હાલ કાના મને દ્વારીકા બતાવ - 2 Siddharth Maniyar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હાલ કાના મને દ્વારીકા બતાવ - 2

પ્રકરણ - ૨

મુખીના ઘરેથી તેના ઘર સુધી જવામાં રસ્તામાં ભગવાન કૃષ્ણનું એક મંદિર પણ આવે. જ્યાં રોજ વાણીયન સાંજે દર્શન કર્યા વિના ઘરે જતી ન હતી. પરંતુ તે દિવસે લાલો જ ઘરે આવવાનો હતો તેથી ઉતાવળમાં વાણીયન મંદિરે દર્શન કરવાનું ભુલી ગઇ અને ઘરના રસ્તે આગળ વધી રહી હતી. રસ્તામાં એક નાનો બાળક રડી રહ્યો હતો. તેને વાણીયનને જાેઇ અને રડતા રડતાં કહ્યું, કાકી મને બહુ જ ભૂખ લાગી છે, મને કંઇક આપશો ? વાણીયન પણ નાના બાળકને જાેઇને ચોંકી ઉઠી. ગામ નાનું હતું તેથી ગામના તમામ ઘર એક બીજાને ઓળખતા હોય તે સ્વાભાવીક છે. પરંતુ આ નાનું બાળક ક્યારેય વાણીયને ગામમાં જાેયુ ન હતું. જેથી પહેલા તો એને એમ કે આ કોનું બાળક હશે ? પરંતુ વાણીયન ઉતાવળમાં હતી ઘરે લાલો આવવાનો હતો. તેને બાળકને કહ્યું કે, બેટા મારી પાસે તને આપવા માટે હાલ કશું નથી પણ ચિંતા ન કર આજે મારા ઘરે લાલાનું પારણું છે. તેને જે પણ કંઇક પ્રસાદી જમાડીશ તે હું તને આપીશ તું મારી હારે મારા ઘરે હાલ. બાળક પણ રડતો બંધ થયો અને વાણીયને તેને કેડે ઉંચકી લીધો અને ઘર તરફ ચાલવા લાગી.

વાણીયન નાના બાળક સાથે ઘરે પહોંચી ત્યારે તેને જાેઇને વાણીયો અને તેના માતા-પિતા પણ ચોંકી ઉઠયાં. તેમને જાેઇને વાણીયન તરત જ બોલી બાળક કોણ છે તે ખબર નથી પણ તેને ભૂખ લાગી હતી તે રસ્તા પર એકલો એકલો રડતો હતો એટલે હું તેને ઘરે લઇ આવી. લાલાનું પારણુ કરીને જે પ્રસાદ લાલાને જમાડીશું તે હું તેને આપીશ તેમ કહીને લાાવી છું. હાલો હવે, જલ્દી કરો લાલાના પારણાંની તૈયારી કરવાની છે. ઘરના બધા જ સભ્યો લાલાના પારણાંની તૈયારીમાં લાગી ગયા. નાનો બાળક પણ ઘરના ખુંણામાં બેસીને પારણાંની તૈયારીઓ જાેઇ રહ્યો હતો. રાતનો અંધકાર છવાઇ ગયો હતો. લાલાના જન્મનો સમય થયો. ગામના કૃષ્ણ મંદિરમાં પણ ઘંટનાદ થયો અને લાલાના જન્મની આરતી શરૂ થઇ. વાણીયો અને વાણીયને પણ ઘરમાં લાલાનું પારણું જુલાવી તેના જન્મની ઉજવણી શરૂ કરી. તેની આરતી કરી અને પ્રસાદમાં મુખીયાણીએ આપીલું માખણ અને ફળ સાથે ઘરમાં બનાવેલ થોડી પ્રસાદી લાલાને જમાડી અને પછી તે જ પ્રસાદી પેલા નાનકડા બાળકને જમાડી.

બાળક થાળીમાં માખણ જાેઇને એટલો ખુશ થયો કે ન પુછોને વાત. તેને માખણ ખાતો જાેઇ વાણીયન અને વાણીયાને પણ લાલો જ ઘરમાં આવ્યો હોય તેમ લાગ્યું. લાલાને ધરાવેલો પ્રસાદ અને ઘરમાં બનાવેલું જમવાનું માતા-પિતા, વાણીયો અને વાણીયન લઇ બધા સાથે જ જમવા બેઠા. જમી પરવારી માતા-પિતા ઓસરીમાં ઢાળેલા ઢોળીયા પર જઇ આડા પડયાં અને વાણીયો અને વાણીયન પણ જમીન પર આડા પડે તે પહેલા તેમને નાના બાળકને પુછયું બેટા તું કોનો દિકરો છે. બાળકે જવાબ આપ્યો મારા બાપુનું નામ વાસુદેવ અને માતાનું નામ દેવકી છે. બાળકના માતા-પિતાનું નામ સાંભળી વાણીયો અને વાણીયન ચોંકી ઉઠયા એટલે બાળક બોલ્યો હું તેમની સાથે કૃષ્ણ મંદિરે દર્શન કરવા આવ્યો હતો. પરંતુ તેઓ મને મુકીને ક્યાં જતાં રહ્યા તેની મને ખબર નથી. કાકી તમને આવતા જાેયા એટલે તમારી સાથે આવી ગયો. મને આજની રાત તમારી સાથે રાખશો ? કાલે સવારે મંદિરે લઇ જજાે મારા માતા-પિતા આવી મને લઇ જશે. વાણીયો અને વાણીયન પણ તેની વાત સાંભળી ગુસ્સે થયા. આવા તે કેવા મા બાપ હશે જે બાળકને મુકીને જતાં રહ્યાં. તેમને બાળકને સાથે લીધો અને સુવડાવ્યો. બાળકના સુઇ ગયા પછી વાણીયા અને વાણીયને લાલાના પારણા પાસે જઇ હાથ જાેડી ખોળો ભરવા બાંધા લીધી કે, અમારા ઘરે બાળકનું અવતરણ થશે તો અમે તેને લઇને દ્વારીકા દર્શન કરવા આવીશું. લાલાને પ્રાર્થના કરે તેઓ પણ જમીન પર આડા પડયાં. સવારથી જ કામ કરી થાકેલા હતા જેથી તેમને પણ તુરંતજ ઉંઘ આવી ગઇ. સવારેની પહેલી કિરણ સાથે જ વાણીયનની આંખ ખુલી એટલે તેને પથારીમાં બાળકને ન જાેયો. તે ગભરાઇ ગઇ તેને તુરંત જ વાણીયાને જગાડયો અને બાળક ન હોવાની વાત જણાવી. બન્ને જણાં ઘરમાં, ઓસરીમાં અને આસપાસ બાળકને શોધવા પણ ગયા પણ બાળક મળ્યો નહી. તેમને એમ કે બાળકને માતા-પિતાની યાદ આવી હશે એટલે મંદિરે ગયો હશે. જેથી વાણીયો અને વાણીયને તેને શોધવા મંદિર તરફ દોટ મુકી. મંદિરે પણ ગયા પણ ત્યાં પણ બાળક મળ્યો નહીં. નોમના પારણાનો દિવસ હતો જેથી મંદિરે પણ ભારે ભીડ હતી.