આત્મા નો પ્રેમ️ - 6 Awantika Palewale દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આત્મા નો પ્રેમ️ - 6



બીજે દિવસે બપોરે નિયતિ હેતુના ઘરે આવી. અલકા માસી હેતુ ક્યાં છે?
જોને કોલેજથી આવીને સવારની પોતાના રૂમમાં બેઠી છે નીચે આવી જ નથી આજે તો જમવાનું પણ જમી નથી ખબર નહિ શું થયું છે આમ તો છે ને કાલે તમે લોકો પિક્ચર જોઈને આવ્યા પછીનો તેનો મૂડ અપસેટ છે પણ મને કહેતી નથી કે શું થયું છે?

સારુ માસી તમે થાળી તૈયાર કરો આજે મારી બેનપણી ને હું જમાડીશ એટલું કહી નિયતિ ઉપર આવી ત્યારે હેતુ પોતાની બુક્સ માં કઈ લખી રહી હતી અને મોબાઇલમાં મેસેજ વાંચી રહી હતી..

નિયતિએ કહ્યું આજે મેડમ કેમ જમ્યા નહીં? નીચે જ તમારી ફરિયાદ સાંભળીને આવી છું હજુ કાલ નો ગુસ્સો ઉતર્યો નથી...


હેતુ એ બુક્સમાંથી માથું ઊંચું કર્યું જ નહીં એમનેમ જ નિયતિને જવાબ આપ્યો હા....

નિયતિ એકદમ હેતુની બાજુમાં જઈને બેસી ગઈ એટલે હેતુ એ તરત જ પોતાનો મોબાઈલ બંધ કરી દીધો અને નિયતિને કહ્યું થોડી દુર બેસ ...


નિયતિ એ કહ્યું ના દૂર નહિ બેસું અને હા સાંભળ તારી બુક પણ બંધ કરી દે ખોટી રીસ ચડાવવાની જરૂર નથી મેં કોઈ ખોટું કામ કર્યું જ નથી તો તને ગુસ્સો શેનો આવે છે તને જ ખબર હતી વાંક બધો તે છોકરાનો જ હતો.....


ભલે તે છોકરાનો વાંક હતો પણ તારે હાથ ઉપાડવાની કોઈ જરૂર નહોતી અને આપણે પિક્ચર જોવા ગયા હતા. મારા મારી કરવા માટે તો ગયા જ ન હતાં હેતુ એ કહ્યું...

નિયતિ એ કહ્યું મૂક ને ચાલ હવે
હું તારા માટે થાળી લઈને આવી છું અને તારે જમવાનું છે ખોટી કોઈ પણ ભેજા મારી કર્યા વગર સાંભળ અને તારે મને અને અલકા માસીને ક્યારેય હેરાન કરવાના જ નથી ચૂપચાપ

હેતુ હજી મો કહેવા માટે ખોલે પહેલા તો નિયતિએ તેના મોઢામાં એક કોળિયો મૂકી દીધો.....

થોડીવાર થઈ તો બીજો કોળીઓ મૂકી દીધો હેતુ એ પોતાના મો આડે હાથ રાખીને કહ્યું થોડીવાર ખમ તો ખરી મોઢામાં છે મને ચાવી તો લેવા દે પછી બંને બહેનપણીઓ એકબીજાને ગળે વળગી હેતુના આંખમાંથી આંસુડા શરી પડ્યા નિયતિએ તેના આંખના આંસુ લુછતા તેને પોતાના હાથે જમાડી....

નિયતિએ કહ્યું હેતુ ક્યારેક ક્યારેક તો તું સાવ નાના બાળક જેવી બની જાય છે સમજાવી પણ મુશ્કેલ બને છે અને સાચવવી પણ મુશ્કેલ બને છે આ તો ઠીક છે હું છું બાકી અલકા માસી ની હાલત તું શું કરે જે બોલી જાણે એને તો સૌ સમજી લે પણ તારું આ મૌન છે ને એ જ અકળાવનારો હોય છે તને ઘણી વાર કહ્યું છે કે શબ્દનો સહારો લેતી થા બાકી આ દુનિયામાં તને જીવવા નહીં દે પણ તને સમજ જ નથી પડતી. જ્યાં સુધી આપણે બોલીએ નહીં ત્યાં સુધી સામેવાળાને ખબર જ ના પડે કે આપણે શેની જરૂરિયાત છે આ જ વસ્તુ હું તને આટલા વર્ષોથી સમજાવતી આવી છું તું ચૂપચાપ તારા મનની વાત દબાવીને બેસી રહે તો સામે વાળો હંમેશા તારો ઉપયોગ જ કરવાનો છે અને તું આટલી બધી ડરપોક કેમ છે એ પણ મારી બહેનપણી થઈને જવાબ આપી નથી શકતી અને બીજા જવાબ આપે છે તો પોતે ધ્રુજવા લાગે છે ખબર છે તું ઘર કોલેજ અને સમાજને બહુ વ્યવસ્થિત રીતે સંભાળે છે પણ સમાજમાં રહેવા માટે પણ આપણે બોલવું જરૂરી છે આજે મેં તે છોકરાને જવાબ ના આપ્યો હોત તો એ મને હેરાન કરીને જતો રહે તો શું આપણે ત્યાં એમ જ ઊભું રહેવાનું.....