ફરે તે ફરફરે - 23 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફરે તે ફરફરે - 23

ફરે તે ફરફરે - ૨૩

 

"ડેડી સાંભળો.."

“સાંભળવાનુ કામ મમ્મીને આપને મને સંભળાવવાનુ કામ સોંપી ન શકે ?"

“હૈ! સવારના પહોરમા અટલો મોટો એટેક? ડેડી નક્કી તમને કાં મનહરકાકા

નહિતર ફેસબુકના ફ્રેંડો ચડાવતા લાગે છે .મારી વાત આખી ફેરવી નાખી.

સાંજે સુદાન ફુડ ખાવા  જવાનુ છે ...ગેટ રેડી .."દર શનિવારે ને રવીવારે કુંવરજીને રજા હોય.. અમેરીકામાં ફાઇવ ડેઇઝ વીક હોય છે … હવે તો ઇંડીયામાં પણ ૫ દિવસનું અઠવાડિયું થઇ ગયુ છે એટલે આપણને એમ લાગે કે વાહ બિચારા કામઢા જીવોને બે દિવસ શાંતિ હશે… ના ના એવું કંઇ નથી છઠા દિવસનાં આઠ કલાકને પાંચ દિવસમાં ડીવાઇડ કરવાનાં એટલે ચાલુ પાંચ દિવસમાં દોઢ કલાક કામ વધારે કરવાનું. યુ એસમાં  એવુ કંઇ નાનથી એટલે મુળ અમેરીકન આઠ કલાક પુરા થાય એટલે પેન ડાઉન કરે અને મંડે ભાગવા… ઘરે જઇ ક્વીક શાવર લે ,બૈરી આવી તો ઠીક બાકી કુતરા અને ગન લઇ નિકળી પડે દોડવાં કે ચાલવા…… અમારા જેવા ઇંડીયન કાકા કાકી મળે તોય હાય.. હાવ આર યુ કરે .. પછી એનો કુતરો પોટી કરે તે પોટી એક પેપરબેગમાં ભરીને ડસ્ટબીનમા નાખવાનો કાયદો…ઇંડીયામાં રખડતા કુતરા થાંભલા રસ્તા ગાડીના ટાયર ઉપર પીપીની પીચકારી મારે પછી રસ્તા ઉપર ગમ્મે ત્યાં પોટી કરે ને ભાઇ કે બેન આગળ એના પપ્પીડાને લઇ ચાલતાં થાય ..  હમ નહી સુધરેંગે…

મને આગળ કાલે સાંજે પડોશમાં રહેતી જીની  મોટા લાબ્રાડોર  અને જર્મન શેફર્ડ આલસેશીયનએમ જોટો લઇ ગાર્ડનમા મળી .. કુતરાવે પોટી કરી  એ ઉંચકીને પેપરબેગમા ઠલવી … ત્યા આ ડાધીયો મને જોઇને નજીક આવી ગયો .. નો નો રેન્ડ નો . રેન્ડ ટર્ન એરાઉંડ થયો .પાછો ન ફર્યો હોતતો જીનીને મારી પોટી પણ ઉતારવી પડત… આ ગોરીયા ચપટા કાળીયા ત્રણ ચાર છોકરાવ કરે બેચાર કુતરા રાખે , એમાં પેલા નરથી થયેલ છોકરી હોય ને બીજા વરનો છોકરો પણ હોય .. આખો દી પાસ્તા પીઝા મીટ બ્રેડ બર્ગર આવુ બધુ હોય તૈયાર પેકેટમા સલાડ આવે ગ્રેવી સુપ આવે હરી હરી.. આ જીંદગી હવે તેમને ફાવી ગઇ છે પણ આપણા દેશીઓ ઘરે જ બનાવીને સવાર સાંજ ખાય.. એવુ લગભગ જોયુ છે એટલે જ આપણા દેશીઓ શનિ રવિ સૂની સેંડવીચ કે બર્ગર કે પીઝો ખાઇને રસોડાને એક દિવસ રજા આપે ..હમમમ હવે મારી જ્ઞાન કથા પુરી થઇ એટલે મેં કુંવરને પુછ્યુ..

“જમવા માટે સુદાન જવાનુ ? બેગ પેક કરવાની હશે ?ચાલો શેઠનો હુકમ છે.

તૈયારી કરવા માંડો "

“આઇ મીન સુદાની ફુડ ઓ કે ? સવારમા તમે એટલો કરંટ માર્યો છે છે કે

ઓફિસમા  કોઇકનો વારો પડી જશે ! ઉ..ફ " કુંવર બબડતો હાથ ઉંતાનીચા કરતો બાય બાય કરીને ગાડી ભગાવી ગયો..

.......

મુળ ઇરાન ઇરાક અરબ એમ કરતા કરતા આફ્રીકન બધ્ધા ફુડને અંહીયા

મેડીટેરીયન ફુડ કહે એમા ફુટ બેફુટની મકાઇ ક્યાંક ઘઉંની ક્યાંક મિક્સ

રોટલી  અને સીઝલીંગ કરેલી સબ્જીઓ  (એટલે ભઠ્ઠામાં શેકેલી )ફેમસ  જાતભાતના સલાડો ને દંહી.શાકમા કાંદા બટેટા રીંગણા ફણસી દુધી  ને   તમતમતા મસાલામા માંડ

મળે બાકી ચીકન મીટ ની વાનગીઓનો રસથાળ હોય જે અમારા જેવા માટે

છી .છી .જૈ શ્રીકૃષ્ણ હોય ...એમા મારા પત્નીને કોઇની પ્લેટ ન દેખાય તો જે છોકરાંને લીધું હોય એમાથી સબડ સબડ ખાતા રસીયા ન દેખાય એવી સીટ પકડવાની હોય..

“હેં ચંદ્રકાંત,આ મસાઇ લોકો એટલે ગાયનુ ગળુ કાપી તાજુ લોહી પીવે

ઇ લોકો જ ને ? આ ઇ સુદાનવાળા ને ? ઓલા ગાયનું ગળુકાપીને તાજુ લોરી પીનારા..”

“જો આ ઉમ્મરે આપણે સહુનુ સારુ જોવાનુ .હવે તને એક દાખલો જ આપુ છું 

હોં ;તુ ક્યારેક જ ગુસ્સ્સે થાય છે પણ ત્યારે તું નથી કહેતી કે તમે તો 

ભાઇસાબ મારૂ લોહી પી ગયા  પણ ખરેખર તો  એવુ હોતુ નથી ને ? એમ

ત્યાંના જંગલી લોકો એવુ કરતા હશે પણ આજે હબસીઓમા મસાઇ કુળના

લોકોજ દુનીયા આખીમા ઓલંપીક હોય કે નહી પણ રમત ગમ્મતમા પહેલા

આવે છે .અમેરિકાના ગોલ્ડ મેડલો પામેલા કાળીયાઓ મા કુળ સુદાની જ

લગભગ હોય એટલે એકાદ વખત આ ફુડ ખાધુ હોય તો થોડી અસર તો

આવેને ?"

“સવારમા  મારો છોકરો હડફેટમા આવ્યો હવે મારા ભોગ લાગ્યા કે થોડી

વાત કરવા આવી.તમને એમેય નથી થાતુ કે આ બિચારી સુપ અને સલાડુ

ખાઇને ય અમેરિકામા દિવસો ટુંકા કરે છે તે એને બે શબ્દો સારા કહીયે ?

લોહીતો હવે આમેય વધ્યુ નથી "

“પણ તું ક્યાં ગાય જેવી છે ? "બોલી બહાર નિકળી ગયો ...

....

સાંજે સુદાની ફુડ ખાવા જ્યા પહોચ્યા ત્યાં મુંબઇનો ચુસ્ત ધર્મિષ્ટ મિત્ર

મળ્યો.. સાલો આખો દિવસ કપાળમાં તિલક કરીને ઇંડીયામાફરતો અંહીયા શોર્ટ ટી શર્ટ ચડાવીને દ્રુપદ ચડાવતો બેઠો હતો ..એજ હોટેલમાં  અમને દર્શનના લાભથી

આપી શરુઆત થઇ...

કોઇકવાર દિવસમાં સવારથી જ  પનોતિ લાગી હોય ...