ફરે તે ફરફરે - 44 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફરે તે ફરફરે - 44

 

ખરુ પુછોતો મેક્સીકન ફુડ સહુથી હેલ્ધી ફુડ છે અને મેક્સીકનો જેને અંહીયા

સહુ મેકલા કહે એ લોકો રહેનેકો ઘર નહી  સોસીયલ સીક્યોરીટી કાર્ડ નહી

નાગરિકતા નહી  બેકમા એકાઉન્ટ નહી સખત મજુરી કરનારો વર્ગ ..

પહેલાં નિગ્રો ઉર્ફે કાળીયા ગુલામો લાવ્યા ને આખું અમેરિકા જંગલમાંથી મંગલ કરાવ્યુ.. બેહદ ત્રાસ આપે,સાંકળથી વાડામાં બાંધી રાખે થોડુક ખાવાનું આપે .. પણ કોમ એટલી જીંદાદિલ હતી કે રડવાને બદલે રાત્રે ગીતો ગાતા હતા એવા હલકદાર કંઠ કે તમે આફરીન પોકારી જાવ એ ગુલામોને બસો વરસે આઝાદી આ ગોરીયાએ આપી.. મોટાભાગનાં લુટારા ડામીસ માણસોએ ઇંગ્ન્ડ ફ્રાંસ સ્પેન ઇટાલી ને બાકી પોર્ટુગીઝ અમેરીકા કબજે કરવા નીકળ્યા ત્યાર બંદુકો દારુગોળો સહુ પાંસે ભરપુર.. સૌથી પહેલા મુળ અમેરીકાના લાખે રેડ ઇંડીયન તીર કામઠાને ભાલાં વાળાની કતલ કરી ભગાવી કબજો શરુ કર્યો.. પછી ગુલામો ખરીદી લાવ્યા.. નો કમકમાટી ભર્યો ઇતિહાસ  વાંચી આપણને હિંદુસ્તાન  ઉપર મુસલમાનોનાં  મુગલોનાં હુમલા  સાવ સામાન્ય લાગે… જેવો અમેરિકા રહેવા જેવો દેશ થયો  બે ભાગમાં વહેંચાયો જેમા બ્રિટિશરોએ કેનેડા અને છેક નીચે દક્ષિણ સુધી યુ એસ બન્યુ એ કથા બહુ લાંબી પણ હવે વિકાસમાટે લેબર લાવવા ક્યાંથી .. ? લાલચમાં મેક્સીકનો સારુ રહેવા મળશે ડ્રગમાફીયાના ત્રાસથી બચવા જંગલ રસ્તે અમેરિકામાં ઘુસતા ગયા.. 

એક નંબરના પાજી અમેરિકનોએ એમને નાગરીક ન બનાવ્યા.. ચાલો ભાગો અંહીથી કહી ને મજબુરીનો લાભ આજ સુધી લીધો છે . ન સીટીઝન શીપ નો પરમીટ નો ગ્રીન કાર્ડ નો બેંક એકાઉન્ટ કોઇ લાઇસન્સ નહી .. બિચારા રોકડા ખીસ્સામા લઇ ફરતા હોય… કોઇ ઇજ્જત નહી..

એમનો ખોરાક એટલે કાગળમા વિટેલો બરીટો (મકાઇ ચોખાના લોટની રોટલી 

વચ્ચે શાક જેમા કઠોળ પણ હોય) .ઇંડીયામા ગરીબ દાડી કરતા મજુરોનો

રોટલો ને ડુંગળી કે લસણની ચટની મુંબઇ બાજુ રોટલી વચ્ચે કાંદા બટેટા

નુ શાક  સુક્કીભાજીનું શાક ને લસણ ચટની કે કાંદો બિહાર બાજુ સત્તુ ઉપર જીવન ટકે છે ......મેકલાને જીવવુ હોયતો બે બાજુથી મોત વચ્ચે મેક્સીકોની વાડ કુદી જંગલ રસ્તે અમેરીકામા દસકાઓથી અવિરત પ્રવાહ વહે છે હવે તો એમના સંતાનો પણ મોટા થયા

ભણ્યા અને નોકરીઓ પણ કરે છેપચાસ ટકા ઉપર નાગરીક બની ગયા છે. એ વરવી વાત યાદ આવી પાછા દેખાવમાં આપણા ઇંડીયન જેવા..!મોઢા થોડા નેપાળી જેવા. મસલ્સ મજબુત ગમ્મે તેવા મજુરીના કામ એ જ કરે ગોરીયો કાર્પેન્ટર હોય તો હેલ્પર મોકલો જ હોય..ટ્રંપકાકા જેવા ખેપાનીએ અત્યારથી ફરીથી ધમકી ચાલુ કરી છે એ ચાલીસ લાખ મોકલાવે પાછાં મોકલવાના જાસા આપે છે પણ અસલ ગોરીયાવને હાર્ડ વર્કનુ કામજ નથી કરવું .. એ સહુ જાણે છે પણ આવા મેક્સીકનો મનમાં હસે છે “ કલ્લો બાત ..!

મે્સીકન ફુડની સૌથી મોટી ચેનસ્ટાર મારી ગમતી "ચીપોટલે "પણ ઘર સામે જ છે

હવે તો મોટા ભાગના નોકરીયાત ગોરીયા ઇંડીયનો માટે સસ્તુ ભાડુ સીધ્ધપુરની જાત્રા

જ ગણવાની.બરગર એક કે બે ડોલરમા મળે તો સબવે છ ઇંચ બે ત્રણ

ડોલરમા પેટ ભરાય પણ આવુ પોસ્ટીક નહી.અમારે ત્યાં મેકલો કામ કરવા 

આવ્યો તે સાથે બરીટો લઇને આવ્યો હતો અમે બરગરની ઓફર કરી તો ના 

પાડી હતી એ યાદ આવી ગયુ.

લાંબુ જયપુરી જેવું ભરેલું  મરચુ ... અંહીયા કેટલા ટાકો જોઇએ છીએ તેનો આર્ડર કરે  મરચાની અલગ ડીશનો આર્ડર કર્યો એ દરેક પ્લેટ સાત આઠ થી દસ ડોલરની હોય કેની સાથે સલાડ ચટણીઓ આવાકાડો દંહી સહુ માટે ટાકોના (રોટલીના) ગરવા આવ્યા  જે કોમ્લીમેન્ટરી ગણાય  ચીપ્સ જીપના કોઇ પૈસા નહી ખલાસ થાય એટલે પાછી સૂપડી લઇ નાખે જાયબે મોટા તબકડા ભરીને સલાડ અને  ટમેટાભાતવાળુ શાક બટેટાનુ ગ્રેવીવાળુબિન્સવાળુ શાક ઉપર મોળુ દંહી ઉપર આવાકાડો એમ બધુ ભરપુર

પ્રોટીનવાળુ ભરપુર ભોજન ખાવા મળ્યુ ત્યારે ઘોડા સાથે ગધેડો ચાલે

તો ગધેડો પણ રેવાળી ચાલે ચાલે ... મને હવે ખાત્રી થઇ ગઇ કે હુ પણ મેક્સીકનનો ફુડનો આશિક થઇ ગયો છુ...... આ મેક્સીકન ફ્રેકીને ટાકો અને બિન્સ કહેવાય એવુ બધુ જ્ઞાન મગજમાં ઠાલવતો ગયો … ઠાકોરજીની કેવી કૃપા કે દિકરાને અમારા વગર ત્યાં ગમતું નથી દર બે વરસે જવું પડે .. બન્ને સંતાનો દાદા દાદીને વળગે એ દ્રષ્યથી એની આંખ હવે ભીની થઇ જાય છે.. સહુને ખબર પડતી જાય છે કે મુસાફર તરીકે મોજ માણી લઉં પણ સામેછેલ્લો પડાવ  ધીરે ધીરે નજીક આવતો જાય છે …ઓહ નો ઇમોશનલ…

આવતા અઠવાડીયે બનાના લીફ....!ઇડલી સંભાર કર્ડ રાઇસના સપનાઓ રાત્રે આવ્યા છે