સાંવરી તો આ સમાચાર સાંભળીને જાણે પાગલ જ થઈ ગઈ અને તેમાં પણ પાછા પોતાના દિકરાના પગલે પગલે આ કરોડો રૂપિયાનો બિઝનેસ મળ્યો હતો એટલે તે વધારે ખુશ થઈ ગઈ હતી. પરંતુ સમસ્યા એ હતી કે આ ઓર્ડર પૂરો કરવા માટે મીતને તાત્કાલિક લંડન જવું પડે તેમ હતું જે સાંવરીને મંજૂર નહોતું...સાંવરી: તું ભોળો છે મીત કોઈની પણ વાતમાં આવી જાય છે અને પછી ફસાઈ જાય છે અને પછી તેમાંથી તને બહાર કાઢવો મારે માટે મુશ્કેલ બની જાય છે. મીત: પણ તું સમજ કે તું અત્યારે થોડી મારી સાથે આવી શકવાની છે અને તું ચિંતા ન કરીશ હવે હું પહેલાનો મિતાંશ નથી રહ્યો. વિશ્વાસ રાખ મારી ઉપર હું હવે કોઈની પણ આડી અવળી કોઈ વાતમાં નહીં ફસાવું અને તું પછી તારા પપ્પાના ઘરેથી આપણાં ઘરે આવે ત્યારે એવું હશે તો હું તને લેવા માટે ઈન્ડિયા આવી જઈશ તું પણ મારી સાથે લંડન આવી જજે બોલ પછી તો તને વાંધો નથી ને? સાંવરી: હા એ વાત તારી સાચી હોં હું એવું જ કરીશ હું મારી મોમને ત્યાંથી આપણાં ઘરે આવીશ પછી આપણાં મોમ ડેડની પરમિશન લઈને લંડન જ આવી જઈશ. એવું હશે તો લવને રાખવા માટે આપણે એક બાઈ રાખી લઈશું.મિતાંશ: હા, આપણાં ત્યાં પહેલા હું નાનો હતો ત્યારે મને રાખવા માટે રાધાબેન કરીને એક બાઈ આવતા હતા ખૂબજ નેક, પ્રામાણિક, પ્રેમાળ અને વર્ષો સુધી આપણાં ત્યાં રહ્યા હતા એટલે આપણી તેમને માયા પણ ખૂબ થઈ ગઈ હતી એ તો પછી તેમના ઘરે તેમના સાસુ મૃત્યુ પામ્યા એટલે તેમને તેમનું ઘર સંભાળવા માટે જવું પડ્યું હતું પણ હવે પાછા તેમનો દિકરો તેમણે પરણાવી દીધો છે એટલે તે આપણાં ટેણિયાને રાખવા માટે કદાચ આવી શકશે.સાંવરી: હા, હું તેમને એકવાર મળેલી છું તે તો માંની ગરજ સારે તેવા છે જો તે આવવા તૈયાર હશે તો આપણે તેમને જ રાખી લઈશું એકદમ વિશ્વાસુ અને પરિચિત તો ખરા...મિતાંશ: હા એકદમ વિશ્વાસુ અને આપણાં ઘરના જ મેમ્બર કહેવાય, તારું લંડન આવવાનું નક્કી થાય પછી આપણે તેમને ફોન કરીને પૂછી જોઈએ.સાંવરી: હા ઓકે, બોલ બીજું..મિતાંશ: ના બસ કંઈ નહીં ઓફિસે પહોંચી ગયો છું એટલે હવે આ બધું પેન્ડીંગ કામ પતાવીશ.સાંવરી: ઓકે ચાલ મૂકું, આ તારો છોકરો કંઈક સળવળાટ કરી રહ્યો છે તેણે ભીનું કર્યું લાગે છે તેને લઉં..મિતાંશ: હા તેને લેને તું પહેલા, ચલ બાય માય સ્વીટ હાર્ટ.સાંવરી: બાય.અને સાંવરી પોતાના નાના માસુમ ટેણિયાને ખૂબજ પ્રેમથી સાચવીને પોતાના ખોળામાં લે છે.મિતાંશ સાંવરીનો ફોન મૂકે છે અને પેન્ડીંગ ફાઈલ હાથમાં લે છે એટલીવારમાં તેના ડેડનો ફોન આવે છે. શ્રી મિતેષભાઈ: મિહિર શું કરે છે બેટા? મિતાંશ: બસ આ પેન્ડીંગ કામ બધા પતાવી દઉં એટલે પછી નવા ઓર્ડર માટે મારે જવું પડે તો જઈ શકું.શ્રી કમલેશભાઈ: પણ મારી વાત તો સાંભળ બેટા તું નવા ઓર્ડરની વાત કરે છે પરંતુ એ ઓર્ડર પૂરો કરવા માટે એટલા પૈસા પણ તો હાથ ઉપર જોઈશેને અત્યારે તો આપણાં બધાજ પૈસા રોકાયેલા છે મેં અત્યારે બે ત્રણ બેંકના બ્રાન્ચ મેનેજર સાથે વાત કરી પરંતુ તેમના કહેવા પ્રમાણે આપણી જૂની બધીજ લોનો ચૂક્તે થાય તો જ આપણને નવી લોન મળે માટે હવે શું કરવું તે તો એક અઘરો પ્રશ્ન બની ગયો છે? કાં તો આ ઓર્ડર જવા દેવો પડે અથવા તો પૈસાની વ્યવસ્થા કરવી પડે બેમાંથી એક જ વસ્તુ થાય તેમ છે.મિતાંશ: ડેડ તમે ચિંતા ન કરો હું ટ્રાય કરું છું થઈ જશે આમ હિંમત ન હારી જાવ આટલો મોટો ઓર્ડર મળ્યો છે કંઈ એમ જતો ઓછો કરાય??શ્રી કમલેશભાઈ: હા પણ તે પૂરો કરવા માટે તેટલા પૈસાની પણ સગવડ જોઈએ ને બેટા..મિતાંશ: હા ડેડ, હું ટ્રાય કરું છું.અને મિતાંશે ફોન મૂક્યો અને વિચારવા લાગ્યો કે, હવે શું કરવું? કોની પાસેથી પૈસા માંગવા? આટલી મોટી રકમની વ્યવસ્થા ક્યાંથી અને કઈરીતે કરવી? તો આપણે પણ જોઈએ આગળના ભાગમાં કે શ્રી કમલેશભાઈ અને મિતાંશ આ ઓર્ડર માટે પૈસાની સગવડ કરી શકે છે કે નહીં? અને કરે છે તો ક્યાંથી અને કઈરીતે કરે છે?તો તે જોઈએ આગળના ભાગમાં....~ જસ્મીના શાહ 'સુમન' દહેગામ 4/10/24