The Author वात्सल्य અનુસરો Current Read વડલો By वात्सल्य ગુજરાતી વાર્તા Share Facebook Twitter Whatsapp Featured Books નિતુ - પ્રકરણ 64 નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ... સંઘર્ષ - પ્રકરણ 20 સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા... પિતા માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે... રહસ્ય,રહસ્ય અને રહસ્ય આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ... હાસ્યના લાભ હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા શેયર કરો વડલો (3) 416 1.3k 3 વડલો....એટલે જ આપણે કહેતા હોઈએ છીએ કે "વડીલ" અને આ શબ્દ કદાચ આ "વડ"વૃક્ષ પરથી જ આવ્યો હોય!કેમકે "વડ" એક એવું વૃક્ષ છે,જે દીર્ઘાયુ જીવે છે.ભગવાને "ભગવદગીતા"માં પણ"અશ્વત્થ વૃક્ષાણામ્" કહી વડનો મહિમા કીધો છે.આશરે ૭૦૦-૮૦૦ વર્ષ સુધી આ વૃક્ષ જીવે છે.સોમનાથ નજીક વેરાવળ તાલુકાના કૃષ્ણના "ભાલકા"તીર્થ ખાતે જે જગ્યાએ પારધીએ ભગવાન શ્રીકૃષ્ણને પગમાં બાણ માર્યું તે જગ્યાએ કૃષ્ણ યાદવોની ચિંતામાં વ્યગ્ર અને ચિંતનમગ્ન અવસ્થામાં હતા તે જગ્યાએ છાંયા નીચે બેઠા હતા તે વડને ૫૫૦૦ વર્ષ થવા છતાં આજે પણ દ્રુષ્યમાન છે.ઉત્તર ગુજરાતના નગર "તેરવાડા" તા.ભાભર ગામનાં મુળ ચેહર માતા મહેસાણા તાલુકાના "મરતોલી" ગામે જ્યાં સદેહે અંતરધ્યાન થયાં ત્યાં લાંબુ આયુષ્ય ધરાવતું બીજું વૃક્ષ એટલે "વરખડી" વૃક્ષ પણ ખૂબ દીર્ઘાયુષી વૃક્ષ છે.અને આ વૃક્ષ પણ પૂજનીય છે.પાટણ નજીક કુણઘેર ખાતે ચુડેલ માતા મંદિર ઉપર આ"વરખડી" વૃક્ષ આજે પણ ૭૦૦ વરસ વીતવા છતાં ઉભું છે.ખેર!અહીં વડની આપણે વાત સવિશેષ કરીએ છીએ...વડની પૂજા એટલા માટે કરવામાં આવે છે કે... ભગવાને "ભગવદ ગીતા"માં "અસ્વત્થવૃક્ષાણામ્" કહી તેનો મહિમા ગાયો છે.તેવા આ પવિત્ર વૃક્ષને "વટસાવિત્રી" વ્રત કરતી સ્ત્રીઓ પણ ૧૦૧ ફેરા ફરતી જાય અને સુતરનો કાચો દોરો વિંટતી જાયછે.પ્રખ્યાત નર્મદા તીરે "કબીરવડ" ની તો આપણે વાર્તા સાંભળી છે,અને વડ પણ જોયો છે.આ વૃક્ષનું લાકડું આપણે માત્ર યજ્ઞ કાર્યમાંજ વાપરીએ છીએ.બળતણ તરીકે ઉપયોગ કરતા નથી.આ વૃક્ષને કાપવામાં પાપ સમજીએ છીએ.આમ વડ નીચે ઘણા તપસ્વી યોગીઓએ તપ કરીને સિદ્ધિ મેળવી છે.ગૌતમ બુદ્ધ અને ભગવાન મહાવીર સ્વામી આ બાબતનાં ઉદાહરણ છે.દરેક મંદિરના ચોકમાં વડ અવશ્ય રોપવામાં આવે છે.ગામને ઝાંપે કે જાહેર જગ્યાએ કે સ્મશાનમાં પણ આ વૃક્ષનું આરોપણ થાય છે.પાટણના હરિહાર મહાદેવ નજીક સ્મશાનમાં આવા અનેક વડલા અડીખમ ઊભા છે.પાંડવોની હસ્તિનાપુર દિલ્હી અને મેરઠ નજીક તેમજ શુક મુનિ દ્વારા શાપિત ભૂમિમાં ૫૦૦૦ વર્ષ કરતાં પણ વધુ વરસના વડ જોવા મળે છે.એટલે વિચારી જુઓ આ વૃક્ષ આટલું બધું મહત્વ ધરાવે છે.સાથે આરોગ્ય દ્રુષ્ટિએ ચોવીસ ક્લાક(રાત-દિવસ)ઓક્સિજન આપે છે.તેનો છાંયડો શીતળ,વડના પાનનો જુના જોગીઓ જમવામાં ઉપયોગ કરતા.આ વૃક્ષના નીચે યોગીઓ પોતાની સાધના માટે મઢુલી બનાવી યોગ સાધતા.વડ વૃક્ષ એ કયારેય ઊંઘતું નથી તેનું પાન કયારેય સ્થિર જોવા નહિ મળે.તેનાં ફળ એટલે કે વડના ટેટા ખાવા માટે ઉત્તમ ગુણકારી છે.તેના ઘટાદાર ઘટામાં વૃક્ષ નિર્ભય બની માળા બનાવે છે.અનેક પક્ષીઓનું આશ્રય સ્થાન છે.ખાસ પોપટ અને કાકાકોશી પક્ષી બચ્ચાં ઉછેર માટે આ વૃક્ષ ખૂબ અનુકૂળ છે.સરકાર પણ હવે જાગી છે કે પૃથ્વી પર ઓક્સિજન સ્ટોર કરવો હશે તો વડ અને પીપળ વૃક્ષ આરોપણ માટે ખાસ બજેટ જોગવાઈ કરવી પડશે.પાટણ ખાતે સરસ્વતી નદીના નવા બનેલા પુલની આથમણી દિશાએ "લક્ષવૃક્ષવન" ઉભું કર્યું છે.તે મંદિર પરિસર પછી વડ અને પીપળવનમાં આજે બે ઘડી બેસવું ગમે તેવું વાતાવરણ સર્જયું છે.પાટણ જોવા આવો તો આ સ્થળે ખાસ જજો.પાટણના સરસ્વતી તાલુકામાં "વડ"ના નામ પરથી "વડુ" ગામ પડ્યું અને આજે પાટણ ડીસા હાઇવે પર "વડુ" પાટિયે આ વડ સાક્ષી પુરે છે.સિધ્ધપુર ખાતે વટેશ્વર મહાદેવ અને નદીના વિસ્તારમાં આજે પણ ઘણાં જુના વડ વૃક્ષ અડીખમ ઊભાં છે.મને પણ વડ જેવા વૃક્ષ વાવવાં ખૂબ મન થાય છે.પરંતુ જગ્યા અને તેને પ્રોટેકશન વૉલ વગર આરોપણ કરવું નકામું છે.છતાં મારે ગામ આવાં બે વૃક્ષ બે વરસ પહેલાં હારિજની સરકારી નર્સરીમાંથી લઇ આવી સ્મશાનભૂમિમાં આરોપણ કર્યું હતું.આ ચિત્રમાં જે વૃક્ષ દેખાય છે,તે આજ સવારનો ફોટો ક્લિક કરેલો છે.(વડ વાવો...વર્ષા લાવો...વન બચાવો.) - સવદાનજી મકવાણા (વાત્સલ્ય) Download Our App