શિખા ને ઉનાળાનું વેકેશન પડ્યું હતું, તે હવે ચોથા ધોરણમાં આવવાની હતી. તે આ વખતે વેકેશનમાં પોતાના મામાના ઘરે નહોતી ગઈ કારણ કે તેની ફઈ તેના ઉનાળુ વેકેશન કરવા આવવાના હતી, શિખાને પોતાની ફઈ આવતા તે બહુ ગમતું આથી આ વખતે પણ શિખા ફઇની આતુરતા પૂર્વક રાહ જોવા લાગી.
થોડા દિવસોમાં ફઈ આવી ગયા. થોડાક દિવસો ફઈના છોકરાઓ સાથે ધમાલ મસ્તીમાં ખુબ સરસ વિત્યા, શિખા અને તેનો ભાઈ અને ફઈ છોકરાઓ ભેગા મળીને પેપ્સી પિતા, બરફનો ગોળો ખાતા,રોજ રાત્રે આઈસક્રીમ ખાતા, અને હા કેરી અને શેરડીનો રસ તો ખરો જ આ રીતે દિવસો રાજીખશી પસાર થતાં હતા.
એક દિવસ શીખા ના દાદીએ અંબાજી જવાનું નક્કી કર્યું, દર્શન અને શોપિંગ અર્થે,દાદી અને ફઈ સાથે શિખા પણ જશે વાત ફાઇનલ થઈ.આ સાંભળીને તો શિખા રાજીનારેડ થઈ ગઈ.બીજા દિવસે શિખા કોઇના પણ જગાડ્યા વગર જાતેજ વેલી જાગી ગઈ.પરંતુ જાગીને મતલબ શું અંબાજી માટે નીકળવાને તો વાર હતી.આમ છતાં શિખા નાહીને સરસ તૈયાર થઈ ગઈ હતી,૧૦ વાગ્યા પછી શિખા પોતાના દાદી અને ફઈ જોડે અંબાજી જવા ઊપડી,અંબાજી જવા માટે તેઓ બસમાં બેઠા,બસ માં બેસતાની સાથે શિખા ક્યારે અંબાજી આવશે તેની રાહ જોવા લાગી,રસ્તામાં કોલેજના એક દીદી પણ શિખાના દોસ્ત બની ગયા હતા.કલાકના સફર બાદ અંબાજી આવી ગ્યું હતું,આથી પહેલા કઈક નાસ્તો કરવાની વિચાર્યું,શિખાએ દાદી અને ફઈ સાથે પાણીપુરી અને મસાલાસોડાની મજા માણી.
પછી અંબાજીમાતા ના દર્શન કર્યા,૧ થી ૧:૩૦ કલાક પછી તેઓ મંદિરના બહાર થી શોપિંગ કરવા લાગ્યા,ઘણું બધું ફર્યા પછી શીખાને એક ઢીંગલી પસંદ આવી, આટલી વારમાં તેને બીજી ઘણી ઢીંગલીઓ બજારમાં જોઈ હતી પણ આ ઢીંગલી શિખામાં મનમાં વસી ગઈ,આથી તેને દાદીને ઢીંગલી આપવવા કહ્યું.
દાદી ધડ દઈને એકાક્ષરી જવા આપ્યો,
"ના"
શિખાએ ફરી કહ્યું…….દાદી ઢીંગલી લઈ આપોને મને બઉ ગમી છે,મારે વેકેશન માં ઢીંગલી સાથે રમવું છે.
ફરી દાદીએ કહ્યું…….. એક વાર ના કીધું ને તારે વેકેશન પતી જસે પછી શું!!
તો શિખાએ જવાબ આપ્યો કે હજુ વાર છે ને સ્કૂલ ખૂલવામાં ત્યાર સુધી તો રમવા માટે અપાવી દો ને.
હવે તો દાદીને ગુસ્સો આવી ગયો અને તેઓ જોર થી બોલી પડ્યા……….તારી ઉંમર ઢીંગલી રમવાની નથી, પરંતુ ઘરનું કામ શીખવાની છે.
શીખતો દાદીના ગુસ્સાથી ડરીને રડીજ પડી, તેમ છતાં રડતાં રડતાં તેને ફરી એક વાર પ્રયત્ન કર્યો.
દાદી હું કામ પણ કરી લઈશ, ઢીંગલી તો લાવી આપો હું કયા કઈ બીજું માંગું છું હું આજ પેલા કદી કોઇ વાત ની જીદ પણ નઈ કરી બીજા બધા માટે રમકડા લેવાયા મારા માટે કેમ નઈ?
શિખાના પ્રશ્નનો જવાબ આપતા દાદી કહ્યું, તુ ગમે તે કર આજે તને ઢીંગલી નઈ મળે…… તુ બીજું કઈક માંગી લે,
આટલામાં શિખાના ફઈએ પણ ૨,૩ વખત દાદીને કહ્યું કે અપાવી દે ને હજુ કયા એટલી મોટી થઈ છે વેકેશન પૂરતી રમશે પછી તો ભણવામાં મન પરોવી નાખશે ને!!
દાદીએ ફઈને પણ કહી દીધું,તુ સમજતી નથી તેની ઉંમર રમવાની નઈ પણ ઘરના કામ શીખવાની છે,હવે તો ફઈ પણ દાદી સામે કઈ બોલી શક્યા નઈ,ને શિખા પણ રડી રડી ને આજીજી કરતા થાકી હતી હવે તેનું મન મરી ચૂક્યું હતું.
દાદી અને ફઈ ફરી શોપિંગના વ્યસ્ત થઈ ગયા,થોડીક વાર પછી શીખા ને દાદી સામે જોઈને એક બંગડીના સેટ પર હાથ મૂક્યો, એ પ્લાસ્ટિકની ત્રણ બંગડીનો સેટ હતો,બે સફેદ અને એક કાળી, દાદીએ પૂછ્યું ફાઈનલ તને પસંદ છેને?
આટલું રડ્યા પછી શિખા બોલી શકી નહીં,સહેજ જ હકારમાં માથું ધૂણાવ્યૂ અને દાદી બંગડી લઈને બેગમાં મૂકી દીધી, શીખને બંગડી પસંદ તો નહોતી આવી પણ દાદી અપાવે છે કે ફકત એ જોવા લઇ લીધી હતી,તેનો જીવ તો હજુ પણ પેલી ઢીંગલી માં અટક્યો હતો.
આ પછી આખા દિવસની ગરમી અને શોપિંગથી થાકીને દાદી અને ફઈ કયાંક નાસ્તો કરવાનો વિચાર્યું, અને તેઓ પાવભાજી ખાવા ગયા,બે પ્લેટ પાવભાજી મંગાવવામાં આવી, પરંતુ સવારે જે ઉત્સાહથી શિખાએ પાણીપુરી ખાધી હતી તે ઉત્સાહથી તે પાવભાજી ન ખાઈ શકી અરે ચાખી પણ ના શકી,બંગડી અપાવ્યા પછી દાદી કે ફઈ માથી કોઇ શિખા સાથે કઈ બોલ્યુ પણ નઈ.
બસમાં બેસીને ત્રણેય જણ પાછા ઘરે આવી ગયા, દાદી બંગડીનો સેટ શિખાની મમ્મીને આપતા કહ્યું કે, આ આની માટે,ભવ જિદ્દી છે તારી છોકરી દિવસ બગાડ્યો, ઊહ….આ સાંભળીને શિખા ફરી રડી પડી ને પછી શીખાએ પોતાનો હાથ બંગડીમાં ક્યારેય નાખ્યો જ નઈ.
એ દિવસ થી રોજ રાત્રે શીખાને ઓલી ઢીંગલી ફક્ત સપનામાંજ મળતી.
મારી રચના પસંદ આવે તો મને ફોલો જરૂર કરજો.