मेंढक
સિરત ઉદાસ મને નદીનાં કિનારે આવીને ઊભી રહી. તેના મનમાં અત્યારે ડેની સાથે વિતાવેલી પળો ઘૂમી રહી હતી. જ્યારે તે પહેલીવાર તેની હવેલીમાં ડેનીને મળી હતી અને તેના માણસો ડેનીને માર મારી રહ્યા હતા તેમ છતાં ડેની એકધારી નજરે તેને જ જોઈ રહ્યો હતો. તે બનાવ કે પછી તેઓ બંને એકબીજાની સાવ નજીક આવીને એકબીજાને કિસ કરવા માટે તૈયાર થયા હતા તે બનાવ. તો વળી ક્યારેક ખુશીમાં ને ખુશીમાં તેણે ડેનીને બાથ ભરી લીધી હતી તે ક્ષણ. તો વળી ક્યારેક ડેની ગુસ્સામાં તેને છોડીને જઈ રહ્યો હતો તે નિર્દયી પળ.
દરેક બનાવ યાદ કરતી વખતે સિરતના મનમાં ડેની જ ફરી રહ્યો હતો. જો તેના વશમાં હોત તો તે અત્યારે જ ડેની પાસે પહોંચી ગઈ હોત. પણ અત્યારે તે અફસોસ સાથે ડેનીને યાદ કરવા સિવાય બીજું કંઈ જ કરી શકે એમ નહોતી.
સિરત એકદમ શાંતિથી નદીના કિનારે ઊભા ઊભા ખળખળ વહેતી નદીને નિહાળી રહી હતી. ક્યારેક લાલિમા ગુમાવીને ગરમી પકડી રહેલા સૂરજના કિરણો તેના ચેહરાને લાલ કરી દેતા તો વળી ક્યારેક સરોવર ઉપરથી આવતી પવનની લહેર તેના ચેહરાને ઠંડી શીતળતા આપી દેતી. અચાનક ત્યારે જ તેની શાંતિને ભંગ કરતો એક કોમળ અવાજ સંભળાયો.
डॉ सीमा: तो तुम भाग रही हो? अपनी जिम्मेदारियों से और अपने कर्तव्य से जो तुम्हारे पूर्वजों की ओर से तुम्हे करना था। अपने लोगों की दी गई कुर्बानियां इतनी जल्दी भूल गई तुम। क्या तुम्हे नही लगता की तुम बहुत जल्दी थक गई हो। अगर तुम्हे पहले से पता था कि तुम इतने में थक जाओगी तो इस सफर को शुरू ही क्यों किया था बताओ। अगर तुम इतनी कमजोर हो तो इतने लोगों के दिलों में उम्मीद ही क्यों जगाई थी तुमने। તે અવાજ ડૉ.સીમાનો હતો. અવાજ ઉપરથી લાગતું હતું કે સીમા અત્યારે સિરતે કરેલા કારનામાથી નિરાશ હતી.
सीरत: देखो सीमा, अगर तुम भी दीवान साहब की तरह मुझे प्रवचन देने आई हो तो चली जाओ। मैं कुछ देर अकेले रहना चाहती हू। मैं अभी किसी भी जिम्मेदारी का बोझ नहीं उठाना चाहती। डेनी की ओर जो मेरी जिम्मेदारी थी उसे तो मैं निभा नही पाई। પોતાની પાછળ આવીને ઊભેલી સીમાનો અવાજ સાંભળીને તેની સામે જોયા વિના જ સિરતે એકદમ શાંતિથી જવાબ આપ્યો.
डॉ सीमा: डेनी की जिम्मेदारी तुम्हारी नहीं थीं, ओर फिर भी तुम उसे निभा रही हो। लेकिन ये जो लोग इस जहाज में तुम्हारे साथ आएं है, उनकी ओर तुम्हारी जिम्मेदारी है और उन्ही से तुम मुंह मोड़ रही हो। ऐसा मत करो सिरत। मैं जानती हु की तुम तकलीफ मैं हो लेकिन अगर इस मोड़ पे आ कर तुमने अपनी हिम्मत खोई तो सब कुछ बिखर जायेगा। उस राज ठाकोर को तुम अपने हिस्से का काम सौंप रही हो लेकिन इसकी कोई गारंटी नहीं है कि वह तुम्हारी तरह ही हमारे लोगों का खयाल रख पाएगा। अपनों का खयाल सिर्फ अपने ही रखते है, गैर नही। સિરતને એકદમ શાંતિથી સમજાવતા સીમા બોલી. ભાવુક થઈ ગયેલી સીમાની આંખોમાંથી એક આંસુ સરીને નીચે પડ્યું. તેનો અવાજ ગળગળો થઈ ગયો પણ તેણે સિરતને કળાવા ન દીધું કે તે રડી રહી છે.
सीरत: तुम्हे वो मेंढक दिख रहा है सीमा? अभी कुछ देर पहले तक हरे रंग का था लेकिन जब हमारी बातों से आवाज आई तो उसने अपना रंग बदल कर हुबहू उस पत्थर के जैसा ही कर लिया है ताकि वो खुद की हिफाजत कर सके। उसे लगा कि शायद हम उस केलिए खतरा बन सकते है। ये वो तभी कर पाया है जब ये करना उसके बस में था। लेकिन देखो, हमने उसे फिर भी देख लिया। સીમાએ જે કંઈ સમજાવ્યું એના વિશે વાત કરવાને બદલે સિરત તેની સામે કોઈ પથ્થર ઉપર બેઠેલો દેડકો બતાવતા બોલી.
डॉ सीमा: सीरत, मैं क्या बात कर रही हूं और तुम क्या कह रही हो। और तुम कौनसे मेंढक की बात कर रही हो? मुझे तो कोई मेंढक नही दिख रहा। સીમાને ન તો તે દેડકો દેખાયો કે ન તો સિરતની વાત સમજાઈ એટલે તે બોલી. દેડકાની વાત નીકળી એટલે સિમા પણ પોતાનું રડવાનું ભૂલીને સિરત જોડે શાંતિથી વાત કરવા લાગી.
सीरत: तुम्हे पता है, हमारे पास भी ठीक ऐसा ही एक मेंढक है। उसके कितने और कैसे कैसे रंग है वो हम नही जानते, और इसीलिए हमने ये फैसला लिया है जिसके बारे में तुम अभी मुझसे बहस कर रही हो। સિરતે દેડકાની વાત આગળ વધારતા કહ્યું. જો કે તેની વાતનો સીધો અર્થ એવો જ નીકળતો હતો કે તે અત્યારે રાજ ઠાકોરને દેડકો કહીને સંબોધી રહી હતી.
डॉ सीमा: तुम क्या कह रही हो सीरत? कुछ समझ में आए उस तरह बात करो ना प्लीज। और वैसे भी मुझे नही लगता कि इस फैसले में हमारे लोगों का कोई भला हो रहा हो। સીમા હજી પણ સિરતની વાત નહોતી સમજી એટલે બોલી.
सीरत: क्या तुम्हे उस राज ठाकोर को लेकर कोई संदेह नहीं हुआ? क्या तुम्हे वो आदमी परम ज्ञानी परमात्मा की तरह सब कुछ जानता हो ऐसा नहीं लगा? इस जहाज के बारे में जब कोई नहीं जान पाया तब भी वो जानता था। हमारे बारे में वो सब जानता था। इस दुनिया के बारे में ओर यहां आने के बाद जहाज को कहां उतारना है वो भी अच्छे से जानता है। यहां से कब और कैसे हम अपनी दुनिया में जा पाएंगे उसका भी एकदम सही तरीके से लॉजिक के साथ उसके पास जवाब था। जब मैने उसे जिम्मेदारी सौंपने का जिक्र किया तो तुमने उसका चेहरा देखा था? डेनी होता तो वो यही करता रहता। उसके चेहरे के हर भाव को वो अच्छे से पहचान लेता। સિરતે હવે બધી ચોખ્ખી વાત કરતા કહ્યું. પોતાના મનમાં રાજ ઠાકોરને લઈને જે જે શંકાઓ ઉઠી રહી હતી તે બધી જ એકસાથે સિમા પાસે ઠાલવી નાખી.
डॉ सीमा: कभी कभी लगता है की इस सफर से जुड़े हर सवाल का उसके पास जवाब होता है। हम पर आने वाली हर मुसीबत का तोड़ उसके पास होता है। वैसे, सही कहा तुमने, दरअसल उसपे थोड़ा संदेह करना तो बनता है। સીમાને પણ હવે સમજાઈ રહ્યું હતું કે રાજ ઠાકોર વિશે સિરત જે કંઈ કહી રહી હતી તે એકદમ સાચું હતું. થોડીવાર વિચાર્યા પછી સિરતની સામે આવીને તે બોલી.
सीरत: कभी कभी हम जिस जगह पर होते है वो जगह ही हमारे बारे में सब हकीकत बयां करने लगती है। भले ही हमारी दुनिया में हम उस राज ठाकोर के बारे में नहीं जान पाए, लेकिन यहां हम उसके बारे में सब कुछ जान पाएंगे। हमे बस सही तरीके से कोशिश करनी होगी। સિરતે હવે રાજ ઠાકોર વિશે વાત આગળ ચલાવી. રાજ ઠાકોરને આગળની જવાબદારી સોંપવા પાછળની તેની પોતાની પ્લાનિંગ વિશે વિચારતા તે બોલી.
डॉ सीमा: सही कहा तुमने, बिलकुल उस मेंढक की तरह ही जो उस पत्थर पे बैठे हुए भी अपने बारे में सब कुछ बता रहा है। હવે સીમાને પણ પથ્થર માથે બેઠેલો દેડકો દેખાયો એટલે હસીને તે બોલી.
सीरत: सही कहा तुमने, और हां, हमारे इस खेल के बारे में कोई जान न पाए। સીમા સાથે સહમત થતાં સિરત બોલી.
डॉ सीमा: कौन सा खेल? એટલું કહેતાંની સાથે બંને ખડખડાટ હસી પડી.
सीरत: सीमा, बेशक मैं डेनी को मिस करती हु, लेकिन सिर्फ इस एक वजह केलिए मैं अपने लोगों का साथ कल भी नही छोड़ती और आज भी नही छोड़ने वाली। वैसे तुम मुझे जिस तरह समझाने आई थी ये देखकर अच्छा लगा। હવે સિરત બધી વાત સીમાને કહેવા લાગી. સીમા તેને સમજાવવા આવી એ બદલ આભાર માનતા સિરત બોલી.
डॉ सीमा: अरे, मैं तो बस यूं ही बकबक किए जा रही थी। लेकिन तुम्हे अपने लोगों की ओर अपनी जिम्मेदारियों समझाने की जरूरत ही कहां है। तुम अपनी जिम्मेदारियों से कभी दूर नहीं जाओगी इस बात का मुझे एहसास हो गया है। मुझे माफ कर दो सीरत। સિરતની વાત સાંભળીને હસતા હસતા સીમાએ કહ્યું.
सीरत: अरे, दोस्तो में ये फॉर्मेलिटी क्यूं? तुम मेरा एक काम करोगी? સિરત પણ હસીને કહેવા લાગી. પછી એક મહત્વનું કામ કરવા માટે પૂછ્યું..
डॉ सीमा: हां हां कहो न, क्या करना है मुझे? સીમાએ પણ તે કામ કરવાની સ્વીકૃતિ બતાવી.
सीरत: दीवान साहब बहुत ही इमोशनल है। वो मेरी बात नहीं समझते। अभी उन्हें कुछ मत बताना। वक्त आने पर मैं खुद उन्हें बता दूंगी। अभी हमे सिर्फ ओर सिर्फ इसी एक बात पे ध्यान देना है की आखिर राज ठाकोर ये सारी चीजें कैसे जानता है..! और उसका राज क्या है..! वो असल में है कौन..! हमारे पास खजाना ढूंढने केलिए पूरा एक साल पड़ा है। वो हम बाद में करेंगे। તેમના વચ્ચે થયેલી વાતચીત દિવાનને પણ ન કહેવા મટે સિરતે કહ્યું.
डॉ सीमा: ठीक है, जैसा आपका आदेश सरदार। સીમાએ પણ તેની વાતમાં હામી ભરી.
सीरत: और हां, मैं तुम्हारी दोस्त मीरा केलिए बहुत शर्मिंदा हु। उसके साथ क्या हुआ होगा वो तो हम नहीं जानते लेकिन हम इस वक्त उस केलिए सिर्फ दुआ कर सकते है, की वो इस वक्त जहां भी हो सुरक्षित हो ओर उसे कम से कम मुसीबतों का सामना करना पड़े। મીરા વિશે અફસોસ જતાવતા સિરતે કહ્યું.
डॉ सीमा: शुक्रिया, लेकिन शायद वो भी इस सफर की मुसीबतों से बहुत अच्छे से वाकिफ थी, इसलिए वो यहां आई थी अपनी जिम्मेदारी पे। वो यहां की मुसीबतों का सामना कर सकती है ये जान कर ही मैने उसे अपने साथ लिया था। मुझे यकीन है, वो जहां भी होगी, जिंदा होगी, सुरक्षित होगी। સીમાએ જવાબ આપ્યો.
सीरत: ठीक है, लेकिन फिर भी मैं चाहती हूं कि हमारे चार लोग जाएं और उसके बारे में पता लगाए, कि वो किस हाल में है..! अगर जिंदा है तो उसे बिना किसी मुसीबतों के हमारे पास लेकर आए। उन्हें हथियारों के साथ भेजना, ताकि अगर मीरा के साथ वो लोग भी आए हो तो वो उनका सामना कर सके। और अगर वो अकेली हो तो उसके सामने आने वाली मुसीबतों से अपनी और मीरा की जान बचा सके। સિરતે પોતાના માણસોને મીરાને લાવવા માટે મોકલવાનું કહ્યું, અને સાથે હથિયાર લઈ જવા માટે પણ કહ્યું.
डॉ सीमा: जी बिल्कुल सरदार। जैसा आप कहे। शुक्रिया। ખુશ થતા સિમા બોલી.
તેઓ બંને હવે એકબીજાને ગળે મળી અને સિરતને ત્યાં જ આ નવી દુનિયાના વાતાવરણનો આનંદ લેવા માટે છોડીને સિમા જહાજ તરફ જવા લાગી.
તેમના જહાજથી થોડે દૂર જંગલની અંદર છુપાઈને કોઈ તેમના જહાજને અને ત્યાં થઈ રહેલી હરકતોને ધ્યાનથી જોઈ રહ્યું હતું. તે એક સ્ત્રી હતી જેણે પોતાના શરીર ઉપર ખુબ જ ઓછા પણ જરૂરી હતા એટલા વસ્ત્રો ધારણ કરેલા હતા. આ વસ્ત્રો પણ કોઈ જાનવરના ચામડામાંથી અને વૃક્ષની છાલમાંથી બનેલા હોય એવું લાગી રહ્યું હતું. તેના હાથ-પગ અને ચેહરા ઉપર અલગ અલગ આકારના ટેટૂ ચીતરેલા હતા. માથા ઉપર કોઈ પક્ષીના પીછાંનો મુગટ હોય એવું પહેરેલું હતું. ગળામાં કોઈ જાનવરના દાંત અને નખનો બનેલો હાર પહેરેલો હતો. નાકને પણ કોઈ જાનવરના દાંત વડે સજાવેલું હતું.
જે પક્ષીના પીંછા તેણે પોતાના મુગટમાં સજાવેલા હતા એવા જ પીંછા વાળું કોઈ પક્ષી તેના ખભે બેઠેલું હતું. ઘણીવાર સુધી તે જહાજનું અને ત્યાંના લોકોનું અવલોકન કરતી રહી. ક્યારેક જહાજ સામે તો વળી ક્યારેક પોતાના ખભે બેઠેલ પક્ષી સામે જોઈ હસી લેતી.
તેને જોતા તે કોઈ આદિવાસી કન્યા હોય એવું લાગી રહ્યું હતું. તેના ચેહરા ઉપર જહાજ અને જહાજ ઉપરના લોકોને જોઈને અતિશય તીક્ષ્ણ એવી પોતાની જીતની ખુશી દર્શાવતી મુસ્કાન પથરાઈ ગઈ. તે પોતાની આદિવાસી ભાષામાં કંઇક બબડી અને ત્યાંથી જવા લાગી.
કોણ હતી આ આદિવાસી કન્યા..?રાજ ઠાકોરનું રહસ્ય શું હશે..?આ સફરમાં કેવી કેવી મુસીબતોનો સામનો તેમણે કરવો પડશે..?શું ડેની પેલા અંગ્રેજોને બચાવી શકશે..?
આવા અનેક પ્રશ્નોના જવાબ માટે વાંચતા રહો..ચોરનો ખજાનો..
Dr Dipak kamejaliya 'શિલ્પી'