વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 21 NupuR Bhagyesh Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 74

    " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ...

  • મૂર્તિનું રૂપાંતર

    મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ...

  • ભીતરમન - 53

    મેં ખૂબ જ ઉત્સાહ સાથે કાગળ ખોલી વાંચવાનું શરૂ કર્યું,"પ્રિય...

  • ગામડાં ની ગરિમા

    ગામના પાદરે ઉભો એક વયોવૃદ્ધ વડલો તેના સાથી મિત્ર લીમડા સાથે...

  • સંઘર્ષ - પ્રકરણ 10

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

શ્રેણી
શેયર કરો

વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 21

{{{Previously:શ્રદ્ધા : ફરીથી એ જ પ્રશ્ન છે, જે તને કદાચ નહીં ગમે. તું પાછો કેમ નહતો આવ્યો? તેં મારી સાથે કોન્ટેક્ટ કેમ બંધ કરી દીધો હતો? 

વિશ્વાસ : તને કહ્યું હતું ને, એ સમયે મારાથી અવાય એમ જ નહતું. તું મને એ જ પ્રશ્ન વારંવાર પૂછીને....

શ્રદ્ધા ( વચ્ચે જ વાત કાપતાં ) : તું આટલું કહીને વાત પતાવી દે છે, વિશ્વાસ. મને જાણવું છે કે આપણે...i mean...તું મને આટલો પ્રેમ કરતો હતો તો પછી શું થયું?  તું પાછો આવે પછી આપણે તો હંમેશા માટે અહીંયા સાથેજ રહેવાનું હતું ને?....}}}

વિશ્વાસ ( શ્રદ્ધાને અટકાવતાં ) : રહેવા દે ને, શ્રદ્ધા! જો કેટલો સરસ સમય છે અને આ જગ્યા તો જો... અહીંયાની સુંદરતાને માણવા કરતાં તને ભૂતકાળની વાતો વધારે જરૂરી લાગે છે? 

શ્રદ્ધા ( હસીને ) : ભૂતકાળ? કેવી રીતે, વિશ્વાસ? જો એ ભૂતકાળ જ હોત તો, તું અને હું આવી રીતે અહીંયા ના બેઠાં હોત...એ પણ મારા પતિની ગેરહાજરીમાં અને એણે જ બુક કરેલાં રિસોર્ટની સુંદરતાની વાત કરે છે તું? ખરેખર? 

વિશ્વાસ : મારો કહેવાનો એ મતલબ નહતો, શ્રદ્ધા! તું કેમ સમજતી નથી કે હવે કંઈ જ શક્ય નથી. એ ભૂતકાળ હતો, આપણે એમાં કોઈ changes નથી કરી શકવાનાં, તો પછી એ વાતોને યાદ કરીને વર્તમાન કેમ ખરાબ કરવાનો ? ભલે જેવી રીતે મળ્યાં પણ important એ છે કે અત્યારે આપણે સાથે છીએ! 

શ્રદ્ધા : વર્તમાનના importance ની તો તું વાત જ ના કરીશ, વિશ્વાસ! મને ખબર જ છે! અને સાચું કહું તો મારાંથી વધારે કોઈ નથી જાણતું કે આ સમય કેટલો ઈમ્પોર્ટન્ટ છે મારી માટે! તું મારી સામે છે એ જ ઘણું છે મારી માટે. 

વિશ્વાસ: બસ તો પછી ...કેમ ભૂતકાળને લઈને પોતાની જાતને stress આપે છે! 

શ્રદ્ધા: ...વતર્માનની સાથે ભૂતકાળને જાણવો પણ મારી માટે એટલો જ મહત્વનો છે! જે વ્યક્તિને મેં મારું સર્વસ્વ આપી દીધું, આખી લાઈફ સાથે રહેવાનાં વચનો આપી દીધાં, જેના સાથે મેં મારી લાઈફના સૌથી બેસ્ટ મોમેન્ટ્સ વિતાવ્યા હોય, એ વ્યક્તિ અચાનકથી બદલાઈ જાય, પાછું આવવાનું કહીને જતો રહે...શરૂઆતમાં બધું બરાબર ચાલે, પછી અચાનક ફોન કે મેસેજ બંધ થઇ જાય! થોડો સમય સુધી કોઈ જ કોન્ટાક્ટ ના રહે, હું અહીંયા આખો દિવસ રાત એ વિચારું કે શું થયું હશે...અને પછી થોડા દિવસ  પછી મેઈલનો રિપ્લાય આવે! ( શ્રદ્ધા બોલતી જતી હતી અને વિશ્વાસ સાંભળી રહ્યો હતો. )

અને પછી ફરીથી વાત તો થાય, પણ એ વ્યક્તિ આખેઆખો બદલાઈ ગયો હોય! એની વાતો કંઈક અલગ જ હોય, જેવો પહેલાં હતો એમાનું કંઈ જ ના હોય! ક્યારેક વાત કરે, ક્યારેક બિલકુલ ના થાય, ખોટી ખોટી માંગણીઓ જે હું પૂરી ના કરી શકું અને એના માટે ઝગડો ને પછી ઘણાં દિવસ સુધી વાત નહિ... 

વિશ્વાસ ( શ્રદ્ધાની વાતને અટકાવતાં ) : આ બધું શું બોલે છે, શ્રદ્ધા? કયો મેઈલ? મેં તને પહેલાં પણ પૂછ્યું હતું કે કયો મેઈલ? ક્યારે વાત થઇ આપણે મેઈલમાં? 

શ્રદ્ધા : તો તને મેઈલ વિષે કંઈ ખબર જ નથી એમ કેહવા માંગે છે તું? ( એમ કહેતાં શ્રદ્ધા એના ફોનમાં mailbox ખોલીને વિશ્વાસને આપે છે.) તું તારી જાતે જ જોઈ લે, તને કંઈક યાદ આવી જાય....

વિશ્વાસ મેઈલ્સ જોવે છે, બધાં મેઈલ્સ વાંચે છે. જેમ જેમ એ વાંચે છે એમ એની આંખોમાં ગુસ્સો વધતો જાય છે. 

એટલામાં જ વેઈટર એમનું ડીનર લઈને આવે છે. બંને સ્વસ્થ થઇ જાય છે. વેઈટર ટેબલ પર ડીશ મૂકે છે. 

વેઈટર : સર & મેમ બીજું કંઈ જોઈએ તો હું અહીંજ છું!

શ્રદ્ધા અને વિશ્વાસ બંને સાથે "ઓકે thank you " કહી હસે છે. અને વેઈટર જાય છે. 

વિશ્વાસ ( સ્વસ્થ થઈને ) : ચાલ, જમી લઈએ પહેલા નહિ તો આ ગરમાગરમ જમવાનું ઠંડુ થઇ જશે. પછી આપણે બેસીને શાંતિથી વાત કરીએ, આ વિષે. 

શ્રદ્ધા ( એનાં મનને શાંત કરતાં ) : હા, બહુ જ ભૂખ લાગી છે. 

બંને બધી વાતો એક તરફ મૂકીને જમવાનું શરુ કરે છે. 

વિશ્વાસ ( જમતાં જમતાં ) : વાહ, ઘણું સરસ છે જમવાનું, હેં

ને શ્રદ્ધા?  

શ્રદ્ધા: હા, મસ્ત છે. મને પનીરનું શાક મઝા આવી. તું પણ થોડું ટેસ્ટ કર. ( એમ કહેતાં શ્રદ્ધા વિશ્વાસને રોટીના ટુકડામાં એક બાઈટ શાક લઈને એને પોતાનાં હાથે ખવડાવે છે. )

વિશ્વાસ ( ખાઈને, મઝા લેતાં ) : અરે, વાહ ! આ તો એકદમ જોરદાર છે. ( અચકાતાં ) તારાં હાથનો ટેસ્ટ છે. 

શ્રદ્ધા ( હસતાં ) : હા, ખાઈ લે હવે. 

આમ, ભૂતકાળને ધકેલીને વર્તમાનમાં સાથે હોવાની મઝા માણતાં બન્ને પેટભરીને શાંતિથી જમે છે. 

વેઈટર આવે છે, અને પૂછે છે, : બીજું કંઈ ઓર્ડર કરવાનું છે સાર & મેમ? કે પછી ડેઝર્ટમાં કઈ? 

શ્રદ્ધા : I know, કે આ થોડું unusual છે પણ શું તમારી પાસે brownie અને વેનીલા icecream કોમ્બો છે? 

વિશ્વાસ ( હસતાં ) : તું હજુ પણ આ જ પસંદ કરે છે ડેઝર્ટમાં ? 

વેઈટર : એમ તો નથી, પણ તમારી સ્પેશ્યલ ફરમાઇશ પર હું કંઈક " જુગાડ " કરી શકું છું, મેમ. થોડો સમય આપો, મને. 

અને આ સાંભળીને શ્રદ્ધા અને વિશ્વાસ બંને જોરજોરથી હસે છે. વેઇટરને થોડો uncomfortable થતો જોઈ, વિશ્વાસ : સોરી, દોસ્ત. તારો આ શબ્દ અમારો ફેવરિટ હતો ક્યારેક " જુગાડ " અને ઘણાં સમય પછી સાંભળ્યો એટલે હસીયે છે, તું કંઈક જુગાડ થાય તો કર! 

વેઈટર : ( હસીને ) હા, thankyou. ( અને વેઈટર જાય છે. ) 

શ્રદ્ધા : અને ક્યારેક નઈ..મારો તો હજુ પણ ફેવરિટ છે.

વિશ્વાસ : હા એટલે મારો પણ છે જ. આ તો એને કેહતો હતો એટલે એવું બોલાઈ ગયું. તું પણ ને! 

થોડી સમય પછી વેઈટર " શ્રદ્ધાની ફરમાઈશ વાળું કોમ્બિનેશન " લઈને આવે છે. 

વેઈટર : લો, તમારો સ્પેશ્યલ ઓર્ડર. 

શ્રદ્ધા : ઓહ......thank you so much. તમને ખબર નથી આ મારું કેટલું ફેવરિટ છે અને આજે ઘણાં સમય પછી મને ઈચ્છા થઇ હતી. અને તમે લઇ પણ આવ્યા જુગાડ કરીને ! આભારી છું. 

વિશ્વાસ શ્રદ્ધાને જોઈને હસે છે અને વિચારે છે, "હજુ પણ એવી જ છે, જેવી હતી. જે જોઈએ એ મળી જાય તો પાગલ થઇ જાય છે. ના મળે તો ચલાવી લેતાં પણ જાણે છે. ગમતું કરવું એ એનું મનપસંદ છે, પણ ના ગમતું કરે તો પણ ક્યારેય કોઈ જાણી ના શકે. I missed this so much all these years, શ્રદ્ધા." 

શ્રદ્ધા : વિશ્વાસ, ક્યાં ખોવાઈ ગયો? તું try નહીં કરે ? 

વિશ્વાસ : તું આપીશ તો tray કરીશ ને? મને એમ કે ઘણાં સમય પછી મળ્યું છે તો તું એકલી જ ઝાપટી જઈશ.

શ્રદ્ધા : ચાલ, હવે. ના try કરવો હોય તો વાંધો નહીં પણ ખોટા આરોપો નથી ગમતાં મને! You know that right? 

( ફરીથી બંને હસી પડે છે, વેઈટર પણ ત્યાં જ હતો એ પણ હસે છે. 

વેઈટર ( બિલ આપતાં ) : એક વાત કહું, ઘણાં સમય પછી તમારાં જેવું કપલ જોયું છે, જે આટલું ખુશ છે અને અહીંની દરેક ક્ષણને માણી રહ્યું છે, ના ફોન, ના કામ, ના કોઈ મનમુટાવ, બસ પ્રેમ! આજનો મારો દિવસ સૌથી બેસ્ટ છે, 2 વર્ષમાં. 

શ્રદ્ધા અને વિશ્વાસ બંને એકબીજા સામે જોઈને હસે છે, પણ કંઈ બોલતાં નથી. વેઈટરને " thank you " કહીને વિશ્વાસ બિલ pay કરે છે અને શ્રદ્ધા વેઇટરને ટીપ આપે છે. 

વેઈટર : ના, ના. ટીપ માટે નહોતું કહ્યું, મને જે લાગ્યું એજ કહ્યું છે. 

શ્રદ્ધા : તમે જુગાડ કર્યો અમારી માટે, એનાં માટે છે. બીજું કંઈ નહીં. લેવાં તો પડશે જ. Next time, આવીશું તો યાદ રાખજો, ડેઝર્ટ માટે જુગાડ ના કરવો પડે. ( શ્રદ્ધા હસે છે, અને વેઇટરને હાથમાં 500 ની નોટ પકડાવી દે છે. ) 

શ્રદ્ધા: તમારું નામ શું છે?

વેઈટર : પ્રિતેશ, મેમ. Thank you. 

શ્રદ્ધા : સરસ નામ છે તમારું, તો પ્રીતના ઈશ્વર! ફરી મળીશું. 

વિશ્વાસ : thank you, દોસ્ત.

આમ, બંને ત્યાંથી સંતુષ્ટ થઈને નીકળે છે. પ્રિતેશ પણ એમને જોતો રહે છે અને વિચારે છે, દરેક ને કેટલું માન સન્માન આપે છે. " તમારી જોડી હંમેશા ભગવાન સલામત રાખે અને જેવાં તમે બંને સાથે ખુશ છો એમ હંમેશા રહો એવી મારી પ્રભુ ને પ્રાર્થના!