હાલ કાના મને દ્વારીકા બતાવ - 3 Siddharth Maniyar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હાલ કાના મને દ્વારીકા બતાવ - 3

પ્રકરણ - ૩

ભીડમાં બાળક તો મળ્યો પણ વાણીયો અને વાણીયન શ્રીકૃષ્ણના દર્શન કરવા ગયા ત્યારે તેમને ભાસ થયો કે, બાળકને શોધતા શોધતા તેના માતા-પિતા રાતે જ મંદિરે આવ્યા હતા. જેમની યાદ આવતા બાળક મંદિરે આવ્યો અને તેનું માતા-પિતા સાથે મિલન થયું. જાેકે, વાણીયનને આ વાત વાણીયાને કરી ત્યારે તેને પણ કહ્યું કાંઇ નહીં જે થયું તે સારા માટે જ થયું છે. બાળકને પણ તેના માતા-પિતા મળી ગયા અને પરિવાર ખુશ હશે. ચાલ હવે, ઘરે જઇએ, મજુરીએ પણ જવાનું છે.

વાણીયો અને વાણીયન ઘરે પહોંચ્યા અને ચ્હા બનાવી સાસુ સસરાને આપી તેમજ પોતે પણ પીધી. ઘરમાં જે થોડું ઘણું પડયું હતું તેનો નાસ્તો કર્યો. એટલામાં વાણીયને નોમનો ઉપવાસ કર્યો હોવાથી તેને સાસુ સસરા અને વાણીયા માટે બપોરના ભાણાની તૈયારીઓ કરી. વાણીયાને ભાણુ આપ્યું એટલે વાણીયો પણ ખેતર તરફ રવાના થયો. તેમજ વાણીયન પણ તેની સાથે જ મુખીના ઘરે જવાના રવાના થઇ. બીજા દિવસથી પરિવાર પુનઃ રોજિંદા જીવનમાં લાગી ગયો. તે વર્ષથી દરવર્ષે વાણીયાના ઘરે જન્માષ્ટમીના દિવસે લાલાનું પારણું બંધાય અને પુજા અર્ચના થાય. ધીમે ધીમે વાણીયાના પરિવારની આર્થીક પરિસ્થિતી સુધરવા લાગી હતી. પરંતુ હજી પણ માત્ર બે ટંક જમવાનું મળે તેટલું જ વાણીયો અને વાણીયન કમાતા થયા હતા. જેથી અન્ય કોઇ સુખ - સગવડ વિષે તેઓ વિચારતા ન હતા.

આમને આમ બે વર્ષનો સમય વિતી ગયો, વાણીયાના ઘરે પારણું ન બંધાયું. પરંતુ વાણીયા અને વાણીયનને તેમના કાના પર શ્રધ્ધા અને અતુટ વિશ્વાસ હતો. જેથી તેઓ પણ તેનું દુઃખ કરતાં ન હતા. એવામાં જ વાણીયને સારા સમાચાર આપ્યા. સારા સમાચાર મળતા જ વાણીયાના ઘરમાં ખુશીનો પાર ન રહ્યો. વાણીયાના માતા-પિતા પણ આનંદમાં આવી ગયા હતા. ગર્ભાવસ્થાના નવ મહિનામાંથી સાત મહિના તો સામાન્ય વિતી ગયા હતા. વાણીયનને કોઇ મુશ્કેલી આવી ન હતી. પરંતુ છેલ્લા બે મહિના તમામ ગર્ભવતી સ્ત્રી માટે વધારે સાચવવાનાં હોય છે. જેથી મુખીયાણીએ પણ વાણીયનને સાચવવા માટે જણાવી રજા આપી અને કહ્યું બે મહિના સાચવજે પછી તારા ઘરે પારણું બંધાય અને બાળક અને તારી તબીયત સારી થાય પછી જ આવજે, કંઇક જરૂર હોય તો વાણીયા સાથે સંદેશ મોકલાવજે. વાણીયન પણ મુખીયાણીનો આભાર માની વાણીયા સાથે ઘરે જવા નિકળી.

ઘરના રસ્તામાં આવતા ભગવાન કૃષ્ણના મંદિરે વાણીયો અને વાણીયન રોકાયા, દર્શન કર્યા. ત્યાં જ તેમને જન્માષ્ટમીના દિવસે મળેલું પેલું બાળક યાદ આવ્યું પણ તેના પરિવારની જાણકારી ન હોવાથી વાણીયો અને વાણીયન તે દિવસ પછી ક્યારેય તેને મળી શક્યા ન હતા. સમય વિતતો ગયો અને વાણીયનને બે મહિનામાં કોઇ જ તકલીફ ન આવી. જે દિવસથી પરિવાર વર્ષોથી રાહ જાેતો હતો તે દિવસ આવ્યો, વાણીયનના ખોળે બાળકનો જન્મ થયો. દિકરાનો જન્મ થતાં જ પરિવારમાં ખુશીઓનો પાર ન રહ્યો. વાણીયન અને બાળક બન્નેની તબીયત સારી હતી. ભગવાન કૃષ્ણના બાળ અવતાર લાલાની બાંધાએ જન્મેલા બાળકને નામ પણ કૃષ્ણના નામ ગોપાલ રાખવામાં આવ્યું. પરંતુ વાણીયાનો પરિવાર તો તેને લાલો કહીને જ બોલાવતો.

વાણીયો અને વાણીયન લાલાની દ્વારીકા દર્શનની બાંધા ભૂલી ગયા હતા. સમય વિતી રહ્યો હતો લાલો મોટો થઇ રહ્યો હતો. દરમિયાન વાણીયાના માતા-પિતાનું અવસાન થયું. વાણીયાના ઘરમાં આર્થીક મુશ્કેલીઓ પહેલા કરતાં ઘટી ગઇ હતી. વાણીયને પણ મુખીના ઘરે કામ કરવાનું છોડી દીધુ હતું. વાણીયાએ પણ મુખીના ખેતરમાં કામ કરવાની સાથે અન્ય એક ખેતર ભાગમાં રાખ્યું હતું. લાલાને ભણાવવા માટે પણ વાણીયો અને વાણીયન મહેનત કરી રહ્યા હતા. લાલો સારુ ભણ્યો, ગણ્યો અને સારી કંપનીમાં નોકરીએ લાગ્યો. ગોપાલને નોકરી લાગતા તે શહેરમાં રહેવા આવ્યો. થોડા સમય બાદ તેને નવું ઘર લીધુ અને વાણીયા અને વાણીયનને પણ શહેરમાં બોલાવી લીધા. જાેકે, હજી પણ વાણીયા અને વાણીયનને લાલાની બાંધા યાદ આવી ન હતી.