શિખા સહેજ શ્યામ અને ભરાવદાર શરીર ધરાવતી હતી પણએને અતિશય ના કહી શકાય.દેખાવે મધ્યમ ને સ્વભાવે સરળ,હૃદયથી નિર્મળ ને મનની સાફ, સૌની મદદમાં અવ્વલ.કોઇ વ્યક્તિને મુશ્કેલીમાં ન જોઈ શકતી પરંતુ શિખાએ પોતાના રૂપના કારણે બહુ ચઢાવ ઉતાર જોયા હતા જીવનમાં જે એના માનસપટ પર જાણે અજાણે ઊંડી છાપ છોડેલા હતા.વાત છે ત્યારની જયારે શિખા પાંચમા ધોરણમાં હતી ત્યારે એની સ્કૂલમાંથી પ્રવાસનું આયોજન કરાયું હતું.શિખા એવા પરિવારમાં મોટી થઈ રઈહતી કે જેમાં ઘરના સદસ્યોને ફરવા જવામાં રસ નહોતો પરંતુ શિખાનું બાળમન ફરવાના નામથી પ્રસન્ન થઈ ગયું. શિખાની બાળહઠથી ઘરના સદસ્યો માની ગયાં ને શિખા પ્રવાસે ઊપડી.પાંચમા ધોરણમાં ભણતી શિખાના માં બાપને ત્રણ દિવસના પ્રવાસમાં શિખા પોતાને સાચવી લેસે એવો વિશ્વાસ હતો અને શિખા પણ એ વિશ્વાસ પર કાયમ રહી, પરંતુ શિખાને તકલીફ એમ થઈ કે તેને પોતાના માથામાં પોની વાળતા તો આવડતી હતી પણ ચોટલો કરતા નહોતો આવડતો આથી એના માથામાં બીજા જ દિવસે ગૂંચો પડી ગઈ એજ સવારે શિખાએ જોયું કે પ્રવાસમાં સાથે આવેલા મેડમ અમુક છોકરીઓને માથું ઓળી આપતા હતા. શિખા એ વિચાર્યું મેડમ મને પણ ચોટલો વાળીને આપસે.મેડમ બધાંને કેટલુ સરસ માથું ઓળી ને આપે છે હું પણ મેડમને મારું માથું ઓળી આપવા માટે કહુ.મેડમ ની પાસ પાંચ-છ છોકરીઓ હતી આ જોઈને શિખા પણ તેમની જોડે બેસી ગઈ અને મેડમને કહ્યું કે બધાને ઓળાંઈ જાય પછી મને પણ ઓળી આપજો માથું મેડમ,પરંતુ મેડમે કઈ પ્રતિભાવ ન આપ્યો,શીખને લાગ્યું કે મેડમે કદાચ સાંભળ્યું ને હોય તેથી કાંઈ જવાબ ને આપ્યો હોય અને શિખા પણ બીજી છોકરીઓ સાથે ગોઠવાઈ ગઈ.શિખાના હાથમાં પોતાનો કાંસકો હતો અને તે મેડમને છોકરીઓના માથા ઓળતા જોઈ રહી હતી અને વિચારી રહી હતી કે મેડમ જે રીતે માથું ઓળી આપે એ જોઈને હું પણ શીખી જઇશ તો ઘરે મમ્મી પણ રાજી થઈ જશે, આ સાથે શિખાને સંભળાઈ રહ્યું હતું કે મેડમ બધી છોકરીઓને પૂછી રહ્યા હતા કે તમારે કઈ રીતનું માથું ઓળાવુ છે.ચોટલો,પોની કે પછી કોઇ બીજી હેરસ્ટાઇલ.જે રીતના છોકરીઓ કહેતી આ રીતના મેડમ માથું ઓળીને આપી રહ્યા હતા.જોતજોતામાં બધી છોકરીઓ માથું ઓળવીને જતી રહી ને મેડમ બેધ્યાનપણે ઉભા થઈને જેવા લાગ્યા.શિખા બોલી…મેડમ..તો મેડમ સહેજ ઊંચા અવાજમાં પૂછ્યું તારેય ઓળાવું છે માથું.શિખા મેડમ નો ઊંચો અવાજ સાંભળી શિખા કઈ બોલી ના શકીને ફક્ત હકારમાં માથું ધુણાવ્યુ. અને મેડમ ને કાંસકો આપ્યો અને એમના સામે બેઠી શિખા ના મનમાં એમ કે મેડમ એને પણ પુછસે કે અને કઈ રીતનું માથું ઓળાવુ છે.પણ મેડમ તો શીખાના માથા મથી બોરયું નીકળી ને ફટાફટ કાંસકો ફેરવી રહ્યા હતા ને આ બાજુ શિખા રાહ જોઈ રહી હતી કે મેડમ કયારે મને પુછસે કે મારે કઈ રીતનું માથું ઓળાવું છે,મેડમ હાલ પૂછસે હાલ પૂછસે ની રાહ માં અંતર્મુખી શિખા કાંઈ બોલી શકી ને ને મેડમે શિખા ને પહેલા જેવી હતી તેવીજ પોની વાળી ને આપી દીધી.શિખાના માથા માથી ન તો ગૂંચ નીકળી ના તો ચોટલો ઓળાયો.શિખાના બાળમનમાં પ્રશ્ન થ્યો કે મેડમે બધાને પૂછ્યું તો મને કેમ ન પૂછ્યું કે મારે કઈ રીતનું માથું ઓળાવવુ હતું પરંતુ ભોળા મનની શિખાને એમ લાગ્યું કે કદાચ મેડમને ઉતાવળ હસે એટલે ને પૂછી શક્યા હોય.આમ છતાં શિખા આ નક્કી કર્યું કે પોતે હવે કોઈને પોતાના કામ માટે હેરાન નઈ કરે ક્યાંક એનું દિલ દુભ્યું પણ હસે. બીજા દિવસે શિખાને જેવું આવડ્યું એવું માથું એણે જાતે ઓલ્યું ને ત્રણ દિવસ નો પ્રવાસ પૂરો થ્યો.સમય જતા શિખા મોટી થઈ ને અને સમજાયું કે એનો શ્યામવાન ને સ્થૂળતા લોકો ના આંખ માં ખૂંચતી હતી.લોકો ને શિખાનું આસપાસ હોવુ પસંદ ન હતું આ વાત જેમ જેમ શિખાને સમજ આવી તેમ તેમ શીખા જાતેજ લોકો થી દૂર રહેવા લાગી આજે વીસ વર્ષની ઉંમરે શીખા પોતાને સાચવતા ને એકલા રેહતા બરાબર શોખી ગઈ છે ,ને પ્રવાસના એ દિવસ પછી શિખાએ પોતાની માતા સિવાય કોઇના પાસે પોતાનું માથું ઓળવા નથી ગઈ.
મારી રચના પસંદ આવી હોય તો મને ફોલો જરૂર કરજો.