પ્રકરણ - ૫
ગોપાલ અને માધવીના લગ્નનો દિવસ આવ્યો, લગ્નમાં વસ્ત્રોમાં સજ્જ ગોપાલને જાેઇને વાણીયા અને વાણીયન ખુબ જ અભીભૂત થઇ ગયા હતા. થોડીજ વારમાં જાન માધવીના ગામ જવા નિકળવાની હતી ત્યાં જ માધવ તેની પત્ની અને બે બાળકો સાથે નજરે પડયો. આજે વાણીયો અને વાણીયન માધવને ઓળખી ગયા એટલે તરત જ તેને બોલાવ્યો. માધવ પણ વાણીયા અને વાણીયન પાસે ગયો તેમને પગે લાગ્યો અને પરિવાર સાથે ઓળખાણ કરાવી. માધવે કહ્યું, કાકી આ મારી પત્ની રુકમણી, મારો દિકરો સુદેશ અને મારી દિકરી ચારુલતા છે. માધવ જેટલા જ સંસ્કાર તેના પરિવારમાં હતા. બધા જ વાણીયો અને વાણીયનના પગે લાગ્યા. એટલે વાણીયને તરત જ વાણીયના કાનમાં કંઇક કહ્યું અને વાણીએ ગજવામાં હાથ નાખી બન્ને સંતાનો અને માધવની પત્નીને પહેલી વખત મળ્યાં હોય સગુન આપ્યું. જાેકે, તેમને લેવાની ના પાડી પછી વાણીયને જીદ કરતા માધવના કહેવાથી તેમને સગન લીધું.
આ બધા વચ્ચે વાણીયનને વિચાર આવ્યો કે તે કંઇક ભૂલી રહી છે. પણ શું ભૂલી રહી છે, તે તેને યાદ આવતું ન હતું. તેને વાણીયા સાથે પણ વાત કરી પરંતુ વાણીયાને પણ કશું યાદ આવ્યું નહીં. એટલામાં જ ગોપાલની જાન નિકળવાનો સમય થઇ ગયો, બધા બસમાં બેઠા જેમાં માધવ અને તેનો પરિવાર પણ સાથે હતો. બસ માધવીના ગામ તરફ આગળ વધી રહી હતી, પરંતુ વાણીયન તો એ યાદ કરવામાં ખોવાઇ ગઇ હતી જે તેને યાદ આવતું ન હતું. માધવીના ગામમા જાન પ્રવેશ કર્યો અને તેમને ઉતારા સુધી લઇ જવામાં આવ્યા. જ્યાંથી લગ્ન મંડપ સુધી જાન કાઢવાની વ્યવસ્થા પણ માધવીના પરિવાર દ્વારા કરી રાખવામાં આવી હતી. જેથી બધા તૈયાર થયા વરરાજા ગોપાલ ઘોડી પર સવાર થયા તેમની આગળ પરિવારજનો અને તેમની આગળ ઢોલી. બધા વાજતે ગાજતે લગ્ન મંડપ સુધી પહોંચ્યા.
એક તરફ જાન આગળ વધી રહી હતી અને બીજી તરફ વાણીયન હજી પણ ખોવાયેલી હતી. વાણીયાએ તેને બોલાવી પણ તેનું ધ્યાન ન હતું. દિકરાના લગ્નની ઉજવણીનો ઉત્સાહ કોઇક ભૂલાઇ ગયેલી વાતને યાદ કરવામાં ક્યાંક ખોવાઇ ગયો હતો. જાેકે, શું ભૂલાઇ ગયું તે વાણીયનને યાદ આવ્યું નહીં અંતે તેણે પણ હમણા યાદ કરવાનું છોડી દિકરાના લગ્નમાં ધ્યાન પરોવ્યું. સુંદર, સુશીલ અને ગુણવાન કન્યા માધવી સાથે દિકરા ગોપાલના લગ્ન થઇ રહ્યા હતા. જેનો વાણીયા, વાણીયન અને પરિવારજનોને આનંદ હતો. લગ્નમાં હાજરી આપવા આવેલા માધવ અને તેના પરિવારમાં પણ એક અનેરો આનંદ જાેવા મળી રહ્યો હતો. લગ્નની વિધિ પૂર્ણ થઇ એટલે ગોપાલ અને માધવી વાણીયા અને વાણીયનના આશિર્વાદ લેવા આવ્યા. નવ દંપતિએ આશિર્વાદ લેવા હાથ જાેડયા ત્યાં જ વાણીયન કહ્યું બેટા હવે, લગ્ન થઇ ગયા વધુ ઘરે આવી રહી છે, તો બન્ને જણાં દ્વારીકાધીશના દર્શન કરી આવજાે. નવ દંપતિએ માતાના આશિર્વાદમાં હામી ભરી. આટલું બોલતા જ વાણીયન છેલ્લા ઘણાં સમયથી જે યાદ કરવાનો પ્રયાસ કરી રહી હતી તે યાદ આવી ગયું.
વાણીયને વાણીયાના બોલાવતા કહ્યંુ એજી સાંભળો છો? આપણે લાલાના જન્મ પહેલા એક બાંધા લીધી હતી. દ્વારીકાધીશની તે બાંધાએ જ આપણા ઘરે લાલાનો જન્મ થયો હતો. આપણે લાલાને લઇને દ્વારીકાધીશના દર્શનની બાંધા હતી. જે આપણી ભૂલી ગયા હતા. આજે માધવ અને તેના પરિવારને જાેઇને મને યાદ આવ્યું. વાણીયનની વાત સાંભળી વાણીયો પણ ચોંકી ઉઠયો કે આપણને દિકરો આપનારની બાંધા જ આપણી ભૂલી ગયા. તેને અફસોસ તો થયો પણ તેને નક્કી કર્યુ કે લગ્ન પણ હવે, શાંતિથી પૂર્ણ થઇ ગયા છે આપણે આવતા સપ્તાહે જ લાલા અને માધવી સાથે દ્વારીકાધીશના દર્શન કરવા જઇશું. લગ્ન પૂર્ણ થતાં પરિવારજનો દ્વારા માધવીને વિદાય આપવામાં આવી, બધાની આંખ ભરાઇ ગઇ હતી. બધાની આંખમાં ખુશીના આસું હતાં કે દિકરીને સારુ ઘર મળ્યું.