"કાં તો આ ઓર્ડર જવા દેવો પડે અથવા તો પૈસાની વ્યવસ્થા કરવી પડે બેમાંથી એક જ વસ્તુ થાય તેમ છે." કમલેશભાઈ ચિંતા વ્યક્ત કરતાં બોલ્યા..મિતાંશ: ડેડ તમે ચિંતા ન કરો હું ટ્રાય કરું છું બધું જ થઈ જશે આમ હિંમત ન હારી જાવ આટલો મોટો ઓર્ડર મળ્યો છે કાંઈ એમ જતો ઓછો કરાય??શ્રી કમલેશભાઈ: હા પણ તે પૂરો કરવા માટે તેટલા પૈસાની પણ સગવડ જોઈએ ને બેટા..મિતાંશ: હા ડેડ, હું ટ્રાય કરું છું.અને મિતાંશે ફોન મૂક્યો અને વિચારવા લાગ્યો કે, હવે શું કરવું? કોની પાસેથી પૈસા માંગવા? આટલી મોટી રકમની વ્યવસ્થા ક્યાંથી અને કઈરીતે કરવી? હવે આગળ....શ્રી કમલેશભાઈ: મેં અત્યારે બે ત્રણ બેંકના બ્રાન્ચ મેનેજર સાથે વાત કરી પરંતુ તેમના કહેવા પ્રમાણે આપણી જૂની બધીજ લોનો ચૂક્તે થાય તો જ આપણને નવી લોન મળે તેમ છે માટે હવે શું કરવું તે તો એક અઘરો પ્રશ્ન બની ગયો છે? કાં તો આ ઓર્ડર જવા દેવો પડે અથવા તો પૈસાની વ્યવસ્થા કરવી પડે બેમાંથી એક જ વસ્તુ થાય તેમ છે.મિતાંશ: ડેડ આપણને આટલો મોટો ઓર્ડર મળ્યો છે હું તે જતો કરવા નથી ઈચ્છતો.શ્રી કમલેશભાઈ: હા પણ તે પૂરો કરવા માટે તેટલા પૈસાની સગવડ આપણી પાસે નથી બેટા..મિતાંશ: હા ડેડ, હું ટ્રાય કરું છું.અને મિતાંશે ફોન મૂક્યો અને વિચારવા લાગ્યો કે, હવે શું કરવું? કોની પાસેથી પૈસા માંગવા? આટલી મોટી રકમની વ્યવસ્થા ક્યાંથી અને કઈરીતે કરવી? તેણે પણ પોતાની જે જે બેંકમાં બ્રાન્ચ મેનેજર સાથે ઓળખાણ હતી ત્યાં બધેજ ટ્રાય કરી જોયો પરંતુ આટલી મોટી રકમની વ્યવસ્થા ક્યાંયથી પણ થઈ શકે તેમ નહોતી હવે તે નિરાશ થઈ ગયો હતો અને વિચારવા લાગ્યો કે, ડેડની વાત સાચી છે જો પૈસાની વ્યવસ્થા નહીં થાય તો આટલો મોટો ઓર્ડર મારે જતો જ કરવો પડશે પછી થયું કે, થોડી પ્રોપર્ટી વેચી દઉં પરંતુ પાછો તેને એમ વિચાર આવ્યો કે, પ્રોપર્ટી એમ ઝડપથી ધારેલી કિંમતે થોડી વેચાઈ જશે વેચાણ માટે મૂકું તો પણ સમય લાગે અને વેચાય ત્યારે ખરી.. અને તે મનમાં જ બબડી રહ્યો હતો કે, "હે ભગવાન હવે શું કરવું? તું જ કંઈક રસ્તો બતાવ" અને તેણે એક ઉંડો નિસાસો નાંખ્યો... અને ફરી પાછી હાથમાં પોતાના પેન્ડીન્ગ ફાઈલો લીધી અને સાંવરીની ગેરહાજરીમાં પોતાને એકલે હાથે જ બધું કામ પૂરું કરવાનું છે તેમ વિચારીને કામે લાગી ગયો.અને બસ પોતાનું કામ આટોપીને વિચારી રહ્યો હતો કે હવે ડેડીની કેબિનમાં જમવા માટે જવું એટલીવારમાં સામેથી જ કમલેશભાઈનો ફોન તેને જમવા બોલાવવા માટે આવી ગયો અને તે પોતાના ડેડીને કહેવા લાગ્યો કે, "ડેડ તમારું આયુષ્ય સો વર્ષનું છે હજુ હમણાં તો મેં તમને યાદ જ કર્યા છે અને એટલીવારમાં તો તમારો ફોન આવી ગયો." અને કમલેશભાઈએ પણ હસીને મિતાંશને જવાબ આપ્યો કે, "બેટા સો વર્ષ તો કંઈ નથી જીવવું બસ જેટલું જીવાય તેટલું સુખરૂપ જીવવું છે એટલે બસ અને પાછું બહુ લાંબુ ખેંચીએ તો તમે ને તમે જ કહેશો કે, ડોહો મરતો ય નથી અને લોહી પી ગયો"મિતાંશ: ના ના ડેડી, એવું હોય એવું અમારા માટે બોલશો પણ નહીં અને વિચારશો પણ નહીં અમે તમને એવા લાગીએ છીએ ડેડ?"કમલેશભાઈ: ના ના બેટા, હું તો જરા ગમ્મત કરું છું. નારાજ ન થતો મારા દિકરા. અને ચાલ હવે જમવા આવી જા.મિતાંશ: હા આવ્યો ડેડ.અને બાપ બેટો બંને ટિફિન ખોલીને જમવા માટે બેઠા આજે તો અલ્પાબેને દિકરો આવ્યો તેની ખુશીમાં શીરો પુરી અને મગ બનાવીને ટિફિનમાં મોકલ્યા હતા એટલે બાપ બેટો બંને ખુશ ખુશ થઈ ગયા અને મિતાંશ તો બોલ્યો પણ ખરો કે, "અરે વાહ આજે તો જમવાની મજા આવી જશે મોમના હાથનો શીરો મળે એટલે ભગવાન મળ્યાં બરાબર છે..."અને બાપ બેટો બંને જમતાં જમતાં સાથે સાથે બિઝનેસની વાતો પણ કરી રહ્યા હતા.બસ લગભગ બાપ બેટા બંનેનું જમવાનું પૂરું જ થઈ ગયું હતું અને એટલામાં સાંવરીનો ફોન આવ્યો સાંવરી તેને જમવા વિશે જ પૂછી રહી હતી અને નવા ઓર્ડર માટેની શું વિચારણા કરી તેમ પણ પૂછી રહી હતી. મિહિરે તેને જણાવ્યું કે આટલો મોટો ઓર્ડર પૂરો કરવા માટે સારા એવા પૈસા હાથ ઉપર જોઈશે અને મેં અને ડેડીએ બધીજ જગ્યાએ તપાસ કરી પરંતુ આટલા બધા પૈસાની સગવડ થાય તેમ નથી અને એકપણ બેંકમાંથી આપણને લોન પણ મળે તેમ નથી તેથી કદાચ આ ઓર્ડર જતો પણ કરવો પડે તેમ હું અને ડેડી બંને વિચારીએ છીએ.આટલો મોટો ઓર્ડર કેન્સલ કરવા માટે સાંવરીનું મન માનતું નહોતું તે પણ વિચારવા લાગી કે, મિતાંશની વાત પણ સાચી છે હવે શું કરવું? અને એટલામાં તેને એક સરસ વિચાર આવ્યો અને તે તરતજ તેણે મિતાંશને જણાવ્યો કે, "મિતાંશ મારી પાસે આપણાં ઘરેથી આપેલી કરોડો રૂપિયાની જ્વેલરી છે જે હું હમણાં તો ભઈલુના હિસાબે ક્યાંય જઈ જ શકવાની નથી અને પહેરી પણ શકવાની નથી તો આપણે તેની ઉપર ગોલ્ડ લોન લઈ લઈએ તો કેવું?"મિતાંશ: તે વાત તો તારી સાચી પરંતુ આટલા બધા વર્ષોમાં પપ્પાની લાઈફમાં બિઝનેસમાં કેટલાય ઉતાર ચઢાવ આવ્યા હશે પરંતુ ડેડીએ કોઈ દિવસ મોમની જ્વેલરીને હાથ શુધ્ધાં લગાવ્યો નથી અને હું તારી જ્વેલરી લઉં અને તેની ઉપર પૈસા લઉં એ બધું મને કંઈ યોગ્ય લાગતું નથી અને મોમ ડેડને ખબર પડશે તો તો મારું આવી જ બનશે એટલે આ વાત મને શક્ય લાગતી નથી.અને સાંવરીએ વધુ ચર્ચા ન કરતાં "ઓકે તને ઠીક લાગે તેમ" એટલું કહીને ફોન મૂક્યો અને તરત પોતાના સાસુમા અલ્પાબેનને ફોન લગાવ્યો અને આ આખીયે હકીકત સમજાવી તેમને પણ સાંવરીની વાત યોગ્ય જ લાગી ઉપરથી તેમણે તો એમ પણ કહ્યું કે, "તારા એકલીની જ્વેલરી શું કામ આપણે એક કામ કરીએ આપણાં બંનેની જ્વેલરી ભેગી કરીએ અને તેમાંથી જે જરૂર હોય તે આપણી પાસે રાખીએ અને બીજું બધુંજ બેંકમાં મૂકી દઈએ પૈસા હાથ ઉપર આવશે એટલે છોડાવી લઈશું અને વધુ પૈસા કમાઈશું તો નવી જ્વેલરી પણ ખરીદીશું તેમાં ક્યાં નવાઈ છે!"અલ્પાબેનની વાતમાં ટાપસી પુરાવતાં સાંવરી વચ્ચે જ બોલી ઉઠી કે, "હા મોમ, તમારી વાત બિલકુલ સાચી છે."અલ્પાબેન: તને આ ખૂબ સરસ વિચાર આવ્યો હવે એક કામ કર તું આ વાત કોઈને કરીશ નહીં હું જ તારા ડેડીને આ વાત જણાવું છું અને તેમ કરવા માટે કહું છું.સાંવરી: ઓકે મોમ, મારી જરૂર પડે ત્યારે મને કહેજો.અલ્પાબેન: હા બેટા.અને સાંવરીના મનને રાહત થઈ. અલ્પાબેને તરતજ ફોન કમલેશભાઈને લગાવ્યો અને જ્વેલરી બેંકમાં ગિરવે મૂકવાની સાંવરીની વાત જણાવી કમલેશભાઈનો પણ પોતાની પત્ની અને દિકરાની વહુને ચડાવેલા દાગીના લેવાનો જીવ નહોતો ચાલતો પરંતુ હાલની પરિસ્થિતિને વશ થઈને તેમણે તે પગલું ભરવાનું વિચાર્યું અને પોતાના ઘરમાં આવી સમજદાર અને સંસ્કારી ડાહી તેમજ ખૂબજ બુધ્ધિશાળી દિકરાની વહુ આવી છે તે બદલ ઈશ્વરનો પણ આભાર માન્યો અને પોતાની પત્ની સાથે તેમણે આ વાતનો જીક્ર કર્યો. અલ્પાબેન પણ પોતાના પવિત્ર ઘરમાં આવી પવિત્ર પુત્રવધૂ આવી છે તેથી ખૂબજ ખુશ હતાં. અને આ વાત કમલેશભાઈએ મિતાંશને પોતાની કેબિનમાં બોલાવીને કરી. મિતાંશ સમજી ગયો કે, છેવટે સાંવરીએ પોતાનું ધાર્યું કર્યું અને અલ્પાબેન તેમજ સાંવરીની અંઢૉઅકરોડોની કિંમતની જ્વેલરી ઉપર ગોલ્ડ લોન લેવાનું નક્કી થઈ ગયું.આ વાતની ખબર સાંવરીની મમ્મીને પડી તેમને આ વાત ગળે ઉતરતી નહોતી એટલે તેમણે સાંવરીને ટોકી કે, "તું જે કરી રહી છે તે બરાબર નથી કરી રહી, આ તો બિઝનેસ છે તેમાં કરોડોનો ફાયદો પણ થાય અને નુકસાન પણ જાય, તારા સાસુએ કે સસરાએ હજુ તારા કે તારા આ દિકરાને નામે કશું કર્યું નથી અને તું આ રીતે તને ચડાવેલા દાગીના પણ આપી દેશે તો તારી પાસે તારું પોતાનું શું રહેશે? જો ધંધામાં પૈસાની જરૂર હોય તો અલ્પાબેન તેમના પોતાના દાગીના હોય તે ગિરવે મૂકી દે તારા દાગીના તારે ગિરવે મૂકવાની શું જરૂર? કાલે ઉઠીને ધંધામાં બહુ મોટું નુક્સાન જશે તો તું તો સાવ હાથે પગે થઇ જઈશ અને હજુ તો તારે આ છોકરાને મોટો કરવાનો છે અને ભણાવવા ગણાવવાનો છે તને લાગે છે તેટલું આ બધું સહેલું નથી બેટા તું મુશ્કેલીમાં મુકાઇ જઈશ મારા દિકરા."હવે સાંવરી પોતાના નિર્ણય ઉપર અડગ રહે છે કે પોતાની મમ્મીના કહેવા પ્રમાણે પોતાના દાગીના ગીરવે મૂકવા તૈયાર નથી થતી..??જોઈએ આગળના ભાગમાં શું થાય છે તે..~ જસ્મીના શાહ 'સુમન' દહેગામ 16/10/24