હાલ કાના મને દ્વારીકા બતાવ - 6 Siddharth Maniyar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હાલ કાના મને દ્વારીકા બતાવ - 6

પ્રકરણ - ૬

માધવીને લઇ ગોપાલ અને તેનો પરિવાર ઘરે પરત આવ્યો જાેકે, જાન પરત ઘરે આવી ત્યારે માધવ અને તેનો પરિવાર ન દેખાતા વાણીયો અને વાણીયનને ચિંતા થવા લાગી. જાેકે, લગ્નના માહોલમાં તેઓ આપણને કહ્યાં વિના જ જતાં રહ્યા હશે તેમ માની તેઓ પણ પોતાના કામમાં લાગી ગયા. નવી વહુને ઘરેમાં પ્રવેશ કરાવ્યો અને ઘરે કરવાની વિધિની શરૂઆત થઇ. પછી ગોપાલ અને માધવીને તેમની માટે શણગારેલા ઓરડામાં લઇ જવામાં આવ્યા. લગ્નનો દિવસ પૂર્ણ થયો અને વાણીયા અને વાણીયનને પણ બધું શાંતિથી પૂર્ણ થયાનો આનંદ હતો. તેમને પણ રાતે સારી ઉંઘ આવી ગઇ. સવાર વાણીયન વહેલી ઉઠી, ન્હાઇ ધોઇ તૈયાર થઇ અને લાલાની પુજામાં જાેતરાઇ ગઇ. એટલીવારમાં તો નવી વહું માધવી પણ તૈયાર થઇને આવી ગઇ, વાણીયનની સાથે પુજામાં જાેતરાઇ ગઇ. સવારે ૮ વાગ્યા હશે એટલામાં જ વાણીયો અને ગોપાલ પણ આવ્યા. માધવી રસોડામાં ચ્હા નાસ્તાની તૈયારી કરી રહી હતી. જ્યારે વાણીયન લાલાની સેવા કરી રહી હતી.

સેવા પતાવી વાણીયન આવી અને વાણીયા તેમજ ગોપાલની સાથે બેઠી, એટલામાં તો માધવી બધા માટે ચ્હા નાસ્તો લઇને આવી. બધાએ લગ્નની વાતો કરતાં કરતાં નાસ્તો ચ્હા નાસ્તો કર્યો. દરમિયાન વાણીયને વાણીયાને દ્વારીકા જવાની વાત યાદ કરાવી એટલે વાણીયાએ ગોપાલને કહ્યું બેટા અમારી એક બાંધા બાકી રહી ગઇ છે. તારા જન્મ પહેલા અમે દ્વારીકાધીશના દર્શનની બાંધા લીધી હતી. જે અમે ભૂલી ગયા હતા. પરંતુ માધવ યાદ છે, તે તેના પરિવાર સાથે લગ્નમાં આવ્યો અને અમને એ બાંધા યાદ આવી ગઇ છે. અમે બાંધા લીધી હતી કે અમારા ઘરે સંતાન થશે એટલે અમે તેને દ્વારીકાધીશના દર્શન કરવા લઇ જઇશું. અમે ભૂલી ગયા હતા પણ હવે, યાદ આવી છે તો આપણે દ્વારીકા જઇ આવીએ.

સમગ્ર વાતને શાંતિથી સાંભળી ગોપાલ બોલ્યો બાપુજી હું અને માધવી થોડા દિવસ માટે બહાર જવાના છે, અમે પાછા આવી જઇએ એટલે નોકરી પાછી શરૂ કરવાની છે, રજા વધારે નથી મળી. પરંતુ દિવાળીમાં રજા મળે એટલે આપણે પહેલા દ્વારીકાધીશના દર્શન કરવા જઇશું. દિકરાની વાત વાણીયા અને વાણીયનને ગળે તો ન ઉતરી પણ માનવા સિવાય છુટકો ન હતો. જેથી તેઓ પણ માની ગયા. દિવસો વિતિ રહ્યા હતાં ત્યાં જન્માષ્ટમીનો તહેવાર આવ્યો. વાણીયન અને માધવીએ નક્કી કર્યુ કે, લાલાના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવાની છે. વાણીયા અને ગોપાલ સાથે વાત કરી બન્ને પણ તૈયાર થયા. ગોપાલ ભલે નોકરી પર હોય પણ ઘરે તૈયારીઓ શરૂ થઇ. અત્યાર સુધી ન ઉજવાય હોય તેવી ભવ્ય જન્માષ્ટમી આ વખતે વાણીયાના ઘરે ઉજવાઇ. વાણીયા અને વાણીયનને પણ આનંદ થયો પરંતુ મનમાં ક્યાંક એવો ભાવ હતો કે, હે કાના તારી બાંધ અમે ભૂલી ગયા હતા, અમને માફ કરજે.

લાલાની માફી માગી અને દિવાળીમાં ગોપાલને રજા મળે એટલે દ્વારીકા આવવાના હોવાનું જણાવ્યું. જાેકે, દિવાળી પહેલા જ ગોપાલ સારા સમાચાર લાવ્યો. ગોપાલની કંપની દ્વારા તેને પ્રમોશન સાથે પૂના બદલી આપવામાં આવી હતી. જેથી ગોપાલ અને પત્ની માધવીએ એક જ સપ્તાહમાં પૂના જવાનું હતું. જે વાતના આનંદમાં ફરી એક વખત ગોપાલને લઇને દ્વારીકાધીશના દર્શન કરવા જવાનું ભુલાઇ ગયું. ગોપાલ અને માધવી પૂના ગયા અને વાણીયો અને વાણીયન વડોદરાના ઘરેમાં એકલા રહી ગયા. ગોપાલે કહ્યું હતું કે, દિવાળીની રજા મળશે એટલે ઘરે આવીશું ત્યારે આપણે દ્વારીકા જઇશું. પણ સંજાેગો કંઇક એવા થયા કે, ગોપાલને દિવાળીમાં જ એવું કામ આવ્યું કે તેને રજા ન મળી. ગોપાલને રજા ન મળતા તે માધવી સાથે વડોદરા આવી શક્યો નહીં અને દ્વારીકા જવાનું ન થયું. વાણીયો અને વાણીયન ઘરમાં રહે, સવાર સાંજ ભગવાનની પૂજા અર્ચના કરે અને ઘરના આંગણામાં જ ગોપાલે એક નાની દુકાન ખોલી આપી હતી જે વાણીયો ચલાવે. રૂપિયા રળવા નહીં પરતું સમય પસાર થાય એ માટે જ ઘરના આંગણે નાની દુકાન ખોલી હતી. બાકી ગોપાલ એટલું કમાતો હતો કે તેને બે ઘર ચલાવવામાં કોઇ મુશ્કેલી ન પડે.