લવ યુ યાર - ભાગ 4 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

લવ યુ યાર - ભાગ 4

"લવ યુ યાર"ભાગ-4
સાંવરી ઓફિસમાં આવે ત્યાં સુધીમાં તેણે છેલ્લા ત્રણ વર્ષનો કંપનીનો ડેબિટ અને ક્રેડિટનો રેસીઓ જોયો તો આ વર્ષે છેલ્લા બંને વર્ષ કરતાં ટ્વેન્ટી ફાઇવ પરસેન્ટ વધારે પ્રોફિટ તેને જોવા મળ્યો. આટલો બધો પ્રોફિટ એક જ વર્ષમાં ક્યારેય થયો ન હતો.તેને થયું કે ચોક્કસ આ સાંવરીની સખત અને સતત મહેનતનું પરિણામ છે.સાંવરી માટેની તેના મનમાં જે ઇમેજ હતી તે પાક્કી થઇ ગઇ હતી.
 
સાંવરીએ કેબિનમાં આવતા પહેલા બહારથી નોક કર્યું. મિતાંશે ' કમ ઇન ' કહી પોતાના કામમાં બીઝી હોય તેમ કામ કરવા લાગ્યો.
 
સાંવરી અંદર આવીને ઉભી રહી હતી, તેના ફેસ ઉપર તેની ડ્યૂટી પ્રત્યેની સીન્સીયરનેસ દેખાતી હતી. અત્યાર સુધી બધો રિપોર્ટ તેણે કમલેશસરને આપવાનો રહેતો હતો. આજે આ સરે બોલાવી એટલે તે વિચારમાં પડી.
 
ઓફિસ સ્ટાફ તરફથી તેને એવું સાંભળવા મળ્યું હતું કે મિતાંશ સર ખૂબ સ્ટ્રીક્ટ છે. કોઈનું સહેજપણ ચલાવતા નથી, આખી ઓફિસમાં બધા જ તેમનાથી ડરે છે. વર્ષમાં ત્રણ-ચાર વાર યુ.કે.થી ઇન્ડિયા આવે છે. બાકી ત્યાંની ઓફિસ જ સંભાળે છે.
 
મિતાંશ વિશે આવુ બધું સાંભળ્યા પછી સાંવરીને મિતાંશ માટે થોડો ડર હતો, કે મારી કંઇ ભૂલ તો નહિ હોય ને મારી ઉપર ગુસ્સો તો નહિ કરે ને ?
 
તેને ઉભેલી જોઇને મિતાંશે ઉંચુ જોયું, તેણે જે કલ્પના કરી હતી તેવી બિલકુલ સાંવરી ન હતી. સાંવરી તો ખરેખર બ્લેક હતી. તેનું કામ જેટલું સુંદર હતું તેટલી તે દેખાવમાં સુંદર ન હતી.હા, સ્વભાવની ખબર નહિ એવો વિચાર મિતાંશને તેને જોતાં જ આવી ગયો.
 
મિતાંશે તેને સામેની ચેરમાં બેસવા કહ્યું અને ફાઇલમાંથી છેલ્લા ત્રણ મન્થનો રિપોર્ટ જણાવવા કહ્યું
સાંવરી બોલી " સર,આ ખાલી લાસ્ટ મન્થની જ ફાઇલ છે.તમે કહેતા હો તો હું બીજી ફાઇલો લઇ આવું ?"
 
" ના,ના પહેલા આ બતાવી દો,બીજી પછી બતાવજો" તેમ કહી તેણે એ ફાઈલ જોવાની શરૂઆત કરી.
 
સાંવરીએ બનાવેલી ફાઇલમાં બધું જ વ્યવસ્થિત લખેલું અને સમજાવેલુ હતું. કદાચ, કોઇ સમજાવનાર ન હોય અને જાતે ફાઇલ ખોલી હોય તો પણ બધી જ સમજણ પડી જાય તેવી દિવા જેવી ફાઇલ બનાવેલી હતી.
 
તે "સર,સર" કહી મિતાંશને દરેક મુદ્દા સમજાવતી જતી હતી અને મિતાંશ "હા, હા" કરતો જતો હતો.
 
થોડીવાર પછી મિતાંશે તેને કહ્યું, " હવે, હમણાં હું આ ઓફિસમાં રેગ્યુલર આવવાનો છું એટલે બધો જ હિસાબ અને તમામ બાબત તમારે મને જણાવવાની રહેશે.
 
સાંવરીએ જવાબ આપ્યો," ઓકે. સર " અને તે કેબિનમાંથી બહાર નીકળી ગઇ. તેના મનને થોડી શાંતિ થઇ. તેને તો મિતાંશનો સ્વભાવ ગરમ કે સ્ટ્રીક્ટ હોય તેવું સ્હેજ પણ ન લાગ્યું. તો આ બધા કેમ એવું કહેતા હશે. 'ખબર નહિ' જે હોય તે. મારું કામ તો પત્યું કહી તે શાંતિથી પોતાની ચેર ઉપર બેસી ગઇ અને પાણીની બોટલ ખોલી પાણી પી ને જાણે નિરાંતનો શ્વાસ લીધો.
 
મિતાંશને સાંવરી ખૂબ ગમી ગઈ હતી અને પાછી સિંગલ પણ હતી એટલે તેના મનમાં કંઇ કેટલાય વિચારો આવવા લાગ્યા. તે મનમાં ને મનમાં વિચારતો હતો કે, " રૂપાળી નથી તો શું થઇ ગયું, સંસ્કારી અને હોંશિયાર તો છે ને !
 
પણ, કોઈપણ વાતમાં કંઈ ઉતાવળ કરાય નહીં. પહેલા તેનો બાયોડેટા તો જાણવો પડેને ? કોઈ બોયફ્રેન્ડ છે કે નહિ. કોઈની સાથે એંગેજમેન્ટ કરેલા છે કે નહિ, ફેમીલી બેકગ્રાઉન્ડ કેવું છે ? પછી બધી વાત.
 
બાકી રૂપાળી નથી પણ એજ્યુકેટેડ છે એટલે વાંધો નહિ અને એકલાહાથે આખી કંપની ચલાવી શકે તેવી કાબેલીયત પણ તેનામાં છે એટલે ખૂબ હોંશિયાર કહેવાય, બીજી બધી છોકરીઓ કરતાં કંઇક ડિફરન્ટ છોકરી છે, "બ્લેક બ્યૂટી છે, બ્લેક બ્યૂટી" અને સીન્સીયર પણ એટલી જ છે.આવું બધું તે સાંવરી વિશે વિચારવા લાગ્યો.
 
થોડીવાર પછી તેને થયું કે હજી મેં તેને કંઇ પૂછયું નથી.કંઇ કહ્યું નથી તો પણ મને તેના માટે આવા બધા વિચારો કેમ આવવા લાગ્યા છે.તેનું નામ મગજમાંથી ખસતુ કેમ નથી ? કદાચ,હું તેને મળવા તો આટલો જલ્દી ઇન્ડિયા નથી આવ્યો ને ? પોતાની જાતને પૂછવા લાગ્યો.
સાંવરી ની સાથે આગળ કઇ રીતે વાત કરે છે, મિતાંશ તેને પ્રપોઝ કરે છે કે નહિ ? વાંચો આગળના ભાગમાં....
 
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
21/3/23
 

રેટ કરો અને રિવ્યુ આપો

Khyati Pathak

Khyati Pathak 3 માસ પહેલા

Chintal Patel

Chintal Patel 4 માસ પહેલા

Princy Gabani

Princy Gabani 4 માસ પહેલા

Jalpa Navnit Vaishnav

Jalpa Navnit Vaishnav 5 માસ પહેલા

rutvik zazadiya

rutvik zazadiya 5 માસ પહેલા