Featured Books
શ્રેણી
શેયર કરો

હાલ કાના મને દ્વારીકા બતાવ - 7 (છેલ્લો ભાગ)

પ્રકરણ - ૭

એક તરફ વાણીયો અને વાણીયન વડોદરા તો દિકરો ગોપાલ અને વહુ માધવી પૂનામાં રહી જીવન વિતાવી રહ્યા હતા. પૂના ગયા બાદ ગોપાલનું કામ પણ એટલું વધી ગયું હતું કે, તેને વડોદરા આવવાનો સમય મળતો ન હતો. પરંતુ છ મહિને એક વખત માધવી વડોદરા આવતી અને બેથી ત્રણ દિવસ રોકાઇ પરત પૂના જતી હતી. લગ્નને સમય વિત્યો છતાં માધવીને સંતાન ન હતું. ત્યારે ફરીએક વખત વાણીયને માધવીને દ્વારીકાધીશની બાંધા યાદ કરાવી. વડોદરાની પૂના જતાંની સાથે જ માધવીએ બાંધા વિષે ગોપાલને કહ્યંુ. ગોપાલે પણ પોતાની ભૂલ સ્વીકારી અને કંપનીમાં રજા માટે અરજી કરી. પૂના જાેડાયા બાદ પાંચ વર્ષનો સમય વિતી ગયો હતો ગોપાલે એક પણ લાંબી રજા લીધી ન હતી. જેથી કંપની દ્વારા પણ તેની રજા મંજૂર કરવામાં આવી. રજા મળતાની સાથે જ માધવીને લઇ ગોપાલ વડોદરા આવ્યો.

ગોપાલ વડોદરા આવે તે પહેલા જ તેને દ્વારીકા જવાની તમામ વ્યવસ્થા કરી રાખી હતી. જેથી વડોદરા આવ્યાના બીજા જ દિવસે ગોપાલ અને માધવી વાણીયા અને વાણીયનને લઇને દ્વારીકા જવા રવાના થયા. બાંધા પૂરી કરવાની હતી. વહેલી સવારે પાંચ વાગ્યે નિળેલો વાણીયાનો પરિવાર અંદાજે ૯ કલાકે દ્વારીકા પહોંચ્યો. દ્વારીકા પહોંચતાની સાથે જ પરિવાર દ્વારીકાધીશના દર્શને પહોંચ્યો, દર્શન બંધ હોવાથી પરિવાર મંદિરના પટાંગણમાં દર્શન ખુલવાની રાહ જાેઇ રહ્યા હતા. એવામાં જ વાણીયનની નજર માધવ પર પડી. વાણીયને ગોપાલને કહ્યું જાે બેટા પેલો માધવ જા તેને બોલાવી લાવ. ગોપાલ માધવને બોલાવા ગયો, ત્યારે ગોપાલને જાેઇને માધવ પણ ખુશ થયો તેને તુરંત જ પુછયું કાકા-કાકી ક્યાં? ગોપાલે કહ્યું એ બેઠા. વાણીયન અને વાણીયાને જાેઇને માધવ સીધો જ તેમને મળવા પહોંચ્યો. માધવે બન્નેના પગલે લાગી આર્શીવાદ લીધા અને કહ્યું, કાકી વર્ષો પછી દ્વારીકાધીશની બાંધા યાદ આવી?

માધવનું આ વાક્ય સાંભળતા જ વાણીયો અને વાણીયન અચરજમાં મુકાઇ ગયા. વાણીયો અને વાણીયન વિચારતા રહી ગયા કે તે રાતે માધવ સુઇ ગયો પછી અમે બાંધા રાખી હતી. જે બાબતે અમારા બે સિવાય કોઇને જ ખબર ન હતી. તો માધવને ખબર કઇ રીતે પડી. વાણીયો અને વાણીયન બન્ને વિચારી કરી રહ્યા હતા તેવામાં જ માધવે કહ્યું કાકી મારુ કામ પૂર્ણ થયુ હવે, હું જાઉં. ફરી યાદ કરશો ત્યારે આવીશ. માધવની આ વાત સાંભળીને પણ વાણીયો અને વાણીયન વિચારમાં પડી ગયા હતા. જાેકે, માધવ ગયા બાદ પણ તેઓ મંદિરના પરિસરમાં બેઠા બેઠા દર્શન ખુલવાની રાહ જાેઇ રહ્યા હતા અને વિચાર કરી રહ્યા હતા કે માધવ શું બોલ્યો અને કેમ બોલ્યો? એટલામાં જ ગોપાલે કહ્યું ર્માં દર્શન ખુલી ગયા છે. દર્શન ખુલવાની વાત સાંભળતા જ વાણીયા અને વાણીયન પોતાના વિચારોમાંથી બહાર આવ્યા અને દર્શન કરવા આગળ વધ્યાં.

મંદિરના દ્વારા ખુલ્યા, વાણીયા અને વાણીયનને ભગવાન દ્વારીકાધીશના દર્શન થયા, ત્યારે તેમાં તેમને વર્ષો પહેલાના માધવના દર્શન થયા, એટલું જ નહીં આજે પણ માધવ મળ્યો ત્યારે તેના રૂપના દર્શન વાણીયા અને વાણીયનને દ્વારીકાધીશમાં થયા. દ્વારીકાધીશમાં માધવના દર્શન થતાં જ વાણીયા અને વાણીયન સામે માધવે કહેલી તમામ વાતો યાદ આવવા લાગી. વર્ષો પહેલા માધવે કહ્યું હતું કે, તેના પિતાનું નામ વાસુદેવ અને માતાનું નામ દેવકી છે. ગોપાલના લગ્નમાં મળ્યો ત્યારે પત્નીનું નામ રુકમણી તેમજ દિકરાનું નામ સુદેશ અને દિકરીનામ ચારુલતા કહ્યું હતું. આ બધા જ નામ ભગવાન શ્રીકૃષ્ણ સાથે જાેડાયેલા હતા. એટલું જ નહીં લાલાના જન્મની ઉજવણીના દિવસે જ માધવ રસ્તામાં મળ્યો અને ઉજવણી બાદ ક્યાં ગાયબ થઇ ગયો તેની ખબર ન હતી. ત્યારબાદ ગોપાલના લગ્નની કંકોત્રી જે રણછોડરાયને આપવાની હતી તે જ કંકોત્રી માધવને આપી હતી. આ બધી જ ઘટના એક પછી એક યાદ આવવા લાગી એટલે વાણીયા અને વાણીયનને થયું કે, આ ભગવાન કૃષ્ણ જ હતા જે લાલાના જન્મોત્સવમાં આપણા ઘરે આવ્યા હતા. આપણી ઘરે ભોજન આરોગ્યુ અને આપણી બાંધા પુરી કરી. પરંતુ આપણે બાંધા પુરી કરવા આવવાનું ભૂલી ગયા હતા. જેથી ગોપાલના લગ્ન સમયે પાછો આવ્યો અને આપણને યાદ પણ કરાવ્યું, છતાં આપણેને બાંધા પુરી કરવા આવતા સમય લાગ્યો. જાેકે, આજે પણ માધવે મંદિર પરિસરમાં આવી જે વાક્યો કહ્યાં તે પણ માધવ જ કૃષ્ણ હોવાનો એક પુરાવો હતો.

સમગ્ર ઘટના બાદ વાણીયા અને વાણીયનને થયું કે, આજે કાનાએ જ આપણને દ્વારીકાના દર્શન કરાવ્યા છે. પછી એ આપણો ગોપાલ હોય કે પછી માધવના સ્વરૂપમાં આવેલા ભગવાન કૃષ્ણ હોય.