ઈસ્વરીય શક્તિ
જય માતાજી આપણે આજે વાત કરવી છે ઈસ્વરીય શક્તિ ની પહેલી મારી પોસ્ટ એવી છે. જે અંતર ના ઊંડાણ થી કલાકો દિવસો વર્ષો થી સંઘરેલી હ્દય થી વલોવાય ને નિકળતા શબ્દો. અનુભવેલાં શબ્દો આપણે ઈસ્વર ને નાળીયેર અગરબત્તી દિવા હોમ હવન સુધી જ જેવી જેની વિચારશ્રેણી ત્યાં સુધી સિમિત બનાવી નાખ્યો છે. ક્યાંક માનતા રહી જાય અને ભુલાય જવાય કંઈક એવી ઘટના બને તો એમ થાય ઓલી માનતા ભુલાય ગઈ એમા આમ થયું એમા દુખ આવ્યું પણ ખબર નહી આપણી વૃતી પ્રમાણે ક્યાંક ઈસ્વર ને એ ક્ષણે સેતાન નું સ્વરૂપ આપતા હોય એવું નથી જણાતું શું?
શું ઈસ્વરીય શક્તિ ત્યાં સુધી જ સિમીત છે. આગળ નહી? ઘણા બધા સવાલ ઉપસ્થિત થયા? ઈસ્વર પરમ પિતા પરમાત્મા અનંત બ્રંહાડ નું સર્જન કર્યું છે આપણી એટલી સમતા પણ નથી એટલી કલ્પના પણ નથી કરી શકતા એની ગતી ક્યાં સુધીની છે? વિશ્વ ના તમામ મનુષ્ય ની એક સાથે ખોપડી થઈ વિચારીએ તો પણ એની ગતી એને શું જાણી શકાય ખરા? જેને અનંત બ્રંહાડ નું સર્જન કર્યું શું એને આપણે નાનકડી બાબત સુધી જ સિમીત રાખીશું? આપણી કલ્પના ની બહાર છે એ હા આપણી ઈચ્છા ભાવ પ્રમાણે એને કહ્યું હું જેવો જેનો ભાવ એવો સાકાર પણ છું અને નિરાકાર પણ છું. અને એ ક્યાં નથી!? અણું અણું પરમાણું માં પણ રહેલો છે. એને નાતો કોઈ પ્રિય છે કે ના કોઈ અપ્રિય કોઈ પુજા પાઠ કરે તો એ પ્રિય અને એને ગાળુ આપે એ એને અપ્રિય એવું થોડું છે એ બન્ને નું જતન કરે છે. પણ અંતર ના મન થી જોવો એ ક્યાંય દુર નથી જણાતો. એને ક્યાંક જોવા જવું એવું નહી રહે. શું એના અસ્તિત્વ વિના આપણે રહેવું આપણી ક્ષમતા રહેલી છે આપણા માં? માત્ર એક દેહ માં ચેતન એવું તત્વ શું હતું જે બહાર નિકળી જવાથી આ દેહ પલવાર માં કિળા ખદબદતા થઈ જાય છે ક્યારેય વિચાર્યું છે? ઈસ્વર શક્તિ કાળ જેને સમય પણ કહી શકાય એમ કાળ ની ગતી કાળ જાણે એની ગતી એજ જાણે છે. આપણે જાણી લિધો જોય લિધો કે એને પામી લિધો એ કહેવું વ્યર્થ છે. આપણી સમતા ની બહાર છે. હા આપણે એના અંશ છીએ અંતર આત્મા માં જ્યોત સ્વરૂપ એ બિરાજે છે જેણે કોઈ પણ કામ મદ લોભ અહંકાર કોઈ એને હણી નથી શકતો અને કોઈથી હણાતો. આપણું મન જ્યાં ત્યાં લઈ જાય છે..ઘણા બધા તર્ક વિતર્કો કર્યા એક કર્તા છું એવું અભિમાન પણ હતું એ બધુંય ઓગળી ગયું. એને જાણવા જોવા ચમત્કાર ઘણી બધી ઈચ્છાઓ પર પુરણવિરામ લાગી ગયું. એક નાનકડી સહજતાથી સ્વીકારી લિધું કર્તા એ છે. હું નહી શરણાગતિ એના શરણે જવા માં આનંદ છે. આ માર્ગ દોડવાથી નહી પણ ઉભુ રહિ જવાથી મળી જાય છે. સરળ લાગે એટલો સરળ પણ નથી. અને અઘરો પણ નથી કારણ કર્તા નું અભિમાન મન સ્વિકાર કરવા માં ઘડીક વૈરાગ્ય તરફ તો ઘડીકમાં રાગ તરફ લઈ જશે. મન ને સ્થીર કરવું પડશે. પહેલા . ઈશ્વર શક્તિ બધુંય કાળ ની ગતી સમય કરે છે. પણ એ નિર્દોષ ની જેમ વર્તે છે. ક્યાંય કાળે આ કર્યું એમ નહી જણાય અકસ્માત થયો કોઈ ઘટના ઘટી એના કારણ અલગ અલગ રીતે દર્શાવવામાં આવશે. પણ કોઈ એમ ચોક્કસ નહી કહે. આ કાળે કર્યું એ કરે છે છતાં પણ એ નથી કરતો એને સર્વપરી સર્વેશ્વર સર્વ શક્તિમાન છે. એ હણનાર માં પણ એ છે હણેલા માં પણ એજ છે.. એની ગતી અનંત છે અપાર છે. આપણે દાવો ના કરી શકીએ કે કોઈ કલ્પના કે. ઘણા બધા પ્રશ્ન પણ થાય કેમ આવું કરતો હશે. તો એનો ઉતર પણ એજ જાણે છે. પણ એ ક્યાંય દુર તો નથી જ