વિશ્વ સંસ્કૃત દિવસ Tr. Mrs. Snehal Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિશ્વ સંસ્કૃત દિવસ

ધારાવાહિક:- દિન વિશેષતા

લેખ:- વિશ્વ સંસ્કૃત દિવસ

લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની




સૌ પ્રથમ તો સૌ કોઈને રક્ષાબંધન નિમિત્તે શુભેચ્છાઓ. તમને થશે કે કેમ આ આટલી વહેલી શુભેચ્છા પાઠવે છે? રક્ષાબંધન વખતે સમય મળે ન મળે, એટલે અત્યારે જ લેખ મૂકી દઉં છું. સમય મળે તેમ તેમ વાંચજો. એમ સમજજો કે રક્ષાબંધનનાં દિવસે જ લખ્યો છે.



રક્ષાબંધનની ઉજવણી શ્રાવણી પૂનમે થાય છે એ તો સૌ કોઈ જાણે છે, પરંતુ આજનાં જ દિવસે 'વિશ્વ સંસ્કૃત દિવસ'ની પણ ઉજવણી થાય છે તે બહુ ઓછા લોકો જાણે છે.



આજે સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સંસ્કૃત ભાષા પ્રાચીન ભાષા હોવાને કારણે સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજના દિવસે લોકોને સંસ્કૃત ભાષાનું મહત્વ અને તેની જરૂરિયાત વિશે સમજ આપતા કાર્યક્રમો થાય છે. ભારત સરકાર તરફથી દર વર્ષે શ્રાવણની પૂર્ણિમા નિમિત્તે સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવે છે. આનો શ્રેય ઈ. સ. 1969માં તત્કાલિન શિક્ષણપ્રધાન શ્રી વરદરાજા અને કાશ્મીરના રાજા કરણસિંહને જાય છે.



રક્ષાબંધન પણ આ દિવસે ઉજવવામાં આવે છે. શ્રાવણની પૂર્ણિમાને ઋષિઓના સ્મરણ અને સમર્પણનો ઉત્સવ પણ માનવામાં આવે છે. કહેવાય છે કે ગુરૂકુળમાં વેદનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આ દિવસે જનોઈ પહેરાવવામાં આવે છે. આ દિવસે બ્રાહ્મણો નવી જનોઈ પહેરે છે. આ સંસ્કારને ઉપનયન અથવા ઉપકર્મા સંસ્કાર પણ કહેવામાં આવે છે. ઋષિઓ અને બ્રાહ્મણોએ આ દિવસે યજમાનોને રક્ષાસૂત્ર બાંધી દીધું હતું. ઋષિને સંસ્કૃત સાહિત્યનો પિતા અને તેના સમર્થક માનવામાં આવે છે, તેથી આ દિવસને સંસ્કૃત દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. સંસ્કૃત સાથે સંકળાયેલી સંસ્થા સંસ્કૃત ભારતી વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણીને પ્રોત્સાહિત કરી રહી છે.  ભારત દેશના પ્રાચીન ગ્રંથ, વેદ વગેરેની રચના સંસ્કૃતમાં થઈ હતી. આ ભાષા અનેક ભાષાઓની  જનની છે.



સ્વર


આ સ્વરો સંસ્કૃત માટે આપવામાં આવ્યા છે. હિન્દીમાં એમનો ઉચ્ચાર થોડો અલગ થાય છે.


સંસ્કૃતમાં "ઐ" બે સ્વરોનું જોડકું હોય છે અને ગુજરાતીમાં તે "અ-ઈ" એ રીતે બોલાય છે. આ રીતે જ "ઔ" ને "અ-ઉ" એ રીતે બોલાય છે.


એ ઉપરાંત ગુજરાતી અને સંસ્કૃત માં નીચેના વર્ણાક્ષરોને પણ સ્વર માનવામાં આવે છે:


ઋ -- બોલચાલની ભાષામાં "રુ" ની જેમ, સંસ્કૃત માં American English syllabic / r / ની જેમ

ૠ -- ફક્ત સંસ્કૃતમાં (દીર્ઘ ઋ)

ऌ -- ફક્ત સંસ્કૃતમાં (syllabic retroflex l)

ॡ -- ફક્ત સંસ્કૃતમાં (દીર્ઘ ऌ)

અં -- અડધો ન્, મ્, ઙ્, ઞ્, ણ્ ને માટે કે સ્વરને નાકમાંથી બોલવા માટે

અઃ -- અઘોષ "હ્" (નિઃશ્વાસ) માટે


વ્યંજન


જ્યારે કોઈ સ્વરનો ઉપયોગ ન હોય ત્યારે ત્યાં 'અ' માનવામાં આવે છે. સ્વરના ન હોય ત્યારે વિરામથી દર્શાવવામાં આવે છે, જેમ કે ક્‌ ખ્‌ ગ્‌ ઘ્‌.


સંસ્કૃતમાં ષ નું ઉચ્ચારણ આ રીતે થતું હતું: જીભની ટોચ ને તાળવા તરફ ઉઠાવીને શ જેવો અવાજ કરવો. બોલચાલની ગુજરાતી ભાષામાં 'ષ'નું ઉચ્ચારણ સંપૂર્ણ રીતે 'શ'ની જેમ થાય છે.


સંસ્કૃતઅને ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ભાષાંતર કરતી વખતે ઘણાં લોકો, ણ અને ળનો ભેદ નથી પારખતા. 'ણ'ને માટે અંગ્રેજીમાં વર્ણ ન હોવાને કારણે તેનો ઉચ્ચર Nની રીતે કરવો જોઈએ, જ્યારે અંગ્રેજીમાં 'ળ'નો અભાવ હોવાથી તેનો ઉચ્ચર L કરવો જોઈએ. આ જ રીતે 'ળ' ને ઘણા લોકો 'ડ' તરીકે ઉચ્ચારે છે, જે ખોટું છે.


વૈદિક સંસ્કૃત અને કાવ્ય સંસ્કૃત


સંસ્કૃતનું પ્રાચીનતમ રૂપ વૈદિક સંસ્કૃત છે, જે હિન્દુ ધર્મના આદિ પુસ્તક વેદની ભાષા છે. વૈદિક સંસ્કૃત અને પ્રશિષ્ટ સંસ્કૃત વચ્ચે ઘણું અંતર છે. મોટાભાગના લોકો પાણિનીના અષ્ટાધ્યાયીને સંસ્કૃત કાવ્યની શરુઆત માને છે. રામાયણ, મહાભારત અને પુરાણ કાવ્યો સંસ્કૃતમાં લખવામાં આવ્યા છે.


સૌજન્ય:- ઈન્ટરનેટના વિવિધ વેબપેજ તેમજ સંસ્કૃત વ્યાકરણનું પુસ્તક.

આભાર.


 સ્નેહલ જાની