પ્રેમ થાય કે કરાય? ભાગ - 38 Tejas Vishavkrma દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ થાય કે કરાય? ભાગ - 38

એક્સીડેન્ટ

હોસ્પિટલનાં જનરલ વોર્ડનાં બેડ પર કેવિનને જમણાં હાથે ગ્લુકોઝનો બાટલો ચડાવ્યો છે. જમણાં હાથે છોલાઈ ગયું છે જ્યાં ડોક્ટરે પાટાપિંડી કરેલી છે. પગ પર થોડોઘણો બેઠો માર વાગ્યો છે. કેવિન પથારીમાં આંખ બંધ કરીને દર્દથી થોડોઘણો કણસી રહ્યો છે.

માનવી અને નીતાબેન કેવિનનાં એક્સીડેન્ટની વાત સાંભળતા જ હંફાળા દોડીને હોસ્પિટલ પહોંચી જાય છે.

"ભાઈ કેવિન નામનાં પેસેન્ટને ક્યાં રૂમમાં દાખલ કર્યો છે?" નીતાબેન હોસ્પિટલની લોબીમાં જઈ રહેલા કમ્પાઉન્ડરને પૂછે છે. તેમના અવાજમાં ભારોભાર કેવિન પ્રત્યેય ચિંતા દેખાઈ આવે છે.

"આગળ જતા ડાબી બાજુમાં 22 નંબરનો રૂમ." કમ્પાઉન્ડર આંગળી ચીંધીને રૂમ બતાવે છે.

"Thank you." માનવી કમ્પાઉન્ડરને આભાર વ્યક્ત કરે ત્યાં સુધીમાં તો પવનવેગે નીતાબેન રૂમ નંબર 22 માં પહોંચી જાય છે.

નીતાબેન જનરલ રૂમમાં પહોંચી કેવિનને ગોતી રહ્યાં છે. ત્યાં તેમની નજર બારી પાસે રહેલા બેડ પર પડે છે. જ્યાં કેવિન આંખો બંધ કરીને દવાની અસરનાં કારણે સુઈ રહ્યો છે. બાજુમાં ઉભેલી નર્સ બાટલામાં ઈન્જેકશન આપી રહી છે. નીતાબેન ઝડપથી કેવિન પાસે જઈ તેનાં માથા પર હાથ ફેરવે છે.

"કેવિન તને શું થયું?" નીતાબેન ગભરાઈ ગયાં છે. તેમના ચહેરા પર કેવિન પ્રત્યેયની ચિંતા ઉપસી આવે છે. 

"બેન.. બેન.. પેસન્ટને હાલ આરામની જરૂર છે. એમને આરામ કરવા દો." નર્સ નીતાબેનને કેવિન સાથે વાતચીત કરવાથી ચેતવે છે.

નીતાબેન નર્સની વાત સાંભળીને થોડા શાંત થાય છે.

"આનો એક્સીડેન્ટ કેવી રીતે થયો?"

"આ ભાઈ બાઈક લઈને જતા હતાં ત્યાં રસ્તામાં કૂતરું આડું આવી જતા તેમનું બાઈક સ્લીપ થઈ ગયું. કંઈ ચિંતા કરવા જેવું કંઈ નથી. હાથે અને પગે થોડું ઘણું વાગ્યું છે."

"તો એ કેમ કંઈ બોલતો નથી?" નીતાબેન બીજો સવાલ પૂછી નાંખે છે. તેમને કેવિનનો ડાબો હાથ પોતાના હાથમાં લઈને બેસી ગયા છે.

"અરે બેન કહ્યુંને દવાની અસરનાં કારણે તે ઉંઘમાં છે. થોડીવારમાં ઠીક થઈ જશે. એને આરામ કરવા દો." નર્સ પોતાનું કામ કરીને બીજા પેસેન્ટ પાસે જતી રહી છે.

માનવી વિચારમાં પડી જાય છે કે મમ્મીને કેવિનની આટલી બધી ચિંતા થાય છે. પ્રેમ તો માનવી પણ કરે છે, પણ તેને પોતાનો પ્રેમ વ્યક્ત કરવાનો મોકો નથી મળતો. તે કેવિનની આ હાલત જોઈને મનોમન દુઃખી થઈ રહી છે.

થોડીકવાર પછી કેવિનને હોંશ આવે છે. નીતાબેનને ખબર પડતા જ તે ડૉક્ટરને બુમ મારે છે.

"ડૉક્ટર... ડૉક્ટર... જોવો મારા કેવિનને હોંશ આવી રહ્યો છે." બપોરની વિઝિટમાં આવેલા ડૉક્ટર બીજા પેસેન્ટને તપાસી રહ્યાં હોય છે. તે નીતાબેનની બુમ સાંભળીને દોડીને કેવિનનાં બેડ પાસે આવે છે. કેવિનને તપાસીને ડૉક્ટર નીતાબેનને સૂચના આપે છે.

"પેસેન્ટે બપોરનું જમવાનું જમ્યા નથી એટલે પહેલા તેમને જમાડીને આ દવા આપી દેજો. બાકી બધું ઓલરાઈટ છે." ડૉક્ટર સૂચના આપી બીજા પેસેન્ટ તરફ રવાના થાય છે.

કેવિન બાજુમાં બેઠેલી નીતાની આંખોમાં જોઈ રહ્યો છે. નીતા પણ તેની આંખોમાં જોઈને તેનાં માથે હાથ ફેરવવા લાગે છે. માનવી આ બધું જોઈને વિચારમાં પડી જાય છે.

"તું બપોરે નહતો જમ્યો?" માનવી કેવિનને ફરિયાદ કરે છે. તેનાં અવાજમાં કેવિન પ્રત્યેય એક ચિંતાભાવ ઉપસી આવે છે.માનવી આગળ કંઈ બોલે તે પહેલા નીતાબેન તેને ઘરેથી કેવિન માટે ટિફિન લઈ આવવાની સૂચના આપે છે.

"તું એ બધું છોડને ઘરેથી જલ્દી જઈને ટિફિન લેતી આવ. હું અહીંયા કેવિન પાસે છું." તેની મમ્મીનો આદેશ સાંભળી તે વિચારે ચડી જાય છે કે મમ્મી આમ કેમ કરી રહી છે. તે બીજું કંઈ પણ બોલે તે પહેલા તેની મમ્મી માનવીને ફરીથી કહે છે.

" કેવિન બપોરનું જમ્યો નથી. એને દવા પણ લેવાની છે. જોઈ શું રહી છે જા જલ્દી કેવિન માટે ટિફિન લેતી આવ."

"પણ હું કેવિન પાસે રહું તો નહિ ચાલે? તેને મારી જરૂર છે."

"કોને કોની જરૂર છે એની તારા કરતા મને વધારે ખબર છે." નીતાબેનની વાત સાંભળીને માનવી અણગમો વ્યકત કરીને ઘરે ટિફિન લેવા જાય છે.

નીતાબેન કેવિનનાં માથે હાથ ફેરવીને તેને એક વ્હાલ કરી રહ્યાં છે.
"ચિંતા ના કરે. બહુ જલ્દી તને ઠીક થઈ જશે."

"મને ખબર છે. તું છે ને ત્યાં સુધી મને કંઈ તકલીફ નહિ થાય." કેવિન નીતા તરફ પ્રેમની નજર કરીને હળવેકથી બોલે છે.

                                                           
                                                             ક્રમશ :