પ્રેમ થાય કે કરાય? ભાગ - 39 Tejas Vishavkrma દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ થાય કે કરાય? ભાગ - 39

શંકા - કુશંકા

માનવી ઘરે રસોડામાં કેવિન માટે રસોઈ બનાવી રહી છે. તેનાં મગજમાં આજે હજારો વિચારો પ્રવેશી તેની ચિંતામાં વધારો કરી રહ્યાં છે. મમ્મીએ કેવિનનાં માથે હાથ ફેરવી એવું કેમ કહ્યું કે કેવિન તને શું થયું છે? તે પોતે ટિફિન લેવા ના આવી અને મને મોકલી કેમ? મારા કેવિનને શું થયું છે? મમ્મીએ આવું કેમ કહ્યું?મારો કેવિન. મમ્મીનું વર્તન કેવિનને જોતા જ બદલાઈ કેમ જાય છે?

ના મનુ તું જેવું વિચારે છે એવું કંઈ નથી. એવું કંઈ હોત તો મમ્મીએ કેવિન આગળ તેનાં મમ્મી પપ્પાને સુરતથી અહીંયા રૂબરૂ બોલાવી તારા અને કેવિનની સગાઈની વાત ના કરી હોત. તો પછી મમ્મીએ કેમ કેવિનની આવી હાલત જોઈ મને તેની પાસે રહેવાને બદલે તે પોતે રહી? કંઈ સમજાતું નથી. કે શું થઈ રહ્યું છે.

માનવી સબ્જી તૈયાર કરીને રોટલી માટે લોટ બાંધી રહી છે. ત્યાં તેનાં પર તેની મમ્મીનો ફોન આવે છે. માનવીનાં હાથ લોટવાળા હોવાથી તે ફોન સ્પીકર પર કરી વાત કરે છે.

"હેલો "

"હા માનવી. તું હોસ્પિટલ આવે તો મારા રૂમમાં પડેલું મારું પર્સ લેતી આવજે."

"બીજું કંઈ?" માનવી પૂછે છે.

"ના બીજું કંઈ નહીં." નીતાબેન ફોન કટ કરે છે.

માનવી ઝડપથી 5-6 રોટલીઓ તૈયાર કરીને તેની મમ્મીએ કહેલી વાત મુજબ તેનાં મમ્મીનાં રૂમમાં તેનું પર્સ લેવા જાય છે.

                                  ***

"તારા એક્સીડેન્ટની વાત સાંભળીને મારો તો જીવ જ નીકળી ગયો હતો." નીતાબેન કેવિન પ્રત્યેય પોતાની ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે.

"ના એવું ના બોલીશ. તારો જીવ જતો રહેશે તો મારો પણ જીવ જતો રહેશે." કેવિન હળવેકથી જવાબ આપે છે. નીતાબેન તેની પાસે બેસી હાથમાં હાથ રાખીને તેની સંભાળ લઈ રહ્યા છે.

ત્યાં માનવી ટિફિન લઈને આવે છે. તે ટિફિન તેની મમ્મીનાં હાથમાં આપતાં મજાક કરે છે.
"લે હવે તું એને ખવડાવી પણ દે."

નીતાબેન માનવીની વાત સાંભળીને તેમના મગજમાં એક ચમકરો થાય છે કે ક્યાંક માનવીને મારા અને કેવિનનાં પ્રેમની ખબર તો નથી પડી ગઈ ને.

"કેવિન નાનો થોડો છે જાતે ખાઈ લેશે." નીતાબેન માનવીની નજરથી બચવા પોતાની જાત પર કાબુ મેળવી લે છે.

તે મનોમન વિચાર કરી રહ્યા છે કે કેવિનને જોતા જ મારી અંદર એક પ્રેમનું બીજ કેમ રોપાઈ જાય છે.

માનવી કેવિન પાસે બેસીને વાતે વળગે છે. નીતાબેન થોડીકવાર માટે બહાર આંટો મારવા આવે છે.

"જમવાનું કેવું બન્યું છે?"

"સારુ " કેવિન જેટલો રસ લઈ માનવીની મમ્મી સાથે વાત કરતો હોય છે તેટલો રસ લઈ તે માનવી સાથે વાત નથી કરતો.
બંને તેટલી વાત ટાળવાનો પ્રયત્ન કરે છે.

                              ***

બીજા દિવસે બપોરે કેવિનને હોસ્પિટલમાંથી રજા આપતાં નીતા કેવિનને પોતાના ઘરે લઈ જાય છે. ડોકટરે ત્રણ -ચાર  દિવસ આરામ કરવાનું કહ્યું છે. નીતા અને માનવી કેવિન માટે રહેવાની સગવડ કરે છે.

માનવીનાં ચહેરા પર એક ઉદાસી જોતા જ નીતાબેન દ્વારા થતી અજાણતા ભૂલ તેમને સમજાઈ રહી છે. જેના પર મારી દીકરીનો હક છે. તેનાં પર હું કેમ હક કરવા જઈ રહી છું. તે માનવીને કેવિન પાસે રહેવાની અને તેને કોઈ જોઈતું હોય તો લઈ આપવાની જવાબદારી સોંપી તે રસોડામાં ટિફિન બનવવામાં પોતાનું મન લગાવવાનો પ્રયત્ન કરે છે.

"મારા મિત્રોને જાણ કરી. તે ચિંતા કરતા હશે."

"તમે ચિંતા ના કરશો. કાલે જ એમને જાણ કરી હતી પણ સૌ કોઈ પોતાના કામમાં વ્યસ્ત હતાં અને આમ પણ તમને કંઈ ઇમર્જન્સી જેવું હતું નહિ તો પછી મેં તેમને આજે સાંજે ઘરે આવવાનું કહ્યું છે. સાંજે બધા સાથે મળીને જમીશું." માનવી કેવિનને જમ્યા પહેલાની દવા આપીને બોલે છે.

સાંજે 7 વાગે :

નિશાંત, પ્રદીપ, વિશાલ, કૌશલ અને બીજા અન્ય મિત્રો કેવિનની ખબર કાઢવા નીતાબેનનાં ઘરે આવે છે.

"કેવું છે ભાઈ જોઈને ચલાવતો હોય તો નીતામાસીને આ તકલીફ વેઠવી પડે." પ્રદીપ પોતાના સ્વભાવ મુજબ કટાક્ષ કરે છે.

"ના ના એમા તકલીફ શેની એક માણસ બીજા માણસને કામ નહિ આવે તો કોણ કામ આવશે." નીતાબેનની વાત સાથે બધા સહમત થાય છે.

"અને તમને બધાને અહીંયા બોલાવવાનું બીજું એક કારણ એ પણ હતું કે કેવિન અને માનવીની જલ્દીથી સગાઈ કરવાની છે." કેવિન સ્તબધ થઈ જાય છે. માનવીનાં ચહેરા પર એક સ્માઈલ આવી જાય છે.

"કોન્ગ્રેચ્યુલેશન બ્રો." બધા મિત્રો કેવિનને અભિનંદન પાઠવે છે, પણ કેવિન નીતા સામે નજર મિલાવવાની કોશિશ કરી રહ્યો છે કે નીતા આ બધું શું કરી રહી છે. હું માનવીને નહીં તને પ્રેમ કરું છું.

"બસ એકવાર તેનાં મમ્મી પપ્પા સુરતથી અહીંયા આવી જાય એટલે નજીકનાં મિત્રો અને સગાઓને બોલવી બધું પાક્કું કરી દઈએ." નીતાબેનનો અખંડ નિર્ણંય સાંભળીને કેવિનની હાલત કાપો તો લોહી ના નીકળે તેવી થઈ જાય છે.

નીતાબેન બધા માટે જમવાની તૈયારી કરવા રસોડામાં જતા રહે છે. તેમની આંખોમાં પાણી છે. જે તે જ સમજી શકે છે કે કેમ છે.

                                                                ક્રમશ :