંતા થતી હતી .. મનમાં બબડ્યો .. માર્યા ઠાર આમ ને આમ ક્યાંક પાછા ઘરે તો નહીં પહોંચાડે ને ?

“કેપ્ટન બબડ્યા હવે વીસ માઇલ આગળ જઇ ને પાછા વીસ માઇલ પાછળ 

જઇશુ ત્યારે એક્ઝીટ મળશે એક કલાકની વાટ લાગી ગઇ... આ સાલું વધારે ખવાઇ ગયુ એમા આંખ ઘેરાતી હતી એટલે લોચો થઇ ગયો.. હવે કેપ્ટનને કોણ કહે કે તો ઓછુ ખાવુ હતુંને ?  એટલે સહુથી પહેલા કેપ્ટનના મમ્મી મેદાનમાં આવી ગયા ..

“ કાંઇ વાંધો નહીં આપણે ક્યાં મોડા પડીયે તો લંકા લુટાઇ જવાની છે ? તું જરાય ચિંતા ન કર  પણ હવે આગળ બરોબર ધ્યાન રાખજે .”

“ મમ્મી મારી બાજુમાં કોણ બેઠું છે યાદ છે ને ? ફોજદાર છે ફોજદાર …માંડ ચુપ બેઠા છે કારણકે એમણે દબાવીને ખાધુ છે ને વધારે ઉંચાનીચા થાય તો વળી રેસ્ટરુમમાં ભાગવું પડશે … એટલે લાલ લાલ મોઢું થઇ ગયુ છે પણ..”

“ આજે તને કંઇ નહીં કહે , હું. અવડીમોટી બેઠી છું ને !”

અમારી ગાડી પર્વતીય ઢાળ ચડતી હતી…ધીરે ધીરે હાઇટ વધી રહી  હતી .. ગોળ ચકરાવા ચડતા જતા હતા ..માટીનો રંગ  ચારે તરફ બદલાઇ ગયો ચારે તરફ લાલમાટી દેખાવા લાગી હતી .જેમ મહી નદીના કોતરો છે તેમ  રોડની બન્ને બાજુ મોટી માઇલો લાંબી તિરાડો  કોકરો શરુ થઇ ગયા હતા .સનસેટની તૈયારી  હતી તો એક બાજુ 

જરમર જરમર વરસાદ ચાલુ થઇ ગયો . કેપ્ટને પોતાન સુચના આપી . ઘડીયાળ એક કલાક પાછળ કરવાની સુચના સહુને મળી .અમે આહિસ્તા આહિસ્તા આઠ હજાર ફુટે પહોંચ્યા એટલે મારા કાનમા ધાક પડી ગઇ... શ્વાસ થોડાં વધી ગયા..કાનમાં અંદર તમરા બોલતા હતા બહાર કુદરતની કરતાલ બજતી હતી.