સિંદબાદની સાત સફરો - 1 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

સિંદબાદની સાત સફરો - 1

અરેબિયન નાઇટ્સ શ્રેણીમાં અનેક હેરત ભરી વાર્તાઓ છે. એમાં આ એક પરાક્રમની કથાઓની શ્રેણી સિંદબાદની સાત સફરો. એ બાળકો, કિશોરો અને મોટાંઓમાં પણ ખૂબ લોકપ્રિય છે. તે સાતેય સફરો અહીં પ્રસ્તુત કરું છું.

એક મજુર હતો. એનું નામ હિંદબાદ. એ  ખૂબ મહેનતુ અને પ્રમાણિક હતો પણ  એની ખૂબ લાંબી જિંદગીમાં નસીબે યારી આપેલી નહીં.  એ માથે બોજ લઈ એક થી બીજી જગ્યાએ લઈ જતો અને એના બદલામાં જે મજૂરી મળે એનાથી સંતોષ પામતો. 

એક દિવસ ભર બપોરે માથે મોટો બોજ લઈને એક થી બીજે ઠેકાણે આપવા જતો હતો. ખૂબ તાપ હોઈ એણે એક મોટી હવેલીના ઓટલે બોજ મૂકી થોડો થાક ખાવા વિચાર્યું. એ બોજ મૂકીને બેઠો ત્યાં એ હવેલીમાંથી સુંદર સંગીતના અવાજો આવ્યા. કેટલાક લોકો ખૂબ આનંદથી હસી હસીને વાતો કરતા હોય એવું લાગ્યું. તેણે મકાનની પાછળ દૃષ્ટિ કરી. નોકરો મોટાં તપેલાં માં શરબત સાથે બરફ હલાવી રહ્યા હતા. થોડી વારમાં એક મોટી ટ્રે માં એના ગ્લાસ ભરી અંદર લઈ ગયા. બારણું ખૂલતાં મકાનમાંથી ઠંડી હવાની લહેર આવી. ખસ ની ટટ્ટી ઉપરાંત પાણીનો ધીમો છંટકાવ થતો લાગ્યો. અંદર ઉમરાવ લોકો આનંદ પ્રમોદ સાથે મિજલસ કરતા હોય એવું લાગ્યું.

હિંદબાદ થી એક નિઃસાસો નખાઈ ગયો.

“યા અલ્લાહ, આ ઉમરાવનાં નશીબ કેવાં સારાં કે એ આ ધગધગતી બપોરે પણ ઠંડી હવા લેતો મઝા કરે છે!  

 અને મારાં નશીબ કેવાં ખરાબ, મેં કોઈ પાપ કર્યું નથી, શેઠિયાઓએ જે આપ્યું એ લઈ સંતોષથી એમનું ગમે એવો વજનદાર  બોજ એક થી બીજે પહોંચાડ્યો છે, છતાં મને પેટ પૂરતું ખાવા પણ મળતું નથી અને તડકે મજૂરી કરવી પડે છે!”

એનાથી ‘યા અલ્લાહ‘ કરતો પ્રલંબ નિઃસાસો નખાઈ ગયો. હવેલીમાં બેઠેલા લોકોમાંથી કોઈએ નીચે જોયું અને શેઠનું ધ્યાન દોર્યું.

ઉપર એ હવેલીના માલિક સિંદબાદે એ સાંભળ્યું. એણે એના માણસને મોકલી હિંદબાદ ને ઉપર બોલાવ્યો.

હિંદબાદ ગભરાઈ ગયો. સિંદબાદ સામે ઝૂકીને કુરનીશ બજાવી કહે “માફ કરો ઉમરાવ, મારો હેતુ તમને ભાંડવાનો ન હતો. આ જન્મે મારું નસીબ ખરાબ અને તમારું સારું. બીજું શું? હું તમારું બૂરું ઈચ્છતો નથી. મને  જવા દો.”

સિંદબાદે તેને આશ્વાસન આપી પોતાની સામે બેસાડ્યો અને કહ્યું “તારી વાત અમુક અંશે સાચી છે. પણ એક વાત સમજી લે. નશીબ માત્ર રસ્તો બતાવે છે. મહેનત અને જોખમ લઈએ તો જ પૈસો મળે છે અને એનાથી મળેલી અમીરી સાચવવા સતત જોખમો લેવાં પડે છે, સતત નવુંનવું  વિચારી મહેનત કરવી પડે છે.

મને નશીબ ફળ્યાં  હશે પણ હું કેટલી વાર મોત નાં મોં માં થી માંડ બચ્યો છું તે તને કહું?”

હિંદબાદ તેની સામે જોઈ રહ્યો. તેને કામ આપતો કોઈ શેઠ તેને માનથી બોલાવતો ન હતો ત્યાં  આટલો મોટો ઉમરાવ તેને સામે બેસાડી માન થી વાત કરે છે?

તેણે ફરીથી સિંદબાદને કુરનીશ બજાવી અને કહ્યું કે મેં તો ભારે માલનો બોજો  ઉપાડવા સિવાય કાંઈ કર્યું નથી. મને તમારાં સાહસોની વાત જરૂર કરો.

સિંદબાદે પોતાના મિત્રો સામે જોઈને કહ્યું કે તમને બધાને પણ મારી જિંદગીની આ વાતો ખબર નહીં હોય. એમ કહો, મારી સાત જિંદગીની.

મેં  ખૂબ જોખમભરી સાત  સફરો  ખેડી છે. દરેક વખતે કોઈ માને નહીં એવી દુનિયા, એવા ભય અને એવાં જોખમોનો સામનો કર્યો છે. તો કરું છું મારી વાત.”

તેણે હિંદબાદને  સારું ખાવાનું અને ઠંડુ શરબત આપ્યું અને કહ્યું કે કાલે પણ દિવસ ઢળે તું આવજે. મિત્રોને કહ્યું કે તમે બધા પણ આવજો.

બીજે દિવસે બધા એ જ રીતે મજલીસમાં એકઠા થતાં સિદબાદે પોતાની પહેલી સફરની વાત શરૂ કરી.