Mother’s Love khushi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Mother’s Love

અહેસાસ,પાંચ વર્ષ સુધી હોસ્ટેલમાં અભ્યાસ કર્યા બાદ 11 અને 12માં ધોરણના અભ્યાસ માટે ફરી પોતાના શહેર આવી જાય છે.અહેસાસના માતા પિતા હવે તેનાથી વધુ સમય તેનાથી દૂર રહેવા માંગતા નહતા.આમતો અહેસાસને હોસ્ટેલમાં મૂકવાનો વિચાર તો હતોજ નહીં,પરંતુ સારી સ્કૂલમાં શિક્ષણ મેળવવાનાં હેતુથી તેને મોટા શહેરની સ્કૂલમાં એડમિશન અપાવ્યું,અને હોસ્ટેલમાં રહેવા સિવાય બીજો કોઇ વિકલ્પ નહતો,પરંતુ સમય જતાં અહેસાસના શહેરમાં સારી સ્કૂલો શરૂ થઈ અને હવે અહેસાસ પોતાના શહેર, પોતાના ઘરે આવી ગઈ હતી.

અહેસાસનો અભ્યાસ પણ નિયમિત શરૂ થઈ ગયો હતો.તેની શાળાનો સમય 10 થી 5નો હતો.અહેસાસની જિંદગી પણ ઘરે આવીને ખુબ સુંદર થઈ ગઈ હતી.હોસ્ટેલની જેમ વહેલા ઉઠવાની ટેન્શન નઈ,અને ન તો કોઇ પણ કામ જાતે કરવાની ઉતાવળ બીજી તરફ અહેસાસના ઘરે આવ્યા બાદ રોજેરોજ ઘરમાં દિવાળી જેવો માહોલ રહેવા લાગ્યો.આટલા દિવસ માતા પિતાનો જે પ્રેમ હોસ્ટેલમાં રહીને નતી મેળવી શકી,તે બધો હવે તેને મળતો આવી રીતે અહેસાસની જિંદગી ખુશનુમા રીતે વીતી રહી હતી.અહેસાસ ઘરનું કામ પણ શીખતી આથી તેની મમ્મીને પણ સારી એવી મદદરૂપ થવા લાગી હતી.

સમય આવીજ રીતે હસીખુશીથી વિતતો હતી, અહેસાસ પણ હવે નવા જીવન માં નવા લોકો સાથે ઢળી ગઈ હતી, સ્કૂલ અને સોસાયટીમાં તેની ખાસી ફ્રેન્ડ્સ પણ બની ગઈ હતી.

10 થી 5ની સ્કૂલના સમય પછી અહેસાસ અને સોસાયટીની ફ્રેન્ડ્સ થોડાક સમય માટે મળતાં,અને શનિ રવિ તો આખી મંડળી જામતી બપોર થી છેક મોડી સાંજ સુધી.

બીજી તરફ સોસાયટીની લેડીસ પણ સાંજના સમયે ઓટલા પર બેસતી અને વાતો કરતી.

એક વાર શનિવારના દિવસે અહેસાસની બધી બહેનપણીઓ અહેસાસના ઘરે બપોરેજ આવી ગઈ હતી અને ચોકમાં બેસીને બધાં વાતોના ગપાટા મરવા લાગ્યાં,અહેસાસની મમ્મી ઘરમાં થોડીક વાર આરામ કરીને કામે વળગી.તેઓ કઈક કામ યાદ આવતાજ ચોકમાં આવ્યાં ત્યારે બધી બહેનપણીઓને તરસ લાગી હોવાથી અહેસાસએ તેની મમીને કહ્યું,

મમ્મી……ફ્રિજમાંથી ઠંડાપાણીની બોટલ આપોને બધાને તરસ લાગી છે, તેની મમ્મી પાણી આપ્યું બધાએ પીધું અને એ દિવસતો પસાર થઈ ગયો.

બીજો દિવસ શરુ થયો, રવિવાર હતો.આજે ફક્ત મહિલાઓ ઓટલા પર મંડળી જમાવી હતી,બાળકો તો લેશન પૂરું કરવા બેઠા હોવાથી કોઇ ઘરમાંથી બહાર નીકળ્યું નહતું.

આમતો અહેસાસની મમ્મી ખાસ ઓટલાસભામાં જાય નહીં,કારણકે તેમણે વાતો કરતાં T.V.નો શોખ વધુ પરંતુ આજે તેમણે ઓટલા સભામાંથી સ્પેશિયલ નિમંત્રણ આવ્યું, પરંતુ તેમને જવામાં રાસ ન દાખવ્યો.આથી અહેસાસે તેમણે પૂછ્યું, મમ્મી તમે કેમ બહાર નીકળતા નથી આખો દિવસ ઘરમાંજ રહો છો?કલાકેક બહાર બેસોતો માઇન્ડ ફ્રેશ થશે.

તો તેની મમ્મીએ જવાબ આપ્યો કે,એ લોકો જે પ્રકારની વાતો કરે છે મને પસંદ નથી એટલે હું આવી ઓટલાપંચાતમાં નથી જતી.

પછી અહેસાસ તેની મમ્મીને સમજાવતાં કહ્યું કે,મમ્મી આજે તમને બોલાવ્યા છે તો જતા આવો પછી રોજ ના જશો તો પણ ચાલશે.

અહેસાસની સમજાવટ બાદ તેની મમ્મીએ પણ કહ્યુંકે આજે બોલાવી છે એટલેજ જતી આવું,બાકી રોજ રોજની ઓટલાપંચાત મને પસંદ નથી,આટલું કહીને તેઓ બહાર ગયાં અને થોડીકજ વારમાં પાછા આવીને મોઢું ફુલાવીને બેસી ગયા.

અહેસાસે પૂછ્યું…..શું થ્યું મમ્મી?

કઈ જવાબ આપ્યાં વિના તેની મમ્મી થોડીક વાર હજુ બેઠા રહ્યા.

હવે અહેસાસ તેની મમ્મીના બાજુમાં બેઠું અને ફરી પૂછ્યું કે…

શું થ્યું મમ્મી?

આજ પછી હું કયારેય ઓટલાપંચાતમાં નહીં જાઉં, ક્યારેય એટલે ક્યારેય નહીં..

અહેસાસે નવાઈ પામતાં કહ્યું…. Ok

પણ થ્યું શું એતો કહે!!!

તેની મમ્મીએ જવાબ આપતા કહ્યું કે,

મેં તમને કાલે પાણી આપ્યું તુ યાદ છે?

હા,બધાને તરસ લાગીતી તો મેં ઠંડુ પાણી માંગ્યુંતુ પણ અત્યારે પાણીનો શો રોલ મમ્મી?

અહેસાસ સહેજ અકડાતા બોલી.

અરે એમાં થ્યું એવુંકે જેના ઘરે આ ઓટલામંડળી જામે છેને એની છોકરી પણ કાલે તમારા જોડે બેઠી હતી,અને પાણી પીધું પછી ઘરે જઈને તેને અણી માંને એમ કહ્યું,કે અહેસાસને તો અની મમ્મી પાણી હાથમાં લાવી આપણે અહેસાસ પાણી પીવે બોલો…..

હે… આવું કેમ કહ્યું હશે અને..

આગળ સાંભળ..એટલેજ એ લોકો મને બોલાવી,શિખામણ આપવાં.

મને કહે કે,આમ છોકરીઓને બેઠાં બેઠાં પાણી ના પીવડાવાય….પછી માથે ચઢી જય નહિતો,દીકરીઓને તો સાસરે મોકલવાની હોય એમની પાછળ પાછળ ના ફરાય,પછી કઈ કામકાજ ના આવડે તો દુઃખી થશે,સાસરાવાળા મજાક ઉડાવસે,આમ ને તેમ….

પછી મારું મગજતો છટક્યું,અને મેં પણ પછી જવાબ આપી દીધોકે..મેં મારી છોકરીને 5વર્ષ સુધી હોસ્ટેલમાં રાખેલી છે જ્યાં તે બરાબર રીતે રહેલી છે,આ ઉપરાંત ઘરનાં પણ ઘણા કામમાં મને મદદરૂપ થાય છે,તે મને પાણી પીવડાવે છે,અને હું પણ તેને પાણી પીવડાવું જ છું.એટલી વાતમાં એ દુઃખી થશે એવું કઈ પણ સાબિત નથી થતું.

અને વધારે કઈ મગજમારી થાય એ પહેલાંતો તો હું ઘરે આવી ગઈ,મેં તને કહ્યું હતુને કે આજકારણથી હું ઓટલાપંચાતનો ભાગ નથી બનતી હં……હવે ક્યારેય ના જવ.

અહેસાસને પણ અજીબ લાગ્યું કે આજના જમાનામાં પણ એટલી ઓછી માનસિકતા ધરાવનારા લોકો છે!

પરંતુ તેની મમ્મી તેને સાથે હોવાથી તે તે ગર્વ અનુભવે છે.

મારી રચના પસંદ આવે, પ્રતિભાવ અને પ્રોત્સાહન આપી મને ફોલો જરૂર કરજો.