Aatma no Prem - 7 books and stories free download online pdf in Gujarati

આત્મા નો પ્રેમ️ - 7નિયતિ હેતુ સાથે વાતો કરતી કરતી હેતુને જમાડી દે છે પછી હેતુ નિયતિના ગળે લગાડતા કહે છે તને ખબર છે ને નિયતિ મારી સાથે કેવું બનેલું છે મેં તને વાત કરેલી જ હતી કોલેજના બીજા વર્ષમાં પહેલા છોકરાએ મારા માટે નસ કાપી નાખ્યો અને મારે જ તેને દવાખાને લઈ જવું પડ્યું હતું..

તેણે મને અગાઉથી પ્રપોઝ કરેલું હતું. મેં તેને ના પાડેલી હતી એ છતાં પણ તે મારો પીછો છોડતો ન હતો અને બરોબર પરીક્ષાના સમયે જ લગભગ બીજા પેપરની આસપાસ તે મારી પાછળ પડ્યો હું હજુ ઘરે પહોંચતી જ હતી ત્યાં રસ્તામાં જ તેણે મને આંતરિ અને કહ્યું આઇ લવ યુ......


નિયતિ મેં તેને ઘણો સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ તે માન્યો જ નહીં અને મારા પાછળ પાછળ મારા ઘર સુધી આવ્યો મારા ઘર પાસે આવીને પોતાના ડાબા હાથની નસ કાપી નાખી મારી હાલત તો ત્યારે એવી થઈ ગઈ હતી કે જાણે કાપો તો લોહી ના નીકળે તેને જોઈ મારું શરીર એકદમ ધ્રુજવા લાગ્યું હતું છતાં મેં હિંમત કરીને તેને હોસ્પિટલે પહોંચાડ્યો હતો અને તેના મમ્મી પપ્પાને ફોન કર્યો હતો. મારાથી આ દ્રશ્ય જોવાય એમ જ નહોતું અને જો એ છોકરાએ ખોટી જુબાની આપી હોત તો અત્યારે હું અને મારી મા બંને અહીં હયાત ના હોત અને બીજું તો તારો મોટામાં મોટો ઉપકાર રહ્યો છે જ્યારથી હું અહીં આવી છું ત્યારથી મારા પર તું ઉની આંચ પણ આવવા નથી દેતી તારા વગર અહીં રહેવું મારા માટે ખરેખર મુશ્કેલ બની જાત તારો તો જેટલો આભાર માનું એટલો મારા માટે ઓછો જ છે....


નિયતિ આમ પણ મને શબ્દો સાથે પહેલેથી વેર છે હું ક્યારેય મારી ભાવનાઓને કે લાગણીઓને વ્યક્ત કરી શકતી નથી કે હું કોઈને મારી અંદર થતાં ઘમાસાણ યુદ્ધને પણ બહાર લાવી શકતી નથી એક મારી માં છે જે મારી આંખો જોઈને સમજી જાય છે અને બીજી તું કે જેને મારે સમજાવવા માટે શબ્દો ખોલવા પડે છે છતાં તું સમજે છે.......


નિયતિએ કહ્યું હવે બોલો મેડમ ગુસ્સામાં કેમ હતા કે આજે જમવાની નાં પાડતાં હતાં..... એ તો તારી હરકતો જોઈને જ ગુસ્સો આવતો હતો. મેં તને પહેલેથી જ ના પાડી હતી કે તું કોઈ પણ પ્રકારની મગજ મારી નહીં કરે છતાં તું માની નહીં અને પેલા છોકરા હારે જીભા જોડી કરવા લાગી આપણે ત્યાં શાંતિથી પિક્ચર જોવા ગયા હતા પણ તું તો ત્યાં ઝાંસીની રાણી બની અને પોતાના હથિયાર લઈને ઊભી થઈ ગઈ હતી તને કેટલી વાર કહ્યું કે બહાર નીકળીને તુ આવી બધી હરકતો બંધ કરી દે આપણે ત્યાં ઝઘડો કરવા માટે નહોતા ગયા અરે એ બોલ્યો તો ભલે બોલતો તારે એને જવાબ આપવાની કોઈ જરૂર નહોતી પણ તું તો તલવાર લઈને જ ઉભી હતી જેથી સામેવાળા નું ગળું કાપી નાખે તે હાથ ચાલુ કર્યા મને થયું કે હવે અહીં જરૂર હર્ષિલ અને તારા પપ્પાને બોલાવવા પડશે ના જ પાડી હતી કે મારે પિક્ચર જોવા નથી આવું છતાં મને પરાણે તું પિક્ચર જોવા લઈ ગઈ અને પછી ત્યાં જઈને તે.........


ઝઘડો તો કર્યો પછી બહાર નીકળીને મારી રામ પ્યારી પણ તે લઈ લીધી તને લાયસન્સ વગર ગાડી ચલાવવાની ના પાડી છે તું એવું માનતી જ નથી દરેક વસ્તુ માં તારી જીદ ચલાવે છે કેટલી વાર કહ્યું કે લાયસન્સ કઢાવી લે.......

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED