આત્મા નો પ્રેમ️ - 8 Awantika Palewale દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આત્મા નો પ્રેમ️ - 8



નિયતિએ કહ્યું કે તું તો ભારે ડરપોક હેતુ આવી રીતે ડરી ડરીને આપણે જીવનમાં રહીએ તો કોઈ માણસ આપણને જીવ જ ના દે.

ડરવાની વાત નથી કારણ વગરનો કોઈ ઝઘડો કરવાની જરૂર જ નહોતી તારે સનીદેવલ બનવાની ક્યાં જરૂર હતી એ રાડું પાડતો તો સિસોટી વગાડતો હતો એ એના મોથી દરેક કાર્ય કરતો હતો તું વચ્ચે એમનેમ જ પડી અને પાછળ મારી રામ પ્યારી લઈને પણ નીકળી...

અચ્છા એટલે ગુસ્સે થઈ હતી. મારી બહેનપણી આવી ડરપોક હોય એ તો મને જરાય ન પોસાય આવી કેમ છો નિયતિ બોલી.


ચાલ ચાલ હવે હું ઘરે જાવ છું અને હા કાલે ડિબેટ છે યાદ છે ને.. નિયતિએ કહ્યું..
પણ મારો આવવાનો વિચાર નથી મને આ ડિબેટમાં નહિ મજા આવે વિષય પણ કોઈ સારો નથી હેતુ એ કહ્યું..

આવું તો પડશે જ દરેક માટે ફરજિયાત છે અને તું કોલેજમાં લેક્ચર લે છે એટલે તારે તો આવું જ પડશે હું સવારે ક્લાસે થી તને સીધી લેતી જઈશ નિયતિએ કહ્યું...


ના યાર ક્લાસેથી નઈ હું ઘરે આવીશ ફ્રેશ થઈને પછી જ કોલેજે આવીશ. તારે ઉતાવળ હોય તો તું જતી રહેજે. મારે તો વાર લાગશે પાછું મમ્મીને દવા દેવાની હોય તેને કાર્યક્રમ સમજાવીને પછી જ નીકળાય મારાથી હેતુ એ કહ્યું...


જાશું તો આપણે બંને સાથે જ, કારણ કે રામ પ્યારી તારી પાસે છે. મારી પાસે તો જવા માટે કોઈ સાધન નથી. તું જ્યારે ફ્રી થાય ત્યારે જ મને કહેજે પણ આ વખતે મને રામ પ્યારી ચલાવવા દેજે નિયતિએ કહ્યું...


જો નિયતિ આ જીદ છોડી દે જ્યારે તારું લાઇસન્સ આવશે ત્યારે હું તને સામેથી જ મારી રામ પ્યારી આપીશ આ રોજ રોજના નખરા હવે મને ના પોસાય. હેતુ એ કહ્યું..


નિયતિ ફટાફટ દાદરા ઉતરીને ઘરે જવા ઉતાવડી થઈ ત્યાં જ અલકાબેન ને પૂછ્યું કેમ આટલી બધી ઉતાવળ છે...?


અરે આ માસી !તમારી છોકરી છે ને એ બહુ ગરજુડી છે એનું કામ પતી ગયું ને એટલે મને હવે ધક્કો માર્યો ઘરે જવા માટે નિયતિ હસતી હસતી બહાર જતી રહી..


બીજા દિવસે સવારે 05:00 વાગે ઉઠી પોતાનું નિત્યક્રમ પતાવી છ વાગ્યાના ક્લાસમાં હેતુ પહોંચી ગઈ. છ થી સાત ના ક્લાસ પૂરા કરી સાત થી આઠ એરોબિક્સ પૂરું કરી અને ઘરે જવા માટે નીચે ઉતરી ત્યાં જ નિયતિ તેની રાહ જોઈને બેઠી હતી...


તું અહીં શું કરે છે? તારે ડિબેટ ની તૈયારી કર હેતું એ કહ્યું


આપણે બંને સાથે જ તૈયારી કરશું તું ચલ હું તને લેવા માટે જ આવી છું નિયતિ એ કહ્યું...

હેતુ અને નિયતિ ઘરે પહોંચે છે હેતુ મમ્મીને સૂચના આપીને ફટાફટ કોલેજ માટે જવા નીકળે છે નિયતિ પણ તેની રામ પ્યારીમાં પાછળ બેસી જાય છે કોલેજ જ્યારે પહોંચે છે ત્યારે કોલેજ નું વાતાવરણ ખૂબ જ ગરમાગરમ હતું હેતુને તરત જ અંદાજો આવી ગયો હતો કે નવા જૂની તો અહીં થવાની જ છે એટલે તે સૌથી પાછળની સીટમાં છેલ્લે બેઠી હતી...


નિયતિને આવું વાતાવરણ ખૂબ જ ગમતું હતું તેને જ્યારે ગરમાગરમ વાતાવરણ મળે ત્યારે તે સૌથી આગળ જઈને જ બેસે પહેલો ઘા પરમેશ્વરનો એવો વિચારીને નિયતિ આવા વાતાવરણમાં કુદી પડતી હેતુ હંમેશા આવા વાતાવરણથી દૂર જ રહેતી...


કોલેજના વિદ્યાર્થીઓ સહિત abp ના વિદ્યાર્થીઓ પણ અને તેમના નેતાઓ પણ આવીને આગળ બેઠા હતા કોલેજના પ્રોફેસરો આગલી લાઈનમાં પોતાનું સ્થાન લઈને બેસી ગયા હતા...