Featured Books
શ્રેણી
શેયર કરો

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 116

કૉલેજ કેમ્પસ ભાગ-116

"અરે..અરે.. એક મિનિટ સાંભળ તો ખરી.. ફરી ક્યારે ફોન કરે છે." સમીરની આજે ફોન મૂકવાની જરાપણ ઈચ્છા નહોતી પરંતુ પરી થોડી થાકેલી પણ હતી એવું તેને લાગ્યું એટલે તે ચૂપ રહ્યો."બે ત્રણ દિવસ પછી કરું.." "ઓકે, મેડમની જેવી ઈચ્છા.. ઓકે તો બાય મિસ ડૉક..""બાય.."અને પરીએ ફોન મૂક્યો અને પોતાના ઘરમાં પ્રવેશી..જ્યાં છુટકી, તેની ક્રીશા મોમ, તેના ડેડ અને નાનીમા તેની રાહ જોતાં બેઠા હતા..અને છુટકી પાસે તો પ્રશ્નોની વણથંભી વણઝાર તૈયાર જ હતી...પરી પોતાના ઘરમાં પ્રવેશી..."આવી ગઈ બેટા.." ક્રીશાએ વ્હાલપૂર્વક પોતાની દીકરીને પૂછ્યું."હા મોમ" પરીએ જવાબ આપ્યો અને પોતાના રૂમમાં પ્રવેશી..જ્યાં છુટકી ચાતક પક્ષી જેમ વરસાદની રાહ જુએ તેમ પોતાની વ્હાલી દીદીની રાહ જોતી બેઠી હતી.."બોલ દી.. કેવો રહ્યો તારો પહેલો દિવસ?" છુટકી પરીનો આજે પહેલા દિવસનો અનુભવ સાંભળવા ખૂબ ઉત્સુક હતી.પરંતુ તેના ઉત્સાહમાં ભંગ પડાવતા હોય તેમ નાનીમા બોલ્યા કે, "એને અંદર આવવા દે, નિરાંતે જરા બેસવા દે પછી બધા પ્રશ્નો પૂછ બેટા.." પરી નાનીમા અને છુટકી પાસે જઈને બે મિનિટ બેઠી અને એટલામાં ક્રીશાએ બધાને જમવા માટે બૂમ પાડી..આજે પરીની ડોક્ટર તરીકેની પ્રેક્ટિસનો પહેલો દિવસ હતો એટલે ક્રીશાએ તેના માટે એક સુંદર સ્વીટ સેવૈયા જે પરીની પ્રિય ડીશ હતી તે બનાવીને રાખી હતી.પરી ગરમ પાણીથી બાથ લઈને ફ્રેશ થઈને રિલેક્સ કપડા પહેરીને તૈયાર થઈને ડાઈનીંગ ટેબલ ઉપર ગોઠવાઈ ગઈ.બધા જ તેની રાહ જોતાં બેઠા હતા.પરી પોતાની પ્રિય વાનગી જોઈને ખુશ થઈ ગઈ અને બોલી ઉઠી કે, "ઑહ, સેવૈયા ફોર મી.. થેન્કયુ મોમ..""મોમ, બધું તારું જ ભાવતું બનાવે છે મારું ભાવતું તો કંઈ બનાવતી જ નથી.." છુટકી મોં ફુલાવીને બોલી."એય ઝઘડાડુ ખોટું ન બોલીશ" ક્રીશાએ પોતાની લાડલી નંબર ટુ ને જરા કડકાઇથી ટોકી.."આજનો દિવસ કેવો રહ્યો બેટા?" શિવાંગે પોતાની પરીની સામે પ્રશ્નાર્થ નજરે જોયું અને પૂછ્યું."બસ સારો રહ્યો ડેડ" "આ ક્વેશ્ચન તો મારે પૂછવાનો હતો.." છુટકી એકદમથી વચ્ચે જ તૂટી પડી.."અરે ડેડે પૂછી લીધું તો એમાં શું થઈ ગયું બેટા.." ક્રીશાએ ફરીથી તેને ટોકી.."ના એવું નહીં ચાલે..આઈ વીલ રીપીટ ધ ક્વેશ્ચન.."અને છુટકીની આવી નાદાન હરકત જોઈને બધા હસી પડ્યા.અને હજુ તો બધાના ચહેરા ઉપર હાસ્ય છવાયેલું હતું અને છુટકી બોલી, "ડોક્ટર પરી, આજનો દિવસ કેવો રહ્યો તમારો ?"તેનું ડોક્ટર પરી સાંભળીને ફરીથી બધા હસી પડ્યા અને શિવાંગ તો બોલ્યો પણ ખરો કે, "ડોક્ટર પરી..""હા તો ડોક્ટરને તો ડોક્ટર જ કહેવાય ને? મેં કંઈ ખોટું કહ્યું.."ના ના, તું સાચી છે બેટા.. પણ આ તો તારા મોંઢેથી ડોક્ટર પરી સાંભળીને જરા હસવું આવી ગયું." શિવાંગ હસતાં હસતાં બોલ્યો.પરીએ બોલવાનું શરૂ કર્યું, "આજનો દિવસ મારો ખૂબજ સરસ ગયો. આજે મને એવું લાગ્યું કે હજી તો મારે ઘણુંબધું શીખવાનું બાકી છે અને તેમાં પણ ડોક્ટર નિકેત પાસેથી તો ઘણુંબધું શીખવા જેવું છે.""ઓહો એવું છે ?" શિવાંગે હુંકાર ભર્યો."હા ડેડ ડોક્ટર નિકેત ઈઝ આ સો જેન્ટલમેન.. ખૂબ જ સુંદર ડોક્ટર છે. તે પોતાની ડોક્ટર તરીકેની ભૂમિકા ખૂબજ સમજદારી પૂર્વક નિભાવે છે. મેં ઘણાં બધાં ડોક્ટર જોયા પરંતુ તેમના જેવા લાગણીશીલ ડોક્ટર ખૂબ ઓછા જોવા મળે છે. પોતાના એકે એક પેશન્ટને તે જાણે પોતાની અંગત વ્યક્તિ હોય તે રીતે ટ્રીટ કરેછે. માણસ તરીકે પણ તેમનું અલગ જ વ્યક્તિત્વ છે. તેમના હાથ નીચે હું કામ કરીશ તો મને ઘણું બધું શીખવા પણ મળશે અને એક કાબેલ ડોક્ટર બનતાં મને વાર પણ નહીં લાગે..""અચ્છા તો મારી દી એક ખૂબ મોટી ડોક્ટર બનશે. એમ જ ને..""હા હા સ્યોર બનશે જ ને.." ક્રીશાએ ટાપસી પૂરી."એક વાત કહું બેટા.. જીવનમાં કરિયરની શરૂઆત કરતાં પહેલા અને તેમાં પણ તારા જેવું પ્રોફેશન હોય જેમાં ખોટી રીતે પણ પૈસા પડાવી શકાતા હોય તેવા પ્રોફેશનમાં આપણી જાતને આપણે ખોટું કરતાં રોકવી, ખોટી રીતે કોઈ દર્દી પાસેથી પૈસા ન પડાવવા. એવા કેટલાક આપણાં પોતાના અંગત નિયમો હોવા જોઈએ અને તો જ તમે જીવનમાં આગળ વધી શકો બેટા. ખોટા પૈસા કમાવાથી તમે પૈસાદાર તો બની જશો પરંતુ તેનું મૂલ્ય જ્યારે ચૂકવવું પડશે ત્યારે તમને રોતાં પણ નહીં આવડે અને માટે જ કરિયરની શરૂઆત કરતાં પહેલા આવા કેટલાક આપણાં પોતાના અંગત નિયમો હોવા ખૂબ જરૂરી છે બેટા.""હા, તમારી વાત બિલકુલ સાચી છે ડેડ. હું પણ આજે એક નિયમ લઉં છું કે કદીપણ કોઈ પણ દર્દી પાસેથી ખોટો એકપણ રૂપિયો પડાવીશ નહીં અને બીજો નિયમ એ પણ લઉં છું કે જ્યારે ડોક્ટર તરીકેની મારી પોતાની પ્રેક્ટિસ શરૂ કરીશ ત્યારથી વિકમાં એક દિવસ ઓનરરી સેવા આપવા માટે કોઈ એક જરૂરિયાત વાળી હોસ્પિટલમાં મફત સારવાર કરવા માટે જઈશ."પોતાની કરિયરની શરૂઆત કરતાં પહેલા જ પોતાના પ્રોફેશન બાબતે પરી આટલી બધી સભાન છે અને આજે તેણે જે બંને નિયમ લીધા તે સાંભળીને ક્રીશા, શિવાંગ તેમજ નાનીમા ત્રણેય ખૂબ ખુશ થઈ ગયા. અને છુટકી તો વળી તાળી પાડીને પોતાની દીદીનું હ્રદયપૂર્વક સન્માન કરવા લાગી.જમવાનું પૂરું થયું એટલે બધા પોત પોતાના રૂમમાં ગયા પરી તેમજ છુટકી પણ પોતાના રૂમમાં ગયા.રૂમમાં જતાં વેંત પરીએ છુટકીને પૂછ્યું કે, "શું કરે છે તારો પેલો ફ્રેન્ડ દેવાંશ, તેની ગાડી બરાબર ટ્રેક ઉપર આવી કે નહીં?"વધુ આગળના ભાગમાં...~ જસ્મીના શાહ 'સુમન'    દહેગામ   16/9/24