Aatma no Prem - 5 books and stories free download online pdf in Gujarati

આત્મા નો પ્રેમ️ - 5


પિક્ચર શરૂ થયું એને એકાદ કલાકમાં પિક્ચરના દ્રશ્યો જોઈએ અને બધા રાડા રાડ બોલાવતા હતા એમાં બાજુ બેસેલા છોકરા થી નિયતિને એક ધક્કો લાગી ગયો અરે નિયતિ તેની સાથે ઝઘડવા લાગી શાબ્દિક ટપા ટપી થી તો વાત પતી નહીં પછી નિયતિ એ હાથ ઉપાડ્યો અને હેતુ ખૂબ જ ગભરાઈ ગઈ આવી સિચ્યુએશનમાં તે નિયતિને કઈ રીતે હેન્ડલ કરવી તેને સમજમાં આવતી જ નહોતી કારણ નિયતિ એકદમ ખુખાર બની ગઈ હતી અને પેલા છોકરાને જોર જોરથી મારવા લાગી પિક્ચર બંધ થઈ ગયું અને આજુબાજુવાળા તેમને છોડાવવા ખૂબ જ પ્રયત્નો કરવા લાગ્યા પણ નિયતિ તે છોકરા ને મુકવા તૈયાર જ નહોતી અને પેલો છોકરો પણ તેની સામે એવી જ રીતે ગાળો બોલી રહ્યો હતો ત્યાં જ થિયેટરના રક્ષકો અંદર આવી બંનેને છોડાવી અને થિયેટર માંથી બહાર કાઢી મૂક્યા નિયતિ ખૂબ જ ગુસ્સામાં હતી હેતુ તેને માંડ માંડ ખેંચી ને થિયેટર ની લોન્ચમાં લઈ આવી છતાં નિયતિ નો ગુસ્સો કાબુમાં આવતો જ નહોતો નિયતિ તે છોકરાને છોડવા તૈયાર જ નહોતી હેતુ એ તેને એક બેંચ ઉપર બેસાડી અને પોતાને સાથે લાવેલા પાણીની બોટલથી તેને પાણી આપ્યું....


હેતુ એ કહ્યું નિયતિ હવે તને સારું લાગે છે ને ચાલ આપણે ઘરે જઈએ...

સાલાએ સારા પિક્ચર નો મૂડ જ બગાડી નાખ્યો એને તો છોડવાની નથી નિયતિ બોલી...

લાવ ગાડીની ચાવી અત્યારે તો ગાડી હું જ ચલાવવાની છું .

હેતુ એ ધીરે ધીરે કહ્યું પણ ખરું નિયતિ તારા મગજમાં અત્યારે ગુસ્સો ભરેલો છે ગાડી ચલાવી ઠીક નથી પણ નિયતિ એ તેના હાથમાંથી ગાડીની ચાવી ખેંચી લીધી અને ગાડી સ્ટાર્ટ કરીને ઉભી રહી હેતુ એ હવે અત્યારે કશું બોલાય તેમ હતું નહીં એટલે તે ચૂપચાપ તેની પાછળ બેસી ગઈ હેતુને ખૂબ જ ડર લાગતો હતો કે આ નિયતિ ક્યાંક કોક સાથે ભટકાડશે તો અત્યારે તે ઘરે જઈને શું જવાબ આપશે નિયતિ ગાડી પણ એવી જ રીતે ચલાવતી હતી જ્યારે નીકળે ત્યારે કોઈને અડવામાં એક ઇંચ જેટલું બાકી રહે તેવી રીતે જ ગાડી ચલાવતી હતી હેતુ એ તેના બે ખભા ઉપર હાથ રાખીને દબાવતા કહ્યું નિયતિ થોડું ધીમે પણ નિયતિના મગજ ઉપર તો પહેલો છોકરો ચડી આવ્યો હતો એટલે તે ગાડી પણ એ જ સ્પીડમાં ચલાવતી હતી. એવી જ રીતે તે બંને ઘરે પહોંચી ગયા હેતુ તો આખા રસ્તે માતાજીનું નામ લેતા લેતા ઘરે પહોંચી તેને લાગતું જ હતું કે આજે નિયતિ મને પછાડવાની છે પણ માતાજી એ તેમના ઉપર દયા રાખી ઘરે પહોંચી નિયતિ સીધી એના ઘરે જતી રહી અને હેતુ પોતાના ઘરે આવી અને પોતાના રૂમમાં જતી રહી અલકાબેન ને પૂછ્યું પણ ખરું....


પિક્ચર વહેલુ પૂરું થઈ ગયું છ વાગ્યા ની જગ્યાએ પાંચ વાગ્યા માં તમે બંને આવી ગયા?!


હેતુ એ કહ્યું હા માં પિક્ચર ની સ્ટોરી કઈ બરોબર હતી નહીં એટલે અમને ગમ્યું નહીં તો ત્યાંથી નીકળી ગયા....


અલકાબેન એ કહ્યું પણ પિક્ચર તો બધા બહુ વખાણે છે ગદર ટુનું તો નામ લેવાય છે હું પણ વિચારતી હતી કે એક વખત જોઈ આવું તું જ્યારે પણ ફ્રી થા ત્યારે મને પણ પિક્ચર જોવા સાથે લઈ જા પણ જો તું જોઈને આવી છો અને જરાય સારું ન હોય તો પછી પિક્ચર જોવાનું માંડી વાળુ.....


હેતુ એ કહ્યું ના માં એટલું પણ ખરાબ નથી સારું જ છે જ્યારે તને જોવાની ઈચ્છા થાય ત્યારે મને કહેજે ને આપણે બપોરના શોમાં પિક્ચર જોઈ આવશું........

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED