ઈશ્વરીય શક્તિ - ભાગ 3 પરમાર ક્રિપાલ સિંહ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઈશ્વરીય શક્તિ - ભાગ 3

ઈશ્વરીય શક્તિ ભાગ 3

 

જય માતાજી મહાનુભાવો. વડીલો મિત્રો સ્નેહીજનો. માત્ર શાંત ચિત્તે વિવિધ પ્રશ્નો આપણો અંતરાત્મા પોકાર કરતા હોય છે. કે આ જીવનનું લક્ષ્ય શું છે? આ ટેક્નોલોજી માણસ પાસે છે. ઘણીબધી પણ શાંતી અને સમય છે? અને જે સમયને નથી સમજી શકતું પછી તેને સમય પસાર કરી જાય છે. આપણ ને આ અમુલ્ય માણસ નો દેહ મળ્યો છે શું આ ભાગદોડ ભરી જીંદગી સારા કપડા.ગાડી બંગલા સારુ બેન્ક બેલેન્સ સંતાનો માટે જ સીમીત છે! વ્યવહારીક સંસાર માટે જરુરી પણ છે પણ એવું જીવન તો પોતાના બાળકો પરીવાર માટે જાનવર પણ સારી રીતે જીવતું જ હોય છે. ભલા પછી જીવન ના છેલ્લા પડાવ માં આપણી પાસે સમય છે પણ ખરા ? તમે જેવું વાવ્યું એવું તમને ફળ મળશે ઈસ્વર તરફ ની ગતી અને એના માટે સમય કાઢ્યો હસે તો તમને સમય સમજાશે પણ કેટ કેટલાય નુ અનિતીથી છેતરીને ધન ભેગું કર્યું એનો હિસાબ પણ આપવો પડશે ? એવો વિચાર ક્યારેક કરવો પડે. પણ અને આવે પણ ખરા પણ માયા ના મદ માં એટલા બધા ભોગવિલાસ માં આપણું. ભલું બુરું નથી વિચારી શકતાં અંતે પિડા ભોગવવાનું એકલાને જ ને? હજુ પણ પ્રશ્ન તો ઉભો જ જીવનનો ઉદેશ્ય શું!!! શું પરત્માની પ્રાપ્તિ! કે પછી સત સેવા કરવી જીવન નિર્વાહ કરવો નિતી ધર્મમાં રહી જીવન નિર્વાહ કરવો એ! લક્ષ્ય વગરનું જીવન પશુ સમાન છે. નથી લાગતું એવું! આ જીવન માં લક્ષ્ય તો હોવું જ જોઈએ જીવન માં અંતિમ પડાવ પણ આવશે. એ ના ભુલવું જોઈએ જીવન માત્ર કામ ક્રોધ માદક પદાર્થ નું ભોગ વિલાસ માટે નથી આપ્યું ઘણા એવા વ્યક્તિ જોયા જે જાનવર થી પણ નિચવૃતિનું જીવન જીવી રહી. રહ્યા છે . માટે ઈશ્વરીય શક્તિ એના ગુણો ને સમજવાનો અને પ્રકૃતીની નજીક રહી આપણો ધર્મ સંભાળવો જોઈએ એ દરેક માણસ ની નૈતિક જવાબદારી છે. અને આ માણસ નો દેહ મળ્યો તો આપણે વધારે કંઈ નહી પણ માણસ બનવાની જરુર છે. જાનવર ને નથી કહેવું પડતું તું જાનવર થા પણ માણસ નું જીવન એટલું નિન્મ કક્ષાનું હલકું બની ગયું છે કે તેને કહેવું પડે ભાય માણસ થા. એટલે ઈશ્વરીય શક્તિ પરમાત્મા આ જીવન આપ્યું એક વ્યવસ્થા આપણા જન્મ પહેલા આપણી માંના ઉદર માં કરી આપી કલ્પના તો કરો આપણી સમતા નથી. જમવાની કમાવવાની ચાલવાની ત્યારે તેને માના ઉદર માં વ્યવસ્થા કરી આપી પણ આપણને તો બધુ ભેગું કરી ને જવાની ફુરસદ ક્યાં અન્ય વિચાર કરવાની પણ? એના પર ભરોસો નથી એના તત્વો ને જાણતા નથી નથી સાથે લઈ જવાની વ્યવસ્થા નથી લાવવાની વ્યવસ્થા તો પણ માણસ આટલું જાણવા છતા એટલો ભોગવિલાસ માં અંધ બની જાય છે એને ભુલી જાય છે પરમ તેજ માં ભળવાની કોશીશ નથી કરતો. ઈશ્વરીય શક્તિ અદ્ભુત એની રચના છે અદ્ભુત એનો કોઈ પાર નથી સીમા નથી. કંઈ કરવાની પણ ના પાડે છે કંઈ ના કર માત્ર મારા શરણે આવી જા મારો છું મારો બની જા પણ આપણે ભુલી જઈએ આ જન્મ મરણ ના ફેરા માંથી છુંટવાનો એકજ અવસર તેનું શરણ ગ્રહી લેવું એના વિના ઉધ્ધાર નથી  આપણો. કર્તા નો ભાવ છોડવો પડે કર્તા પરમ પિતા પરમેશ્વર એકજ છે. એ કર્તા છે તેના સંકલ્પ માત્ર થી અનંત બ્રંહાડ નું સર્જન થયું છે માત્ર સંકલ્પ થી તો એના સંકલ્પ થી લય પણ થશે. આ દેહને વ્યર્થ ના ગુમાવવો જોઈએ 

પરમાર ક્રીપાલ સિંહ તા7_10_24