ઈશ્વરીય શક્તિ - ભાગ 5 પરમાર ક્રિપાલ સિંહ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઈશ્વરીય શક્તિ - ભાગ 5

ઈશ્વરીય શક્તિ ભાગ 5

જય માતાજી ઈશ્વરીય શક્તિ ઘણા બધા તર્કવિતર્કો. ખંડન મંડન. પુજા પાઠ. વિધી વિધાન. મંત્ર. તંત્ર. જંત્ર. સાધના. હોમ. હવન. સેવા. ભક્તિ. પાપ .પુણ્ય. સર્વગ. નર્ક .મોક્ષ. ઘણા ઘણા બધા પ્રશ્નોના જવાબ શોધવા શું આપણે પ્રયત્ન કર્યો છે? ઈશ્વર શક્તિ ના રહસ્ય જાણવા આપણે સમર્થ છીએ પણ ખરા!! એના માટે ઘણા બધા લોકો એકાંત જંગલ ઘરબાર પરીવાર છોડી નિકળી ગયા છે.. ઘણા બધા સેવા પુજા પાઠ કરે છે. તો ઘણાબધા મંત્ર જાપ મંદિર હોમ હવન કરતા હોય છે. ઘણા ખરા આશ્રમ ગુરુ ધારણ કરે સેવા પુજા કરે. ઘણા સર્વગ નર્ક મોક્ષ આધ્યાત્મિક શાત્ નું વાંચન પણ કરતા હોય છે. તો શું આપણને ઈશ્વરીય શક્તિ ને પામી શકાય એના આશિર્વાદ મેળવી શકાય? શું પરીવાર નો ત્યાગ કરી સંસાર પુત્ર પરીવાર છોડી એકાંત માં ઈસ્વર મળી જવાનો એની કૃપા ત્યાં વિશેષ હોય ખરા! તેના રહસ્ય જાણી શકાય! કર્મ માંથી મુક્તિ કેમ મેળવવી આપણે આ શ્વાસ પણ આપણી ઈચ્છા થી નથી લઈ શકતા. તો એની કૃપા એની ઈચ્છા વિન આ શક્ય છે ખરા!! હું આગળ શું લખવાનો બોલવાનો કરવાનો શું એ મને પણ ખ્યાલ નથી. અને એ આ બધું લખાવે બોલાવે કરાવે છે. સમય મહાન છે સમય નું એક નામ કાળ છે. સમય નું ગ્રક અતી ગહન છે. સમય નું એક નામ પરમાત્મા પણ
 
તેની શક્તિ જાણવા એજ સમર્થ છે. આપણે તેના જવાનું કહ્યું ગીતાજી ના અઢાર માં અધ્યાય માં કહ્યું છે ભગવાને ગીતાજીનો મર્મ એટલો જ છે કે "ધર્મનું પાલન કરો" અને "બધા જ ધર્મો છોડી ને કૃષ્ણનું (પરમેશ્વરનું) શરણું લો". કેમકે ગીતાના અંતમાં છેક ૧૮મા અધ્યાયમાં ભગવાન અર્જુનને કહે છે કે,
 
सर्वधर्म परित्यज्य मामेकं शरणं व्रजः।
 
अहं त्वां सर्व पापेभ्यो मोक्ष यिष्यामी मा शुचः ।।
 
અર્થાત, હે અર્જુન "તું બધા જ ધર્મો છોડી ને ફક્ત મારા શરણે આવી જા. હું તને બધા જ પાપોમાંથી મુક્તિ અપાવીશ, તેમાં તું શંકા ન રાખ". પરંતુ એ પહેલાના ૧૭ અધ્યાયો ભગવાને ફક્ત અને ફક્ત ધર્મનું પાલન કરવાનો ઇન્કાર કરી રહેલા અર્જુનને એનો ધર્મ નિભાવવા માટે તૈયાર કરવા માટે જ કહ્યા છે.
 
અહીં એક વાત ખાસ યાદ રાખવાની છે કે ગીતામાં જે ધર્મની વાત થાય છે તે સનાતન/હિંદુ કે ઇસ્લામ કે ખ્રિસ્તી કે જૈન કે યહુદી કે બૌદ્ધ એ ધર્મની વાત નથી. ધર્મ અહીં ગુણ, ફરજ તરીકે જોવાનો છે. અર્જુન ક્ષત્રિય છે અને ક્ષત્રિયધર્મ છે સત્યનું, પ્રજાનું અને રાજ્યનું રક્ષણ કરવું. અર્જુન હક્ક માટે રચાયેલું યુદ્ધ લડવાની ના પાડે છે કેમકે સામે પક્ષે એના પરિવારજનો, ગુરુ અને મિત્રો છે. ત્યારે ભગવાન કહે છે કે તું તારો ધર્મ નિભાવ, क्षत्रियधर्म निभाव, तस्मात् उत्तिष्ठ कौन्तेय, भाटे કુંતિપુત્ર તું ઊભો થા, આ આખી ગીતાનું હાર્દ છે.
 
અને અંતે ભગવાન કહે છે કે તું પુત્રધર્મ, પરિવારધર્મ, શિષ્યધર્મ, મિત્રધર્મ, વગેરે છોડ, મારામાં ભરોસો મૂક અને હું કહું છું તેમ કર, હું કહું છું કે તું ક્ષત્રિયધર્મ નિભાવ અને આયુધ ઉપાડી ને અસત્યના પક્ષે રહેલા સાથે લડ. એટલે આપણો ધર્મ આપણને ખ્યાલ છે ખરા?? કચ્છ ના જેસલ જાડેજાએ સતી તોરલ ને કહ્યું મૃત્યું નો ભય તમને નથી લાગતો સતી આ રસ્તો મને બતાવો ત્યારે સતીએ માત્ર એક જ શબ્દો કહ્યાં જેસલજી તમારો ધર્મ સંભાળી લ્યો. એટલે આપણે માણસ છીએ આપણો ધર્મ આપણને ખ્યાલ હોવો જોઈએ આપણે શા માટે આવ્યાં છીએ માત્ર કામ ક્રિડા ક્રોધ મદ લોભ ભોગ વિલાસ માટે આપણો માનવ જન્મ નથી આપ્યો ઈશ્વરે એના પાછળ કંઈક વિજ્ઞાન સંયોગ છે. રુણાબંધન વિના કોઈ કોઈના સંપર્ક માં નથી આવતું આ તેનો ખેલ છે. મારનાર માં પણ એ બેઠો છે તો સામે મરનાર માં પણ પણ શું માર્યું અને શું મરી ગયું એ એક તર્ક નો વિષય છે. અગાધ એની શક્તિ એના રહસ્ય જાણવા હું અસમર્થ છું પણ એક કલ્પના એક જિજ્ઞાસુ એક તાલાવેલી જાગી છે. અને આ નવરાત્રિ ના છઠા દિવસે તા8-10-24ના પ્રભાતે થોડી મિનિટો એક મંથન અંતર આત્મા થી વલોવેલું બહાર આવ્યું છે. જય માતાજી