સ્માર્ટફોનને બનાવો હથિયાર Siddharth Maniyar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્માર્ટફોનને બનાવો હથિયાર

આજના યુગમાં મહિલાઓ પર થતાં અત્યાચારની ઘટનાઓ વધી રહી છે, ત્યારે સર્તક બનવાની જરૂર છે

મહિલાઓની સુરક્ષા માટે સ્માર્ટફોનમા આ ૬ એપ્લીકેશન હોવી ખુબ જ જરૂરી

વર્તમાનમાં મહિલાઓ પરના અત્યાચારની ઘટનાઓ વધી રહી છે, ત્યારે પોતાની સુરક્ષા માટે મહિલાઓ થોડી સર્તકતા વાપરી સ્માર્ટફોનને જ હથિયાર બનાવી શકે છે

કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીના ર્નિભયા દુષ્કર્મ અને હત્યા કેસ બાદ મહિલાઓની સુરક્ષા માટે નવા અને કડક કાયદા અમલી કરાયા હતા. તે વખતે આ કાયદા એવી આશા સાથે બનાવાયા હતાં કે, સ્થિતીમાં થોડો ફેરફાર થશે. પરંતુ તેવું થયું નહીં. પરંતુ તેનાથી વિપરીત હવે તો મહિલાઓ પર હિંસાના કિસ્સામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજ્ય હોય કે કેન્દ્ર બન્ને સરકારો માટે મહિલાઓની સુરક્ષા ચિંતાનો વિષય બન્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના એક અહેવાલ અનુસાર, ત્રણમાંથી એક મહિલા તેના જીવનકાળમાં ક્યારેક ને ક્યારેક શારીરિક અથવા જાતીય હિંસાનો ભોગ બને છે. એટલું જ નહીં નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના ડેટા અનુસાર ભારતમાં દર કલાકે મહિલાઓ વિરુદ્ધ અપરાધની ૫૧ ફરિયાદ ચોંપડે નોંધાય છે.

ઉપરોક્ત આંકડા બાદ હવે, મહિલાઓએ પણ પોતાની સુરક્ષાને લઇને જાગૃત થવાની જરૂરીયાત છે. આજના સમયે દરેક વ્યક્તિ પાસે એક સ્માર્ટફોન તો હોય જ છે. ત્યારે મહિલાઓની સુરક્ષા માટેનું સૌથી મોટું હથિયાર પણ હવે, સ્માર્ટફોન જ બની શકે છે. સ્માર્ટફોનમાં મહિલાઓ પોતાની સુરક્ષા માટે કેટલીક એપ્લીકેશન ડાઉન્ડલોડ કરી તેની મદદથી મહિલાઓ વિરુદ્ધ થતાં ગુનાને ઘટાડી શકે છે. નોંધપાત્ર બાબત એ કે આ એપ્લીકેશન વપરાશ માટે નિઃશુલ્કપણે ઉપલબ્ધ છે, તેમ છતા મોટાભાગની મહિલાઓ તેનો ઉપયોગ કરતી નથી. ત્યારે આજના આર્ટીકલમાં જાણો મહિલાઓની સુરક્ષા માટેની સૌથી મહત્વની કેટલીક એપ્લીકેશન વિષે.

મહિલાઓના સ્માર્ટફોનમાં કઇ સુરક્ષા એપ્લીકેશન હોવી જાેઇએ

૧. ૧૧૨ ભારત ઃ આ એપ્લીકેશન કેન્દ્ર સરકારના ઈમર્જન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ (ઇઆરએસએસ) કેમ્પેઈન હેઠળ બનાવાઇ છે. જે ઓલ-ઈન-વન એપ છે. આ એપ દ્વારા, કટોકટીની સ્થિતિમાં માત્ર એક જ ટેપથી એસઓએસ એલર્ટ મોકલી શકાય છે. જાે મહિલા મુશ્કેલીમાં હોય તો માત્ર એસઓએસ નંબર ડાયલ કરવાથી તમામ સુરક્ષા એજન્સીઓ અને મહિલાના પરિવારને પણ તાત્કાલિક એલર્ટ મોકલી શકાય છે.

૨. bSafe (બી સેફ) : આ એપ્લિકેશન હિંસા, જાતીય હુમલો અને બળાત્કાર જેવી ગંભીર ઘટનાના કિસ્સામાં પુરાવા એકત્ર કરવામાં મદદરૂપ બને છે. તે ઉપરાંત એપ્લિકેશનમાં ઘણી અન્ય સુવિધાઓ પણ છે. જેમાં વૉઇસ એક્ટીવેશન, લાઇવ સ્ટ્રીમિંગ, ઑડિયો/વિડિયો રેકોર્ડિંગ અને લોકેશન ટ્રેકિંગનો સમાવેશ થાય છે. આ એપમાં એક એસઓએસ બટન છે. જે દબાવવાથી મહિલાનું લાઇવ લોકેશન તેના ઇમર્જન્સી કોન્ટેક્ટ નંબર પર એસએમએસ દ્વારા શેર થઇ જાય છે. એટલું જ નહીં, લોકેશન શેર થતાંની સાથે જ ઓડિયો-વીડિયો રેકોર્ડિંગ પણ શરૂ થઇ જાય છે.

૩. My Safetypin (માય સેફ્ટીપિન) : આ એપ થકી મહિલા જાણી શકે છે કે, તે જે જગ્યાએ છે ત્યા સુરક્ષિત છે કે નહીં. એપ્લીકેશનમાં દરેક જગ્યાના રેટિંગ આપવામાં આવ્યા છે. જેના આધારે એપ્લીકેશન મહિલાને જાણ કરે છે. જાે, મહિલા અસુરક્ષિત જગ્યાએ હશે તો નોંધાયેલા ઇમરજન્સી નંબર પર તુરંત એક એસએમએસ એપ્કલીકેશન દ્વારા મોકલવામાં આવશે. એટલું જ નહીં એપમાં નજીકના બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, પોલીસ સ્ટેશન અને હોસ્પિટલનું લોકેશન પણ સરળતાથી શોધી શકાય છે.

૪. Shake2Safety (શેક ટુ સેફટી) : આ એપ્લીકેશનને ખાસ યુઝર ફ્રેન્ડલી બનાવાયુ છે. જેનો ઉપયોગ અકસ્માત, હેરાનગતિ, ચોરી અથવા કોઈપણ કુદરતી આફત સમય થઇ શકે છે. જે માટે યુઝરે ફોનને ફક્ત શેક કરવાનો અથવા તો પાવર બટનને સતત ચાર વખત દબાવવું પડશે. જેની સાથે જ એપ્લીકેશનમાં નોંધાયેલા નંબર પર એસઓએસ મેસેજ અથવા કોલ એલર્ટ પહોંચી જશે. મહત્વની વાત તો એ છે કે, આ એપ ઇન્ટરનેટ વિના જ કામ કરે છે. તેમજ ફોન લોક હોય તો પણ કામ કરે છે.

૫. Smart24*7 (સ્માર્ટ ૨૪*૭) : આ એપ મુશ્કેલીમાં મુકાયેલી મહિલાને તેમના ઇમરજન્સી કોન્ટેક્ટ સાથે વાત કરાવે છે. જેમાં ૨૪ કલાક કસ્ટમર સપોર્ટની પણ સેવા મળે છે. જેના થકી યુઝર પોતાના ઇમરજન્સી કોન્ટેક્ટને ગમે ત્યારે એલર્ટ મોકલી શકે છે.

૬. Raksha App (રક્ષા એપ) : આ એપ્લીકેશન યુઝરનું લાઇવ લોકેશન શેર કરે છે. તેમજ મુશ્કેલીના સમયે ઇમરજન્સી કોન્ટેક્ટને એલર્ટ પણ કરે છે. એપ્લીકેશનની ખાસ વાત તો એછે કે, ફોન સ્વિચ ઓફ હોય અથવા નોન ઓપરેટિવ મોડમાં હોય તો પણ એપ્લીકેશન કામ કરે છે. જે માટે યુઝરે ત્રણ સેકન્ડ માટે વોલ્યૂબ બટન દબાવી રાખવાનું હોય છે. આ એપમાં એસઓએસની પણ સુવિધા છે જે ડેટા કે ઇન્ટરનેટ ન હોવા છતાં એસએમએસ મોકલી શકે છે.