ઈશ્વરીય શક્તિ - ભાગ 7 પરમાર ક્રિપાલ સિંહ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઈશ્વરીય શક્તિ - ભાગ 7

આનંદ કહે પરમાનંદા માણશે માણશે ફેર, એક લાખો દેતા ન મળે ને બીજા ત્રાંબીયાના તેર.... 

૧૪_૧૦_૨૪ સમય ૮.૧૧

 જય માતાજી અનુભવ પ્રમાણે ઘણીવાર આપણે ક્યાંક બેઠા હોય પછી ક્યાંક અચાનક કોઈક વ્યક્તિ નો સંપર્ક માં આવે તો પહેલી મુલાકાત હોય. આંખ ની ઓળખાણ ના હોય. પણ અચાનક દુકાને બસ માં ક્યાંક રસ્તા માં કોઈ ને કોઈ જગ્યાએ નિમિત્તે મુલાકાત થઈ જાય. પણ પહેલા દુહો કહ્યો એમ એક પાસે બેસે ના પોહાય અને બિજો લાખો દેતા ના મળે. એમ ઈ કંઈક પરભવ ની લેણદેણ થકી રુણાબંધન થી આપણા સંપર્ક માં આવે અચાનક કોઈ કોઈ ના સંપક માં નથી આવતું મારુ એવું માનવું છે રસ્તા માં સાપ અથવા જો વાયડું હડકાયું કુતરુ મળે તો પણ એ કંઈક પરભવ ની લેણદેણ હોય છે. અને ઈ કોઈ પણ પ્રકારે નિમિત્તે આપણને હાની લાભ દુખ સુખ આપતા હોય છે. એ માત્ર નિમિત્ત હોય છે બાકી વાવેલું તો આપણું જ છે.. ઘણા એવા પુરુષો ને મળ્યા પછી અને મળતી વેળા અજાણ્યા જેવું ના જણાય અમુંક જગ્યાએ જાવી ત્યારે પણ એમ થાય પહેલી વાર નથી આવ્યા. અને જે પણ વસ્તું કરીએ જાવી મળવી જોઇએ એ અનેક વાર ઘટના ઘટી જ ચુકી છે એ મારો મત છે આપણે નવું નથી કરતા. 

આ સંસાર એક ભયાનક અરણ્ય છે. જેમા કામરુપી તેમા વાઘ રહેલા છે. માયારુપી સિંહણ તેમા રહેલી છે. લોભરુપી રિંછ તેમા રહે છે તે વન માં. કુમતીરુપી નાગણ રહેલી છે. વિષયોરુપી ભયંકર કંટકો હોય છે.. આમાંથી પસાર કોઈ વિરવર પુરુષ જ થઈ શકે છે. ત્રણ વાદ છે કર્મ પ્રધાન બિજું ભાગ્યવાદી એક કરમ પર નિર્ભર હો કર્મ ને માનનારા જ્યારે બિજા પુરુષ ભાગ્ય ને પ્રધાનતા આપે ભાગ્ય માં હોય એ થવાનું પણ આજે ત્રિજાની વાત કરવી જેને બહું ઓછા લોકો સ્વિકાર કરે છે. અને સમજે છે. આને જાણ્યા પછી આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે. પણ સ્વીકાર કરવો. પણ કઠીન છે કાળ વાદ કાળ પ્રધાન છે કાળ નું એક નામ સમય છે. અને ભગવતગીતાજી ના અધ્યાયવિભુતીયોગ ૩૦શ્લોક પ્રહ્લાદશ્ચાસ્મિ દૈત્યાનાં કાલઃ કલયતામહમ્ ।મૃગાણાં ચ મૃગેન્દ્રોઽહં વૈનતેયશ્ચ પક્ષિણામ્ ॥૩૦॥દૈત્યોમાં પ્રહલાદ હું છું, ગણતરીઓમાં કાળ હું છું, પશુઓમાં સિંહ હું છું અને પક્ષીઓમાં ગરુડ હું છું.(૩૦) કાળ નું એક સ્વરુપ પરમાત્મા છે. જે ઘણા ઓછા લોકો સમજી શકે.. એવો કરુણ બનાવ બની ચુક્યો હોય ત્યારે આપણે કોઈના મુખે સાંભળતા હોય કાળ ચોઘડિયુ હતું. પણ ખરેખર કરે તો કાળ જ એક દિવસ એ બધાય નો કોળિયો કરી જવાનો ત્રણ ભુવન નો પણ. એને કોને બાકી છોડ્યા પણ છે...! અને છતા એ નિર્દોષ ની જેમ વર્તે છે. ભયંકર અકસ્માત થયો હોય ત્યારે આપણે કોઈ કોઈ વ્યક્તિ અથવા ઘટનાનું વર્ણન કરતા હોય અન્ય ને જવાબદાર ઠેરવીએ પણ કર્યું તો છે કાળે.. જ કાળ પ્રધાન છે એ બધાય નો કોળીયો કરી જવાનો છે. હું કાળ ને વંદન કરું છું. અને કાળ કોઈને કોઈ કારણોથી નિમિત્ત બનાવી ને લઈ જશે એને સેકન્ડ થી પણ સુક્ષ્મ સમય ની વાર નથી લાગતી... એ એક સંકલ્પ માત્ર થી અનંત બ્રંહાડ નું સર્જન અને વિસર્જન કરી શકે છે. એટલે આપણે એ શક્તિ ને કંઈ પણ જાણતા નથી . એને ના જાણે બહાર શોધવા જઈએ છીએ. એની હાજરી ક્યાં નથી! એના વિન આ અસ્તિત્વ છે પણ ખરા આપણું આ સમસ્ત બ્રંહાડ નું આપણેઘર બળતું હોય ત્યારે કુવો ખોદવો એ કેવો ઉદ્યમ? માટે જ્યાં સુધી શરીર તંદુરસ્ત છે તત્વો નું જ્ઞાન થાય પછી પરમાત્મા ની પ્રાપ્તિ અર્થ કર્મ કરવા જોઈએ પછી વૃદ્ધાવસ્થા એ શરીર સંકોચાઈ જાય. દુબળું થઈ ગયું હોય. પગેથી ચાલી ના શકાય. કાન થી સંભળાય નહી આંખ થી જોઈના શકાય. આપણા સ્નેહીઓ સંબંધીઓ માન ના આપે પોતાના સંતાનો દુશ્મન ની જેમ વ્યવહાર કરતા હોય. કલ્પના કરો એ કેવી વિડંબણા છે. માટે સમય છે. ઈસ્વર નું સ્મરણ કરી લેવાય...આત્મ કલ્યાણનો માર્ગ ત્યાં સુધી શોધી લેવો જોઈએ...