ધારાવાહિક:- મારા કાવ્યો
ભાગ:- 18
રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
હરિહર🙏🙏🙏
તિથિ આજની શ્રાવણ વદ આઠમ,
ઉજવીશું સૌ 5251મો શ્રી કૃષ્ણ જન્મોત્સવ.
સંયોગ કહે છે જ્યોતિષો આજનાં,
છે બંધબેસતાં દ્વાપર યુગની આઠમનાં.
વધાવી લઈએ એ નટખટ કાનુડાનાં જન્મને,
બોલીને પંક્તિઓ સુંદર મજાની,'
નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલની.'
વ્હાલા કેટલા હરિને હર અને હરને હરિ!
શ્રાવણનો સોમવાર આજે ને જન્માષ્ટમી પણ!
ડૂબી જઈએ આજે સૌ ભક્તિનાં ભાવમાં,
કરીએ આરાધના હરિહરની આજે.
જય શ્રી કૃષ્ણ🙏🙏🙏
હર હર મહાદેવ🙏🙏🙏
બાલકૃષ્ણ
નટખટ એ કાનુડો, બતાવી લીલા બાળપણથી
હતા એ બાલકૃષ્ણ,કર્યાં વધ તોય મોટા રાક્ષસોનાં.
જન્મનો છઠ્ઠો દિવસ એ,કર્યો વધ પૂતનાનો.વધ
કર્યો ત્રિનવર્તનો,આવ્યો હતો જે મારવા બાલકૃષ્ણને,
લઈને સ્વરુપ વાવાઝોડાંનું.ટકી ન શક્યું જોર એનું,
આ બાલકૃષ્ણની સામે.હોય જ્યાં મામા કંસ,
ક્યાં રહે કમી રાક્ષસોની?
મોકલ્યો વત્સાસુર વાછરડારૂપે,
તો આવ્યો બકાસુર બગલો બનીને!
જોઈ મહાકાય અજગર,ન ડગ્યો આ બાલગોપલ,
કર્યો વધ અજગરનો એણે,મળી મુક્તિ અઘાસુરને.
કર્યા ભલે આટઆટલા રાક્ષસોના વધ,
હતો આ એક જ ઉપાય,મુક્તિનો એ સૌની.કરે
ઉદ્ધાર આમ જ આ કાનુડો,બતાવી લીલા અપરંપાર!
જય શ્રી કૃષ્ણ🙏🙏🙏
મા
પવિત્ર માસ એ માગશર,શ્રી હરિનો વ્હાલો આ માસ.
સુદ એકાદશી એ ગીતાજયંતિ,
ને વદ એકાદશી તારો જન્મદિન મા.
કેમ કરી માનવું હવે,નથી તારો જન્મદિન એ,
છે તારી જન્મજયંતિ😢
અતિ પાવન માસ મારા ભોળાનાથનો,
શ્રાવણ એ મજાનો!
હર હર મહાદેવનાં નારાનો🙏
ઉજવતાં આખોય માસ આપણે,
કેટલી બધી મજા કરીને!
પવિત્ર એવો એક દિવસ આ માસનો,
કહેવાતો પવિત્રા એકાદશીનો.
ભળી ગયો મા તારો જીવ શિવમાં,આજનાં આ પવિત્ર દિને!
જીવી ગઈ તુ જીવન સાર્થક,
હરિહરનાં સાંનિધ્યમાં વીત્યું તારું જીવન!
શરૂઆત કરી તેં જીવનની હરિના નામથી,
અંત તારા જીવનનો હરનાં ધામમાં!
યાદ બહુ આવે તુ, સ્વીકાર્યું સત્ય તારા મૃત્યુનું,
તોય મનડું ચાહે તને જોવા આસપાસ!
પુણ્યતિથિ તારી આજે,કરું કોટિ કોટિ વંદન તને🙏🙏🙏
Miss you a lot MAA😢😢😢
વર્તુળ
કહેતું એક વર્તુળ દુનિયાને આજે,
કહેતાં લોકો વર્તુળ એટલે ગોળ.
કેમ સમજાવું એમને હું નથી માત્ર ગોળ.
ગોળ તો રહ્યું સીધું સાદું,
ને હું વિશેષતાઓથી ભરપૂર.
દોરી શકો મને ત્યારે જ,
લીધી જો હોય મારી ત્રિજ્યા બરાબર!
જો ન આવડે પકડતા પરિકર બરાબર,
હું દેખાઉં અમીબા જેવું😃
બમણી મારી ત્રિજ્યા બનાવે મોટો વ્યાસ!
લંબાઈ મારી મોટું પરિંઘ,
વ્યાસ કરે કટકા એનાં.
આવતાં વ્યાસ મારામાં,
વહેંચાઈ જાઉં હું બે ભાગમાં.
નથી રહ્યું હું વર્તુળ હવેથી,
બની ગયું બે અર્ધવર્તુળ.
ચાપ મારી જબરદસ્ત,
કરતી મદદ શોધવાને ક્ષેત્રફળ વૃત્તાંશનું!
પણ જો થઈ જાય બે સરખાં કટકા,
આ વ્યાસનાં, તો ન રહે એ વ્યાસ,
બની જાય એ તો ત્રિજ્યા!
ગમે ત્યાંથી શરુ કરે કોઈ,
માપવાનું મારું માપ,
મળશે એને આ માપ 360" સદાય.
સમાઈ જાય જો કોઈ ચતુષ્કોણ મારામાં,
રહેતો ન એ સામાન્ય ચતુષ્કોણ!
બની જતો એ ચક્રીય ચતુષ્કોણ.
બદલાઈ જતી એની વિશેષતાઓ,
સંગ લાગતાં જ મારો એને!
કરતી ઘેરાવો મારી બે ત્રિજ્યા જ્યારે,
સાથે મળીને ચાપની,
થતો ઉદય બે વૃત્તાંશનો!
મોટો વૃત્તાંશ કહેવાય ગુરુવૃત્તાંશ,
ને નાનો બનતો લઘુવૃત્તાંશ!
જોડાતી જ્યારે આ ત્રિજ્યાઓ,
એક નાનકડાં રેખાખંડ થકી,
થતું નિર્માણ એક સરસ વૃત્તખંડનું!
શોધવું મારું ક્ષેત્રફળ સરળ,
ને લંબાઈ તો એથીય સરળ!મળે
જ્યાં સ્પર્શકનો સાથ મને,
ઉડવા લાગું હું હવામાં જાણે.
હોય જો બિંદુ મારી અંદર,
મળતો ન ક્યાંય આ સ્પર્શક.
હોય જો બિંદુ મારી ઉપર,
મળતો એક માત્ર સ્પર્શક મને.
પણ જો હોય કોઈ બિંદુ બહારનું,
હું તો થઈ જાઉં ખુશખુશાલ.
મળે મને બે એકસરખાં સ્પર્શકો.
આવતાં જો આ સ્પર્શકો,મળવા મારા વ્યાસને,
સ્પર્શ થતાં જ એમનો વ્યાસનાં અંત્યબિંદુઓને,
થઈ જતાં બંને સ્પર્શકો સમાંતર.
શું કરું પ્રશંશા હું પોતાની,
મારી તો છે મહત્તા જ કંઈક અલગ!
હું છું બસ એક ખૂણા વગરનું વર્તુળ.
જલારામબાપા
વીરપુરનાં એ સંત જલારામ,
જન્મ્યા કારતક સુદ સાતમે.
પિતા એમના પ્રધાન ને માતા રાજબાઈ.
મન એમનું રામ નામમાં લીન.
થયા સંસારી સોળની ઉંમરે,
કર્યા લગ્ન વીરબાઈ જોડે!
મળ્યું પાત્ર જીવનસાથીનું એમને,
જે ધાર્મિક વૃતિનુ એમની જેમ
!કર્યા ગુરુ ફતેહપુરના ભોજા ભગતને,
મેળવી ગુરુ મંત્ર ને આશિર્વાદ ગુરુના,
શરુ કર્યું સદાવ્રત આ દંપતિએ!
સંબોધ્યા કહીને 'બાપા' એમને,
હરજી નામનાં દરજીએ,
કહેવાયા એ 'જલારામબાપા' ત્યારથી!
એકમાત્ર મંદિર એ દુનિયાનું,
નથી લેવાતું કોઈ દાન જ્યાં!
બંધ થયું આ દાન લેવાનું,
નવમી ફેબ્રુઆરી બે હજારનાં રોજથી!
નથી હયાત બાપા આજે દુનિયામાં,
તોય એમનાં પરચા અપરંપાર!
કરીએ કોટિ કોટિ વંદન એમને,
જય જય જલારામ.🙏🙏🙏
સોશિયલ મીડિયા
સ્ટેટસમૂકતા જાય છે સ્ટેટસ લોકો,
છીએ ફરતાં અમે અહીં!
જોઈ જોઈને આ સ્ટેટસ,
બળતા હશે કંઈ કેટલાંય અહીં!
પણ, સાવધાન એ સૌને,
જીવંત સ્ટેટસ તમારું,
છે આમંત્રણ ચોરોને,
જાણ કરો છો શાને ચોરોને,
નથી કોઈ ઘરમાં અમે,
આવ તુ ચોરી કરવા!!!
મૂકો સ્ટેટસ મૂકવા હોય એટલાં,
આવીને ફરીને ઘરભેગા થાઓ જ્યારે!
મૂક્યું હોય જીવંત સ્ટેટસ, કે મૂકો પછીથી,
ક્યાં ફેર પડવાનો છે જોનારને?
આભાર.
સ્નેહલ જાની