વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 23 NupuR Bhagyesh Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 23

{{{Previously:: વિશ્વાસ : હું કહીને ગયો હતો કે હું પાછો આવીશ અને હંમેશા માટે એકબીજા સાથે આપણે અહીંયા રહીશું. તને મારી વાત પર એટલો પણ વિશ્વાસ નહતો? 

શ્રદ્ધા : તારી સાથે જ વાત કરી હતી અને તેં જ મને કહ્યું હતું કે હવે સમય બદલાઈ ગયો છે અને તારી પરિસ્થિતિ પણ બદલાઈ ગયી છે. કેવી રીતે તારી વાત હું ના માનતી? તેં જ મને તારાથી દૂર કરી હતી અને હવે તું...}}}

વિશ્વાસ : તને ખબર છે કે હું એવું કહી જ ના શકું, તારાથી દૂર થઈને હું મને કેમ દુઃખી કરું? તું જ તો છે જેણે મને મારી જાત સાથે મુલાકાત કરાવી, મને મારાંથી જ ઓળખાણ કરાવી. પ્રેમ કરતાં શીખવ્યો, જીવનને માણતાં શીખવ્યું અને હું જ તને કેવી રીતે મારાંથી અલગ કરી શકું...તારી સાથે તો  બાકીનું આખું જીવન વિતાવવાનું વચન લીધું હતું! 

તું જ મને છોડીને ચાલી ગયી, જીવનમાં આગળ વધી ગયી, રહી તો હું ગયો..ત્યાં જ! ક્યારેય આગળ વધી જ ના શક્યો, ના તારી સાથે, ના તારા વગર! ( આંખો ભરાઈ આવતાં, વિશ્વાસ વાત બદલવાનો પ્રયત્ન કરે છે. ) 

છોડ, એ બધી વાતો! એ જે કોઈ પણ હશે એને શોધી કાઢીશું. 

( વિશ્વાસ ઈમોશનલ થઇ ગયો છે એ શ્રદ્ધા જાણી ગયી હતી એટલે આગળ વધીને એને ગળે લાગી ગયી, જોરથી ભેટી પડી.) 

શ્રદ્ધા : હા, વિશ્વાસ, એને આપણે શોધી કાઢીશું. Don't worry! 

( આજે ઘણાં વર્ષો પછી એકબીજાને મળ્યાં બાદ, એમની વચ્ચેનાં અણબનાવ વિશે જાણ થઈ હતી, એ જાણીને બંનેને આજે એક અલગ જ પ્રકારની શાંતિનો અનુભવ થઈ રહ્યો હતો. ) 

શ્રદ્ધાનાં ફોનમાં રિંગ વાગી, એટલે બંને એકબીજાથી અલગ થયાં અને શ્રદ્ધા બેડ પર મૂકેલા ફોનને હાથમાં લે છે, સ્ક્રીન પર સિદ્ધાર્થનું નામ જુએ છે, વિશ્વાસ એની સામે જ આવીને ઉભો હતો, શ્રદ્ધા " સિદ્ધાર્થ છે " કહીને તરત જ ફોન ઉઠાવી લે છે. 

શ્રદ્ધા: હેલ્લો! ક્યાં રહી ગયો ? 

સિદ્ધાર્થ : હેલ્લો, હા, લેટ થઇ ગયું છે એટલે જ કોલ કર્યો. 

શ્રદ્ધા : ઓહ... તું હજુ અહીંયા પહોંચ્યો નથી ? 

સિદ્ધાર્થ : ના, હજુ અહીંયા જ છું, કારમાં કંઈક પ્રોબ્લેમ થયો છે તો ચાલુ નથી થતી, ડ્રાઈવર મિકેનિકને લેવાં ગયો છે અને મારે પણ થોડું કામ હજુ બાકી છે તો રોકાઈ જાઉં છું. સવારે બીજી કાર મોકલી દઈશ, તારા માટે. તું ડાયરેક્ટ ઘરે જ પોંહચી જજે. 

શ્રદ્ધા : ઓહ...એમ! સારું. 

વાત પતી એટલે શ્રદ્ધાએ વિશ્વાસ સામે જોયું, વિશ્વાસ પણ શ્રદ્ધાને જોઈ રહ્યો હતો.

શ્રદ્ધા: સિદ્ધાર્થ ત્યાં જ રોકાઈ ગયો છે. સવારે કાર મોકલી દેશે, મને ઘરે લઇ જવા માટે. 

વિશ્વાસ : ઓકે, કંઈક કામ આવી ગયું હશે અને એમ પણ મોડું થઈ જાય આવતાં, એટલે રોકાઈ ગયો હશે. 

શ્રદ્ધા : હા, એણે એમ જ કહ્યું. કંઈ નહીં, તું જલ્દીથી તારાં ફ્રેન્ડનો કોન્ટેક્ટ કરીને ફ્રોડને શોધવાં માટે પ્રયત્ન કરજે. જેણે આપણી લાઈફ ખરાબ કરી દીધી. 

વિશ્વાસ : હા, તું હવે એનાં વિષે કંઈ વિચારીશ નહીં. એક કામ કર, આરામ કર. સવારે નીકળીશું, ઘરે. 

શ્રદ્ધા : હા, હું મારાં રૂમમાં જાઉં. તું પણ આરામ કર. 

વિશ્વાસ : હું તને મૂકી જાઉં, રૂમ સુધી ? 

શ્રદ્ધા : ના, હું જતી રહીશ. Thank you. ગુડ નાઈટ, વિશ્વાસ. 

વિશ્વાસ : શાંતિથી આરામ કર, કોઈ ચિંતા કર્યા વગર. ઓકે. સ્વીટ ડ્રીમ્સ. 

શ્રદ્ધા હસે છે અને હવે બહાર તરફ જાય છે. વિશ્વાસ શ્રદ્ધાની પાછળ ડોર સુધી જાય છે. બંને એકબીજા સામે જુએ છે. આંખોથી જાણે કંઈ કહેતાં હોય એમ, આંખોથી જ વાત કરી શ્રદ્ધા નીકળી જાય છે. 

શ્રદ્ધા અને વિશ્વાસ, બંનેનાં મનમાં એક જંખના હતી જાણે, ફરીથી એકબીજાને ભેટી પડવાની ઈચ્છા, સ્પર્શને અનુભવવાની લાગણી, ફરીથી ક્યારે મળીશું એ સવાલ, આ રાત ક્યારે અને કેવી રીતે વિતશે એની મૂંઝવણ, ઘણાં વણઉકેલ્યાં પ્રશ્નોનો નિકાલ ક્યારે આવશે એની  અસમંજસ. અધૂરાં પ્રેમને ફરીથી પામવાની લાગણી, કોઈનાં પ્રેમને સમજવાની સુધ, જીવનને જાણવાની દબાયેલી તીવ્ર ઈચ્છા, સમજદારીઓનો બોધ, અને બીજું ઘણું બધું જે કદાચ, હું કે તમે એમની આંખોમાં વાંચી કે જોઈ નહીં શકીએ. છતાં બંને ફરીથી મળવાની ઈચ્છા સાથે આંખોથી વાત કરી વિદાય આપી. શ્રદ્ધા ધીરે પગલે વિચારોમાં રૂમ પર જવા નીકળી, શ્રદ્ધા દેખાતી બંધ ના થઇ ત્યાં સુધી વિશ્વાસ ત્યાં જ ડોર આગળ ઉભો રહ્યો.