યુવાની છોડી અને મેચ્યોરતાના આરે પહોંચી હેતુ બાળક જેવા નખરા જ નહોતા કર્યા જવાબદારીના ઢગલા નીચે ઉમર કરતા વહેલી પરિપકવ બનેલી હેતુ હતી...
હેતુ શાંતિથી અગાસી પર બેઠી હતી અને વિચારતી હતી કે મેં આ મેસેજનો રિપ્લાય આપીને કોઈ ભૂલ તો નથી કરીને.
ત્યાં જ ફરીથી સ્ક્રીન ઉપર જય શ્રી કૃષ્ણ નો મેસેજ દેખાય છે
હેતુ શું કરે છે તું...
અલકાબેન ને પૂછ્યું કાંઈ નહીં માં બસ આ છોડ સુકાઈ ગયા છે તો કાઢીને નવા છોડ રોપું છું...
હેતુના ઘરનો સૌથી ગમતો ભાગ એટલે આ બગીચો હેતુને બહુ જ ગમે હેતુને નાના બંગલામાં પાછળ નાનો એવો બગીચો હેતુ એ બનાવ્યો હતો જ્યારે હેતુ સાંજનો સમય હિચકા પર બેસી બગીચામાં પસાર કરે અને તેને આ ફૂલ છોડ બહુ જ ગમે..
હેતુ એ બગીચામાં જોઈ મોગરો સૂરજમુખી તુલસી મરચી આટલા વિવિધ છોડ ઉગાવ્યા હતા. સાંજના કલાકો સમય ત્યાં ફૂલ છોડ સાથે વિતાવતી આખા દિવસનો થાક ઉતરી જતો..
જીવનમાં ઘણા ઉતાર ચઢાવવા આવે છે અને ક્યારેય કોઈનું જીવન સરળ જતું નથી પણ એ વ્યસ્તતા અને ઉત્તર ચડાવ વચ્ચે પણ આપણે હળવાશની પળો શોધી લઈએ તો જીવન બહુ સહેલું બની જાય છે.
હેતુના મમ્મી ફરી બોલ્યા હેતુ તું સાંભળે છે .
હા મમ્મી બોલને ..
અરે તું અહીં હિંચકા પર બેસ પછી કહું .
આ જુઈની વેલને થોડી ઉપર બાંધી દઉં છું..
અલકાબેન હીચકા પર બેસે છે પણ વિચારે છે કે આ વાત હેતુને કરું કે નહીં કરવી તો પડશે તેની તો વાત છે..
હેતુ કાકા એક છોકરાનું માગું લઈ કાલે આપણા ઘરે આવે છે..
હેતુ મા તરફ એવી રીતે જોવે છે કે અલકાબેન તેની આંખમાં જોઈ નથી શકતા..
પછી હેતુ એકદમ નિમાણી થઈ કહે છે મા આપણે શું વાત થઈ હતી? છતાં તું મારી સાથે....
હેતુ આંખના આંસુ છુપાવવા માટે મોં ફેરવી લે છે...
અલકાબેન તરત સમજી જાય છે. તે હેતુનો હાથ પકડી બાજુમાં બેસાડે છે. તેના માથે હાથ રાખતા કહે છે. હેતુ જો ક્યારેક તો તારે જવું પડશે. દીદી કેમ પોતાના સંસારમાં ખુશ છે. તો મારે પણ તારો સંસાર જોવો છે...
હેતુ એકદમ ખીજમાં બોલે છે પણ મા હજુ મારો આવો કોઈ વિચાર નથી થોડો વખત શાંતિ જાળવો ને...
ને હા મા! આપણે વાત પહેલા થઈ જ ગઈ હતી કે હજુ મારે પી.એચ.ડી કમ્પ્લીટ કરવું છે પછી આપણે કશું વિચારશું...
આ કાકા બીજી વખત લઈને આવ્યા છે. તને ખબર છે ને કે પહેલી વખત શું થયું હતું? મેં ના પાડી હતી અને કાકા છ મહિના સુધી આપણી સાથે નહોતા બોલ્યા તો શું કામ તું આવું કામ કરે છે...
ફરી અલકાબેન કહે છે એકવાર જોઈતો લે ના ગમે તો આગળ નહીં વધે બસ પણ કાકાના માન ખાતર તો તારે કાલે આ ફોર્મલીટી લીધી કરવી જ પડશે...
હેતુ બોલી મા ખોટું નહીં બોલ કાકા ક્યારેય આપણને પૂછવા નથી આવ્યા પપ્પા ગયા પછી આપણી પાસે ક્યારેય શાંતિથી બેસીને પૂછ્યું નથી કે તમારે શેની જરૂર છે આટલો રૂપિયો છે છતાં બંને ભાઈઓ માંથી ક્યારેય મારી પાસે આવીને ઊભા નથી હંમેશા તેનો સ્વાર્થ હોય છે તો જ આપણો ઉપયોગ કરવા આવે છે મા તું સમજતી કેમ નથી? એ લોકો હર વખતે આપણો ઉપયોગ કરીને જતા રહે છે અને જો એનું ધાર્યું ના થાય તોય આપણી સાથે બોલવાનું બંધ કરી દે છે.
સમાજની દ્રષ્ટિએ ખાલી દેખાડો કરે છે અને તું એનું માન રાખવા પાછળ ઘસાઈ જાય છે હેતુ ગુસ્સામાં બોલે છે..