ફરે તે ફરફરે - 37 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફરે તે ફરફરે - 37

"ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથી પાંચ મીનીટ

દૂર  જોગર્સ પાર્ક છે પણ જતા નથી .જ્યાં જાવ ત્યાં સ્કુટર કે ગાડી .એટલે

એક્સસરસાઇઝ સાવ બંધ છે , પેટ ફુલીને દડો થઇ ગયુ છે હવે મોડુ થશે તો ફુટબોલ રસ્તા ઉપર રડવડશે..”

ભાઇ મેં છેલા પાંચ વરસમાં આ રડવડ શબ્દ વાપર્યો નથી .. મારુ પેટ હું ઉંચકુ છુ તું નહી.. હશે બે ઇંચ વધી ગયુ હશે પણ નોટ વેરી સીરીયસ.. બાકી તને અને બેનને મોકે પર ચટકા મારવાની ટેવ પડી ગઇ છે.. પહેલે અપને ગીરેહબાનોમે નજર કરો ..”

“ મારું તો ફ્લેક્સીબલ છે  ડોન્ટ વરી .. પાછલું સાઇક્લીંગ ચાલુ કરીશ એટલે વજન કન્ટ્રોલમાં આવી જશે પણ તમારું શું ? મારી વાત માનો  અંહી અમેરીકામા ચાલો કે જીમમા જાવ.”

કીપ યોર સેલ્ફ ફીટ...અત્યારે તમારી હાલત એવી છેકે હવે થોડુ ચાલો છો ત્યાંજ ટાંઇ ટાંઇ ફીસ થઇ જાવ છો  માટે વોક કરો વોક."ઓવર એન્ડ આઉટ ...”

“જય શ્રી કૃષ્ણ..."

  અમે જ્યાં રહીએ છીએ તે ડાઉન ટાઉનના આ કોમ્લેક્સમાં જ જીમ છે નાની લાઇબ્રેરી છે મીડીયમ સાઇઝનો સ્વીમીંગપુલ તે જોવા અમે રવીવારે  ગયા . ડાઉન ટાઉનનો આ એરીયા બહુ પોશ કહેવાય. મોટાભાગે ગોરીયાઓની  વસ્તી .  એ લોકોનાં સો વરસ પહેલાં વિશાળ ફાર્મહાઉસ જેવડા બંગલાઓમાં આજે પણ કેટલાક ગોરીયા રહે.. ચાર પાંચ કુતરાઓ રાખ્યા હોય. બે ચા ઘોડા હોય .. બે ત્રણ ગાડી હોય .. વિશાળ સ્વીમીંગપુલ હોય ટુંકમા જાહોજલાલીમાં રહેતા હોય છે.. જેમને પૈસાની રોકડી કરવી હતી તેમણે અમે જેમા રહેતા હતા તેવા બસો જેટલા એપાર્ટમેન્ટ વાળુ જાયંટ કોમપ્લેકસ બનાવી નાખ્યા હતા..  હવે અમારા કોંપ્પ્લેક્સમાં પણ મોટા ભાગના ગોરીયા.. નીચે સ્વીમીંગ પુલ પાંસે રાઉંડ મારતી વખતે ગોરીગોરી મેડમ ટુ પીસ બીકીનીમાં  મસ્ત ડ્રાઇવર મારતી હતી .  તેનો ગોરધન લોંગ ચેરમાસ્વીંગપુલ બાજુમાં બીયરનો મગ ભરી બુક વાંચતો આડો પડ્યો હતો.. નાના ભુરીયાઓ પણ સ્મીંગપુલમાં કૂદાકૂદ કરતા હતા .. ટુંકમાં બાપાને મન થઇ ગયુ કે  આ ઇડલી ઇ મઢમ પટર પટર ચાલતી પાણીમાં ધૂબાકા મારે ને આપણે તો એમાંથીયે ગયા ? કાઠિયાવાડનું ખમીરવંતુ લોહી રગરગવા માંડ્યું… કાલથી જ હાલો કુદકા મારીએ… દિકરો ખુશ ખુશાલ.. પૌત્ર પણ મારી જેમ સ્વીમીંગ માટે તૈયાર હતો ..ગુજરા જમાના યાદ આવી ગયા...કુસ્તીમા બીજો નંબર આવેલો...(એ અલગ વાત છે કે વજન કેટેગરીમા હું અને રમણ ચચ્ચા બે જ હતા એટલે ખાસ કુસ્તી જેવુ થયુ જ નહોતુ .મે તેલ ખુબ લગાડી તેને થોડો થકવી દીધો પછી માટી હાથમા ચોળીને જાંઘ ઉપર થપાટા

મારતો આવ્યો ત્યારે પહેલી વાર હું સાઇડમા હટી ગયો ..મારા બે ચમચાઓ એ 

વાહ કરી એટલે ભુરાયો રમણ મને ધોબી પછાડ આપી ચિત કરી ગયો ) 

આવુ જ સ્વીમીંગ પુલનુ અમરેલી ગાંધીબાગમા ઉદઘાટન થયુ તે જ દિવસે  મારા

અખાડીયન ગુરુ છેલભાઇએ મને સીધ્ધો આઠ ફુટમા નાખી દીધો....મારી

ચીસાચીસ કોઇએ ન સાંભળી  એમા મે ઘણી ધમકી આપી બાપાને કહી દઇશ

પણ છેલ્લે મારે હાથ પગ હલાવવા પડ્યા ને ઇતિ હી શ્રી રેવા ખંડે સ્વીમીગ

અધ્યાય સમાપ્ત .આવડી ગયુ બસ...

આવા બધી તક  મળે ત્યારે આપણી મોટી લંબી લંબી છોડી દેવાની ..

બસ પછી સ્વીમીંગ બીજા દિવસથી ચાલુ કર્યુ એટલે ૪૫ વરસથી જકડાયેલા

સાંધામા કડેડાટી બોલી ગઇ...

અને આજે જ મારા સગા  સાળાજી એ મને સવાર ફોન કર્યો . ..."શું ચાલે છે ?"

“હાથ પગ અને જીભ ..."

“મગજ ?"

“આ પ્રશ્ન છે ? કે આમને આમજ પુછ્યુ ?"

“મારી બેન ને આપો તમને નહી સમજાય ...."

“જો  બેન તમે બન્ને  અને અમે બન્ને આજે  ડાઉન ટાઉનમાં ફરવા સવારે દસ વાગે નિકળવુ છે તૈયાર રેજો ચાલવુ પડશે એટલે શેઠને કહી રાખજે .ચાલ મુકુ "

કલાક પછી સાલારામ મંડળી આવી  અને તેમની સાથે ગાડીમા બેઠા .

“બનેવીલાલ  વદ્યા “અમે અટલા પચ્ચીસ વરસથી અંહીયા રહીયે છીયે પણ અમે

ક્યારેય  આ ટનેલમાં ગયા નથી...આતો છોકરાવ નોકરી કરે એટલે એને ખબર હતી...

હવે ડાઉન ટાઉનમા  પાર્કીંગના ભાવ સાંભળો તો ધ્રુજી જાવ...કલાકના દસ

ડોલર...”અમે  અમારા સગાને ત્યાં ગાડી પાર્ક કરી ને પહેલી વાર ઉબેર કરી આઠ

ડોલરમા ફારગો બિલ્ડીગ પાસે હોટેલ હયાત નજીક ઉતરી ફરતા ફરતા

અંડરગ્રાઉન્ડમા ટનેલમાં પહોચ્યા ત્યારે ખબર પડી કે આ મુંબઇના નરીમાન પોંઇટ

જેવા  અનેક બિઝનેસ ટાવર્સને ઇંટર કનેક્ટેડ ટનેલનુ ૧૬ માઇલનુ ઝાળુ છે તેમા

પાછુ શોપીગ ખાનાપીના એરીયા દરેક ટનેલમા છે અમે રેડ સહુથી લાંબી  

ટનેલ ન પકડી અમાર પગની દયા ખાધી.યેલો અને બ્લુ લાઇન ટનેલમા 

ઓ સાથી ચ..લ મુઝે લેકે સાથ ચલ તુ  જમણી બાજુની સાઇડ નિયમ પ્રમાણે

પકડી'ઢાળે ઢાળે ઢળી ગયો હું 'મારી  જ પંક્તિ ગણગણતો હતો ...કોઇ 

સાંભળનાર નહોતુ કોઇ “વાહ  “ન કહેનાર ન કોઇ અંગુઠા આપનારુ . ન વાહ વાહ.