લવ યુ યાર - ભાગ 64 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

  • નિતુ - પ્રકરણ 31

    નિતુ : ૩૧ (યાદ)નિતુના લગ્ન અંગે વાત કરવા જગદીશ તેના ઘર સુધી...

શ્રેણી
શેયર કરો

લવ યુ યાર - ભાગ 64

લવ યુ યાર ભાગ-64

શ્રી કમલેશભાઈ તો આજે ખૂબજ ખુશ છે તેમના અવાજમાં જ ભરપૂર ખુશી છલકાઈ રહી છે અને આ ખુશી સાથે તે મિતાંશને કહી રહ્યા છે કે, "બેટા આપણાં આ લાડકવાયા દિકરાના જન્મની અનહદ ખુશી અને સાથે સાથે તે બીજી એક ખુશી પણ સાથે લઈને આવ્યો છે આપણે તો અબજોપતિ બની જઈશું અબજોપતિ...!! આપણો આ લાડકવાયો નસીબ લઈને આવ્યો છે તું કરોડોમાં રમ્યો અને મને લાગે છે કે તે અબજોમાં જ રમશે...!!"અને શું ખુશીના સમાચાર છે તે સાંભળવા બેબાકળો બનેલો મિતાંશ પોતાના પપ્પાને વચ્ચે જ અટકાવતાં બોલે છે કે, "પણ ડેડ શું ખુશીના સમાચાર છે તે તો કહો..."કમલેશભાઈ: યુ ડોન્ટ બીલીવ, તું ગેસ તો કર કે તે શું હશે??મિતાંશ: ડેડ, આપણે બીજો કોઈ નવો બિઝનેસ ચાલુ કરી રહ્યા છીએ? કમલેશભાઈ: ના ભાઈ ના.મિતાંશ: તો પછી યુ કે સિવાય બીજે ક્યાંક પણ ઓફિસ ચાલુ કરી રહ્યા છીએ.કમલેશભાઈ: ના બેટા ના.મિતાંશ: તો પછી ડેડ તમે જ કહી દોને મને તો કોઈજ આઈડિયા નથી આવતો.કમલેશભાઈ: અરે આપણને પચાસ કરોડનો નવો ઓર્ડર મળ્યો છે અને એટલો માલ તૈયાર કરીને આપી દઈએ પછીથી આગળ બીજો ઓર્ડર પણ મળશે.મિતાંશ: શું વાત કરો છો ડેડ! આ તો જોરદાર ન્યૂઝ તમે મને આપ્યા પણ કઈ જગ્યાએ આ ઓર્ડર આવ્યો છે તે તો કહો.કમલેશભાઈ: આ ઓર્ડર આવ્યો છે આપણી લંડનની ઓફિસને એટલે તારે નજીકના સમયગાળામાં લંડન જવું પડશેમિતાંશ: ઓકે ડેડ.ડેડનો ફોન મૂકીને મીતે આ ખુશીના સમાચાર આપવા માટે તરતજ પોતાની સાંવરીને ફોન કર્યો સાંવરી તો આ સમાચાર સાંભળીને જાણે પાગલ જ થઈ ગઈ અને તેમાં પણ પાછા પોતાના દિકરાના પગલે પગલે આ કરોડો રૂપિયાનો બિઝનેસ મળ્યો હતો એટલે તે વધારે ખુશ થઈ ગઈ હતી. બંનેની આ વાત ચાલી રહી હતી અને મીતે સાંવરીને કહ્યું કે, મારે નજીકના સમયગાળામાં જ લંડન જવું પડશે અને આ કામની પાછળ પડીને જ કામ પૂરું કરાવવું પડશે. કારણકે આટલો ઓર્ડર પૂરો થઈ જાય એટલે પાછળને પાછળ બીજો ઓર્ડર તૈયાર જ છે."સાંવરી મિતાંશની વાત સાંભળી રહી હતી પરંતુ તેણે કંઈ જવાબ ન આપ્યો તે બિલકુલ ચૂપ હતી કારણકે પોતાનો મીત એકલો લંડન જાય તે તેને બિલકુલ પોષાય તેમ નહોતું. તેને ચૂપ જોઈને મિતાંશે તેને ટોકી કે, "કેમ ચૂપ છે તું, કંઈ બોલી નથી રહી સાંભળે તો છે ને મારી વાત?"સાંવરી: હા હા સાંભળું છું ને. મિતાંશ: તો પછી કંઈ બોલી કેમ નથી રહી?સાંવરી: એક વાત કહું મીત આ બાબતે મારો ભૂતકાળનો અનુભવ બહુ ખરાબ છે એટલે હું જરા વિચારમાં પડી ગઈ હતી.(અને ફોન ઉપર વાત કરતાં કરતાં મીત પોતાની આલિશાન ઓફિસમાં પ્રવેશ્યો જ્યાં તેને જોઈને જ બધા ઉભા થઈને રિસ્પેક્ટ આપી રહ્યા હતા અને તે ફોન ઉપર વાત કરતાં કરતાં દરેકને બેસવાનો ઈશારો કરીને પોતાની અને સાંવરીની સહિયારી કેબિન તરફ આગળ વધી રહ્યો હતો. પોતાની કેબિનમાં પ્રવેશીને તે પોતાની ચેર ઉપર ગોઠવાઈ ગયો અને પોતાના ટેબલ ઉપર ઢાંકીને રાખેલા પાણીના ગ્લાસમાંથી તેણે થોડું પાણી પીધું અને પાછો ગ્લાસ તેમજ ઢાંકીને મૂકી દીધો. સાંવરી જે બોલવા જઈ રહી હતી તે સાંભળવા માટે મિતાંશ તૈયાર નહોતો કદાચ તેથી જ તે વાત નજર સામે તાદ્રશ્ય થતાં જ તેણે ગ્લાસમાંથી પાણી પીધું અને પાણીની સાથે સાથે તે સઘળી વાતો ગળી જવાનો વ્યર્થ પ્રયત્ન તે કરતો રહ્યો.)તું ભોળો છે મીત કોઈની પણ વાતમાં આવી જાય છે અને પછી ફસાઈ જાય છે અને પછી તેમાંથી તને બહાર કાઢવો મારે માટે મુશ્કેલ બની જાય છે. "ભૂતકાળમાં જ્યારે મારા પપ્પાની તબિયત બગડી અને મારે લંડનથી ઈન્ડિયા આવવું પડ્યું હતું ત્યારે તારી ઓલ્ડ ફ્રેન્ડ જેની, જેની સાથે તું લગ્ન નહોતો કરી શક્યો અને તે તેને 'જ્ઞાતિ બાદને હિસાબે મારા મોમ અને ડેડ મને તારી સાથે સાથે લગ્ન નહીં કરવા દે' તેમ કહીને તેની સાથે લગ્ન કરવાની ચોખ્ખી "ના" પાડી દીધી હતી અને ત્યારબાદ તે તારાથી નારાજ થઈને તને અને તારી ઓફિસને બંનેને "બાય બાય" કરીને ચાલી ગઈ હતી અને પછી તેનાં પતિનું અચાનક ખૂન થઈ ગયું ત્યારે તે તારી જ મદદે દોડી આવી હતી અને તે મારાથી તે વાત છૂપાવી હતી અને ખાનગીમાં તેની તમામ મદદ કરી હતી અને પછી મારે મારા પપ્પાની તબિયતને કારણે ઈન્ડિયા આવવાનું થયું એટલે તે તને ભોળવીને પાછી આપણી ઓફિસમાં ઘૂસી ગઈ હતી અને પોતાની પ્રેમજાળમાં ફસાવીને તેણે તને મારાથી પણ દૂર કરી દીધો હતો...એ તો સારું થયું આપણાં ડેડનું કે તેમણે મને પણ આપણાં બિઝનેસમાં તેત્રીસ ટકાની ભાગીદાર બનાવી છે અને માટે હું લંડન આવી અને મેં તેને ઓફિસમાંથી હાંકી કાઢી અને તારો ભાગ પણ ડેડે છીનવી લીધો હતો અને પૈસાને પ્રેમ કરતી તેણે તરતજ તને છોડી દીધો હતો." અને સાંવરીની વાતમાં મિતાંશ વચ્ચે જ બોલી ઉઠ્યો કે, "અને તે પણ સારું થયું કે હું પીધેલી હાલતમાં અડધીરાત્રે જ્યારે કોઈ અજાણી કાર સાથે ટકરાઈને રોડ ઉપર પડ્યો અને લોહીલુહાણ થઈ બેહોશ હાલતમાં હતો ત્યારે ફોર્ચ્યુનેટલી કારના ડ્રાઈવરે તને ફોન કર્યો અને તું તરતજ દોડીને આવી અને તે મને હોસ્પિટલાઈઝ્ડ કર્યો અને રાત દિવસ મારી સારવાર કરીને મને આબાદ બચાવી લીધો. આ બધીજ વાત તારી સાચી સાવુ પરંતુ આટલો બધો મોટો ઓર્ડર આવ્યો છે તો મારે જવું તો પડશે જ ને...???શું સાંવરી પોતાના મીતને એકલાને લંડન જવાની છૂટ આપશે કે પછી પોતે તેની સાથે જ જશે કે પછી આ ઓર્ડર જ લેવાનો માંડી વાળશે???જોઈએ આગળના ભાગમાં શું થાય છે તે...???~ જસ્મીના શાહ 'સુમન'    દહેગામ    25/9/24