એન્ડ્રોઇડ યુઝર પર ખતરો Siddharth Maniyar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એન્ડ્રોઇડ યુઝર પર ખતરો

ક્વોલકોમ કંપનીના ૬૪ વેરિએન્ટના પ્રોસેસરમાં વલ્નેરેબિલિટી ડિટેક્ટ થઇ
વિશ્વભરના એન્ડ્રોઇડ યુઝર પર હેકિંગનો ખતરો
સેમસંગ, ઓપ્પો, મોટોરોલા અને વનપ્લસમાં ઉપયોગમાં લેવાતા સ્નેપડ્રેગન પ્રોસેસર અસરગ્રસ્ત

ભારત સહિત વિશ્વભરના એન્ડ્રોઇડ ફોન યુઝર્સ પર હેકિંગનો ખતરો મંડરાઇ રહ્યો છે. વિશ્વભરના એન્ડ્રોઇડ મોબાઇલ ફોનના ચિપસેટ ક્વોલકોમ કંપની દ્વારા બનાવવામાં આવે છે. ત્યારે એક અહેવાલ અનુસાર ક્વોલકોમે સ્નેપડ્રેગન પ્રોસેસર પર કામ કરતા એન્ડ્રોઇડ સ્માર્ટફોન સાથે સંકળાયેલા જાેખમો વિશે દસ્તાવેજ જાહેર કર્યો છે. જેને ઝીરો-ડે વલ્નેરેબિલિટી કહેવાય છે. જેનો અર્થ એ થાય છે કે, પ્રોસેસરમાં આવેલી સમસ્યાનું નિરાકરણ આવે તે પહેલા જ તેને ઓળખી લેવામાં આવી છે. જેનો ખોટો ફાયદો હેકર્સ લઇ રહ્યા છે.
ક્વોલકોમના સ્નેપડ્રેગન પ્રોસેસરમાં આવેલી વલ્નેરેબિલિટીનું કોડનેમ સીવીઇ-૨૦૨૪-૪૩૦૪૭થી ડિઝાઈન કરવામાં આવ્યું છે. જે ક્વોલકોમ ચિપસેટ્‌સના એક ખાસ કંપોનન્ટમાં જાેવા મળે છે. જે હેઠળ ૬૪ કરતાં વધારે ચિપસેટ પ્રભાવિત થયા છે. ક્વોલકોમેે તેની યાદી પણ જાહેર કરી છે. જેમાં સ્નેપડ્રેગન ૮૬૫, સ્નેપડ્રેગન ૮ જેન ૧, ૮ જનરલ ૩નો પણ સમાવેશ થાય છે. આ ચિપસેટ સેમસંગ, ઓપ્પો, મોટોરોલા અને વનપ્લસના ફોનમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તે ઉપરાંત ફાસ્ટ કનેક્ટ ૬૭૦૦ જેવા પ્રોસેસિંગ યુનિટમાં વધારાના ચિપસેટ્‌સ પણ ઓફર કરાય છે. જે વાઇ-ફાય અને બ્લૂટૂથ જેવા ફંક્શન માટે ઉપયોગી હોય છે. ક્વોલકોમને આ વલ્નરેબિલિટી જાણ થતાં જ, તેણે તેના માટે સિક્યુરિટી અપડેટ રોલ આઉટ કર્યું છે. આ પેચ ફોન ઉત્પાદકો સાથે શેર કરાયો હતો. બાદમાં કંપનીઓએ તેને યૂઝર્સ માટે રોલઆઉટ કર્યો હતો.

ફોન હેકિંગ વિષેના ૭ સંકેતો
ફોન સ્પીડ : જાે ફોન સામાન્ય કરતા ધીમો ચાલતો હોય તો ફોનમાં વાઇરસ અથવા કોઈ મેલિસિયસ પ્રોગ્રામ ઇન્સ્ટોલ થયો હોય શકે છે, જે ફોન અને યુઝર્સના પરફોર્મન્સને નુકસાન કરે છે. કેટલીક વખત ફોનની ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ થવાના કારણે પણ સ્પીડ અને પરફોર્મન્સ પર અસર થતી હોય છે.
ફોન ગરમ થવો : યુઝર્સનો ફોન ઘણીવાર ખૂબ ગરમ થઈ જતો હોય છે. અમેરિકન ઇન્ટેલ ટેક્નોલોજી એક્સપર્ટનું માનવું છે કે, યુઝર્સના ફોનમાં કોઈ પ્રકારની મેલિસિયસ એપ્લિકેશન બેકગ્રાઉન્ડમાં ચાલતી હોવાથી આવું બની શકે છે.
અજ્ઞાત મેસેજ : અન્ય યુઝર્સને તમારા તરફથી મળતો મેસેજ તમે નથી મોકલ્યો તો સમજી જવું કે, તે હેકર્સનું કામ છે. કેટલાક પ્રસંગોમાં યુઝરના લાગતા-વળગતા લોકોને ફોન હેક થયાનો મેસેજ યુઝર કરતા પહેલાં મળે છે. જાેકે આ પ્રકારના મેસેજ યુઝર્સને સીધા મોકલાતા નથી. આવી સ્થિતિમાં માત્ર ડીલીટના વિકલ્પ પર જ વિશ્વાસ રાખવો જાેઇએ. આ પ્રકારના એટેક, એસએમએસ અને વોટ્‌સએપ ઉપરાંત ઇ-મેઇલ મારફતે પણ થતાં હોય છે. અજ્ઞાત નંબરથી આવતા મેસેજ કે અજ્ઞાત એડ્રસથી આવતા ઇમેઇલમાં આવતી લિંક ક્યારેય ઓપન ન કરી તેને ડીલીટ કરો.
ન્યુ વિન્ડો : કેટલીકવાર વાઇરસ જાહેરાત સ્વરૂપે મોકલાતા હોય છે. આવા સમયે વાઇરસ યુઝર્સને મોબાઈલની સ્ક્રીન પર નવી વિન્ડો અથવા ટેબ પર લઈ જાય છે. કમ્પ્યુટરની ભાષામાં તેને પોપ અપ્સ કહેવાય છે. સાયબર સિક્યુરિટી એક્સપર્ટના જણાવ્યા અનુસાર જેમ કોમ્પ્યૂટરમાં ઈન્ટરનેટને કારણે નવા ટેબ્સ ખુલી જાય છે બસ તેવી જ રીતે નવા ટેબ્સ ફોનમાં પણ ખુલે છે. બસ તેનાથી સાવચેત રહેવાની જરૂર છે.
નવી એપ્લિકેશન : વિશ્વસનીય હોય એ જ એપ ડાઉનલોડ કરો. ઘણી વખત ઇન્ટરનેટ પેક વહેલા પૂર્ણ થઇ જાય છે. કારણ કે, અજાણી એપ્લિકેશન વધારે ડેટા એક્સેસ કરતી હોય છે. જેથી એપ્લિકેશનની વિશ્વસનીયતા ચકાસ્યા બાદ જ મોબાઇલ કંપનીના એપ સ્ટોર અથવા ગૂગલ એપ સ્ટોર પરથી જ એપ્લીકેશન ડાઉનલોડ કરવી જાેઇએ નહીં કે, કોઇ અજાણ્યા સોર્સ પરથી.
બેકગ્રાઉન્ડમાં અવાજ ઃ યુઝર્સના ફોનમાં બીપ અથવા એના જેવો કોઇ અમાજ સતત આવે તો ચેતી જજાે. એનો અર્થ એ થાય છે કે, તમારો કોલ રેકોર્ડ થઈ રહ્યો હોવાની શક્યતાઓ સૌથી વધુ છે. ઘણીવાર ઇન્ટરનેટ પર કામ કરતી વેળાએ અચાનક વિચિત્ર અવાજાે શરૂ થઇ જતાં હોય છે. તેમજ વેબ-પેજ પર અનિચ્છનીય અને અસામાન્ય ટેબ ખુલી જતાં હોય છે. આ એટલે થાય છે કારણ કે હેકર યુઝરના ડિવાઇઝને કંટ્રોલ કરતા હોય છે.

મુશ્કેલીથી બચવા શું કરવું જાેઇએ?
-ફોનમાં વિશ્વસનીય કંપનીનું એન્ટી-વાઈરસ ઇન્સ્ટોલ કરો
-જે એપ્લિકેશન્સને તમે ઇન્સ્ટોલ નથી કરી તેને દૂર કરો
-મફત વાઇ-ફાઈની લાલચમાં બધી જગ્યાઓ ફોન કનેક્ટ ન કરો
-ફોનનો પાસવર્ડ કોઇ અનુમાન લગાવી ન શકે તેવો રાખો
-પોપ-અપ્સ પર ભૂલથી પણ ક્લિક ન કરો
-ઇન્ટરનેટ ડેટાને ટ્રૅક કરો